જિંદગી ઓનલાઈન
ડો. રાજશ્રી ત્રિવેદી
"8-૩૦? બહુ મોડુંથઈ ગયું." નિશાએદિવાલ પરની ઘડિયાળ જોઈઅને પછી હાંફળી-ફાંફળીથઈ ફોન હાથમાંલીધો. "સન્ડે, ૩૧ મે- હાશ. આજે તો રવિવારછે, કંઈ એવી ઉતાવળનથી. વારુબાઈએ રાતે જકહ્યું હતું કે તેકામ પર આવવાની.રીલ્સ જોતાં જોતાં રાતેબે વાગી ગયાહતાં. નકામો ટાઈમ-પાસકર્યો." નિશા બબડી.
સ્ક્રીનપર મમતાનો મેસેજદેખાતો હતો. "બહાર હિંચકે જઈનેવાંચું છું. નિતિન હજીઊંઘમાં છે." નિશા બહાર આવીનેહિંચકે ગોઠવાઈ. છોકરાઓ ઝિલીઅને મૃગાંક હજી સૂતાહતાં, નિતિનની આઈ.ટી.કંપનીમાં ત્રણે સાથે મળીનેકામકાજ સંભાળતા હતાં. બન્નેજણને યોગ્ય પાત્રમળતાં જ લગ્નનીતૈયારી તરતજ કરીશકે એટલી આર્થિક ક્ષમતાજરીવાલા પરિવારપાસે હતી.
ને્પિયન-સી રોડના પોશએપાર્ટમેન્ટમાં રહેતાં નિતિન અને નિશા પોતાનીજ્ઞાતિ અને વર્તુળમાં એકઆદર્શ દંપતી તરીકે જાણીતા હતા. ઝિલીઅને મૃગાંક પણ વિવેકીઅને ગુણિયલ ભાઈ – બહેન તરીકે જાણીતા હતાં.એમ કહી શકાય કે ઘણાંપરિવારો બન્ને જણ માટેમાંગા નાંખવા તત્પર હતાં.
"૯:૩૦? અરે બાપરે,” પાછી રીલ્સમાં અટવાઈગઈ હતી નિશા !“આ કોઈક ડોરબેલ મારતું લાગે છે." નિશાએ ઉતાવળે ઊભાથઈ. બારણાની જાળીમાંથી બહાર જોયું.
"મેડમ,પાર્સલ છે. બ્લેક કોફીઅને સેન્ડવિચ." ડિલિવરી બોયે બારણાનીપેલી બાજુથી બોલ્યો.
"અમે કશુંનથી મંગાવ્યું..." નિશાવાક્ય પૂરું કરે એપહેલાં ઝિલી રૂમની બહારઆવી.
"મમ્મી!મેં ઓર્ડર કર્યો છે,ઓનલાઈન." ઝિલીએ કહ્યું.
"૪૦૦રૂપિયા નું બિલ? અરેઆટલામાં તો હું તને૪૦ કપ કોફીબનાવી આપત! આવા ખોટાખર્ચા કઈ કરાતા હશે?" નિશાનો અવાજ જરાઊંચો થઈ ગયો.
"માં,ચીલ. સવાર સવારમાં બોરનહીં કરને. માય સ્વીટ મોમ. લવયુમોમ." બોલતી ઝિલી પોતાનારૂમ તરફ વળી.
દરવાજે પાછો બેલ વાગ્યો."હવે કોણ હશે?" બોલતીનિશા પાછી દરવાજે ગઈ.
"મેડમ,પાર્સલ છે. બર્ગર અનેથમ્સ-અપ." લાલ કપડામાં સામેઉભેલા છોકરાએ નિશાને હાથમાંપાર્સલ પકડાવ્યું.
"અરેઅમારું તો પાર્સલ આવીગયું. આ પાછું લઈ જા - ૪નંબર વાળાનું હશે." નિશાએકરડાકીથી કહ્યું.
"જય શ્રી કૃષ્ણ,મમ્મી. મેંમંગાવ્યું છે. બહુ ભૂખ લાગી છે. લવયુ માં.” મૃગાંકે આવીને મમ્મીનેસરસ 'હગ' આપ્યું.
"અરેતમે લોકોએ આ શુંમાંડ્યું છે. ઓનલાઈન ઓનલાઈન,ઓનલાઈન?" નિશા ફરી બબડી.
"મમ્મી!લે એક બાઈટલે. બહુ ટેસ્ટી બર્ગરછે. તને પણ ભાવશે."મૃગાંક હજુ મમ્મીના ગાલપર માથું ઢાળીનેઉભો હતો
"ના,ના. તુ ખા; મારેતો હજી ઠાકોરજીનીપૂજા બાકી છે. આજે ખૂબમોડું થઈ ગયું છે."નિશાએ દીકરાને પ્રેમથી ખસેડ્યોઅને રસોડા તરફ ચાલવામાંડી.
"નિશા, ચ્હાઆપને, અને ગરમ નાસ્તામાં શુંબનાવ્યું છે આજે? જલ્દીલાવ, બહુ ભૂખ લાગીછે. ગઈકાલે બહુ વહેલાજમી લીધું હતું ને."નિતિન બહાર આવી ગયોહતો અને આરામ ખુરશી માંગોઠવાઈ ગયો હતો.
"ઓહ ગોશ.કેટલો બધો સમય મેંવેડફી નાખ્યો. આ ઇન્સ્ટામાં મારો બહુ સમય જાય છે. જોનેબે દિવસથી હાથમાં જેકેટનું કામપણ હાથમાં નથી લીધું." નિશાનામનમાં ફાળ પડી. ઝટ ઝટ તેણેબધી તૈયારીઓ કરી અનેનાસ્તાનું ટેબલ ગોઠવી દીધું.
બપોરે આરામ કર્યાપછી ચારે જણાં હોલમાંચા ના કપસાથે નિરાંતે બેઠા, દરેક નુંમોઢું જોકે ફોનમાં ખૂંપેલું હતું,
"મહિનાપછી હંસાકાકી ને ત્યાંલગ્ન છે. ઘરનાં લગ્નકહેવાય. ચાર-ચાર પ્રસંગોછે અને દરેકપ્રસંગ માટે થીમ-બેસ્ડકપડાં છે, વધતાં-પૂરતાંકપડાં જોઈ લેવા પડશે.અને નવાં ખરીદવાનાં હોયતો શોપિંગ શરૂકરવું પડશે." નિશાએ કહ્યું.
"મમ્મી,મારા ભાઈબંધ વિરલના લગ્નવખતે કરાવેલા મારી પાસેબધાં જ કપડાંછે." મૃગાંકે ઉપર જોયાવગર જ જવાબઆપ્યો.
"મારેકશું નવું નથી ખરીદવું,નિશા." નિતિને પણ જાહેર કર્યું.
"મોમ,ઓનલાઈન પોર્ટલ્સ પર ખૂબસરસ સિલેક્શન્સ આવ્યાં છે.જો આ, ચણિયા-ચોળી, સાડીઓ, જ્વેલરી,ફેન્સી સ્નિકર્સ..." ઝિલી સ્ક્રોલ કરતીગઈ અને નિશાનેબતાવતી ગઈ.
"કેટલુંબધું મળે છે ઇન્સ્ટાપર! કેટલા બધાં લાઈક્સ,ફોલોઅર્સ, વ્યુઝ... કેવી રીતેઆ બધું થતુંહશે? કેટલી સરસ રીતે દરેક વસ્તુને રજૂ કરવામાં આવી છે." મનોમન નિશાએ વિચાર્યું પણ કઈ બોલી નહિ. ઝિલી એક પછી એક ટીક કરતી ગઈ.
અંતે મોટાભાગની ખરીદી ઓનલાઈ ઓર્ડરઆપીને થઈ ગઈ.
બીજે દિવસે સહુ પોતપોતાનાકામે નીકળી ગયાં. "આજેતો મારે જેકેટપૂરું કરવું જ છે,"નિશા હાથમાં અંકોડી લઈ ને બેઠી.
"બેનબા,મારી બેનને આ સિખવાડોને. ઈનો વર ઈને નોકરીનથ કરવા દેતો.કહે છે ઘર હંભાળ અને છોકરારાખ," વારુબાઈ કપડાનીઘડી કરતા કરતા બોલી.
"શુંકરશે એ શીખીને?" નિશા બોલી. “ ઝિલીનેસરપ્રાઈઝ આપવા માટે એનુંજેકેટ તે બનાવતી હતીતેમાં દોરા,બટન વિગેરે થઈને લગભગ૬૦૦ રૂપિયાનું જેકેટ બનશે. પાછુંઝિલીને ગમશે કે નહિંએ મુંઝવણ તોખરીજ. વારૂની બેન બિચારી ક્યાંથી ખર્ચ કાઢશે? પણ કઈ નહિ. ભલેને શીખતી.“
" વારુ તારીબહેનને હું શિખવાડીશ પણએમાંથી કઈ કમાણી થાય કે કેનહિં એ નાકહી શકું હું તને."નિશા બોલી ને પછીચૂપ થઈગઈ.
બીજે દિવસે વારૂની બહેન લતા આવી. બીજી ત્રણ બહેનપણીઓનેપણ લાવી.
"બેનબા,ઑમનેપણ સિખવું છે.સિખવાડશો?" લતા બહુ બોલકીહતી. નિશાને તો બહુમઝા પડી ગઈ. ત્રણે છોકરીઓની ઉંમર અઢાર થી વધુ નહોતી.આખી બપોર કલબાલાટ રહો. નોશાને પોતાનેખબર નહોતી કે તેનેકંઈ શિખવાડતાંય આવડે છે. ચારેજણીઓ થોડાંક જ દિવસમાંક્રોશિયાનાં
કામમાં પારંગત થઈ ગઈ.નિશાને પણ પોતાના વધેલાઘટેલા દોરામાંથી તૈયારથયેલી બધીજ વસ્તુઓ ખૂબસુંદર લાગતી હતી – બટવાં ,કીચેન, કોસ્ટર્સ,તકિયાનાં ગલેફ, મોજાં, શાલ,સજાવટના ફૂલોને કેટલું બધું.બહેનોએ જેમ શિખવાડિયું હતુંતેમ બનાવ્યું હતું.
નિશાનુંમન આનંદિત હતુંપણ ઘરમાં કોઈનેકંઈ બતાવવાનો આનંદ સહેજે નહોતો. “નિતિનજોશે આ બધુંતો ચોક્કસ કહેશે- "શું છે આ બધુંનોનસેન્સ. આ બધું જુનાજમાનાના બૈરા કરતા હતાં. હવેજમાનો બદલાઈ ગયો છે.અને આટલાં પ્રોગ્રેસિવ જમાનામાંઆ બધું હવેમશીન પર થાય છે."છોકરાઓ કહેશે, 'મૉમ. ડોન્ટવેસ્ટ યોર ટાઇમ. એનાકરતા નેટફ્લિક્સ પર નવી સિરીયલજોને." નિશાનું મન જરા ભરાઈઆવ્યું.