હા હું પણ અવીસ જ પણ ઘરેથી રજા લેવી પડે બોલી સાગર સુકેતુ સામે હસ્યો તુ કહે તો કાકા પાસે હું આવું સુકેતુ એ સાગર સામે જોયું એ હસવા લાગ્યો અરે ના આ ખાલી ફોર્માલીટી છે સાગર હસીને બોલ્યો
હા દસ વાગી ગયા છે આપણે બંને એ બાલ દાઢિ કરાવી લયે બોલી સુકેતુ એ સાગરનો હાથ પકડી ખેંચી ને ઉભો કર્યો હા ચાલ એમ બોલી બંને મિત્રો સાથે ચાલવા લાગ્યા બંને એ હજામત કરાવી ત્યાં સુધી બાર વાગી ગયા હતા એક બીજા છુટા પડ્યા
ઘરે જમીની પલંગમાં સુતેલા સાગર ની આંખો સામે ત્રણ વરસ પહેલાં ના દ્રશ્ય હતા અને એ પણ પ્રિયઃ અને રિતુના સંબંધ નો એ સાક્ષી હતો અને ત્યારથી પ્રિયા સાથે અને રિતુ સાથે પણ મિત્રતા હતી એ બંને ના સંબંધ ના કારણ જ કદાચ પ્રિયા નું ઘરભંગ થયેલ હતું અને પ્રિયા છેલ્લા પાંચ વર્ષથી ગામમાં જ હતી પરંતુ રિતુ કોઇ સંબંધિ સાથે છેલ્લા બે વર્ષથી ફોરેન હતો
આ બધું જાણતો સાગર પ્રિયા એ સુકેતુ ને કહેવા કહેલ હોવા છતાં સુકેતુ ને કહેવું કે નહીં તે વિચારમાં હવે સુકેતુ ની સગાઇ જોવા કાલે જ જવાનુ હતુ એટલે સાગર અસમંજસ માં હતો કે શું સારું રહેશે? એ વિચારવા મજબુર હતો
આ વિચારમાં ને વિચારમાં સાંજ પડી ને રાતે જમવા તેના મમ્મી એ પુછ્યું કે કેમ આજ બપોરની ચા પીધા પછી પણ રુમમાં જ રહ્યો તો સાગર ખોટું બોલ્યો કે કાલનો થાક લાગ્યો છે એટલે સુતો હતો કાલે તો તારા મિત્ર ની સગાઇ માટે તારે શહેર જવાનું છે સુકેતુ ના મમ્મી મલ્યા હતા એ કહેતા હતા હા મમ્મી આ બાબત પપ્પાની રજા લેવાની છે સાગર બોલ્યો અરે મેં બપોરે જ એમને વાત કરી તો કહેતા હતા જુવાન છોકરાઓ મિત્રો છે તો એ એકબીજા ની સાથે તો આ બાબત જાય જ ને ? મમ્મી સામે જોઇ સાગર વિચાર તો હતો કે ચાલો પતી ગયું
સવારે સાડા સાત વાગ્યે સાગર તૈયાર જ હતો અને સુકેતુ ની ગાડીનું હોર્ન સંભળાતા સાગર બોલ્યો મમ્મી અમે નીકળી એ છીએ હા હા બોલતા તેના મમ્મી બહાર આવી સુકેતુ ને કહી રહ્યા હતા કે આ તારું પતે પછી સાગર માટે કોઇ શોધવા ની છે સાગર અને સુકેતુ બંને હસતા હસતા ગાડી લયને નિકળ્યા રસ્તા માં સાગર ચુપચાપ વિચારતો હતો
આ પ્રિયા ગામનું પાપ ના સમાચાર સુકેતુ ને આપવા નથી અને કુદરત કરે જોવઃ જઇએ છે એ છોકરી સારી હોય અને આ સગાઇ સંપન થાય તો સારું અને સાગર ના વિચાર મુજ્બ છોકરી રુપાળી ભણેલી અને હોશિયાર હતી અને સુકેતુ ને પણ ગમી હતી સાંજ સુધી એકબીજા ના સારા પરિચય થાય એટલે બંને રોકાયા અને રાતે પોતાના ગામ પહોંચી ને સુકેતુ ના ઘરે નક્કી થયું આવતા શુક્રવારે સારો દિવસ અને મુહર્ત હોય સગાઇ કરવા નું નક્કી કરી બીજા પંદર દિવસ પછી લગ્ન પણ થયા ગયેલ
ત્યાર બાદ એક સાંજે સાગર પાદર ના એજ વડ નીચે બેઠો હતો અને પ્રિયા આવી ક્રોધિત નજરે સાગર સામે જોઇને બંને હાથથી ચાલી વાળી બોલવા કાંઇક જતી હતી ત્યાં જ સુકેતુ અને તેના પત્નિ સાગરને બેઠેલો જોયો ત્યઃ આવ્યા અને પ્રિયા ચુપ ચાપ ત્યાંથી નીકળી ને ગામ તરફ ચાલવા લાગી ત્યારે સાગર નું દિલ બોલ્યું મેં યોગ્ય જ કરેલ કૈ પ્રિયા ના સમાચાર સુકેતુ ને ના આપ્યા એક સંતોષ હતો