Bhool chhe ke Nahi ? in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 113

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 113

મને તમારો જવાબ ગમ્યો નહીં. કારણ કે બેનને ત્યાં કંઈ કરવું હોય તો તમે કહી દો કે આમ જ કરવાનું છે પણ આજે પહેલીવાર મેં મારી બેનના સંતાનો માટે કંઈક માગ્યું તો તમે એ નિર્ણય પણ મારા પર છોડી દીધો. પણ એમ ન કહ્યું કે જા એમને કપડા અપાવી દેજે છોકરાઓને જ અપાવવાના છે ને સારું. મને હતું કે તમે આમ જ કહેશો પણ તમે એવું ન કર્યુ. મને એમ કહી દીધું કે તારે જે કરવું હોય તે કર. મેં નક્કી કર્યું કે હું બેનના છોકરાઓ માટે બેનને પૈસા આપી દઈશ. અને બીજા દિવસે મેં બેનને ફોન કર્યો કે તું મારી પાસે પૈસા લઈ જા અને છોકરાઓને કપડા અપાવી દેજે. તો એણે કહ્યું કે ના તું જા તે જ અપાવી દેજે અને જે પૈસા થાય તે ચૂકવી દેજે. તું મને પૈસા આપશે અને કપડા ઓછા પૈસાના આવે તો તારે વધારે પૈસા ન આપવા પડે. અને એક દિવસ મેં જાતે જઈને એમને કપડા અપાવ્યા હતા. એ દિવસે એ છોકરાઓના ચહેરા પર જે આનંદ અને સંતોષ મેં જોવા એનાથી મને ખૂબ ખુશી થઈ. મને એ વાતનો આનંદ થયો કે હું કોઈના ચહેરા પર ખુશી લાવી શકી. આમ કરતાં કરતાં ધીમે ધીમે આપણું આર્થિક તંત્ર મજબૂત બની રહ્યું હતું. મને ભલે આખા દિવસમાં સમય ન મળતો હતો પણ જે પૈસા આવતા હતા એમંથી હવે હું થોડું ઘણું બચાવી શકતી હતી. ઘરમાં મમ્મી જે કંઈ પણ મંગાવે એના માટે મારે હવે વિચાર કરવો પડતો ન હતો. અને એ જે મંગાવે તે લાવીને આપી દેતી શું કામ મંગાવો છો એવું ક્યારેય પણ કહ્યું ન હતું. આમ જ એ વરસ પૂરું થયું. મેં શાળાના સંચાલકને કહ્યું કે હવે નવા વરસથી હું શાળામાં ભણાવવા આવવાનું ચાલુ ન રાખી શકું કારણ કે મારી કોલેજમાં પ્રેક્ટીકલનો સમય સવાર નો કર્યો છે એટલે મારે કોલેજ વહેલું પહોંચવું પડશે અને આમ પણ નવું વરસ થરૂ થવામાં હજી વેકેશનનો સમય છે તો તમને બીજા કોઈ શિક્ષકની વ્યવસ્થા કરવા માટે સમય મળી રહેશે. આમ મેં શાળાની નોકરી છોડી જેથી મારે સવારે ઘરેથી છ વાગ્યે ન નીકળવું પડે. શહેરમાં સવારે જે ટ્યુશન હતા એ છોકરાઓ મારા દિકરાની શાળાના હતા. અને હવે દિકરો આઠમા ધોરણમાં ધોરણમાં આવ્યો એટલે એમની શાળાનો સમય સવારનો થઈ ગયો. એટલે એ છોકરાઓનો સમય પણ સવારનો થઈ ગયો. જેથી મારા સવારના ટયુશન પણ બંધ થઈ ગયા. હવે મારે ફક્ત કોલેજ જવાનું હતું અને સાંજે ઘરે આવીને ટ્યુશન કરાવવાનું હતું. થોડી આવક ઓછી થઈ પણ સાથે મારી દોડધામ પણ ઓછી થઈ. હવે હું સવારનો થોડો સમય મારી દિકરી સાથે વિતાવી શકતી હતી. જેનાથી એ પણ ખુશ હતી. નાની હતી પણ મમ્મી સવારે ઘરે છે એ જાણીને જ એ કુદવા લાગી હતી. દિકરો આઠમા ધોરણમાં આવ્યો એટલે હું એને બધા વિષય ભણાવી શકું એટલો સમય ન હતો. એક દિવસ એણે કહ્યું કે મમ્મી  આમ તો વાંધો નથી પણ વિજ્ઞાનમાં અમુક ચેપ્ટરમાં દાખલા આવે છે અને ગણિતમાં પણ અમુક મને અઘરું લાગે છે તું કરાવે છે પણ સમજ નથી પડતી. આમ તો એ ખૂબ હોશિયાર જાતે પણ કરી લે. પરંતુ અત્યારે એને જે અઘરું લાગે છે તે ન આવડ્યું તો દસમા ધોરણમાં અઘરું પડી જાય. એટલે મેં તમને વાત કરી કે આપણે દિકરા માટે કોઈ સારું ટ્યુશન શોધી લઈએ. આમ પણ એ બપોરે છુટી જાય છે. એવું ટયુશન શોધીશું કે શાળા છૂટ્યા પછીનો સમય હોય અને હું આવું ત્યારે લેતી આવુ. વચ્ચે જે એક બે કલાકનો સમય હશે તો એ સમયમાં એને ત્યાં નજીકમાં જ ડે કેર ચાલે છે ત્યાં મૂકી દઈશું. હું કોલેજ જતી વખતે એના માટે ટિફિન અને કપડા આપતી જવા ને ત્યાંથી એ ટયુશન ચાલ્યો જશે. સાંજે આવતી વખતે હું લેતી આવીશ.