દેશમાં ચાલી રહેલ ડ્રગ્સ, વેપન્સ, ક્રિપ્ટો કરન્સીની આંતરરાષ્ટ્રીય દિલધડક સ્ટોરી
ઓપરેશન સેવન સિસ્ટર્સ
પ્રકરણ ૩: દિલ્હી વોર રૂમ—‘અય્યર સર’ ની લીલી ઝંડી
મુંબઈની આઈ.બી. ઓફિસમાં મળેલી એ ડિજિટલ ધમકી અને લાઈવ તસવીરે ઇન્સ્પેક્ટર વિપુલના મગજમાં નવો આક્રોશ ભરી દીધો હતો. ગુનેગારો એટલા બેખોફ હતા કે દેશની સર્વોચ્ચ ખુફિયા એજન્સીની ઓફિસની દીવાલો પણ હવે સુરક્ષિત નહોતી. ઓફિસર પાટીલના ચહેરા પર મોતનો ડર સાફ દેખાતો હતો, પણ વિપુલ ડરવા વાળા માણસ નહોતા. કાયદાના રક્ષક તરીકે તેમની અંદરનો કમાન્ડો જાગી ચૂક્યો હતો.
વિપુલે મુંબઈ એરપોર્ટથી રાતોરાત નવી દિલ્હીની ઈમરજન્સી ફ્લાઈટ પકડી. દિલ્હીમાં વહેલી સવારે ચાર વાગ્યે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરીને તેમણે સ્પેશલ સોર્સ થી ઇન્ટેલિજન્સ બ્યુરો (I.B.) ના ચીફને તાત્કાલિક મળવા ની એપોઇમેન્ટ સેટ કરાવી.વિપુલના સીધા કનેક્શન અય્યર સર સાથે ભૂતકાળના એક હાઇ-પ્રોફાઇલ એન્ટી-ટેરર મિશન વખતથી હતા.
વિપુલ કોઈ સરકારી હોટેલ કે ગેસ્ટ હાઉસમાં રોકાયા વગર સીધા રાઈસીના હિલ તરફ દોડતી બુલેટપ્રૂફ એસયુવીમાં બેઠા. ન્યૂ દિલ્હીના સાઉથ બ્લોકમાં આવેલું સેન્ટ્રલ સેક્રેટરીયેટનું બિલ્ડિંગ બહારથી એકદમ શાંત દેખાતું હતું, પણ તેની અંદર દેશની સુરક્ષાનું સૌથી મોટું મગજ કામ કરતું હતું—ઇન્ટેલિજન્સ બ્યુરો (I.B.) ના ચીફ, અય્યર સર.
અય્યર સર એટલે ભારતીય સુરક્ષા તંત્રનો એવો અજેય સ્તંભ, જેમના ઇશારે દેશની સેનાના ઘાતક સ્પેશિયલ કમાન્ડોઝ (Para SF અને MARCOS) દુશ્મનના ઘરમાં ઘૂસીને ઓપરેશન પાર પાડતા હતા. તેઓ સિક્યોરિટી ક્લિયરન્સ પાર કરીને સીધા અય્યર સરના અન્ડરગ્રાઉન્ડ સિક્રેટ વોર રૂમમાં પહોંચ્યા.
રૂમની અંદર પ્રવેશતા જ એવું લાગતું હતું જાણે કોઈ સાયન્સ-ફિક્શન ફિલ્મનો સેટ હોય. દીવાલો સાઉન્ડપ્રૂફ અને ઈલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ પ્રોટેક્ટેડ હતી, જેથી કોઈ બહારનું ડિવાઇસ તેને હેક ન કરી શકે. રૂમની મધ્યમાં એક વિશાળ હોલોગ્રાફિક ગ્લોબલ ટ્રેકિંગ મેપ ચમકી રહ્યો હતો, જેમાં આખી દુનિયાના સેટેલાઇટ લાઈવ ફીડ્સ દેખાતા હતા.
ચીફ અય્યર સર બ્લેક સૂટ પહેરીને, હાથમાં ગરમ બ્લેક-કોફીનો મગ પકડીને ઊભા હતા. તેમની તીક્ષ્ણ આંખો વિપુલના ચહેરા પરના થાકને નહીં, પણ તેની અંદર સળગી રહેલી લડવાની આગને જોઈ રહી હતી.
વિપુલે કોઈ પણ ઔપચારિકતા વગર મુંબઈમાં મળેલી ધમકીનો સ્ક્રીનશોટ અને સેવન સિસ્ટર્સના માફિયા નેટવર્કની એન્ક્રિપ્ટેડ ફાઈલ અય્યર સર સામેના ડિજિટલ ટેબલ પર મૂકી.
અય્યર સરે ફાઈલ પર હાથ ફેરવ્યો અને ટેબલ સ્લાઈડ કર્યું. હોલોગ્રાફિક મેપ ઝૂમ થયો અને ભારતની પૂર્વ સરહદ—મણિપુર, મિઝોરમ અને મ્યાનમારનો એ ડાર્ક પહાડી વિસ્તાર જીવંત થઈ ગયો.
"વિપુલ, આ જે ધમકી તને મળી છે ને, એ કોઈ સામાન્ય ગુંડાઓએ નથી આપી," અય્યર સરનો અવાજ ગંભીર અને સત્તાવાહી હતો. "આ લોકોએ હમણાં જ મિલિટ્રી ગ્રેડના 'સ્પેક્ટર' માઇક્રો-ડ્રોન્સ બ્લેક માર્કેટમાંથી ખરીદ્યા છે.
આ ડ્રોન્સ ચકલી જેટલા નાના હોય છે અને કોઈપણ બિલ્ડિંગના વેન્ટિલેશનમાંથી અંદર ઘૂસીને ઓડિયો-વીડિયો ડેટા સીધો સેટેલાઇટ પર ટ્રાન્સમિટ કરી શકે છે. મુંબઈ ઓફિસમાં પણ આ જ ડ્રોન ઘૂસ્યું હતું."
અય્યર સરે કીબોર્ડ પર કોડ ટાઈપ કર્યો. સ્ક્રીન પર Monero ક્રિપ્ટોકરન્સીના કેટલાક અકાઉન્ટ્સ બ્લિંક થયા.
"તારા મુંબઈના ઓફિસર પાટીલની વાત સાચી હતી. આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ભારતની અંદર ઘુસાડીને, તેના પૈસા ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને આપણી જ સિસ્ટમના કેટલાક ભ્રષ્ટ રાજકારણીઓ દેશ વિરોધી સંગઠનોને ફંડિંગ પૂરું પાડી રહ્યા છે. આ લોકો ભારતની અંદર સિવિલ વોર છેડવાની ફિરાકમાં છે. આપણું અર્થતંત્ર અને આપણું યુવાધન બંને એકસાથે ખતરામાં છે."
વિપુલે સીધો સવાલ કર્યો, "સર, તો પછી કાયદો કેમ કશું નથી કરતો?
NDPS Act ની કલમ અને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કટોકટીની સ્થિતિ છે. મને ફ્રી હેન્ડ આપો, હું આ નેટવર્ક તોડી નાખીશ."
અય્યર સરના ચહેરા પર એક ગર્વભરી સ્માઇલ આવી. તેમણે ટેબલના ખાનામાંથી એક બ્લેક કલરનું ટાઇટેનિયમ કાર્ડ કાઢ્યું, જેના પર કોઈ નામ નહોતું, માત્ર એક ગરુડનું નિશાન હતું.
"કાયદાની મર્યાદાઓ ત્યાં ખતમ થઈ જાય છે વિપુલ, જ્યાં દેશની સિક્યોરિટી જોખમમાં હોય. આ સત્તાવાર ઓપરેશન નથી. હું તને 'બ્લેક પ્રોજેક્ટ' (Black Project) હેઠળ સુપ્રિમ ઓથોરિટી આપું છું.
આ કાર્ડ દેશના કોઈ પણ એરપોર્ટ, મિલિટ્રી બેઝ કે પ્રાઇવેટ જેટને ઓપરેટ કરવા માટેનું ગ્રીન સિગ્નલ છે. આ મિશનનું કોડ નેમ છે—'ઓપરેશન સેવન સિસ્ટર્સ'.
તારી પાસે માત્ર ૧૫ દિવસ છે. તું તારી પોતાની ગુપ્ત ટીમ બનાવી શકે છે. મને રિઝલ્ટ જોઈએ, જીવતા કે મરેલા , આ આંતરરાષ્ટ્રીય માફિયા નેટવર્ક ધ્વસ્ત થવું જોઈએ."
અય્યર સરે વિપુલને ઓપરેશન સેવન સિસ્ટર્સ માટે સિક્રેટ એજન્ટ, તેના જેવા જાંબાઝ ઓફિસરની ટીમ, ખુફિયા બાતમીદારો ના નામ, મની પાવર ની ડીટેલ આપી.
અય્યર સરે વિપુલને ઓપરેશન માટે દિલ્હી પાલમ એરપોર્ટના પ્રાઇવેટ હેંગર-૩ ની ચાવી સોંપી, જ્યાં ભારત સરકારનું અત્યંત હાઇ-ટેક અને રડાર-અદ્રશ્ય ગણાતું પ્રાઇવેટ જેટ વિપુલની રાહ જોઈ રહ્યું હતું. આ જેટની અંદર મિલિટ્રી ગ્રેડના હથિયારો—જેમાં Sig Sauer v2 રાઇફલ્સ, હાઇ-ટેક 'સ્પેક્ટર' માઇક્રો-ડ્રોન્સ, ઇલેક્ટ્રોનિક જામર્સ અને થર્મલ સ્કોપ્સ લોડ કરી દેવાયા હતા.
વિપુલ ઓફિસમાંથી બહાર નીકળવા માટે ફર્યા, ત્યાં જ આખા વોર રૂમની મેઈન હોલોગ્રાફિક સ્ક્રીન અચાનક લાલ રંગની થઈ ગઈ. આખા રૂમમાં સાયરન ગૂંજી ઉઠ્યું.
સાયબર એક્સપર્ટ્સે બૂમ પાડી, "સર! કોઈકે આપણા સિક્યોર વોર રૂમના સેટેલાઇટ કનેક્શનને બાયપાસ કરવાનો ટ્રાય કર્યો છે!"
સેન્ટ્રલ સ્ક્રીન પર એક નવો સેટેલાઇટ ઇમેજ લાઈવ થયો. એ ઇમેજ દિલ્હી એરપોર્ટના એ જ હેંગર-૩ નો હતો જ્યાં વિપુલનું પ્રાઇવેટ જેટ ઊભું હતું. એ જેટની બિલકુલ પાછળ અંધારામાં ત્રણ કાળા કલરના શંકાસ્પદ કન્ટેનર્સ ટ્રકમાંથી ઉતારવામાં આવી રહ્યા હતા, જેના પર મ્યાનમાર આર્મીનો લોગો હતો!
અય્યર સર અને વિપુલ બંને ચોંકી ગયા. દુશ્મન માત્ર વિપુલના પગલાં ટ્રેક નહોતો કરી રહ્યો, પણ વિપુલ જે પ્રાઇવેટ જેટથી સેવન સિસ્ટર્સ તરફ ઉડાન ભરવાનો હતો, એ જ જેટની અંદર મિશન શરૂ થાય તે પહેલાં જ કોઈક ખતરનાક વસ્તુ પ્લાન્ટ કરી દેવામાં આવી હતી!
*(ક્રમશઃ...)*
આપના રીવ્યુ જરૂર આપજો.
આપને મારી બીજી નવલકથા ઓ અને વાર્તાઓ વાંચવી ગમશે તો આપ મારા પ્રોફાઈલ ને સર્ચ કરવા વિનંતી.