રઘુ એ પોતાનું સ્થૂળ શરીર છોડી દીધું. તેનું પોતાનુ સુક્ષ્મ શરીર જ હતું.તે પોતાના શરીરની ચિતા ને સળગતા જોઇ રહ્યો હતો.
રઘુ પોતાની પત્ની-પુત્ર-દીકરીને જોઈ રહ્યો હતો, પોતાના પરિવારને ,સંબંધીઓ -મિત્રો અને આડોશી- પાડોશીઓ ને જોઈ રહ્યો હતો. બધા બહુ જ દુઃખી હતા, રડતાં હતાં. રઘુ પણ તેમને જોઈ રહ્યો હતો પણ કોઈ પ્રતિભાવ આપી શકે તેમ ન હતો.
બધા સ્મશાન યાત્રામાં જોડાવા માટે દોડાદોડી કરતા હતા. પણ સ્મશાન માથી ઘરે જવાની બધાને ઉતાવળ હતી. રઘુ આ બધું જ જોતો હતો.
સંબંધીઓ-મિત્રો અને આડોશી-પાડોશી ઓ પોત પોતાના ઘરે પરત જવા લાગ્યા.પરિવારના સભ્યો પણ ઘરે પરત ફર્યા.
હવે ઘરે રાતે બેસીને બેસણું ક્યારે રાખવું છે.? બારમું તેરમું કેવી રીતે કરવું છે? ન્યુઝ પેપર મા છપાવવું છે કે નહીં? તેની ચર્ચા કરશે. રઘુ વિચારે છે કે પહેલા કેવા રડતાં હતાં અને અત્યારે કુંડાળું કરીને વાતો કરે છે, જાણે માંડ માંડ ભેગા થયા છે..
હવે રઘુ ને તો યમદૂતો લેવા આવ્યા હતા અને લઈ ગયા....તે તો ચાલ્યો યમદૂતો સાથે......રસ્તામાં વિચારતો હતો કે હવે આ બધા ભેગા મળીને મારી વાતો કરશે કે બહુ સારા હતા, પણ જીવતો હતો ત્યારે શાંતિ જ ક્યાં હતી !
સરોજ ને તો 'ચા'માં ' થોડી ખાંડ વધારે છે', તેવું કહું તો પણ મને 'બડ બડ કરો છો.' તેવું કહેતી હતી...સાંજની 'ચા' તો રોજ મારે જ બનાવવી પડતી હતી. છેલ્લા બે વર્ષથી હું જ 'ચા' બનાવતો હતો. હું તેને પીવડાવતો હતો. અને પાછું વહુ પણ કહેતી કે "પપ્પા 'ચા' થોડી વધારે મૂકજોને ,મારે પણ પીવી છે, મને તમારા હાથની 'ચા' બહુ ભાવે છે, તમે સરસ 'ચા' બનાવો છો. એટલે સાંજે એક કલાક સુધી હું રસોડામાં રહેતો .આ સાસુ વહુ ને 'ચા' બનાવી ને પીવડાવવા ની..પણ હવે જોઉં છું કોણ 'ચા' બનાવે છે, સરોજ ને તો સાંજની 'ચા' બનાવવાની આદત નથી અને વહુ બનાવશે નહીં. હું ઉપર થી જોઈને મજા લઈશ.
અને આ પ્રીતમ, મારો મિત્ર-મારી પાસે થી દસ હજાર રૂપિયા ઉછીના લઈ ગયો હતો. મેં દસ વાર માંગ્યા, પણ માંડ માંડ એક હજાર પાછા આવ્યા. નવ હજાર ગયા, હવે થોડા આપવાનો છે? મારો બેટો મને ઉલ્લુ બનાવી ગયો.
યમદૂત રઘુ ને લઈને આકાશમાં જવા લાગ્યા. તેઓ રઘુ ને વૈતરણી નદી કિનારે લઈ ગયા. ત્યાં પહેલાં થી ત્રણ જણ ઉભા હતા.
"હવે બધા પોતાની જાતે આ નદી પાર કરીને જાવ." પોતાના કર્મો અનુસાર આ નદી પાર કરતા કરતા આગળ વધો અને નદી પાર કરો અને પછી સ્વર્ગ અથવા નર્ક ભોગવો" યમદૂત બોલ્યા.
રઘુ બોલ્યો, " આ નદી કેવી રીતે પસાર થાય? નદી તો ગરમ ગરમ લોહી થી ખદબદ છે, વળી તૂટેલી ખોપરીઓ દેખાય છે, માંસ ના લોચા પણ દેખાય છે, કેવી રીતે જવાય? મહેરબાની કરીને કોઈ મદદ કરો ને! જો એક હોડી મળી જાય તો અમે બધા સાથે બેસીને નદી પાર કરી લઈએ. યમરાજ ને જરા વાત કરો ને!!
"ના ,કશું પણ નહીં મળે, કોઈ હોડી અહીં હોય જ નહીં, પોત પોતાના કર્મો અનુસાર આગળ રસ્તો મળશે. અમારું કામ તમને પૃથ્વી ઉપર થી અહીં સુધી લાવવાનું હતું, બસ....હવે આગળ તમારે જાતે જ જવાનું, કોઈ સાથે નહીં આવે, એકલા જ જવાનું છે. જો પુણ્ય કાર્ય કર્યા હશે તો " ગાય માતા " આવશે તમને લેવા માટે તો તેની પૂંછડી પકડી લેજો, "ગાય માતા " તમને આ નદી પાર કરાવશે. અને જો "ગાય માતા" ન આવે તો ચાલવા નું ચાલુ કરી દેજો. એક વર્ષ લાગશે..... ઓલધબેસ્ટ "યમદૂતે હસતાં હસતાં કહ્યું .
અમે ચાર જણ હતા, વિચાર કરતા હતા કે કેવી રીતે જવું સામે પાર?
અમારા માથી એક પરાગ ભાઈ હતા .તે સ્કૂલ માં શિક્ષક હતા. તેણે કહ્યું કે 'તમે બધા રહેવા દો.,આ યમદૂત ને હું મારી રીતે વાત કરું છું, મારી વાત માની જશે. હું સ્કૂલમાં શિક્ષક હતો, મને સમજાવતા આવડે છે.'
પરાગ ભાઈએ હિંમત કરી અને યમદૂત ને સમજાવવાનો પ્રયત્ન કર્યો, 'ભાઈ થોડી તો મદદ કરો, અમે એટલા બધા પણ પાપ કર્યા નથી , ઘણા પુણ્ય કાર્ય પણ કર્યા છે. મેં કોઈ પણ છોકરા ને નાપાસ નથી કર્યો , બધાને આગળ જવા દીધા છે. મને બાળકો ના માતાપિતા અને બીજા શિક્ષકો પણ બહુ આદર આપતા હતા, થોડી તો મદદ કરો ભાઈ. તમે એકવાર તો યમરાજા ને વાત કરો ને. અમે બધા ને નદી પાર કરાવી દો, પછી જે કરવું હોય તે કરજો અમે કશું પણ નહીં બોલીએ.
" તમે બહુ પુણ્ય કર્યા છે તો પછી "ગાય માતા "કેમ તમને લેવા આવી નહી? જો પુણ્ય કમાયા હોત તો કોઈની મદદ ની જરૂર ના પડે! ગાય માતા લેવા આવી જ જાય. તમે બધા લોકો પોત પોતાની રીતે ચાલવા માંડો, કોઈ મદદ નથી મળવાની. "તેમ બોલી યમદૂત ચાલ્યા ગયા.
થોડી વાર પછી યમદૂત કોઈ એક બેન ની આત્મા ને લઈને આવ્યા. તે બેન બહુ ભલા ભોળા લાગતા હતા. તેમનો ચહેરો ખૂબ જ તેજસ્વી લાગતો હતો.
પછી થોડી વાર મા "ગાય માતા "આવી ગયા. અમે બધા એકબીજાને જોવા લાગ્યા. બધા તેમને નમસ્તે પ્રણામ કરવા લાગ્યા બધા વિચારતા હતા કે અમે પણ આ બેન ની સાથે નીકળી જઈએ.
પછી રઘુ એ પુછ્યું,"તમારૂ નામ શું છે?તમે કેવી રીતે મર્યા,એટલે કે શું થયું હતું કે તમારે અહીં આવવું પડયું?
"મારું નામ માયા છે .મને attack આવ્યો એટલે ખાલી હજી તો પંદર જ મિનિટ થઈ, ત્યાંજ ઢળી પડી અને યમદૂત આવી ગયા એટલે અહીં આવવું જ પડે. હું તો બહુ શાંતિ થી આવી છું કે જાણે મને પ્રભુ એ બોલાવી લીધી, ચાલો, મારી "ગાય માતા "મને લેવા માટે આવ્યા છે, હું જવું છું.
એટલે રઘુ-પરાગ ભાઈ અને બીજા માયાબેન ને કરગરવવા લાગ્યા કે "અમને પણ તમારી સાથે લઈ જાવ ને. અમે કઈ એટલા બધા પાપ પણ નથી કર્યા, અમે એટલા બધા ખરાબ પણ નથી "
એટલે યમદેવે તે બધા ને પકડયા,"આ ગાય માતા ફક્ત માયા બેન માટે જ છે ,તમે બધા પોતાની રીતે આગળ ચાલો, માયાબેન ને કોઈ એ હેરાન કરવાના નહિ.
પરાગ ભાઈ તો બહુ નિરાશ થઈ ગયા, બીજા બધા પણ નિરાશ થઈ ગયા. બધા પોતપોતાની રીતે આગળ વધતા જતા હતા, એકબીજાનો હાથ પકડીને ચાલવા લાગ્યા. લોહીથી લથપથ વૈતરણી નદી માં પડી પણ જતા હતા, ઊભા થઈને પાછા ચાલવા માંડતા હતા.
માયાબેન ને તો ગાય માતા લેવા આવ્યા હતા એટલે તેમણે તો તેની પૂંછડી પકડીને ચાલવા લાગ્યા. બધા માયાબેન ને જોવા લાગ્યા.
માયાબેન ને તે બધા ઉપર દયા આવી ગઈ. તેમણે આગળ જઈને બધા ને પોતાની સાથે આવી જવાનો ઈશારો કર્યો. એટલે બધાએ પણ માયાબેન ની પાછળ ગાય માતા ની પૂંછડી પકડી લીધી. અને ગાય માતા તો દોડવા લાગ્યા, બધા પાછળ લટકતાં હતા .
રઘુ, પરાગ ભાઈ અને બીજા માયાબેન નો આભાર માનવા લાગ્યા, બધાને તો મજા આવી ગઈ.
બધા મોટે થી બોલ્યા કે એ હાલો આપણાં મલકમા.........