Sarkari Prem in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 65

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 65

"તમારા જેવા ભષ્ટ્રાચાર થી ખદબદતા દાનવો સાથે રહેવા માટે આ ભાષા વાપરવી જ પડે." મહેચ્છા કહે છે.

"શું તે કોઈ ડાયરી જોઈ છે?" અમિત પારેખ હવે તું તારી પર ઉતરી આવ્યો હતો.

"સિક્યોરિટી ને બોલાવી આ માણસને હમણાં જ પોલીસ સ્ટેશન ભેગો કરો." મહેચ્છા કહે છે.

"પણ મારો ગુનો શું?" અમિત પારેખ પુછે છે.
"એ જ કે તે વગર કોઈને પુછે કલેકટર ઓફીસ માં ઘુસી ફાઈલો ઉથલાવીને ચોરી કરવાનો પ્રયત્ન કર્યો છે." મહેચ્છા કહે છે.

"આ સાવ ખોટું છે." અમિત પારેખ કહે છે.

" એ..રિકોર્ડીગ બતાવો." મહેચ્છા કહે છે.

મહેચ્છા મીટિંગ માં જતા પહેલા કેમેરા ને ઓફીસ ના વ્યુ તરીકે સેટ કરી જાય છે જેથી અમિત પારેખ ની બધી હિલચાલ રેકોર્ડ થઈ જાય છે. હવે તો અમિત પારેખ સાવ જ નિસ્તેજ બની જાય છે. સિક્યોરિટી કલેકટર ના ઓર્ડર પ્રમાણે અમિત પારેખ ને પોલીસ સ્ટેશન લઈ જવા માટે તૈયારી કરે છે.

આ તરફ સવારે જ જેલની બહાર મીડિયા ની હિલચાલ વધી જાય છે. નવનીત ને સવારે જ કોર્ટમાં હાજર કરવાનો હતો. આજે નવનીત સામે પ્બલિક પ્રોસીકયુટર એટલે કે સરકારી વકીલ આરોપો ઘડવાના હતા પછી તેને પોલીસ કસ્ટડીમાં મોકલવાનો હતો.

નવનીત ઘણી જ શાંતિ સાથે પોલીસ બંદોબસ્તની વચ્ચે ગાડીમાં બેસી જાય છે. ચારેય તરફ નવનીત પર મંડાયેલા કેમેરા જાણે કે તે કેટલો મોટો આરોપી હોય એ રીતે વર્તન કરી રહ્યા હતા. કોઈ મીડિયા ચેનલ નવનીત દ્વારા કરવામાં આવેલ કૌભાંડમાં બીજા મોટા માથાઓ પણ સંડોવાયેલા હોય શકે એમ કહી રહ્યા હતા જ્યારે અમુક મીડિયા મહેચ્છા ની ભુમિકા વિષે શંકાઓ વ્યક્ત કરી રહ્યા હતા.

એ જ વખતે અમિત પારેખ નો ચોરીનો પ્રયત્ન કરતો વીડિયો મીડિયા પર વાયરલ બની જાય છે. મહેચ્છા એ તેની ધરપકડ માટે પોલીસ કેસ દાખલ કર્યો હોવાની પણ વાત આગ ની જેમ ફેલાઈ જાય છે.

" અરે આ શું થયું? અમિત શું કરવા ગયો?" રોનક શ્રીવાસ્તવ પોતાના મોબાઈલ પર આ બધા સમાચાર જોઈ ‌હતપ્રભ બની જાય છે.

ત્યારે જ અમિત પારેખ રોનક શ્રીવાસ્તવ ને ફોન કરે છે પણ રોનક પરિસ્થિતિ સમજી જતાં ફોન કાપી નાખે છે.મહેચ્છા આ જ સમય દરમ્યાન કોર્ટ ની કામગીરી પર ચાંપતી નજર રાખવા માટે પોતાના કામ વખતે પણ સમાચારો જોતી રહે છે.

"મહેચ્છા ને ડાયરી મળી ગઈ છે." અમિત પારેખ રોનક શ્રીવાસ્તવ ને મેસેજ કરે છે.

રોનક શ્રીવાસ્તવ હવે તો સુડી વચ્ચે સોપારી ની જેમ ફસાઈ જાય છે. પોતે કેવી રીતે અમિત પારેખ ને વાતચીત કરી શકે એ વિચાર કરતો હતો ત્યારે જ સમાચારમાં અમિત પારેખ ની ધરપકડ વિષે માહિતી આવે છે.

રોનક શ્રીવાસ્તવ આજે તો દિલ્હી ખાતે કેન્દ્ર સરકાર ના પેટ્રોલિયમ વિભાગના મદદનીશ સચિવ તરીકે કામગીરી શરૂ કરવાના હતા. હવે એણે સમાચાર બંધ કરી પછી પોતાના આજના ઓફીસના પહેલા દિવસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.

નવનીત થોડીવાર પછી જ કોર્ટમાં પહોંચી જાય છે.કોર્ટ જેમ એણે ફિલ્મોમાં જોયું હતું એમ ન હતું. એક આઈ.એ.એસ ઓફીસર તરીકે કોઈ કૌભાંડમાં આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યા હો તો જનતા જે પ્રમાણે હુરિયો બોલાવી રહી હતી એ નવનીત જેવા કઠણ કલેજા વાળી વ્યક્તિ જ સહન  કરી શકે.

નવનીત જેવો કોર્ટમાં પ્રવેશ કરે છે તો તેને જનતા ની સામેથી પોલીસ કર્મચારી આરોપી ના કઠેડામાં ઊભો કરી દે છે. માનનીય જજ સાહેબ ના આગમન પછી સરકારી વકીલ કેસ ની શરૂઆત કરે છે:

"માય લોર્ડ આ આરોપી કઠેડામાં હંમેશા ગુનેગારો જ નહીં પણ આઈ.એ.એસ ઓફીસરો પણ આવવા લાગ્યા છે.આ જે વ્યક્તિ સામે દેખાય છે એણે ભારતની સૌથી અઘરી પરિક્ષા કે જેના થકી સરકાર આઈ.એ.એસ ઓફીસરો ની નિમણુંક કરે છે એ પરિક્ષા પાસ કરી છે. પણ આ પ્રકારના કૌભાંડ એની પાસેથી કોણ અપેક્ષા રાખી શકે?"

જજ : " આપ કેસ ના મુખ્ય મુદ્દા પર આવો. આમ વાતો ન કરો. " 

(જજ સાહેબ નવનીત તરફ ઈશારો કરી)

" પોતાનો પરિચય આપો‌ અને તમારા વકીલ કોઈ છે?" 
"જી સર. હું નવનીત છું. હું એક આઈ.એ.એસ ઓફીસર છું. રાજસ્થાન રાજ્યમાં રેવન્યુ અધિકારી તરીકે ફરજ બજાવતો હતો.મારો કોઈ જ વકીલ નથી." 

જજ સાહેબ:
"શું કોઈ ખાસ કારણ છે કે તમે વકીલ નથી રાખવા માંગતા?" 

નવનીત:
"હું મારી પત્ની ની નજરમાં જ પડી ગયો છું. હું પોતાની જાતને આનાથી નીચે નથી ગબડાવી શકતો." 

જજ સાહેબ:
"ઠીક છે. સરકારી વકીલ તમે આ કેસ ની કામગીરી આગળ વધારી શકો."

સરકારી વકીલ:
" આપ આ આઈ.એ.એસ ઓફીસર ના ભોળા ચહેરા થી ભરમાશો નહીં. એ ખુબ જ મોટા કૌભાંડ નો સુત્રધાર છે. સિરોહી જિલ્લા ના બહાર ની તરફ ખાણ મજુરો ની બહુ મોટી વસ્તી છે.

એ જ ખાણ ની નજીક વર્ષો જુની સરકારી જમીન પડી છે. આરોપી નવનીત રાજ્ય ના રેવન્યુ અધિકારી તરીકે કેન્દ્ર સરકાર ની જમીન પર ગેરકાયદેસર દબાણો તો નથી એ ચકાસણી કરવા માટે એક દિવસ એ જગ્યા ની મુલાકાત લે છે.

પછી તેના આઈ.એ.એસ મગજમાં એક ખતરનાક યોજના આકાર લે છે‌. એ યોજના એટલે આ બધા ખાણ મજુરોને પાક્કા મકાન આપવા માટે સરકારી યોજના નું નામ લઈને આ બધા પાસેથી નાની નાની રકમ ઉઘરાવી પછી આ પૈસા નું કૌભાંડ કરવું.

લગભગ ત્રીસ કરોડ થી પણ મોટા આ કૌભાંડમાં ત્રણ હજાર થી પણ વધુ ખાણ મજુરો ની જીવનભર ની કમાણી સંડોવાયેલી છે. "

જજ સાહેબ:
"મિસ્ટર નવનીત સરકારી વકીલે તમારી સામે કરેલ આક્ષેપો સામે તમારે કશું કહેવું છે?" 

નવનીત:
"જી કંઈ ખાસ નહીં જજ સાહેબ.એમણે કીધેલી બધી જ વાતો સાચી છે. પણ મારે ફક્ત એક જ વાત કહેવી છે."

જજ સાહેબ:
"હા નવનીત કહો.." 

નવનીત:
" મને તમે બધા એક આઈ.એ.એસ અધિકારી તરીકે ચીતરી પછી મેં સત્તા ની આડમાં કેવડું મોટું કૌભાંડ કર્યું એ બધી વાતો યોગ્ય રીતે કરી છે.

પણ હું આ કૌભાંડ શું કામ કરી રહ્યો છું એ કોઈએ પુછ્યું નથી? શું મને પૈસા, નામ કે પ્રતિષ્ઠા ની જરૂર છે? ના જરાય નહીં."

સરકારી વકીલ:
"આ બધી ગોળ ગોળ વાતો કરી નામદાર કોર્ટ નો સમય બરબાદ ન કરો. જો તમે આ ગુનો કર્યો છે તો આરોપો ઘડીને સજા આપવામાં આવશે."

જજ સાહેબ:
" નવનીત તમે શું સાબિત કરવા માંગો છો?" 

નવનીત:
" સર આ કૌભાંડમાં હું એકલો સામેલ નથી. પણ‌ આ કૌભાંડ મેં એક આખી ગેંગ ની વફાદારી કેળવવા માટે કર્યું હતું. 

હું ગરીબ ખાણ મજુરો ના પૈસા ખાઈ ન શકું. તેથી જ જો જોઈએ તો હું કાલે જ બધા ને બધી રકમ પાછી આપી શકું છું." 

(આખી કોર્ટમાં સન્નાટો છવાઈ જાય છે)

જજ સાહેબ:
" પણ‌ તમે આમ શું કામ કર્યું?"

નવનીત:
" સર આજથી લગભગ બે વર્ષ પહેલાં મારો જીગરી મિત્ર રિતેશ આ જ સિરોહી જિલ્લામાં ડેપ્યુટી કલેકટર તરીકે નિમણૂંક પામી છ મહિના પછી જ તેણે આત્મહત્યા કરી લીધી એવા કરૂણ‌ સમાચાર મને મળ્યા."