Back in the days - 3 in Gujarati Fiction Stories by Dhamak books and stories PDF | પાછા વળ્યા પાછલા દિવસો - 3

The Author
Featured Books
  • Her Silent Secret - 15

    शहर में उस रहस्यमय साइको किलर का नाम पिछले चार सालों से लोगो...

  • पुराने मित्र

    पुराने मित्र लेखक: विजय शर्मा एरी (Vijay Sharma Erry)समय बीत...

  • पिंकू की परी - 3

    अम्मा की तोरई और स्पेसशिप का गियर'सूं-सूं... खटर-पटर...&...

  • सावन

    सावन की दोपहर लगभग आधी खत्म हो चुकी थी और ढलते सूरज की सुन्ह...

  • पवित्र प्रेम या अभिशाप Season 2 - 22

    शाम का समय था। चौहान हवेली का मुख्य दरवाज़ा खुला।शादी से लौट...

Categories
Share

પાછા વળ્યા પાછલા દિવસો - 3

આગળ આપણે જોઈ ગયા કે....

જાનવી પોતાના ગાલ પર હળવેકથી હાથ ફેરવતા ફેરવતા મનોમન બોલી, "આવું થોડું થાય... હું ખરેખર ભૂતકાળમાં વહી ગઈ છું? હું પાછી કોલેજ ગર્લ બની ગઈ છું?" તેને હજી પૂરો વિશ્વાસ નહોતો આવતો.

એટલી વારમાં બાજુના રૂમનો દરવાજો ખુલ્યો અને તેની મોટી બહેન હાથમાં એક મોટી સૂટકેસ લઈને બહાર આવી. બહેનને જોઈને જાનવી તો ખૂબ રાજી થઈ ગઈ, તે કેટલી જુવાન અને સુંદર લાગતી હતી!

પણ તેની નજર જેવી હાથમાં પકડેલી સૂટકેસ પર પડી કે જાનવીના મનમાં અચાનક વીજળીનો ચમકારો થયો. તેને વિચાર આવ્યો, 'અરે! મારી બહેન આમ સૂટકેસ લઈને ક્યાં જાય છે? ક્યાંક આ ઘર મૂકીને કોઈ છોકરા સાથે ભાગી તો નથી રહી ને?'

આ વિચાર આવતાં જ જાનવી દોડીને બહેનની સામે ઊભી રહી ગઈ અને તેને રોકીને ગંભીર થઈને બોલી, "બહેન, તું આ શું કરવા જઈ રહી છે? આપણે આપણી જવાબદારી સમજવી જોઈએ! હજી આપણી ઉંમર જ શું છે? અત્યારે આપણે ભણવા પર ફોકસ કરવું જોઈએ. તું આમ ઘર મૂકીને કેમ જાય છે? આપણે ભણી-ગણીને મા-બાપનો સહારો બનવાનું છે, જો અત્યારે ભણી લેશું તો આગળ જતાં જિંદગીમાં સ્ટ્રગલ નહીં કરવું પડે!"

જાનવીની આ લાંબી અને જ્ઞાનથી ભરેલી વાતો સાંભળીને મોટી બહેન તો તેને મોં ખુલ્લું રાખીને એકીટશે જોતી જ રહી ગઈ!

ત્યાં જ રસોડામાંથી સુમિત્રાબેન હાથ લૂછતા બહાર આવ્યા. જાનવીના મુખેથી 'ઘર મૂકીને ભાગી જવાની' વાત સાંભળીને તેમની કમાન છટકી. તેમણે આવતાની સાથે જ મોટી બહેનની પીઠ પર એક સણસણતો ધબ્બો ચોડી દીધો અને ખીજાઈને બોલ્યા, "ક્યાં જઈ રહી છે બોલ? આ ઘર છોડીને ભાગવાની તૈયારીઓ ક્યારથી ચાલુ થઈ ગઈ?"

મોટી બહેન તો સાવ અવાચક થઈ ગઈ. તે પીઠ પર હાથ ફેરવતી ફેરવતી બંને સામે જોવા લાગી અને બોલી, "અરે માં! હું તો ક્યાંય નથી જતી! આ સૂટકેસ તો આ જાનવીએ જ મને ભરવાનું કહ્યું હતું. એણે જ મને પ્લાન બતાવ્યો હતો કે તું કાલે નાટક કરજે કે તને એક નવો મોબાઈલ અપાવે, નહિતર તું ઘર છોડીને જતી રહીશ!"

આ સાંભળતાં જ જાનવી અવાચક બની ગઈ! તેના હોશ ઊડી ગયા. તેને અચાનક ભૂતકાળની ખરી હકીકત યાદ આવી ગઈ કે આ કઈ બહેનનો નહોતો, પણ પોતાનો જ જૂનો પ્રપંચ હતો જે તેણે બહેન પાસે કરાવવાનો પ્લાન ઘડ્યો હતો!

જાનવી તો બસ ચૂપચાપ બંનેની સામે જોતી જ રહી ગઈ.

ત્યાં જ પાછળથી તેનો નાનો/મોટો ભાઈ આવ્યો અને તેણે હસતાં હસતાં જાનવીના માથામાં એક હળવી ટપલી મારીને કહ્યું, "અરે માં! આનો મગજ બહુ ચાલે છે! જે ન કરવાનું હોય તે બધા ઉંધા કામ આ આપણી ભોળી-ભાળી મોટી બહેન પાસે કરાવે છે!" એમ કહીને એ તો ખડખડાટ હસવા લાગ્યો.

સુમિત્રાબેન પણ હસી પડ્યા અને જાનવી સામે આંગળી ચિંધીને બોલ્યા, "જો તું ઘર છોડીને જઈશ ને તોય હું તને મોબાઈલ નથી અપાવવાની! ખબર છે કેટલો મોંઘો આવે છે? આપણી પરિસ્થિતિ કંઈ અત્યારે એવો મોંઘો મોબાઈલ લેવાની નથી, સમજી?"

જાનવી પોતાની જ જૂની નિર્દોષ હરકતો યાદ કરીને મનોમન હસી પડી. ભૂતકાળમાં તે કેવી નટખટ હતી અને મોબાઈલ માટે કેવા કેવા પ્લાન બનાવતી હતી, એ વિચારીને જ તેને અત્યારે પોતાના પર હસવું આવી રહ્યું હતું.

ત્યાં જ ઘરના દરવાજે બહારથી કોઈકે મોટા અવાજે સાંકળ ખખડાવી.

સુમિત્રાબેને રસોડામાંથી જ સાદ પાડ્યો, "જાનુ, જો તો બહાર દરવાજે કોણ છે? તારા પપ્પા આવ્યા લાગે છે."

જાનવી દોડીને દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખુલતાં જ સામે પપ્પા ઊભા હતા! વર્ષો પછી પપ્પાને સાજા-નરવા જોઈને એક ક્ષણ માટે જાનવીનો ચહેરો ખુશીથી ખીલી ઊઠ્યો. પપ્પા તો તેને ખૂબ ગમતા જ હતા અને મનમાં થયું કે દોડીને તેમને વળગી પડે.

પણ એ જ સેકન્ડે તેના મગજમાં ભવિષ્યની એક કડવી યાદ ઝબકી ગઈ!

જાનવીને યાદ આવ્યું કે ભવિષ્યમાં જ્યારે મમ્મી આ દુનિયા છોડીને જતી રહી હતી, તેના માત્ર ચાર-પાંચ વર્ષની અંદર જ પપ્પાએ બીજા લગ્ન કરી લીધા હતા! પપ્પા તો તેને વાહલા હતા, પણ તેને પપ્પાની આ હરકત બિલકુલ નહોતી ગમી કે તેમણે મમ્મીનું ક્યારેય ધ્યાન નહોતું રાખ્યું, છતાં આજે પણ મમ્મી પપ્પાનું કેટલું બધું ધ્યાન રાખી રહી હતી! મમ્મી પપ્પાની આટલી સેવા-સંભાળ કરે છે અને પપ્પાએ મમ્મીની ક્યારેય કદર ન કરી, એ વિચારીને જાનવીનું મન કડવાશથી ભરાઈ ગયું.

પપ્પાએ ઘરમાં પ્રવેશતાં જ વહાલથી પૂછ્યું, "કેમ જાનુ, આજે કોલેજ નથી ગઈ? શું વિચારમાં પડી ગઈ છે?"

જાનવી કશું જ બોલી નહીં. તે મોં મચકોડીને ચૂપચાપ ઊભી રહી અને પછી પગ પછાડતી પોતાના રૂમમાં જતી રહી.

રૂમમાં આવીને દરવાજો બંધ કરીને તે વિચારવા લાગી, 'ના, હવે મારે આ ભૂતકાળને ગમે તેમ કરીને સુધારવો જ પડશે! ઈશ્વરે મને આ બીજી તક આપી છે.'

તેણે પોતાના મનમાં દ્રઢ સંકલ્પ કર્યો, 'હવેથી હું ખૂબ મહેનત કરીશ. મમ્મીનું પૂરેપૂરું ધ્યાન રાખીશ અને ઘરકામમાં પણ એને રોજ મદદ કરાવીશ.'

આવો વિચાર આવતાં જ તે પોતાની જૂની બુક્સ અને ભણવાનો સામાન ગોતવા લાગી. બધી ચોપડીઓ સરખી ગોઠવીને વ્યવસ્થિત કરી. પછી તેણે પોતાની એક જૂની ડાયરી કાઢી અને પેન લઈને લખવા બેસી ગઈ. તેણે ડાયરીમાં એક આખો પ્લાન બનાવ્યો કે હવેથી તેણે રોજ કયા કયા કામ કરવાના છે, મમ્મીને કેવી રીતે મદદ કરવાની છે અને ભવિષ્યની ભૂલો કેવી રીતે સુધારવાની છે!

To be continue......