Sarkari Prem in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 68

Featured Books
  • શૂન્યની બહાર - 18

    ભાગ 18 : યાદનો દરવાજોસ્ક્રીન પર છેલ્લું વાક્ય હજુ પણ દેખાઈ ર...

  • કૃપણ-લીલા

    કૃપણ-લીલા મીઠાઈ લેવા ગયેલો દીકરો ત્રણ કલાક પછી ખાલી હાથે પાછ...

  • ધીરગંભીર - ૧

    અમદાવાદ.. હા અમદાવાદના પોશ એરિયા સેટેલાઇટમાં દસ માળના ફલેટના...

  • આનંદનગર : પ્રકરણ ૫૦

    પ્રકરણ ૫૦: આનંદનગર ગ્રાઉન્ડમાં ક્રિકેટ ફિવરદૈનિક ચબરાકિયાં:"...

  • અધૂરા શ્વાસ - ભાગ 3

    અધૂરા શ્વાસ - ભાગ 3 ઘરની દીવાલો વચ્ચે એક અદ્રશ્ય તણાવ ખેંચાઈ...

Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 68

અમિત પારેખ હવે મહેચ્છા અને પોલીસ કર્મચારીઓ ની સામે જ હતો.મહેચ્છા પોતાની જાતને સંભાળી રહી હતી કે અમિત પારેખ તેને કોઈ પ્રશ્ન ન પુછી બેસે.

"આપ સૌને હું બધું જ સાચું કહેવા માગું છું પણ મને પોલીસ ના ગવાહ તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવે. જો આ શરત મંજૂર હોય તો જ હું આગળ વધીશ. " અમિત પારેખ કહે છે.

મહેચ્છા અને પોલીસ અધિકારીઓ એકમેક ની સામે જોઈ હામી ભરી દે છે. હવે અમિત પારેખ બોલવાનું શરૂ કરે છે:
"આજથી લગભગ ચાર વર્ષ પહેલા જ આ સિરોહી જિલ્લામાં ‌ખાણ ઉઘોગ વિકસિત થવા લાગ્યો. એ વખતે સિરોહી ના એમ.એલ.એ હાલ ના જ એમ.એલ.એ હતા. એ વખતે રોનક શ્રીવાસ્તવ ડેપ્યુટી કલેકટર તરીકે સિરોહી માં નિમણૂંક પામ્યા હતા.

એમ.એલ.એ અને રોનક શ્રીવાસ્તવ બન્નેના મગજ એક જેવા જ હોવાથી તેમની મિત્રતા ખુબ વહેલી જામી ગઈ.એક દિવસ તેમણે આ ખાણ ઉદ્યોગ ની મુલાકાત લીધી અને આખી વ્યવસ્થા સમજી લીધી.

તેમના મગજમાં એક ખુબ જોરદાર તિકડમ આવ્યું. આ ખાણ ઉદ્યોગ માટે મજુરો ની જરૂર પડે. આપણા દેશમાં તો માનવ સંસાધન ઢગલો છે. રોનક શ્રીવાસ્તવ આજુ બાજુના રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ અને બિહાર પાસેથી માનવ સંસાધન ને રૂપિયા ની લાલચે અંહી બોલાવવા લાગ્યા.

તેમની પાસે જરૂરી કાગળો હોય કે નહીં એમની ઉમર ૧૮ વર્ષથી ઉપર હોય કે નહીં પણ રોનક શ્રીવાસ્તવ ગમે તેમ એમને નોકરી પર લગાવી દેતો. એમને દર મહિને મળતા પગાર ના અમુક ટકા રકમ રોનક શ્રીવાસ્તવ અને એમ.એલ.એ બન્ને ને મળતી. જેમ જેમ ખાણો વધતી ગઈ એમ એમ આવક વધતી ગઈ.

એ જ સમય દરમ્યાન મારી પણ બદલી કલેકટર ઓફીસ માં થતા હું પણ આ વ્યવસ્થા સાથે સંકળાઈ ગયો. ધીમે ધીમે ડાયરી અસ્તિત્ત્વ માં આવી. હવે ખાણો ની સાથે જ દર મહિના ની બંધાયેલી આવક વધવા લાગી.

એ સમય દરમિયાન રાજ્યના  નાણાં મંત્રી પણ ખાણો ની આવક ઓછી બતાવી કેન્દ્ર સરકાર ને ઓછો કર આપવા માટે સમજાવી એમ.એલ.એ અને રોનક શ્રીવાસ્તવ ને લીલી ઝંડી આપી આ આવકને વધારતા ગયા.મહિને એક થી પાંચ કરોડ ની કુલ આવક થતી હતી.નવનીત ના પહેલા નો રેવન્યુ અધિકારી પણ આ જ લાઈન નો હતો.

હવે જરા વિચારો કે કોઈ નવો સવો આઈ.એ.એસ ઓફીસર આવીને આ ડાયરી શોધી કાઢી પછી તેના પાનાઓ વિષે પુછપરછ કરે તો?

આ જ ભુલ રિતેશ ની હતી. રોનક શ્રીવાસ્તવ તેને ઘણીવાર પોતાના કામમાં જ ધ્યાન આપવા માટે સમજાવી ચૂક્યા હતા. પણ રિતેશને તો આ કબાટ ની ડાયરી માં રસ‌‌ હતો.

એક દિવસ એક કર્મચારી રિતેશને આ ડાયરી ના પેજ ના ફોટા પાડતા જોઈ ગયો અને રોનક શ્રીવાસ્તવ સરને ફરિયાદ કરી દીધી. રિતેશને ખુબ સમજાવવામાં આવ્યો પણ એ પોતાની ભુલ સ્વીકારવા તૈયાર જ ન થયો.

એમ.એલ.એ સર પાસે રિતેશને ધમકાવીને લઈ જવામાં આવ્યો અને કોરાં કાગળ પર તેની સહી લઈને તેને કોઈ કૌભાંડમાં સંડોવી દેવાની ધમકી આપવામાં આવી. પણ તે માન્યો જ નહીં અને મુખરજી સાહેબ ને માહિતી આપવા જતો હતો ત્યારે જ એમ.એલ.એ સાહેબ ના ગુંડાઓ તેની સાથે માર પીટ કરતા એ સ્થળે જ મૃત્યુ પામ્યો.

આઈ.એ.એસ ઓફીસર ની મૃત્યુ ને છુપાવવા માટે તે કોરા કાગળ પર તેની સુસાઈડ નોટ લખી લેવામાં આવી. તેની સહી તો હતી જ. આખી વ્યવસ્થા તો રોનક શ્રીવાસ્તવ ના હાથમાં હતી. એટલે જ રિતેશ ની મૃત્યુ આત્મહત્યા તરીકે ગણવામાં આવી અને પુરાવાઓ પણ નાશ કરી દેવામાં આવ્યા.

જ્યારે નવનીત અને મહેચ્છા મેડમ સિરોહી ખાતે નિમણૂંક પામ્યા ત્યારે નવનીત સર ને એમ.એલ.એ સાહેબ પોતાની તરફ ઘસડી ગયા અને મહેચ્છા મેડમ તો સમાજ કલ્યાણ માં જ વ્યસ્ત થઈ ગયા.

આ ડાયરી ફક્ત હું જ સમજી શકું છું. એ, બી, એ-૧, એ-૨ એમ જુદી જુદી ખાણો અને તેમના માલિકો ના ગુપ્ત કોડ છે જે હું પોલીસ ને કહીશ."

મહેચ્છા સાથે ઉપસ્થિત બધા જ પોલીસ કર્મચારી અમિત પારેખ ના નિવેદન થી હતપ્રભ બની જાય છે. મહેચ્છા એ જ સમયે મગજ વાપરીને ડાયરી પોલીસને હવાલે કરી દે છે.

મહેચ્છા અમિત પારેખ ના નિવેદન થી એમ.એલ.એ બચવા માટે કંઈ કરી શકે એ પહેલાં જ તેના અંશો મીડિયા પર વાયરલ કરી દે છે. બીજા દિવસે સવારે તો ન્યુઝ ચેનલો પર અમિત પારેખ નું નિવેદન વાયરલ થઈ રહ્યું હતું.

એમ.એલ.એ સાહેબને સીધા જ મુખ્યમંત્રી ફોન કરે છે.
"આ બધું શું ચાલે છે?" 
એમ.એલ.એ તો કંઈ ખબર ન હોવાથી પુછે છે:
"આજે નવનીત છુટી જશે. બધું જ નિયંત્રણ માં છે."
"અરે અમિત પારેખ પોલીસ નો સાક્ષી બની ગયો અને તારા અને રોનક શ્રીવાસ્તવ વિરુદ્ધ બધું જ સાચું કહી દીધું છે. તમારી ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે."

"આ કેમ બની શકે?" એમ.એલ.એ ગુસ્સે થયો.

"હું તને હમણાં જ પાર્ટી થી દૂર કરું છું." મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.

એમ.એલ.એ નો તો ગુસ્સા નો પાર ન હતો. પણ એ કંઈ કરી શકે એ પહેલાં જ મહેચ્છા જીલ્લા કલેકટર તરીકે અમિત પારેખ ના નિવેદન પ્રમાણે રિતેશ નો કેસ ફરીથી ખોલાવી પોલીસ ને એમ.એલ.એ અને રોનક શ્રીવાસ્તવ વિરુદ્ધ વોરંટ મેળવી લેવા માટે આદેશ આપે છે.

નવનીત ને પણ સવારે જ પોલીસ કર્મચારીઓ ના માધ્યમથી આ સમાચાર સાંભળવા મળે છે તો મહેચ્છા માટે એ ખુબ જ ગર્વની લાગણી અનુભવે છે. નવનીત હવે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા કરતાં આ બધા ગુનેગારો ને સજા મળે એમ વિચાર કરે છે.

ફક્ત બે જ પ્રામાણિક આઈ.એ.એસ અધિકારીઓ ની કામગીરી થી આખા દેશમાં સિરોહી જિલ્લો પ્રખ્યાત બની જાય છે. રાજસ્થાન રાજ્યના મુખ્યમંત્રી સવારે જ પ્રેસ કોન્ફરન્સ કરે છે અને જ્યાં સુધી કોર્ટમાં ફેંસલો નથી આવતો ત્યાં સુધી. એમ.એલ.એ અને રાજ્યના નાણાં મંત્રી ને અચોક્કસ મુદત સુધી પાર્ટી થી સસ્પેન્ડ કરી દે છે.

રોનક શ્રીવાસ્તવ પણ હજી તો સવારે ઊઠીને જોવે છે એ પહેલાં જ તેના દરવાજા પર દિલ્હી પોલીસ ની ટીમ પહોંચી ચૂકી હતી.

"મારી ધરપકડ કરવા પહેલાં ધરપકડ નું વોરંટ અને રાજ્ય નો બદલી નો પત્ર જોઈએ. હું હવે રાજસ્થાનમાં નથી. હું દિલ્હીમાં છું." રોનક શ્રીવાસ્તવ કહે છે.

"સર તમારું ધરપકડ નું વોરંટ થોડીવાર પછી જ આવી જશે. વળી રાજ્ય સરકાર જ તમને રાજસ્થાન બોલાવી રહી છે. રસ્તામાં જ બધી વિધિ થઈ જશે." પોલીસ ટીમ કહે છે.

રાજસ્થાન રાજ્યમાં ચૂંટણી વખતે જ આ બધું બહાર આવતા જ એમ.એલ.એ સાહેબ ના સમર્થકો રસ્તા પર આવી ગયા અને એમ.એલ.એ ની ધરપકડ રોકવા માટે ધરણાં પ્રદર્શન કરવા લાગ્યા. મહેચ્છા હવે તો કલેકટર હોવાથી કોઈ ને છોડવાની ન હતી.

એ પોલીસ ને પ્રદર્શન કરવા વાળા સામે કડક કાર્યવાહી કરવાની રજા આપે છે.પોલીસ પાણી અને આંસુ ગેસ છોડી પ્રદર્શનકારીઓ ને દૂર કરી પછી એમ.એલ.એ સાહેબ ની ધરપકડ કરી લે છે.

આજે તો કોર્ટમાં ફરીથી નવનીત સાથે જ એમ.એલ.એ અને રોનક શ્રીવાસ્તવ ની પણ પેશી થવાની હતી.