Chuupayela Mohra in Gujarati Fiction Stories by yeash shah books and stories PDF | છુપાયેલા મહોરા ભાગ:૮

Featured Books
Categories
Share

છુપાયેલા મહોરા ભાગ:૮

૧૦૫, સરસવન ફ્લેટ્સ

(મલ્લિકા અને રાહુલ રાઠોડ જાય છે.. સાવન ફ્લેટનો દરવાજો બંધ કરે છે.. સોનાલી ને ખેંચી ને બેડરૂમ માં લઈ જાય છે... બેડરૂમ નો દરવાજો બંધ કરે છે.)

સાવન : સોનાલી... શું જરૂર હતી રાહુલ રાઠોડ ને કહેવાની કે તું "માયા તુફાની" છે? 

સોનાલી : હવે, આપણે આ કામ બંધ કરવું જોઈએ સાવન, આપણી સાવિ , આપણા જ પાપો નું ફળ ભોગી ને ગઈ.. હવે તો સમજ...

સાવન : પાપ - પુણ્ય?? આ વાત તે આપણું બાળક ગુમાવ્યું ત્યારે ભૂલી ગઈ હતી...? તારે જ પ્રગતિ કરવી હતી ને? મને અને રાજવી ને સંબંધ માટે તૈયાર કર્યા.. ત્યારે પાપ - પુણ્ય ભૂલી ગઈ હતી? અરે મુંબઈ માં એક સામાન્ય કોલ સેન્ટર માં જોબ કરતી હતી... એક્ટિંગ ના અભરખા હતા.. ભૂલી ગઈ... 

સોનાલી : યાદ છે... સારી રીતે યાદ છે... તે મને પ્રથમ વાર એક એડ ફિલ્મ માં ચાન્સ આપ્યો હતો...
        અને પછી  આપણે ભેગા મળી ને એક એડલ્ટ ફિલ્મ પ્રોડક્શન ચાલુ કર્યું... થોડા વર્ષો પછી લગ્ન કર્યા..

સાવન : આપણે નહી, ફક્ત તે... આ "બ્લુ બર્ડ પિક્ચર્સ" પ્રોડક્શન કંપની તારા નામે જ છે... સમજી... 

સોનાલી : અને ઇલ્લીગલ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર તારા નામે.. જેના બ્લેક પૈસા વાઇટ કરવા તે એક ફાઇનાન્સ કંપની ચાલુ કરી છે... અને તું "મારી" બ્લુ બર્ડ ને ફિલ્મ  બનાવવા ના પૈસા પણ આ જ ફાઇનાન્સ કંપની થી આપે છે... ને? 

સાવન : બસ.. બસ... હવે..  પણ આ સમય નહતો રાઠોડ ને આ વાત કહેવાનો..

સોનાલી : કેમ શું થયું.. મને શાંતિ થી કહે...

સાવન : અરે આ કોલ સેન્ટર માં આપણી સાથે " સારિકા " કામ કરતી હતી... યાદ છે?

સોનાલી : સારિકા.. હા.. એ (ગાળ).. જેને તે મહિના પહેલા કાઢી મૂકી હતી.. જેને બધા આપણા ફોરેન કોન્ટેક્ટ્સ ની ફાઇલ ચોરી કરી હતી?

સાવન : હા ,એ (ગાળ) સારિકા એ મને મેસેજ કર્યો છે.. મારી અને બોબ મેથ્યુ ના વિડિઓ કોલ ની રેકોર્ડિંગ છે.. ૪૦ લાખ રૂપિયા માંગે છે.. વિડિઓ સંતાડવાના..

સોનાલી : બોબ મેથ્યુ, પેલો ફ્રોડ .. 

સાવન : બોબ મેથ્યુ એ અમેરિકા ની બેંકો માં લોન ડિફોલ્ટ કર્યું છે.. એનું ઓરિજિનલ નામ ફ્રાન્સીસ લો.. છે.. હું અને સારિકા.. લોન રિકવરી માટે એને કોલ કરતા હતા... વાત વાત માં અમે એની સાથે એક સેટિંગ કર્યું હતું...

સોનાલી : કયું સેટિંગ..??

સાવન : મેં એને કહ્યું કે તે ખોટા નામે જેટલા પૈસા ફેરવ્યા છે... એમાંથી થોડાક પૈસા મયંક પટેલ ની સર્વસ્વ ડેવલપર્સ માં ઇન્વેસ્ટ કર... બદલા માં અમેરિકન બેંકો નું તારું કાંડ અમે સાચવી લઇશું.. અને એ મયંક પટેલ નો ફોરેન પાર્ટનર બની ગયો... "જોન ટક્સ" ના નામ થી.. હકીકતમાં એનો બધો જ ભાગ મારા નામે છે.. અને હું સર્વસ્વ ડેવલપર્સ માં છુપી રીતે પાર્ટનર છું.. સમજી.. હવે તે તારી વાત રાઠોડ ને કરી... એને જો સહેજ પણ આપણી તપાસ ચાલુ કરી તો લિંક માંથી લિંક નીકળશે અને આ આખું સેટિંગ પકડાઈ જશે..

સોનાલી: અરે.... (ગાળ) તું આટલું મોટું રહસ્ય પેટ માં રાખી ને બેઠો છું...તને કહ્યું હતું ને કે આપણે લાઇફ પાર્ટનર જ નહીં.. રહસ્યો ના પણ ભાગીદાર છીએ... તો આ કેમ છુપાવ્યું?

સાવન : ચુપ... એક દમ ચૂપ... તને તારા એડલ્ટ વિડિઓ બનાવવા થી ટાઈમ મળે તો વાત કરું ને?.. અને હવે સાંભળ,રાઠોડ કરતા મોટો, પ્રોબ્લેમ તો સારિકા છે.. એનું મોં ગમે તે રીતે બંધ કરવું પડશે..

સોનાલી : તું એ મારી પર છોડી દે..  અને રાઠોડ તરફ થી પણ તું ચિંતા છોડી દે.. એ  કઈ નહી કરે..

સાવન : તું આટલી કોન્ફિડન્ટ કેવી રીતે છે? 

સોનાલી : કારણ કે.... એ ખૂબ જ સજ્જન ઓફિસર છે... એ આમ કોઈ છોકરી ની આબરૂ ડૂબવા નહી દે.. પેલી લેડી કોન્સ્ટેબલ મહિમા મકવાણા યાદ છે? જે મને લેવા આવી હતી... જ્યારે હું રડતી હતી?

સાવન : હા, યાદ છે .. તું એની સાથે બહાર ગઈ હતી..

સોનાલી : મેં રાઠોડ સાહેબ વિશે એને પૂછ પરછ કરી હતી.. અને થોડા પૈસા પણ આપ્યા હતા... લાલચી છોકરી હતી... પૈસા જોઈ પીગળી ગઈ.. હવે એ મારા ખિસ્સા માં છે.. એણે મને કહ્યું કે રાઠોડ સાહેબે આજ સુધી કોઈ મહિલા ની બદનામી થવા દીધી નથી...
અને મહિમા ને હું આજથી જ પેલી (ગાળ) સારિકા પાછળ લગાડી દઉ છું..

સાવન : ઇટ્સ.. સો રિલીફ... સોરી ડાર્લિંગ .. મેં તારી સાથે આ રીતે વાત કરી..

સોનાલી : ઇટ હેપન્સ સમટાઇમ્સ ડાર્લિંગ.. તું ચિંતા માં છે.. અને આ નેચરલ છે..  પણ ભરોસો રાખ... આપણું રહસ્ય અકબંધ રહેશે..

(વધુ આવતા અંકે..)