વૃશાલિ
🌺 પ્રકરણ ૪ 🌺
🌺 સંબંધને મળ્યું સ્વીકૃતિનું આકાશ🌺
👉🏻સોનેરી સવારથી વૃશાલીના ગૃહે
બીજા દિવસે...
🌞🌞બીજા દિવસના સૂર્યોદયે જાણે એક નવી સોનેરી સવારનો ઉદય થયો હતો.
સવારથી જ રાધામાતાના મનમાં એક અનોખો ઉમંગ હતો, જ્યારે કર્ણના મનમાં તો જાણે અધીરાઈનો પાર જ નહોતો.
કર્ણ અત્યાર સુધીમાં ચાર-પાંચ વાર રાધામાતાને પૂછી ચૂક્યો હતો....
“મા, તમે આજે જવાના છો?”
થોડી વાર પછી ફરી પૂછતો
“મા, ત્યાં વૃશાલી હશે?”
અને પછી જાણે મનને શાંતિ જ ન મળતી હોય તેમ ફરી પૂછતો
“મા, વૃશાલીના પિતાશ્રી ને માતાશ્રી બંને ને તમે મળશો? ”
રાધામાતા તેના ઉતાવળિયા પ્રશ્નો સાંભળીને મંદ હસતાં અને કહેતાં
“બેટા, તારા પિતાશ્રી આવે પછી જઈએ ને.”
કર્ણ થોડી ક્ષણ ચૂપ રહ્યો. પછી જાણે પોતાની અધીરાઈ છુપાવતો હોય તેમ બોલ્યો....
“ હું હવે તો આ અંગરાજ બન્યો છું. થોડું રાજકાજ પર પણ ધ્યાન આપું હું રાજ દરબાર જઈ આવું .”
રાધામાતા હસ્યાં.ને થોડું ઠપકા ના સ્વરે કહ્યું
“રાધેય, જો વૃશાલીને વરવી હશે માત્ર રાધે નું હૃદય નહીં, અંગરાજનું સામર્થ્ય પણ જોશે અને અંગરાજની જવાબદારી પણ ઉપાડવી પડશે.”
કર્ણ શરમાઈ ગયો.
તે કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ રાજદરબાર જવા નીકળી ગયો.
થોડી સમય વીત્યો.
એવામાં અધિરથ બહાર થી આવ્યા અને રાધામાતાને પૂછવા લાગ્યા......આપે
“કર્ણને વૃશાલી પાસે મોકલ્યો હતો?”
રાધામાતાએ કહ્યું....,
“ના, ના! એ તો રાજદરબાર ગયો છે.”
અધિરથ ખડખડાટ હસી પડ્યા.
“રાજદરબાર? એ તો ઉદ્યાન માં વૃશાલીને મળવા ગયો છે! બંને ઉદ્યાનના ઝરણા પાસે બેસીને વાતો કરે છે.” મેં જ એમને જોયા.....
રાધામાતા પણ ખડખડાટ હસી પડ્યાં.
પછી હસતાં હસતાં જ થોડા ગંભીર થઈ ને બોલ્યાં.....
“હવે આપણે જવું જ પડશે. સ્વામી... હવે નહીં ચાલે. કોઈ કુંવારી દીકરીને આ રીતે મળવા દેવી યોગ્ય નથી.”
તેમના સ્વરમાં હવે માતૃત્વભરી ગંભીરતા આવી ગઈ.
પોતાના પુત્રના મનને સમજવું એક વાત હતી, પરંતુ કોઈ કન્યાની મર્યાદાનું રક્ષણ કરવું એ પણ માતા-પિતાની જ જવાબદારી હતી.
(કેટલો સુંદર વિચાર હતો!
જો આજના યુગમાં પણ દીકરાના માતા-પિતા આવો જ વિચાર રાખે, તો કદાચ કોઈ સ્ત્રીને પોતાના જ સંબંધના કારણે ક્યારેય લાંછન સહન ન કરવું પડે.)
રાધામાતા અને અધિરથ હવે વૃશાલીના ગૃહ તરફ જવા નીકળ્યાં.
🌺 વૃશાલીના ગૃહે 🌺
રાધામાતા અને અધિરથના આગમનની જાણ વૃશાલીને અગાઉથી જ કરી દેવામાં આવી હતી, કારણ કે કર્ણે પોતે જ તેને કહ્યું હતું કે આજે તેના માતા-પિતા તેના ગૃહે આવવાના છે.
આ સમાચાર મળ્યા ત્યારથી જ વૃશાલીના મનમાં એક મીઠી ગભરામણ હતી. આજ એનું મન શું પહેરીશ ને કેવી લાગીશ ની અસમંજસ માં અને અનેક વિચારો માં ડૂબી ગયું હતુ ..
આજનો દિવસ તેના માટે સામાન્ય નહોતો. હૃદયમાં આનંદ હતો, સાથે એક નાનકડી શંકા પણ હતી......
“શું તેઓ મને સ્વીકારશે?”
પણ તરત જ મનમાં બીજો વિચાર ઊઠતો.....
“મારા કર્ણ પર તો તેમને ગર્વ છે... તો પછી મને શા માટે નહીં સ્વીકારે?”
વૃશાલીના માતા-પિતા પણ અંતરમાં આ સંબંધને ઘણો અંશે સમજી જ ચૂક્યાં હતાં.
તેમણે વૃશાલીને બાળપણથી જ કર્ણ સાથે મોટી થતી જોઈ હતી. બંનેનું સાથે રમવું, એકબીજાને મળવા માટે નાનાં નાનાં બહાનાં શોધવાં...આ બધું તેમની આંખોથી ક્યારેય છુપાયું નહોતું.
રાધેય તેમને પણ હૃદયથી ગમતો હતો.
પરંતુ પહેલાં તેમની સામે એક જ સંકોચ હતો
બંને પરિવારોની આર્થિક પરિસ્થિતિ.
રાધેયમાં યોગ્યતા હતી, શૌર્ય હતું, સામર્થ્ય હતું; પરંતુ પરિસ્થિતિ એવી હતી કે તેઓ મનની વાત નિશ્ચિંત થઈને આગળ મૂકી શકતા નહોતા.
જ્યારે હવે તો રાધેયે પોતાની યોગ્યતા સાબિત કરી દીધી હતી.
હવે તે અંગરાજ હતો.હવે કોઈ પ્રશ્ન રહ્યો જ નહોતો હવે તો સબંધ નો સર્વથા સ્વીકાર જ હતો....
તેમણે રાધામાતા અને અધિરથનું પોતાના ગૃહમાં ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
તેમને સન્માનપૂર્વક ઉચ્ચ આસન પર બેસાડયા . મનગમતાં ભોજન તથા વિવિધ વાનગીઓથી તેમનું આતિથ્ય કર્યું.
વૃશાલી થોડે દૂર ઊભી રહીને આ બધું નિહાળી રહી હતી. તેની નજર વારંવાર રાધામાતા પર જઈને અટકી જતી.
“આ જ તો મારા રાધેય ની મા છે...”
જે સ્ત્રીએ તેના રાધેય ને પોતાના ખોળામાં ઉછેર્યો હતો, તે જ આજે તેના જીવનના એક નવા અધ્યાયની શરૂઆત માટે અહીં આવી હતી.
તેના મનમાં એક નિઃશબ્દ પ્રાર્થના ઊઠી....
“મને પણ એ જ મમતા મળે.. જેવી કર્ણ ને મળી છે .”
થોડી ક્ષણ પછી, વાત શરૂ થાય એ પહેલાં જ વૃશાલીના પિતાએ બંને હાથ જોડ્યા.
“આપ અમારા ઘરે પધાર્યા છો, એ તો અમારા ધન્ય ભાગ્યની વાત છે. કહો, હું આપની શું સેવા કરું?”
અધિરથ થોડા સંકોચ સાથે બોલ્યા.....
“અમને તમારી વૃશાલી ગમે છે... જો તમે એને અમારા કર્ણ માટે.... અમારી પુત્રવધૂ બનાવવા માટે...”
વાક્ય પૂરું થાય એ પહેલાં જ
વૃશાલીના પિતાની આંખોમાં આંસુ આવી ગયાં.
તેમણે અધિરથનો હાથ પોતાના હાથમાં લીધો.
“આ શું બોલ્યા? મિત્ર ???”
તેમનો કંઠ ભાવનાથી ભરાઈ ગયો.
“રાધેય અમને પહેલે થી જ પસંદ હતો ને તેનું સામર્થ્ય પણ અમે પહેલેથી જ જાણતા હતા. હા, જૂઠું નહીં બોલું...
આવા સારા પ્રસંગે બિલકુલ જૂઠું નહીં બોલુ....પહેલા અમે થોડા ખચકાતા હતા.”
તેમણે એક ક્ષણ વિરામ લીધો.
“પણ હવે તો એ અંગરાજ છે. એનું સામર્થ્ય સમગ્ર આર્યવર્તે જોઈ લીધું છે.”
પછી તેમણે અધિરથ તરફ જોઈને કહ્યું......
“તો અમારી વૃશાલીને મેં આજથી જ આપને સોંપી. ,🙏🏻🙏🏻આપને જ્યારે ઈચ્છા થાય, ત્યારે એને આપની પુત્રવધૂ બનાવીને લઈ જાવ.”
આ શબ્દો વૃશાલીના અંતરમાં ઊંડે સુધી ઊતરી ગયા.
પડદા પાછળ ઊભેલી તે ક્ષણભર નિઃશબ્દ રહી. પછી તેની આંખોમાંથી આંસુ સરવા લાગ્યાં. આ માત્ર લગ્ન માટે મળેલી સંમતિ નહોતી; તેના બાળપણથી હૃદયમાં સાચવેલા સંબંધને તેના પોતાના પિતાએ પ્રેમથી સ્વીકાર્યો હતો.
તેને કર્ણ સાથે વિતાવેલી બાળપણની એક પછી એક ક્ષણો યાદ આવવા લાગી,સાથે રમેલું બાળપણ, મળવા માટે કરેલા નિર્દોષ બહાનાં અને મનમાં છુપાવેલો એ નિઃશબ્દ પ્રેમ.
આજે એ જ સંબંધને પરિવારની સંમતિ મળી હતી.
“મારા રાધેય... હવે તું ખરેખર મારા જીવનનો સાથી બનવાનો છે.”
તેના હોઠ પર આંસુઓ વચ્ચે એક નાનું, લજ્જાભર્યું સ્મિત ખીલી ઊઠ્યું.
એ જ ક્ષણે બહારથી દ્વારની સાંકળ ખખડાઈ.
વૃશાલીના પિતાએ દ્વાર ખોલ્યું.
બહાર અનેક સેવકો ઊભા હતા.
તેમના હાથમાં વિવિધ પ્રકારનાં ફળોની ટોપલીઓ હતી, મિષ્ઠાન્ન હતાં અને સુંદર વસ્ત્રો હતાં.
એક પછી એક સૌ અધીરથ જી આપવા લાગ્યા અને કહેવા લાગ્યા
“અંગરાજ કર્ણે મોકલ્યું છે.”
“અંગરાજ કર્ણે મોકલ્યું છે.”
“અંગરાજ કર્ણે મોકલ્યું છે.”
વૃશાલીના મુખ પર લજ્જાભર્યું સ્મિત આવી ગયું.
“મને ખુશ કરવા માટે તેનું મન મારા કરતાં પણ આગળ દોડી ગયું...”
રાધામાતાના મુખ પર માતૃત્વભર્યું ગૌરવ છવાઈ ગયું.
તેમણે વૃશાલીને પ્રેમથી બોલાવી.
“પુત્રી, આવ... મારી પાસે બેસ. અને આ બધી ભેટ સ્વીકાર.”
‘પુત્રી’ શબ્દ સાંભળતાં જ વૃશાલીના ચહેરા પર ફરી નમ્ર સ્મિત છવાઈ ગયું.
વૃશાલી ધીમા પગલે આગળ આવી.
રાધામાતાએ તેને પ્રેમથી જોયું.
“આજે ને, કર્ણે તારો અને તેં કર્ણનો દિલથી સ્વીકાર કર્યો છે.
સામ્બશિવ અને સૂર્યદેવની કૃપા તમારા બંને પર બની રહે.”
વૃશાલીએ આગળ આવી રાધામાતાના ચરણસ્પર્શ કર્યા.
રાધામાતાએ તેને પોતાના હૃદય સાથે લગાવી લીધી.
એ આલિંગનમાં વૃશાલીને શબ્દોથી પર એવી મમતા અનુભવાઈ. તેની આંખો ફરી ભીની થઈ ગઈ.તેને થયું હવે આ ઘર...આ માતા પિતા ...આ કર્ણ બધા એ મારો સ્વીકાર કરી લીધો છે...🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વૃશાલીની માતાએ પણ પોતાની પુત્રીને હૃદય સાથે લગાવી લીધી.
વૃશાલીએ મનમાં પ્રાર્થના કરી.
“હે સૂર્યદેવ... આ સંબંધને સદાય અખંડ રાખજો.”
આજે બે હૃદયોના સંબંધને બંને પરિવારોની સંમતિ મળી હતી.
વર્ષોથી નિઃશબ્દ વહેતો પ્રેમ હવે એક પવિત્ર સંબંધનું સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યો હતો.
હવે તો માત્ર એક શુભ ક્ષણ નક્કી કરવાની હતી.
રાધામાતા હળવા હાસ્ય સાથે બોલ્યાં
ભગવાન સામ્બ શિવ ને સૂર્યદેવ બંને પર આશીર્વાદ વરસાવે તો
“હવે આપણે વાકદાનનો દિવસ નક્કી કરીએ... અને બંનેનું વાકદાન કરી નાખીએ.” 🌺
ક્રમશઃ
II અસ્તુ ll
VISHAKHA BHATT
HCG HOSPITAL
CARDIAC CO ORDINATOR
BHAVNAGAR
આ લેખ તમને કેવો લાગ્યો તે જણાવશો
સુંદર. ❤️
સારો. 👍
ઠીક. 🙏🏻
રીએકશન આપી ને જરૂર જણાવશો જી...