: પ્રકરણ - 7 :
કોલેજમાં દાખલ થતાં જ ત્યાંનું વાતાવરણ નિહાળી મારી જીવન સાથીની ખ્વાહિશને પણ પાંખો ફૂટી નીકળી હતી.
સૌથી પહેલી એક છોકરી મારી નજરમાં વસી ગઈ હતી. તે રંગે રૂપે વહીદા રહેમાન જેવી લાગતી હતી. મને તેના પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું.
તે હંમેશા એક છોકરા સાથે જોવા મળતી હતી.. તેના વિશે એક મિત્રે માહિતી આપી હતી.
" તે બન્નેની સગાઈ થઈ ગઈ છે. ટૂંક સમયમાં બન્નેના લગ્ન થવાના છે. "
નો એન્ટ્રી ' નું બોર્ડ નિહાળી મારી પાસે આગળ જવાનો કોઈ જ રસ્તો બચ્યો નહોતો.
છોકરો કોલેજ એસોસિએશનનો અધ્યક્ષ હતો. જેનું થોડા જ દિવસમા સ્કૂટર અકસ્માતમા નિધન થયું હતું. તેને માટે કોલેજના હોલમા શોક સભારંભ યોજવામાં આવ્યો હતો. તે વખતે જાણે કોઈ મારું પોતાનું મરી ગયું હોય તેવો મને એહસાસ થયો હતો. મારી હાલત જોઈ મારા મિત્રો પણ અચંબિત થઈ ગયા હતાં.
હું ત્યારે મારો ગુરુ મંત્ર લવી ગયો હતો.
" ભગવાન તારૂં શું થશે? "
આ સાંભળીને મારા મિત્રો પણ ચકિત રહી ગયા હતા.
મરનાર મારો કોઈ નહોતો. છતાં હું તેને માટે શોકમગ્ન થઈ ગયો હતો. તેના મોત માટે મારી જાતને જવાબદાર લેખતો હતો.
કારણ?
મેં અરુણાને પામવાનો ખ્યાલ અજાણ પણે મારા મનમાં આણ્યો હતો. તે બદલ ભગવાને તેને પોતાની પાસે બોલાવી લીધો હતો. મારા અતિ સંવેદનશીલ માનસ માં આવો બાલિશ વિચાર ઉદભવ્યો હતો, જે મારી સમજ બહાર જઈ રહ્યું હતું
મારા આવા સ્વભાવને કારણે, આટલી હદ સુધી સંસારના દરેક અનર્થ માટે, મારી જાતને દોષિત ગણવાની આદત પડી ગઈ હતી.
ત્યાર પછી એક અન્ય છોકરી પ્રત્યે મારું મન લપેટાઇ ગયું હતું. મારો રોલ નંબર 27 હતો અને તેનો 28. તેનું નામ સુનિતા હતું. તેની અટક પણ દેસાઈ હતી.. બહું જ સુંદર કોમ્બિનેશન હતું. પણ આ વાત શરૂ પણ થઈ શકી નહોતી. તેને માટે મારો શરમાળ સ્વભાવ જ જવાબદાર નીવડ્યો હતો .
મને અહીં મોકો હતો. પણ મારામાં આગળ વધવાનો વિચાર સુધ્ધાં આવ્યો ન હતો. તેથી હું હાથ ઘસતો રહી ગયો હતો.
તે મારી પાછલી બેંચ પર બેસતી હતી. તે મારાથી હાથ વેંત પણ દૂર નહોતી.
વાતચીતનો પ્રારંભ કરવાની પૂર્ણ તક હતી. મારા દિમાગમાં એવો કોઈ વિચાર ઉગ્યો નહોતો..હું એક પગલું પણ ભરી શક્યો હતો.
કોલેજ છૂટ્યા બાદ અમે અમુક અંતર સુધી આગળ પાછળ રહેતા હતાં. પણ બેમાંથી કોઈ એ પણ વાત કરવાની કોશિશ કરી નહોતી..
બસ એક વાર મેં પરીક્ષા ટાણે તેને પેપર લખવામાં મદદ કરી હતી.
મારા નસીબમાં બસ તેનો આટલો જ સાથ હતો.
તે સિવાય એક અન્ય છોકરી પ્રિયંકા હતી.. જે મારી સાથે વાત કરતી હતી. મને સન્માનતી હતી.. મારી સ્કોલરમાં ગણતરી કરતી હતી.
તે સિવાય ક્લાસની અન્ય છોકરીઓ જોડે મારો વાતચીતનો સંબંધ રહ્યો હતો. પણ ના જાણે કેમ મને મારા અનન્યા સાથેના અનુભવે બધી છોકરીને બહેન માનવાની આદત પાડી દીધી હતી.
તેથી ક્યાંય મેળ પડયો નહોતો.
પહેલાં વર્ષમાં મને જ્યોતિ નામની છોકરી જોડે આત્મીયતાનો અનુભવ થયો હતો. પણ મેં તેના પર ભાઈ બહેનનું સ્ટીકર લગાડી દીધું હતું.
પ્રિયંકા શાયદ મને પસંદ કરતી હતી. પણ હું તેને સમજી શક્યો નહોતો.. છતાં અમારી વચ્ચે વાતચીતનો સેતુ બંધાઈ ગયો હતો.
પણ આ મામલે હું કોઈ સ્પષ્ટ મૂવ કરી શક્યો નહોતો .
તે સિવાય હું અન્ય છોકરીઓ સાથે પણ વાત કરવા લાગ્યો હતો પણ ક્યાંય મને પ્રેમનો અહેસાસ જોવા, અનુભવવા મળ્યો નહોતો.
મનિષના ઘરે હું નિયમિત જતો હતો. તેના ઘરમાં બધા જ મને ઓળખતા હતાં, મને આવકારતા હતાં.
તેનું પરિવાર બહોળું હતું.. બધા ભાઈઓ અને તેમની પત્ની, બાળકો એક સાથે રહેતા હતાં.
મનિષ તેના માત પિતાનો એકલવાયો પુત્ર હતો. પણ તેના કાકાને બે છોકરી અને બે છોકરા હતાં. પિતરાઈ કાકાને પણ એક પુત્ર અને પુત્રી હતાં. તે સિવાય અનેક પિતરાઈ ભાઈઓ, બધા જ સાથે રહેતા હતાં.
તેના કાકાની એક છોકરી અમારી સાથે, અમારી કોલેજમાં અમારા વર્ગમા અભ્યાસ કરતી હતી.. તેનું નામ પૂજા હતું. અમારી વચ્ચે સંવાદ સેતુ રચાઈ ગયો હતો.. અમે મોકળાશથી એકમેક સાથે વાત કરતાં હતાં.
તેની ગુજરાતના એક છોકરા સાથે સગાઈ થઇ હતી. હું તેના મંગેતર તેમ જ તેના પરિવારને ઓળખતો હતો. તેમના ઘરે પણ ગયો હતો.
મારા આમંત્રણને માન આપી મનિષ તેને મારે ઘરે લઈ આવ્યો હતો. અને મેં તેની સારી રીતે ખાતિરદારી પણ કરી હતી.
પ્રિયંકાની જેમ પૂજા પણ મને સ્કોલર માનતી હતી. આ વાત મારું મોરલ બૂસ્ટ કરતી હતી.. સૌથી અઘરી પરીક્ષામાં કદાચ એ જ કારણે હું સેકન્ડ ક્લાસમા પાસ થયો હતો.. મારી સાથે પૂજા પણ સેકન્ડ ક્લાસમા પાસ થઈ હતી. આ ને માટે સ્કોરિંગ વિષયો કારણભૂત બન્યા હતા જેનો જશ મેં પૂજાને આપ્યો હતો.
આ મારા અભ્યાસનું કઠિનતમ તેરમું વર્ષ હતું.. જે મારે માટે નસીબવંતુ નીવડ્યું હતું. પૂજા મને સ્કોલર તરીકે નવાજતી હતી.. તેને જ હું આ જ મારી સફળતાનું પરિણામ માનતો હતો. પૂજા મારી પ્રેરણા સ્રોત સાબિત થઈ હતી.
અમે બંને સેકન્ડ ક્લાસમા પાસ થયા હતાં. તે બદલ મનિષને અમારે માટે અદેખાઈ થઈ આવી હતી.
અભ્યાસ ઉપરાંત કોલેજ દ્વારા આયોજિત શિબિર તેમ જ અન્ય કાર્યક્રમમાં અમારી ત્રિપુટી સાથે જ રહેતી હતી. આ કારણે પૂજા અને હું એકમેકની અત્યંત નજીક આવી ગયા હતાં.
મનિષના ઘરમાં બધી છોકરીઓની સગાઈ થઈ ગઈ હતી. પૂજાની પણ વાપીમાં એક છોકરા સાથે સગાઈ થઈ ચુકી હતી. છતાં મને પૂજા સાથે કોઈ અનન્ય લગાવ થઈ ગયો હતો.
અને એકાએક મારા હૈયે તેને માટે પ્રેમના અંકુર ફૂટ્યા હતાં. આ વાત ખોટી હતી પણ હું મારી લાગણીને કાબુમાં રાખી શકવા અસફળ નીવડ્યો હતો.
શું કરું? મને કાંઈ જ સમજાતું નહોતું. આ સ્થિતિમાં એક વાર તે મારા બિલ્ડિંગની નીચે આવતી જોઈ હતી. તે પોતાના બિલ્ડિંગની પડોશણ, બહેનપણી સાથે આવી રહી હતી, ત્યારે તેને રોકી લઈ મેં ભલામણ કરી હતી.
" કાલે સવારે મને લાઈબ્રેરીમાં મળીશ. "
તેનો સીધો ઇન્કાર કરતા તેણે મને કહી દીધું હતું. " તારે જે કાંઈ કહેવું હોય તે અહીં કહી દે. હું લાઈબ્રેરીમાં નહીં આવું. "
મેં તેની પાસેથી આવી વાતની અપેક્ષા રાખી નહોતી. તેની આ પ્રકારની વાતોમાં મારા પ્રત્યેનો અવિશ્વાસ સાફ ઝળકી રહ્યો હતો. તેના અહેસાસે મને રંજ થયો હતો, હાડોહાડ લાગી આવ્યું હતું. એ વાત તો નિશ્ચિત હતી. પૂજા મનિષને જરૂર વાત કરશે.. અને એવું જ બન્યું હતું.
મેં બીજે દિવસે મનિષને મળી ઈમાનદારીથી પ્રેમની કબૂલાત કરી લીધી હતી અને તેના ઘરે જવાનું પણ ઓછું કરી દીધું હતું.
અને મારા હૈયેથી મોટો બોજ ઊતરી ગયો હતો.
જોગનુજોગ તે જ અઠવાડિયે રક્ષા બંધનનો તહેવાર હતો. મેં તેની પાસે રાખડી બંધાવી અમારા સંબંધને નવું નામ આપ્યું હતું.
મારી નિખાલસ કબૂલાતે અમારી દોસ્તી અકબંધ રાખી હતી.
મનિષની ત્રણે પિતરાઈ બહેનોના લગ્ન એક જ દિવસે એક જ માંડવામાં નિર્ધાર્યા હતા.
મેં આ લગ્નમાં હાજરી આપી હતી.. અને ત્રણે બહેનોને આશીર્વાદ આપ્યા હતા. અને રસમ પ્રમાણે ચાંલ્લાની રસમ નિભાવી હતી.
પૂજાના પતિને પણ ગળે લગાડી આશીર્વાદ આપ્યા હતા.
ઘરના હર કોઈએ આ વિરલ નજારો પોતાની સગી આંખે નિહાળ્યો હતો. સહુ કોઈ આ દ્રશ્ય નિહાળી ભાવુક થઈ ગયું હતું.
0000000000 ( ક્રમશ : )