Approach to Peace Part 2 in Gujarati Spiritual Stories by yeash shah books and stories PDF | શાંતિ નો અભિગમ ભાગ :૨

Featured Books
Categories
Share

શાંતિ નો અભિગમ ભાગ :૨

પ્રશ્ન : નાનપણ માં બાળ જીવન નો સમય ખૂબ જ નિર્દોષ હતો.. રમતો રમવાની, ભણવાનું ,પરીક્ષા આપવાની , હરવા ફરવાનું અને મજા કરવાની.. હું ખૂબ શરમાળ હતો.. વિજાતીય મિત્રો થી મોટે ભાગે દૂર રહેતો હતો.. પણ ૧૬ થી ૨૦ વર્ષની ઉમર માં આકર્ષણ થવા લાગ્યું.. અંતર્મુખી અને ભીરુ માનસિકતા ના કારણે ખુલ્લા દિલ થી જાત ને વ્યક્ત ન કરી શક્યો... એક સરખી ઉંમર ના પિતરાઈ ભાઈ ની સંગત માં પોર્ન ફિલ્મ જોવાની શરૂ કરી.. ત્યારથી મને એકાંત મળતું ત્યારે હું જોઈ લેતો.. ધીરે ધીરે હસ્તમૈથુન કરવાની ટેવ પડી અને ત્યારપછી કોલેજકાળ માં એક બે મિત્રો પણ બન્યા જેની સંગત માં આ પ્રવૃતિ વધી ગઈ.. આજે હું ૩૨ વર્ષ નો છું.. હજુ પણ લગ્ન થયા નથી પણ આ આદત હજી એવી જ છે.. કેટલાય પ્રયત્ન કર્યા છતાંય છૂટકારો નથી. હવે શું કરવું?


ઉત્તર: આ એક ખૂબ સામાન્ય વાત છે.. તમે પરેશાન એટલે થાવ છો કારણ કે તમે એકાંત, સેક્સ અને પોર્નોગ્રાફી ને વધુ પડતું મહત્વ આપી દીધું છે.. જાતીય વૃત્તિ એક સ્વભાવિક વૃત્તિ છે.. અને હસ્તમૈથુન એક વૈકલ્પિક માધ્યમ છે પોતાની જાત ને સંતોષ આપવાનું.. અને આમાં છોડવા જેવી વાત ત્યારે જ આવે છે જ્યારે તમે સત્તત આ જ ક્રિયા માં રચ્યાપચ્યા રહો.. તમારા પોતાના જીવન ને,પરિવાર ને , કારકિર્દી ને જો તમે યોગ્ય સમય આપી શકતા હોવ અને જ્યારે ઈચ્છો ત્યારે અને તેટલા વખત પોર્ન જોયા વગર રહી શકતા હોવ તો ચિંતા ની જરૂર શું છે? ૧૬ થી ૨૦ વર્ષ ની ઉમર માં સેક્સ્યુઅલ અનુભવ અથવા શારીરિક ઈચ્છાઓ નો અનુભવ થવો એ સામાન્ય છે.

                   પોર્ન જોવાની ગિલ્ટ થી મુક્ત થઈ જાવ.. એ એક કાલ્પનિક વાર્તા જ છે.. એકલા રહેતા વ્યક્તિ અથવા કોઈ કારણ થી જેનો સાથી નથી.. તેને હસ્તમૈથુન કરવા માટે કલ્પના ની અથવા ફૅન્ટેસી ની જરૂર પડે છે.. અને એવે સમયે આવી ફિલ્મો નો જરૂર પૂરતો ઉપયોગ એક ઉપાય તરીકે કાર્ય કરે છે.. તમે જો સ્વસ્થ રીતે ઉપયોગ કરો તો દરેક ચીજ ફાયદો જ આપે છે.. હા, તમારી આદત થી કોઈ બીજાને કે તમારા પોતાના માનસિક તેમ જ શારીરિક સ્વાસ્થ્ય નું નુકશાન થતું હોય તો આ ફિલ્મો ના ઉપયોગ થી સાવધાન રહેવું જોઈએ.

એક બીજી વાત સમજો કે પ્રત્યેક વ્યક્તિ ની પાસે પોતાની સ્વાભાવિક પ્રતિભા અને શોખ હોય છે.. તમે પોતાની પ્રતિભા અને શોખ ના વિકાસ પર ધ્યાન આપો.. દરેક વ્યક્તિ સામાજિક રીતે ઉત્તમ હોય એ આવશ્યક નથી..

               જો તમને એકલા રહેવું ગમતું હોય અને જાત સાથે તમે કમ્ફર્ટેબલ હોવ.. પોતાના સ્વભાવ ને સ્વીકાર કરી શકતા હોવ તો એ પ્રસન્નતા ની વાત છે.. અન્યથા તમારે વિજાતીય વ્યક્તિ સાથે મિત્રતા અને તેમના સ્વીકાર નો પ્રયત્ન કરવો રહ્યો.. જુઓ.. પ્રેમ પરાણે થતો નથી અને લાગણીઓ બજાર માં વેચાતી નથી.. એના માટે તો કોઈક ને અનુકૂળ થવું પડે છે.. અને તમે જો આ માટે જાત ને તૈયાર કરશો તો કોઈ અવશ્ય તમારો સ્વીકાર કરશે.

હવે બીજી વાત; તમે જે પ્રકારની ફિલ્મો જુઓ છો એમાં અશ્લીલતા અને તુચ્છ શબ્દો નું પ્રમાણ વધુ હોય છે.. અને કામવાસના નો સ્વભાવિક નિયમ છે કે પ્રેમ અને લાગણી સાથે એનો સ્વીકાર જ એને તૃપ્ત કરી શકે છે.. ૧૦ વર્ષ થી વધુ સમય તમે હસ્તમૈથુન અને પોર્નોગ્રાફી સાથે વિતાવ્યો છે... અને તમને ખબર હશે કે આ રીત માં તૃપ્તિ કે સાચો સંતોષ નથી.. તો ધીરે ધીરે તમે એવી ફિલ્મો કે કથાઓ તરફ વળો જેમાં લાગણી હોય, પ્રેમ હોય,સંવેદનશીલતા હોય અને એ રીતે જાતીય પરિતૃપ્તિ પણ હોય.. રોમેન્ટિક ફિલ્મો , કોરિયન ડ્રામા વગરે તરફ ધીરે ધીરે વળી જાઓ..  ધીરે ધીરે શરીર થી મન તરફ અને મન થી હૃદય તરફ વળો.. તમારી વ્યાકુળતા શાંત થશે અને શાંતિ પ્રાપ્ત કરશો.