Khamoshi books and stories free download online pdf in Gujarati

Khamoshi

ખામોશી!!!

ચુપકીદી કઈક એવી હતી તારી અને મારી,

હવે મારો એક એક શ્વાસ રહેશે તારી યાદો ને આભારી,

કાશ, હું સમજી શકી હોત તારી આંખો ની ભાષા,

હવે મારો પણ જીવ લઇ ને જશે ખામોશી મારી.

કોને ના ગમે કે તેને જીવનમાં કોઈ એવી વ્યક્તિ મળે જે તેમને બેશુમાર પ્રેમ કરે. પણ અમુક લોકો હોય છે, જે ક્યારેય પ્રેમને સમજી નથી શકતા અને પ્રેમની રમતમાં ને રમતમાં ઘણું બધું ખોઈ બેસે છે. એને મને એટલો બધો પ્રેમ કર્યો અને હું જીવનના ગણિતના દાખલા ઉકેલવામાં એટલી વ્યસ્ત હતી કે સામે રચાઈ રહેલી એક કૃતિ ના સમજી શકી, હવે આખું જીવન આજ અફસોસમાં પસાર કરું કે પછી આગળ વધુ. એક વાત હકીકત છે કે જે સમય જતો રહે છે એ સમય ક્યારેય ઓઅછો નથી આવતો. સમય રેતી જેવો છે, જેટલું કડક થઇ તેને પકડવા જઈએ એટલીજ જડપથી એ સરકવા લાગે છે.

તમને એમ થશે કે હું આ શું વાતો માંડીને બેઠી છું? મારી આ વેદના સમજવા માટે તમારે મારી સ્ટોરી વાંચવી પડશે. મારા દુખમાં ભાગીદાર થવું પડશે.મારી જગ્યા એ તમારી જાત ને મુકવી પડશે, અને જ્યાં સુધી મૂકી જુવો ત્યાં સુધી બરાબર છે પણ તમારા જીવનમાં પણ આવો વળાંક આવે એવું હું નથી ઈચ્છતી.

મારા કોલેજ કાળની આ વાત છે,

મેથ્સનો લેકચર હતો, એ મારી બાજુનીજ બેંચ માં બેસતો, જ્નરલ્લી હું તેને નોટીસ નતી કરતી પરંતુ પહેલી વાર મારી નજર એના પર પડી જ્યારે ક્લાસમાં બધા લોકો જોરજોરથી હસવા લાગ્યા. થયું એવું એ એકધારું મારી સામે જોયા કરતો હતો, અને અચાનક એના માથા પર સન્ન કરતો ચોક નો કટકો ઉડતો ઉડતો આવીને વાગ્યો, અને સર એ એને પૂછ્યું, હું અહિયાં લો ઓફ એવ્રેજીસ ભણાવું છું, તું એકલો એકલો શું ભણે છે???

પાછળની બેંચ પરથી અવાજ આવ્યો સર.... 'લો ઓફ એટરેક્શ્ન', સર,

અને આખો ક્લાસ એના પર હસવા લાગ્યો, મને કાઈ સમજાય એ પહેલા, જાણે એની કોઈ ચોરી પકડાઈ હોઈ તેમ તે ક્લાસ છોડી ને જતો રહ્યો.

પાછળથી મને ખબર પડી એ કોઈની સાથે વાત નતો કરતો, એના કોઈ ફ્રેન્ડસ નહતા, એ કોલેજ બે કારણો થી આવતો એક તો મારા માટે અને બીજું મારા માટે.

કોઈ મારા પ્રેમમાં પાગલ હતું એ મને ખબર પણ ન હતી.કેટલો સરળ હતો એનો પ્રેમ કે આ વાત નો મને અહેસાસ પણ ના થયો ના તો મારા કોઈ મિત્રો ને. ખરેખર એ પ્રેમ કરતો હશે કે એમજ ટાઈમપાસ મેં સમજવામાં સમય ના બગડ્યો.અને એને નોટીસ થવા માટે કોઈ તસ્દી લીધી, ના કોઈ છીછોરાપણું કર્યું કઈ નહિ.

આ વાત ને 4 વર્ષ વીતી ગયા, હું કોલેજ પછી મારા પાપાના ડીવીડી લાઈબ્રેરીમાં કામ કરતી હતી, મારી સગાઇ તૂટી હતી, હું ડીપ્રેસ રહેતી હતી, હું સાદગીમાં રહેવામાં માનતી હતી અને મારા મંગેતરને હોહા-શોષા ટાઇપ મોડર્ન છોકરી જોઈતી હતી.. એણે મને ઘણી બદલવાનો પ્રયાસ કર્યો, પરંતુ મને એ બદલાવ પસંદ નહતો, છતાં પણ શરુ શરુ માં મેં બદલવા ની કોશિશ કરી પણ આખરે મારાથી એ નાજ થયું, હું જેવી છું એવી મને કોઈ પ્રેમ કરે મને બદલીને કોઈ કઈ રીતે પ્રેમ કરે?. આખરે એ પણ થાકી ગયો અને સગાઇ તોડી નાખી..

આ વાતથી હું ખુબ દુખી હતી, મારી સાથેજ આવું કેમ થયું? એક છોકરીની સગાઇ તૂટે ત્યારે સૌથી વધારે તકલીફ તેના માતા પિતાને થતી હોઈ છે. અને 90% ચિંતા સમાજ કરાવતું હોઈ છે. આશ્વાશન આપવાને બદલે ઉલટા સવાલ કરે, હવે શું થશે? હવે છોકરી નો હાથ કોણ જાલશે? છોકરીનું જીવન બરબાદ થઇ ગયું.

આખરે ક્યારે આ વિચારો બદલાશે? શું સગાઇ તૂટવી કે લગ્ન તુટવા એવી મોટી ઘટના છે? મારું ડીપ્રેશન દિવસેને દિવસે વધતું હતું.

પાપા મારી હાલત સમજતા હતા મારી સાથે ખુલીને ક્યારેય વાત નતી કરી કે ના તો મને આ વાત માટે દોશી માનતા હતા.બસ મને આ સમયમાંથી બહાર લાવવા માંગતા હતા માટે પાપા એ મને લાઈબ્રેરીમાં કામે લગાડી. હું ધીમે ધીમે કામે ચડી બધું પાટે ચડી રહ્યું હોઈ એવું લાગી રહ્યું હતું.

એ દિવસે એક વ્યક્તિ આવ્યો, કાઉન્ટર પર આવી ઉભો રહ્યો, હું વિચારોમાં ખોવાયેલી હતી અને એ મારી સામે જોતો ઉભો રહ્યો, મારું ધ્યાન ભંગ થયું એટલે મેં પૂછ્યું, શું જોઈએ છે??? ધ્રૂજતા ધ્રૂજતા અવાજે તેણે કહ્યું, રામલીલાની ડીવીડી મળશે?, મેં આપી અને એ પૈસા આપી જતો રહ્યો,, છૂટા પાછા લેવા પણ ના ઉભો રહ્યો. એ ખુબ ગભરાયેલો મને લાગ્યો.અને થોડો ઉતાવળમાં હોઈ એવું પણ લાગ્યું.

બે દિવસ પછી એ ફરી આવ્યો, હવે હું થોડી નોર્મલ થવા લાગી હતી, આ વખતે ઈશ્ક-ઝાદેની ડીવીડી માંગી, મેં સહજતા પૂર્વક પૂછ્યું, તમને લવ સ્ટોરીસ ગમતી લાગે છે, જવાબ આપ્યા વગર એ જતો રહ્યો પણ દરવાજે પહોંચીને મારી સામે જોઈ સ્માઈલ કર્યું. જાણે એ મને ઓળખતો હોઈ એવું લાગ્યું અને સાથે એવું પણ લાગ્યું કે હું પણ એને ઓળખું છું.

ફરી બે દિવસ પછી એ અમારી લાઈબ્રેરીમાં આવ્યો ડીવીડી લઇ જતો રહ્યો, આ તો એજ છે? સમર, રીના, એ મને કહ્યું, [રીના, મારી એક માત્ર બહેનપણી જે મારી સગાઇ તૂટી હતી એટલે મને મળવા આવી હતી] મેં પૂછ્યું કોણ છે?? તું શું વાત કરે છે?

રીના - અરે એજ છોકરો જે કોલેજમાં તારી પાછળ ગાંડો હતો, તને જોયા કરતો અરે પેલો 'લો ઓફ એટરેક્શ્ન' વાળો,

એ અહિયાં શું કરે છે? મેં કહ્યું કે, એ તો રેગુલર કસ્ટમર છે, પહેલા પણ આવતો હશે. મેં રીના ની વાત પર ધ્યાન ના દીધું, પરંતુ સી.આઈ.ડી.[સીરીઅલ]ની હાર્ડ-કોર ફેન રીના, રજીસ્ટર લઈને આવી ને કહે જો આમાં આના નામની એન્ટ્રી ક્યાં છે બતાવ, રીના, આ તો તે દિવસથીજ અહિયાં આવે છે જ્યારથી મેં અહિયાં આવવાની શરૂઆત કરી.એવું કેમ થયું હશે?

ચાર વર્ષ પછી મેં એને જોયો ઓળખીના શકી. સાલી રીનાડી મારા મનમાં ઘણા સવાલો નાખતી ગઈ, કેમ ફરી આવ્યો હશે? આ એક સંયોગ છે કે પછી? એ હજુ મને એટલોજ પ્રેમ કરતો હશે? પ્રેમ કરતો હશે કે નહિ? મારું જીવન યુ-ટર્ન લઇ રહ્યું હતું, હું ફરી તેના આવવાની રાહ જોઈ રહી હતી. વાત ને બે દિવસ વીતી ગયા, હું દરવાજા સામે એની રાહ જોઈને બેઠી હતી, એ આવ્યો આવી ને કાઉન્ટર પાસે ઉભો રહ્યો, મેં પણ નક્કી કર્યું હતું કે એ કાઈ બોલી નથી રહ્યો તો હું શું કામ પહેલ કરું? કદાચ મારા મનમાં ઉઠેલા સવાલો ખોટા હોઈ શકે? પણ મેં તેની બધી હરકત માર્ક કરવાનું ચાલુ કર્યું.. સિલસિલો આમનેમ ચાલતો રહ્યો. તેની ખામોશી, વર્તન અને વ્યવહાર મને પસંદ આવવા લાગ્યા, તેની રાહ જોવી મને ગમવા લાગી, તે આવે બે મિનીટ માટે પણ ત્યાં હોવું એ અહેસાસ મને ગમવા લાગ્યો, પણ એની સાથે વાત કરવાની હિમ્મત ના થઇ. સાવ સાચી વાત કહું તો હું તેની સાથે રમત કરી રહી હતી. પણ મને ખબર ના હતી કે આ રમત મારા માટે ખુબ ભારી પડશે

.

જાણે આ અમારું રૂટીન બની ગયું, એ ડીવીડી લેવા આવે મારી સામે જુવે ને જતો રહે, પણ હવે એની એની ખામોશી મારો જીવ લેતી હતી, આખરે કોઈ માણસ આટલી ધીરજ કઈ રીતે રાખી શકે?, પ્રેમ કરે છે તો કહેતો કેમ નથી? અને નથી કરતો તો અહિયાં શુકામ આવે છે? મારાથી ના રહેવાયું, મેં મારી ખામોશી તોડવા નું નક્કી કર્યું,,, પણ એણે એની ખામોશી નાજ તોડી, એક દિવસ તે આવ્યો, ડીવીડી લીધી પૈસા આપ્યા મેં તેનો હાથ પકડીને પૂછ્યું, તું સમર છે ને? મારી સાથે કોલેજ માં ભણતો એજ? તેણે મારી સામે જોયું, તું કોઈ પિક્ચર જોતો નથી છતાં અહિયાં ડીવીડી લેવા શુકામ આવે છે? એની આંખમાંથી આંશુ સારી પડ્યા મારો હાથ છોડાવી એ રાબેતામુજબ જતો રહ્યો. એની આંખો ઘણું કહી ગઈ. એની આંખોમાં મારા માટે અપાર પ્રેમ દેખાઈ રહ્યો હતો. શું મને એનો પ્રેમ સમજતા ખુબ વાર લાગી?

એ દિવસ પછી એ ક્યારેય પાછો ના આવ્યો. મારા મનમાં લાખો સવાલો ઉમટ્યા, હું આકુળ-વ્યાકુળ થઇ ગઈ, મહિનો જતો રહ્યો એના આવ્યો, આ વાતને બે મહિના વીતી ગયા.

રીના આવીતી અને મેં રીના ને આખી વાત કરી, પાગલ છે, એ તને એટલો પ્રેમ કરે છે તો તે એને જવા કેમ દિધો? તારે એને વાત કરવી હતી ને કે તું પણ એને પ્રેમ કરે છે, ડફોળ બે મહિના થઇ ગયા તું મને કહેતી પણ નથી, હું શું કહું કઈ વાત થઇ જ ના હતી તો , હું ખુદ કેટલી કન્ફયુઝ છું.

સી.આઈ.ડી પ્રેમી રીનાએ રજીસ્ટર ઉપાડ્યું, રજીસ્ટરમાંથી એનો ફોન ન્મ્બર ગોત્યો, વાત કરી અને મને એનું એડ્રેસ આપ્યું. કહ્યું એના મમ્મી હતા ફોન પર એમને બીજું તો કઈ કહ્યું નહિ આ એડ્રેસ આપ્યું છે. અને મને એની દલીલો દ્વારા મને કન્વીન્સ કરી કે હું એના ઘરે જાવ.

હું તેના ઘરે પહોંચી, આવ હીના, એના મમ્મી એ મને આવકાર આપ્યો ને હું આશ્ચર્ય-ચકિત થઇ ગઈ. ખુબ આશ્ચર્ય સાથે મેં તેમને પૂછ્યું તમે મને કઈ રીતે ઓળખો છો?, સમર તને ખુબ પ્રેમ કરતો હતો, આખો દિવસ તારીજ વાતો કરતો, ફેસબુકમાં તારા ફોટોસ બતાવતો.

મને સમજાયું નહિ, મારીજ વાતો કરતો હતો મતલબ એ ક્યાં છે? કેટલા દિવસ થી આવ્યો કેમ નથી. એની તબિયત તો સારી છે ને?

બેટા, એ તો આ દુનિયા છોડી જતો રહ્યો, સમરના મમ્મીએ રડતા રડતા કહ્યું.

શું?? શું?? શું વાત કરો છો તમે?? દુનિયા છોડી જતો રહ્યો શું કેહવા માંગો છો??? હું ત્યાજ ભાંગી પડી, રડતા રડતા મેં પૂછ્યું શું કામ?? કઈ રીતે કયારે બન્યું???

સમર ને લંગ-કેન્સર હતું અને આ વાતની એને બે વર્ષ પહેલા ખબર પડી જયારે તારી સગાઈ થયેલી એજ દિવસે, અને 10 દિવસ પહેલા એ આ દુનિયા છોડી જતો રહ્યો.

હું મારી જાતને નિયંત્રણમાં ના રાખી શકી અને બેશુદ્ધ થઇ ગયી. હોશ માં આવી મેં સમરના મમ્મીને પૂછ્યું કે સમરનો રૂમ ક્યાં છે, હૂં ભાગતી ભાગતી તેના રૂમમાં ગયી, આમતેમ ભાગીને બધું ફંફોળવા માંડી,

સમરના મમી એ પૂછ્યું શું શોધે છે, બેટા? સમર જે ડીવીડી લાવતો હતો એ બધી ક્યાં રાખતો?

સમરના મમ્મી - તેના કમ્પ્યુટર ડ્રોવરમાં

આખરે તેના કમ્પ્યુટર ડ્રોવર માંથી બધી ડીવીડીઓ મળી, જે તે મારા ત્યાં લેવા આવતો, બધી ડીવીડી એમજ હતી, એને ખોલી પણ ન હતી, મેં છેલ્લી પાંચ ડીવીડીઓ ખોલી ને જોઈ, એ ડીવીડી પણ એમનેમજ હતી, મેં એ ડીવીડીઓ ખોલી તો બધી ચિઠ્ઠીઓ જેમ રાખીતી એમજ મળી.

મેં એ ડીવીડીમાં મારા પ્રેમ નો એકરાર કરતી ચિટ્ઠીઓ રાખી હતી જે વાત ની એને ખબર પણ ના પડી, રડતા રડતા મારી જાત ને કહેવા લાગી કે, હું તેને પ્રેમ કરું છું એ વાતનો તેને અહેસાસ પણ ના થયો, એ લાગણીની એક ક્ષણ પણ એ જીવી ના શક્યો. હે ભગવાન તું આટલો ક્રૂર કઈ રીતે થઇ શકે. એને મને એટલો પ્રેમ કર્યો તો એને એટલો તો હક હતો કે એ જાની શકે કે હું પણ એને એટલોજ પ્રેમ કરવા લાગી હતી. કોઈ માણસ કોઈને આટલો નિસ્વાર્થ પ્રેમ કઈ રીતે કરી શકે? મારા નસીબમાંજ પ્રેમ નથી શું?

સમર નાતો ઈચ્છતો કે તને એના કેન્સર વિષે ખબર પડે અને તું એને હમદર્દી જતાવે, એ તારા પ્રેમને નતો ઝંખતો, એને મન તો તને બે ઘડી જોવી તને સ્મિત કરતા જોવી એ ધરતી પર સ્વર્ગ હતું, સમરના મમ્મીએ મારા માથે હાથ મુક્ત કહ્યું. મારો દીકરો ખુબ હિંમત વાળો હતો. કાંઈના કહીને એને ઈતિહાસ લખી દીધો. એ ક્યારેય નતો ઈચ્છતોકે તું પણ એને પ્રેમ કરે.

મેં રડતા રડતા કહ્યું હું સમજી ગઈ હતી કે એ મને પ્રેમ કરે છે, પણ એકવાર જો મેં લખેલી ચિઠ્ઠીઓ વાંચી હોત તો?

સમરના મમ્મી - એવા તો મારા પણ ઘણા સવાલોના જવાબ દીધા વગર જતો રહ્યો છે.

મારા વિષે તેને બધીજ તેને ખબર કેમ પડી? મારી સગાઇ તૂટી પછીજ તે મારા જીવનમાં ફરી કેમ આવ્યો???

ઘણા બધા અણ-ઉકેલ કોયડા સાથે પાછી આવી અને આજીવન મારી જાતને મારી ખામોશી માટે કોસતી રહીશ, અને આના લીધેજ મેં ક્યારેય લગન પણ ના કર્યા, બસ,,, જે પણ કઈ હતી એની યાદ નેજ મારું જીવન બનાવી લીધું..

ચુપકીદી કઈક એવી હતી તારી અને મારી,

હવે મારો એક એક શ્વાસ રહેશે તારી યાદો ને આભારી,

કાશ, હું સમજી શકી હોત તારી આંખો ની ભાષા,

હવે મારો પણ જીવ લઇ ને જશે ખામોશી મારી.

Express yourself when you are in Love!!!

- Aniruddh Trivedi