Tech Talk Version 9 books and stories free download online pdf in Gujarati

Tech Talk Version 9

ટેકટોક વર્ઝન ૯ માં આજે આપણે એન્ડ્રોઇડ/નેક્સસ ની દિવાળી ઉજવીશું. જેમ દર દિવાળીએ આપણે નવા કપડા ખરીદીએ તેમ હવે દર વર્ષે મોબાઈલ માટે ની ઓપરેટીંગ સીસ્ટમ પણ દર વર્ષે બદલાતી હોય છે. આજે આપણે વાત કરશું નેક્સસ 5X વિષે.

નેક્સસ 5X ભારતમાં બે અલગ અલગ ઓપ્શન સાથે હાજર છે. ૧૬ જીબી ની કીમત છે ૩૨૦૦૦ રૂપિયા જયારે ૩૨ જીબી માટે તમારે ૩૬૦૦૦ રૂપિયા ચુકવવા પડશે. નેક્સસ ફોન ની સૌથી મોટી ખૂબી કહો કે કંપનીની મોનોપોલી કહો, નેક્સસ ડીવાઈસ ને લેટેસ્ટ એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમ સૌથી પહેલા મળે છે. આ વર્ષે એન્ડ્રોઇડ ની ઓપરેટીંગ સીસ્ટમનું જે વર્ઝન લોન્ચ થયું છે તેનું નામ "માર્શમેલોવ" છે અને તે Android Version 6.0 ના નામ થી ઓળખાય છે. નેક્સસ 5X માં તમને એન્ડ્રોઇડ માર્શમેલોવ તમને બાય ડીફોલ્ટ મળશે.

નેક્સસ 5X ના મુખ્ય પાસાઓ ઉપર વાત કરીએ તો

5.2 ઇંચની સ્ક્રીન ધરાવતો આ ફોન 1080 x 1920 pixels ના રીઝોલ્યુશનને સપોર્ટ કરે છે. ક્વોલ્કોમ MSM8992 સ્નેપડ્રેગોન 808 નો ચીપસેટ ૬ કોર (Quad-core 1.44 GHz Cortex-A53 & dual-core 1.82 GHz Cortex-A57)વાળા CPU ને પાવરફુલ બુસ્ટ આપે છે, આ સિવાય અદ્રેનો 418 નું GPU પણ છે. ઇન્ટરનલ સ્ટોરેજ માટે 16 અને 32 જીબી એમ બે અલગ અલગ ઓપ્શન છે. 2 GB ની રેમ તમારા મલ્ટીટાસ્ક ને સપોર્ટ કરશે અને ફોનને વારંવાર હેંગ થતો બચાવશે.

નેક્સસ 5X ને જે પોઈન્ટ ઉપર જોરશોર થી પ્રમોટ કરાય છે તે છે તેનો 12.3 મેગાપીક્ષ્લ નો ક્રિસ્ટલ ક્લીયર કેમેરા અને એ પણ ઓટો ફોકસ લેઝર સેન્સર તથા ડ્યુલ એલીડી ફ્લેશ સાથે. LG એ કેમેરા પર ખરેખર ખુબ જ સારું કામ કર્યું છે. અત્યાર સુધીના LG ના મોડેલમા કેમેરાના એન્ગલ થી જો કોઈ બેસ્ટ મોડેલ હોય તો એ ચોક્કસપણે Nexus 5X જ છે. ૧૨.૩ મેગાપીક્ષ્લ ના કેમેરા દ્વારા તમે હવે 4K વિડીયો રેકોર્ડીંગ પણ કરી શકશો. ફ્રન્ટ કેમેરા અથવા સેલ્ફી કેમેરા વિષે વાત કરીએ તો અહિયાં હજુ LG દ્વારા કોઈ ખાસ ફેરફાર કરાયો નથી. ફ્રન્ટ ફેસિંગ કેમેરા માત્ર ૫ મેગાપીક્ષ્લ નો જ છે. સોની અને HTC જયારે હવે ફ્રન્ટ ફેસિંગ કેમેરા માં પણ LED ફ્લેશ આપે છે ત્યારે LG અને નેક્સસ દ્વારા હજુ એ દિશામાં એક પણ પગલું ભરાયું નથી.

નેક્સસ 5X માં ગુગલ દ્વારા દાવો કરાયો છે કે હવે તેનું ફિંગર સ્કેનર સુપર ફાસ્ટ છે અને Guess What .... એ લોકો બિલકુલ સાચા છે .. હવે Nexus 5X નું ફિંગર સ્કેનર ખરેખર ખુબ જ ફાસ્ટ બન્યું છે. જયારે પહેલી વખત લોક સેટ અપ કરતા હોય ત્યારે તમારે ૩-૪ વખત ફિંગર સ્કેનર પર મુકવી પડશે અને ફિંગર સ્કેનર એક્ટીવેટ થઇ જશે.

આ સિવાય નેક્સસ 5X માં તમને NFC અને ટેપ ટુ પે પણ મળશે એટલે ભવિષ્યમાં આપણે પણ ક્રેડીટ કે ડેબીટ કાર્ડ લીધા વગર શોપિંગ કરવા જવું હોય તો જવાની પુરેપુરી આઝાદી રહેશે. લગભગ આખો દિવસ ચાલતી 2700MH ની લાય-પોલીમર બેટરી નોન રીમુવેબ્લ છે.

ફાયનલ ક્ન્કલ્યુંઝ્ન વિષે વાત કરું તો જો આ દિવાળી પર તમારું બજેટ 30000 રૂપિયા સુધી હોય તો નેક્સસ 5X સૌથી સારા માં સારી પસંદગી છે.

ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આ વર્ષનો આ અંતિમ આર્ટીકલ હતો. આજના આર્ટીકલ વિષે કોઈ પણ Comments/Compliments/Suggestion હોય તો yashc8@gmail.com પર Email કરી શકો છો.

સર્વે રીડરમિત્રો ને નવા વર્ષના નુતન વર્ષાભિનંદન