Trushna : Part-5 books and stories free download online pdf in Gujarati

Trushna : Part-5

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

તૃષ્ણા

વિષય : નવલકથા

પ્રકરણ : 5

હર્ષદભાઇ તો જતા રહ્યા પછી નિકિતાએ દેવાંશને કહ્યુ, “ભાઇ પપ્પા પણ જતા રહ્યા હવે આપણું કાંઇ નહિ ચાલે.રાજીને તો મોકલવી જ પડશે.પણ મારા મનમાં એમ થાય છે કે રાજીને આ અજાણ્યા શહેરમાં એકલી ક્યાં મોકલવી?” “પ્લીઝ નિક્કી તુ તો આમ ન બોલ.તુ પણ મમ્મીની જેમ વર્તન ન કર પ્લીઝ.કંઇક આઇડિયા વિચાર.કાંઇક તો રસ્તો શોધ” દેવાંશે નિરાશ થઇને કહ્યુ. નિકિતાએ થોડીવાર વિચાર કરીને અચાનક કાંઇક યાદ આવતા કહ્યુ, “મમ્મી એ કહ્યુ છે એટલે રાજીને ઘરમાં તો નહિ રખાય.પરંતુ મારી બહેનપણી વિદ્યાના ઘરે તેને મોકલી દઇએ.હુ વિદ્યાને બધુ સમજાવી દઇશ.તે રાજીને ટ્રેનિગ આપી દેશે.મારા લગ્ન પછી રાજીને મળી તેને બધુ સમજાવી લંડન મોકલી દઇશ.આમ કરવાથી મમ્મીનું માન પણ રહી જશે અને રાજીને પણ ફરી તેના વતનમાં મોકલવી નહી પડે.શું વિચાર છે ભાઇ,બોલ....??” દેવાંશ ખુશ થઇ નિકિતાને ભેટી પડતા કહ્યુ, “ઓહ, સિસ્ટર યુ આર સો સ્વીટ.તે મારી બધી જ પ્રોબ્લેમ સોલ્વ કરી આપી છે.વાઉ યુ આર સો ગ્રેટ.થેંકસ અ લોટ” આમ નક્કી થયા બાદ નિકિતા અને દેવાંશ રાજી ને પ્લાન મુજબ કરવા માટે કહેવા ગયા.ત્યાં ક્વાર્ટરમાં જઇને જોયુ તો રાજી પોતાનો સામાન પેક કરતી હતી.આ જોઇ નિકિતા અને દેવાંશ દંગ બની ગયા.ત્યાં રાજીની નજર બન્ને પર પડતા રાજી બોલી,મેડમજી તમારા બન્નેની વાત હુ સાંભળી ગઇ છુ.તમે નક્કી કર્યુ છે તેમ જ હું કરીશ.હુ સામાન પેક કરી લઉ છું.ત્યાર બાદ તમે કહેશો ત્યાં જઇ હું ટ્રેનીંગ મેળવી લઇશ.ત્યાર બાદ નિકિતા રાજીને વિદ્યાના ઘરે જવાનુ બધુ સમજાવીને તેને લઇ વિદ્યાના ઘરે આવી. વિદ્યાને બધુ સમજાવીને રાજીને વિદ્યાના ઘરે મુકી નિકિતા ઘરે આવી ગઇ.અને તેણે ઘરના સભ્યોને કહી દીધુ કે રાજીને પોતાના વતન જવા રવાના કરી દીધી છે.આ બાજુ વિદ્યાના ઘરે તેના નોકરો ખુબ જ ઇર્ષાળુ હતા.પરંતુ વિદ્યાની ક્ડક સુચના હતી એટલે બધા રાજીને કામકાજ શીખવાડતા હતા અને વિદ્યા પણ રાજીને સારી રીતભાત અને સારી ટેવો શીખવાડતી હતી.રાજી પણ હવે ખુબ જ ચિવટપુર્વક અને કાળજી થી બધુ કામ-કાજ શીખતી હતી.આમ ને આમ દસ દિવસ વિતી ગયા.નિકિતાના લગ્ન પણ લેવાઇ ગયા.ખુબ જ ધામ-ધુમથી નિકિતાના લગ્ન કરવામા આવ્યા.નિકિતાના લગ્ન પછી ત્રીજે જ દિવસે દેવાંશની ટિકિટ હતી તેથી તે પણ લગ્ન બાદ બીજા જ દિવસે તૈયારી કરવામા લાગી ગયો અને તે પણ લંડન જતો રહ્યો. લગ્નના એકાદ મહિના બાદ નિકિતા રાજીને મળવા આવી ત્યારે રાજી તદન બદલાઇ ચુકી હતી.પહેલાની રાજી અને આજની રાજીમા જમીન આસમાન નો ફર્ક હતો.ક્યાં પહેલાની તદન મેલા-ઘેલા કપડા અને કશુ પણ ન બોલી શકતી રાજી અને આજે જીન્સ-ટોપમાં સજ્જ થયેલી અને સારી ભાષા તથા સારી ટેવોથી સંસ્કૃત થયેલી હતી...!!!નિકિતા તો રાજીને જોઇને દંગ જ બની ગઇ.નિકિતાએ તેની સહેલી વિદ્યાનો ખુબ જ આભાર માન્યો.ત્યાર બાદ નિકિતાએ રાજીને બધુ જ સમજાવીને ચુપ-ચાપ લંડન મોકલી.આજે રાજી પ્રથમવાર ફલાઇટમાં બેસી રહી હતી.અંદરથી તે ખુબ જ ડર અનુભવતી હતી તે તેના ચહેરાના હાવભાવ પરથી નિકિતા સમજી ગઇ હતી.પણ મનમાં હિંમત રાખી તે એકલી જ લંડન જવા તૈયાર થઇ હતી.રાજી માટે આ પ્લેનની મુસાફરીનો અનુભવ જીંદગીમાં કયારેય ભુલી શકાય નહી તેવો હતો.લંડનની ધરતી પર પગ મુકતા જ ઠંડી લાગવા માંડી અને લંડન ધરતી પર આવીને રાજી ખુશ ખુશ થઇ ગઇ.દ્વારકાના ઝુપડપટ્ટી વિસ્તારની રાજી આજે લંડનમાં હતી.રાજી એ ક્યારેય સ્વપ્નમાં પણ નહોતુ વિચાર્યુ કે એક દિવસ તે લંડન જેવા દેશમા આવશે.આવવું તો ઠીક રાજીને દુનિયામાં આવો સુદર પ્રદેશ હશે તે પણ કલ્પના ન હતી.રાજી થોડીવાર દંગ રહી મુક નજરે બધુ જોતી રહી.ત્યાં દેવાંશ તેને લેવા માટે આવ્યો.દેવાંશે રાજીને કારમાં બેસાડી.દેવાંશે કારમાં જ રાજીને પોતાની પત્ની તથા ઘર વિશે વિગતવાર તમામ માહિતી આપી.આમ તો નિકિતાએ રાજીને બધુ સમજાવ્યુ હતુ.પરંતુ દેવાંશે ફરીથી રાજીને સમજાવી અને વિગતવાર જરૂરી સુચનાઓ આપી.દેવાંશનુ ઘર લંડન એરપોર્ટથી આઠ કિમી દુર હતુ પરંતુ કારમાં તેઓ ફટાફટ ઘરે પહોચી ગયા.ઘર પહોચતા સુધી રાજી તો બસ કારની બન્ને બાજુ બસ દ્રશ્યો જ જોયે રાખતી હતી અને મનમાં ખુબ જ ખુશીનો એહસાસ અનુભવતી હતી. રાજી અને દેવાંશ ઘરે પહોચ્યા તો ઘર લોક હતુ.દેવાંશ પાસે રહેલી એક્સ્ટ્રા ચાવી થી ઘર ખોલી તેઓ બન્ને અંદર ગયા.દેવાંશની વાઇફ ડેન્સી ત્યારે ઘરે ન હતી.દેવાંશે રાજીને પોતાનુ ઘર બતાવ્યુ.ફલેટ હતો પરંતુ ખુબ જ વિશાળ હોલ તથા બે બેડરૂમ, એક સ્ટડીરૂમ તથા કિચન જેવી બધી સગવડ ઘરમાં હતી.દેવાંશે રાજીને કહ્યુ, “રાજી હવે તારે અહી જ રહેવાનુ છે.એક બેડરૂમમાં તુ રહેજે.આમ પણ અહી કોઇ ખાસ મહેમાન આવતા નથી.વળી બીજો એક ફલેટ પણ મારો છે.તારે ઘરનુ તમામ કામકાજ કરવાનુ છે અને ઘરને સંભાળવાનુ છે.ડેન્સીનો સ્વભાવ ખુબ જ એગ્રેસીવ છે.અને તેને આપણી કોઇ ભારતીય ભાષા આવડતી નથી અને સાચુ કહુ તો તે શીખવા પણ માંગતી નથી.દેવાંશ રાજીને બધુ સમજાવીને પોતાના રેસ્ટોરન્ટ જતો રહ્યો. રાજીને આવડા મોટા ઘરમાં શું કરવુ, કયાંથી શરૂઆત કરવી તે કાંઇ સમજ પડતી ન હતી.છતા પણે પહેલા રાજીએ થોડી ફ્રેશ થઇ ફટાફટ ઘરની સફાઇ તથા અન્ય કામકાજ કરીને રસોઇ બનાવી ત્યાં તો ડેન્સી ઘરે આવી ઘરમાં આવી.રાજી પર પહેલી નજર પડતા જ તે સમજી ગઇ કે આ દેવાંશે ભારતથી મંગાવેલી ભીખરણ નોકરાણી છે.તેણે રાજી સામે તિરસ્કાર ભરી નજરે જોયુ અને પોતાના બેડરૂમમાં જતી રહી.જમવાનુ તૈયાર હતુ એકવાર તો રાજીને થયુ કે ભલે મેડમનો સ્વભાવ ગુસ્સાવાળો રહ્યો,તે તેને જમવા માટે બોલાવે પણ વળી યાદ આવ્યુ કે જો પોતે કોઇ ભુલ કરશે તો અહીથી પણ દેવાંશ સર તેને બહાર કાઢી ન મુકે.આથી રાજી ડેન્સીને બોલાવવા ન ગઇ.ઘરનુ બીજુ બધુ કામ પતાવી પોતે થોડુ જમી અને પોતાના રૂમમાં જતી રહી.રૂમ ખુબ વિશાળ અને ફર્નિચર તેમજ બીજી તમામ સુખ સુવિધાથી ભરપુર હતો.ઇન્ડિયામાં સર્વન્ટ કવાર્ટસમાં આવી કોઇ સુવિધાઓ ન હતી.રૂમમાં એકલી રાજી આજે ખુબ ખુશ હતી પણ આ ખુશીના મોકા પર પણ તેના મનના એક ખુણામાં તેના પરિવાર માટેની ચિંતા રહેલી હતી.આજે તેને તેના મા-બાપ,ભાઇ,તેના સંતાનો યાદ આવતા હતા.એ વિચારમા ને વિચારમા રાજીને ક્યારે ઉંઘ આવી ગઇ તેની તેને પણ ખબર ન પડી. અચાનક કાંઇક અવાજ થતા રાજીને ઉંઘ ઉડી ગઇ.તેણે રૂમ બહાર નીકળી જોયુ તો ડેન્સી લથળીયા ખાતી ખાતી હાલતમાં બહાર જતી હતી.ડેન્સી તો બહાર જતી રહી પણ રાજી થોડા વિચારોમા હતી કે આ લોકો બહુ ધનવાન છે.દેખાવમાં તો બહુ ભલા લાગે છે પણ શું ઘરકામ માટે જ તેઓ મને ભારતથી લંડન સુધી લઇ આવ્યા હશે? અને સાથે આવી તમામ સુખ-સુવિધા પણ આપી હશે?મનમાં સતત ડર હતો કે દેવાંશનો ઇરાદો કાંઇક બીજો તો નહી હોય ને...?????એકાદ બે દિવસ તો આનંદમાં પસાર થઇ ગયા.થોડા દિવસો પસાર થતા રાજીએ જોયુ કે દેવાંશ અને ડેન્સી વચ્ચે અવાર નવાર નાના મોટા ઝઘડાઓ થતા હતા.અવાર નવાર તેઓ ખુબ જ મોટેથી બૂમો પાડી ઝઘડા કર્યા કરતા. રાજી તેઓની ભાષામાં કાંઇ સમજી તો શકતી ન હતી.પણ બન્નેના વર્તન અને વાતો કરવાની રિત પરથી એવું લાગતુ હતુ કે બન્ને વચ્ચે બહુ મોટો ઝઘડો થઇ રહ્યો છે.ક્યારેક તો બન્ને વચ્ચે હાથ ઉપાડવા સુધીની નોબત આવી જતી. આખો દિવસ ડેન્સી દારૂ-શરાબ પી અને નશામાં ચકચુર પડી રહેતી તેને ન તો સમયનુ ભાન રહેતુ કે ન તેને પોતાના પરિવાર એટલે કે તેના પતિનુ ધ્યાન રહેતુ.અને તે પોતાની નોકરી પર પણ જતી નહી.આખો દિવસ બસ નશામાં પડી રહેતી અને બકવાટ કર્યા કરતી.નશામાં અને નશામાં તે રાજીને પણ અવાર નવાર પોતાની ભાષામાં ખીજાયા કરતી અને અપશબ્દો બોલતી રહેતી.રાજી આ વાતનુ બહુ ધ્યાન ન આપતી.

દેવાંશની ગેરહાજરીમાં ડેન્સી તેના મિત્રોને અવાર નવાર પોતાના ઘરે બોલાવતી.તેની સાથે તે દારૂનો નશો કરતી અને બધા મિત્રો સાથે નશામાં ચકચુર બની અને મેહફિલ મનાવતી.દેવાંશને તો આ બધી કાંઇ ખબર જ ન રહેતી અને ડેન્સી આવી હાલતમાં દેવાંશ સાથે ખુબ જ ઝઘડો જ કર્યા કરતી હતી.રાજીને દેવાંશ પર ખુબ જ દયા આવતી પણ તે પણ મજબુર હતી,દેવાંશને બહુ દુઃખ થશે એ વિચારે તે આ બધી વાત દેવાંશને ન કહેતી.રાજી એ જ વિચારતી કે દેવાંશ સર તો કેટલા સારા છે અને તેના નશિબમાં ડેન્સી જેવી ખરાબ સંસ્કારો વાળી પત્ની મળી છે.આવું શા માટે???? ઘણી વખત તો દેવાંશના ઘરે રાજીએ કયારેય ન જોયા હોય તેવા દ્વશ્યો તેને જોવા મળતા.કયારેક ડેન્સી અને તેના મિત્રો સાથેના અભદ્ર તથા શરમજનક દ્વશ્યો જોઇ રાજી ખુબ જ સંકોચ અનુભવતી.આ બધુ જોઇને રાજીને ક્યારેક તો દેવાંશનું ઘર છોડી જતુ રહેવાનુ મન થતુ પણ રાજીને દેવાંશની ખુબ દયા આવતી.પરંતુ તે પોતે મજબુર હતી પોતે તો ખાલી નોકરાણી જ હતી.ડેન્સીની હાજરીમાં દેવાંશ રાજી સાથે કાંઇ વાત-ચીત કરતો જ નહી.ભુલે ચુકે જો બંન્નેને ડેન્સી વાતચીત કરતા જોઇ લે તો આખુ ઘર માથે લઇ લેતી તથા ન બોલવાના શબ્દો દેવાંશને બોલતી.રાજીને તો એ જ ન સમજાતુ હતુ કે દેવાંશ શા માટે ડેન્સીથી આટલો બધો ગભરાય છે? આમ તો ડેન્સી ચોવીસેય કલાક ઘરે જ હોય પરંતુ કયારેક થોડા સમય માટે બહાર જાય ત્યારે દેવાંશ તેણી સાથે ખુલીને વાતો કરતો હતો.રાજીને પણ દેવાંશની કંપની ગમતી હતી. ધીરે ધીરે રાજી આસપાસના લોકોને પણ ઓળખવા લાગી હતી.દેવાંશે બધા સાથે રાજીનો પરિચય કરાવ્યો હતો.મોટેભાગે બધા ભારતના જ લોકો હતા.એકાદ બે ફેમિલી જ લંડનના હતા તે પણ બધા ભળી જાય તેવા હતા.આજુબાજુ રહેતા બધા લોકો ખુબ જ સારા હતા.રાજીને પણ બધા ખુબ જ માન આપતા હતા.રાજીને હવે લંડન ગમવા લાગ્યુ હતુ.પોતાને કયારેય નોકરાણી જેવુ લાગતુ જ ન હતુ.બસ ડેન્સી નો જ ડર લાગતો હતો. બે ચાર મહિના બાદ દેવાંશ અને ડેન્સી વચ્ચે ખુબ જ મોટો ઝઘડો થયો અને ડેન્સી પોતાનો સામાન લઇ ઘર છોડીને જતી રહી.રાજીને તો કંઇ પણ સમજાયુ નહિ કે શુ બન્યુ? દેવાંશ પણ બે ત્રણ દિવસ ખુબ જ ગુસ્સામાં હતો ઘરે આવીને જમીને રૂમ બંધ કરીને બેસી રહે.રાજીને કાંઇ પણ સમજાતુ ન હતુ પરંતુ જીભ ઉપડતી ન હતી. બે ચાર દિવસ બાદ એક દિવસે સવારે દેવાંશે રાજીને બોલાવીને સોફામાં બેસાડીને કહ્યુ, “રાજી,એક દુઃખદ ન્યુઝ છે.ડેન્સી હમેંશ માટે ઘર છોડીને જતી રહી છે” રાજી થોડીવાર તો કાંઇ પણ બોલી ન શકી પછી તેણે પુછ્યુ,સાહેબ એકાએક આવુ કેમ બને ગયુ?તો દેવાંશે તેને બધી વાત કરી કે તે દિવસે બન્ને વચ્ચે થયેલા ઝઘડાને કારણે ડેન્સી ઘર છોડી ગઇ ત્યાર બાદ મે તેને મનાવવા પ્રયત્ન પણ કર્યા પણ ડેન્સી એક ની બે ન થઇ.અને તેનો એક જ નિર્ણય હતો કે તે મારાથી અલગ થવા માંગે છે. આ સાંભળી રાજીને થોડુ દુઃખ તો થયુ પછી તેણે દેવાંશ સર ને પાણી આપ્યુ અને એકાએક બોલી, “સાહેબ એક વાત કહુ ખોટુ ના લગાડતા.ડેન્સી મેડમ બહુ ખરાબ હતા.તમારા જેવા સારા અને સજ્જન પુરૂષ સાથે ડેન્સી મેડમ શોભે તેમ ન હત્તા.સારૂ થયુ તે તમને છોડી ગયા.મને તો સતત એ જ વિચાર સતાવતો હતો કે તમે કેમ આવી સ્ત્રી સાથે સંસાર નિભાવો છો???”

આ સાંભળી દેવાંશને આશ્ચર્ય થયુ.તેણે રાજીને કહ્યુ, ”રાજી તુ શું કહે છે?જરા મને વિસ્તારથી કે,હુ કાઇ સમજ્યો નહી.” રાજી એ દેવાંશને વિસ્તારથી બધી વાત કરી અને ડેન્સીની તમામ વાત તેણે દેવાંશને કહી,ડેન્સી અને તેના મિત્રો વચ્ચે શું થતુ તે બધુ તેણે કહ્યુ.આ સાંભળી દેવાંશને ખુબ જ ધક્કો લાગ્યો.તે અંદરથી ભાંગી ગયો.તેને ખરેખર વિશ્વાસ ન આવતો હતો કે ડેન્સી કે જેને તે ખુબ જ પ્રેમ કરતો હતો,તે આવી હશે!!!દેવાંશ રાજીની વાતો સાંભળી પોતાના રૂમમાં જતો રહ્યો.આખો દિવસ તે બહાર ન આવ્યો એટલે રાજીને તેની ચિંતા થઇ.તેણે રાતે શાહેબ માટે તેને પ્રિય ડિનર બનાવ્યુ હતુ પણ દેવાંશે ડિનર માટે પણ ના કહી દીધી.રાજી પણ સાહેબ ન આવ્યા એટલે ડિનર ન લીધુ અને તે પણ જમ્યા વિના પોતાના રૂમમાં જતી રહી. સવારે રાજી જ્યારે જાગી તો દેવાંશના રૂમનું ડોર હજુ બંધ હતુ.તેણે સાહેબ માટે ચા-નાસ્તો બનાવી સાહેબના રૂમનું ડોર નોક કર્યુ.એટલે દેવાંશ બહાર આવ્યો.રાજી એ દેવાંશને બ્રેકફાસ્ટૅ માટે કહ્યુ.એટલે દેવાંશ ફ્રેશ થઇ નાસ્તો કરવા આવ્યો.તેણે રાજીને પણ નાસ્તો કરવા કહ્યુ.રાજી તો ના કહેતી હતી પણ દેવાંશે આગ્રહ કરી તેને સાથે નાસ્તો કરવા બેસવાનુ કહ્યુ,એટલે રાજી બેઠી. નાસ્તો કરતા કરતા રાજીએ દેવાંશને કહ્યુ, “સાહેબ એક વાત કહું?” દેવાંશ , “હા બોલને રાજી,” રાજી , “ સાહેબ ખોટુ ના માનજો,પણ એક સાચી વાત કહુ છુ કે ડેન્સી મેડમ જેવી સ્ત્રી તમારા માટે લાયક જ ન હતી.સારૂ થયુ તે તમને છોડીને જતી રહી.તમારા પ્રેમ અને વિશ્વાસનો તે દુરૂપયોગ જ કરતી હતી.માફ કરજો પણ જે સાચુ હતુ તે જ મે તમને કહ્યુ છે.”

દેવાંશ , “હા રાજી,કાલે આખી રાત હુ સતત આ જ વિચારમા હતો.મને આખી રાત ઉંઘ નથી આવી.સતત તેના જ વિચારમાં હતો હુ.. મે મારા પરિવારને છોડી તેની સાથે લવ મેરેજ કર્યા અને અહીં સ્થાઇ થયો.મે મારુ ઘર-બાર બધુ તેના માટે છોડી દીધુ પણ તે મારા પ્રેમનો બદલો આવી રીતે આપશે તેવો મને ખ્યાલ ન હતો.સારુ થયુ તે મને બધી વાત કહી,નહી તો મને તો ક્યારેય પણ તેની આવી કરતુતો વિષે ખબર જ ન પડત.પણ.............. રાજી , “ પણ શું સાહેબ???? તમે મને કહી શકો છો તમારા મનની વાત.” દેવાંશ , “ રાજી વાત એવી છે કે હુ ચાહું તો પણ ડેન્સીને તલાક આપી શકુ તેમ નહી.ડેન્સી સાથે રહેવાની મને પણ જરાય મજા આવતી ન હતી.પરંતુ રેસ્ટોરન્ટમાં તેનો ભાગ છે.વળી રેસ્ટોરન્ટની મંજુરી પણ તેના નામે જ છે.હવે ડાયર્વોસ માંગુ એટલે મારે તેને મોટી રકમ ચુકવવી પડશે.” દેવાંશ આટલુ બોલી નિરાશ બની ગયો એટલે રાજીએ કહ્યુ, “સાહેબ નિરાશ શા માટે થાવ છો.તમારી પાસે તો આટલી બધી પ્રોપર્ટી છે ચુકવી દો ને તેને પૈસા.આખી જીંદગીના દુ:ખ કરતા પૈસાથી છુટકારો મળી જાય તો સારું ને” “રાજી તારી વાત એકદમ સાચી છે.સાચુ કહુ તો હુ ડેન્સીથી સાવ કંટાળી જ ગયો હતો.પ્રેમના નામે મુર્ખામી કરી હતી.ઘરના પણ બધા આ લગ્નના વિરુધ્ધમાં જ હતા.હવે મમ્મી પપ્પા પણ કાંઇ મદદ નહિ કરે.મમ્મીને તો ડેન્સી જરાય ગમતી જ નથી.હવે ટુંકા ગાળામાં મોટી રકમનો બંદોબસ્ત કયાંથી કરવો કાંઇ સમજાતુ જ નથી” રાજીએ આત્મીયતા પુર્વક કહ્યુ, “સાહેબ તમે જરા પણ નિરાશ ન થાવ.ભગવાન બધુ સારુ જ કરશે.”