Prematma - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમાત્મા - 4

બીજો દિવસ એટલેકે 21st નવેમ્બર. અને એ દિવસ એટલે મનીષ નો birth day. મનીષ આજના દિવસે કોલેજ બંક કરીને કઈ ફરવા જવાનું પિંકી ને જણાવે છે પરંતુ પહેલા તો પિંકી ના પાડે છે પછી આજના આ સ્પેશિયલ દિવસ માટે એ પોતાના મન ને મનાવી લે છે અને કોલેજ બંક કરી મનીષ જોડે ફરવા જવા તૈયાર થઇ જાય છે. હંમેશ ની જેમ આજે પણ પાર્ક માં જઈને કલાકો સુધી ફર્યા. બપોર નું લંચ પણ બહાર જ લીધું. લંચ લીધા પછી આજ પહેલી વખત મનીષ પિંકી ને તેના રૂમ પર જઈને નિરાંતે બેસીએ એમ કહે છે. પિંકી પણ હજુ રૂમપર કોઈ નહીં હોય એમ વિચારી સહમતી દર્શાવે છે અને બંને રૂમ પર આવે છે. હજુ કોલેજ છૂટવાનો ટાઈમ થયો હોતો નથી એટલે રૂમ પર કોઈ હોતું નથી. મનીષ આવીને જેવો રૂમ નો લોક ખોલી અંદર પ્રવેશે ત્યાં જ બાજુની રૂમ માંથી કોઈ નો નસકારા બોલાવવા નો અવાજ સંભળાય છે. પિંકી તથા મનીષ તરત રૂમ માં જઈને જોવે છે તો સાહિલ ઘસઘસાટ સૂતો હોય છે બાજુમાં દારૂની ખાલી બોટલ પડેલી હોય છે એ જોઈને પિંકી તરત જ સમજી જાય છે કે સાહિલ દારૂ પીને સૂતો છે. પિંકી થોડી ડરી જય છે એના ચહેરાના હાવ ભાવ હવે બદલાવવા લાગ્યા એ જોઈ ને મનીષ તરત જ પિંકી નો હાથ પકડી રૂમની બહાર લઈ જાય છે અને એ રૂમ નો દરવાજો બહાર થી બંધ કરી દે છે. હવે આપણે એકલા થઈ ગયા સાહિલ સૂતો છે અને જાગે તો પણ આપણી રજા સિવાય બહાર આવી નહીં શકે. મનીષ પિંકી ને શાંતવના આપતા તેના ખભા પર હાથ મૂકી ને જણાવે છે. આટલું બોલતાજ મનીષ પિંકી ને એના બાહુમાં લઈ લે છે અને પિંકી ને ગાઢ આલિંગન આપે છે. પિંકી પોતાને છોડાવવાનો પ્રયત્ન કરે છે એટલે મનીષ વધારે જોરથી પિંકી ને ભેટી પડે છે. મનીષ હવે પિંકી ને ચુંબન કરવાનું ચાલુ કરે છે. પિંકી હજુ પણ પોતે જાણે શરમાતી હોય તેમ દૂર થવા હળવી મહેનત કરે છે. અને અંતે પિંકી ને પણ મજા આવવા લાગે છે એટલે તે મનીષ ને સહયોગ આપતી હોય તેમ બંને મોઢામાં મોઢું નાખીને એકબીજાના હોઠોને ચુંબન કરવા લાગે છે. લગભગ પંદરેક મિનિટ એકબીજાને ચુંબન કરી રહેલા મનીષ નો હાથ હવે પિંકી ના અન્ય શરીર પર ફરવા લાગે છે. મનીષ પિંકી ના અન્ય અંગો પર હાથ ફેરવવા લાગે છે એટલે તરત જ એક જ ઝાટકે પિંકી મનીષ થી અલગ થઇ જાય છે. મનીષ જાણે વધારે કામાતુર થયો હોય તેમ પિંકી ને કપડાં કાઢવાનું કહે છે. પિંકી તરત જ ના પાડી દે છે. પિંકી ની ના સાંભળતાજ મનીષ જાણે ગુસ્સે થયો હોય તેમ જાતે જ પિંકી ના કપડાં કાઢવા નો પ્રયત્ન કરે છે. પિંકી શરમાતી શરમાતી મનીષ ને રોકતી જાય છે. પરંતુ મનીષ ની કામાંગ્ની હવે વધતી જાય છે તે બળજબરી પૂર્વક પિંકી નું ટી શર્ટ કાઢવાની કોશિશ કરે છે. અત્યાર સુધી તો બધું ઠીક હતું પણ હવે મનીષ ની નજરોમાં પિંકીએ કૈક અલગ જ ભાવ જોયો તરત જ કંઈક અજુગતું બનવાનું હોય તેવી એને અંદરથી પ્રેરણા મળવા લાગી. એક ક્ષણ નો પણ વિચાર કર્યા વિના પિંકી પોતાની બેગ લઇ બહાર નીકળવા મેઈન અન્ટરન્સ ડોર બાજુજાય છે. મનીષ ને લાગે છે હવે બાજી છટકટી જાય છે એટલે એ પિંકી બારણું ખોલે તે પહેલાં જ તેને પકડી લેજે. છોડ મને છોડ. પિંકી જોરથી મનીષ ને કહે છે. આ અવાજ સાંભળી અંદરની રૂમ માં સૂતો સાહિલ જાગી જાય છે અને બહાર નીકળવા અંદરથી જ બારણું થપકારે છે. મનીષ હવે પિંકી ને અંદર ની રૂમ માં લઇ જવા બળજબરી કરે છે. સામે પિંકી પણ પોતાને છોડાવવા નો પ્રયત્ન કરે છે તથા ત્યાંથી એક ડગલું પણ આગળ ચાલતી નથી. મનીષ હવે વધારે ગુસ્સે થાય છે અને પિંકી ને ઢસડવા લાગે છે અને ઢસડતો ઢસડતો સાહિલ ના રૂમ માં લઇ જાય છે. પિંકી હવે પોતાના આંસુ રોકી શક્તિ નથી અને મનીષ પ્લીઝ. . મનીષ પ્લીઝ કહીને મનીષ ને અપીલ કરે છે. મનીષ જેવો સાહિલ નું બારણું ખોલે એટલે તરત જ મનીષ અને સાહિલ એકબીજાની સામે જોઈ થોડું મલકાઈ ને જેમ જંગ જીતિયા હોય તેમ સામે સામે તાળીઓ આપે છે. પિંકી આ બધું જોઈ ને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ તરત જ મેળવી લે છે અને રડતી રડતી મનીષ ને એક જોરથી ધક્કો મારે છે. મનીષ પડી જાય છે એટલે પિંકી તે છૂટી એમ સમજીને ભાગવા જાય છે. પરંતુ જેવી પિંકી ભાગે છે ત્યાંતો સાહિલ પિંકી ને પકડી લે છે અને ઢસડીને ફરીથી એના રૂમ માં લાવે છે. હવે સાહિલ પિંકી નું ટી શર્ટ કાઢવાની કોશિશ કરે છે. પિંકી તો સાવ ભાંગી પડે છે હવે તો બે બે જણા તેની ઉપર બળજબરી કરી રહ્યા હોય છે. મનીષ અને સાહિલ બંને પિંકી નું ટી શર્ટ કાઢવાની કોશિશ કરતા હોય છે પરંતું પિંકી એ કાઢવા દેતી નથી. હવે મનીષ પિંકી નું ટી શર્ટ ફાડી નાખે છે. પિંકી ચોધાર આંસુ એ રડતી પોતાના અંગ ઢાંકતી હોય તેમ હાથ આડા કરી દે છે. સાહિલ હવે પિંકી નું પેન્ટ કાઢવાની કોશિશ કરે છે એટલે મનીષ તરત જ સાહિલ ને કહે છે પહેલા મારો મારો. તું વિડિઓ બનાવ. મનીષ પ્લીઝ આવું નહિ કર, મનીષ પ્લીઝ આવું નહિ કર એમબોલતી પિંકી ચોધાર આંસુ એ રડતી જાય છે અને પોતાની ઈજ્જત ની ભીખ મનીષ પાસે માંગે છે. પરંતુ મનીશે તો જાણે પિંકી જોડે પ્યાર જ કર્યો નહોતો એણે પ્રેમ નું ખાલી નાટક જ કર્યું હોય તેમ નિષ્ઠુર બની જાય છે. પિંકી ના બાવડામાં તાકાત રહેતી નથી અને એ રડતી રડતી પોતાના અંગ ઢાંકતી નીચે ઢાળી પડે છે. મનીષ હજુ એનું પેન્ટ ખોલવાનો પ્રયત્ન કરે છે એને પોતાના થોડી ઘણી તાકાત સાથે પિંકી હજુ એને અટકાતી જય છે. હવે સાહિલ પણ વિડિઓ બનાવવા ફોન બીજી રૂમ માંથી શોધીને લઈ આવે છે. અને વિડિઓ બનાવવાનું ચાલુ કરે છે. પિંકી પોતાની ઇજ્જત બચાવવા છેલ્લે મરણીયો પ્રયાસ કરે છે અને બાજુમાં જ પડેલી દારૂની બોટલ લઈને મનીષ ને મારવા જાય છે પરંતુ તેની બાજુમાં તાકાત રહેતી નથી એ બોટલ મારે એ પહેલાં જ મનીષ બોટલ પિંકી ના હાથ માંથી લઈ લે છે અને પિંકી ના માથા પર મારે છે. બોટલ ને અટકાવવા પિંકી પોતાનો હાથ વચ્ચે લાવે છે એટલે બોટલ એના હાથ પર તથા માથા પર લાગે છે. લોહી નીકળવા લાગે છે. ચોધાર આંસુ એ રડતી પિંકી હવે હિંમત હારી જાય છે. હવે વધારે સામનો કરવાની હિંમત પિંકી માં રહેતી નથી. મનીષ હવે અડધું ફાટેલું ટી શર્ટ સાવ ફાડી ને કાઢી નાખે છે. પિંકી ના પેન્ટ નું બટન પણ હવે મનીશે ખોલી નાખ્યું અને જ્યાં એ પિંકી નું પેન્ટ કાઢવા જાય છે. ત્યાં જ તેના રૂમ પાર્ટનર રૂમ પર આવી પહોંચે છે. મનીષ ના રૂમ પાર્ટનર ને આ વાત ની કઈ ખબર જ હોતી નથી તેઓ તો તેમની પાસે રહેલી ચાવી થી જેવો રૂમ નો લોક ખોલી અંદર પ્રવેશેછે ત્યાં જ અંદરની રૂમ માંથી રડવાનો અવાજ સાંભળતાં તરત જ અંદરની રૂમ માં જાય છે. રૂમ માં જઈને જુએ છે ત્યાંતો પિંકી ના માથામાંથી તથા હાથ માંથી લોહી નીકળી રહ્યું હોય છે, ટિ શર્ટ ફાટેલી હાલતમાં બાજુમાં લિરા થઈને પડ્યું હોય છે. પેન્ટ નું બટન ખુલ્લું હોય છે તથા મનીષ પેન્ટ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે. સાહિલ તેનો વિડિયો બનાવી રહ્યો હોય છે. પિંકી તો આમને જોઈ ને વધારે ડરી જાય છે. આ બેતો નરાધમો હતા હજુ બીજા ત્રણ બીજા આવ્યા. પરંતુ એવું થતું નથી. મનીષ ના રૂમ પાર્ટનર તરત જ પરિસ્થિતિ નો તાગ મેળવી લેછે અને પોલીસ ને ફોન કરે છે. બીજો મિત્ર પોતાના બેડ ની ચાદર લાવી પિંકી ને ઓઢાડે છે. પોલીસ ને ફોન કરતા જોઈ મનીષ અને સાહિલ તરત જ ત્યાંથી ભાગી જાય છે. પિંકી ના પેરેન્ટ્સ ને પણ ફોન લગાવે છે અને થોડી જ મિનિટ માં પોલીસ તથા પિંકી ના મમ્મી પપ્પા આવી પહોચે છે. પિંકી ના મમ્મી પપ્પા આવીને પિંકી ને જોઈ ને ચોધાર આંસુ એ રડી પડે છે ત્યાંજ ભાંગીને ઢગલો થઈ જાય છે. પોલીસ તરત જ તેને પિંકી થી થોડા આઘા લઈ જાય છે અને પિંકી તથા આસપાસ ના ફોટા પાડે છે. નાનામાં નાનો સબુત એકઠ્ઠા કરતી હોય તેમ પોલીસ બધીજ બાજુથી ફોટા પાડે છે. પિંકી ના શરીર માંથી વધારે લોહી વહી ગયું હોવાથી તે બેભાન થઈ ગઈ હોય છે એટલે તરત જ એમને હોસ્પિટલ માં ખસેડવામાં આવે છે. પોલીસ મનીષ ના રૂમ પાર્ટનર ની સઘન પૂછપરછ કરે છે. મનીષ ના રૂમ પાર્ટનર બધી જ સાચી હકીકત પોલીસ ને જણાવે છે. પોલીસ હવે પિંકી ની જુબાની લેવા હોસ્પિટલ પહોચે છે. પિંકી હજુ હોશ માં આવી નથી. એને બાટલો ચડાવવામાં આવે છે. પિંકી ની સામે તેને જોઈ ને તેના મમ્મી પપ્પા ઉભા હોય છે. તેઓ કશું બોલતા નથી પરંતુ બંને ની આંખોમાંથી જાણે નર્મદા ના નીર વહે તેમ આંસુઓ ટપ ટપ ટપકી રહ્યા હોય છે. એટલામાં પિંકી આખો ખોલે છે અને તેની નજર સામે જ તેના મમ્મી પપ્પા ને જોઈ ને રડવા લાગે છે. હવે તો મમ્મી પાપા પણ રહી શકતા નથી અને પિંકી ને બથ ભરીને ચોધાર આંસુ એ રડવા લાગે છે. હોસ્પિટલ ના એ રૂમ નું વાતાવરણ ગમગીન થઈ જાય છે. ત્યાં હાજર માં તો માત્ર પોલીસ જ હોય છે એ જ તેમના મમ્મી પપ્પા ને શાંતવના આપે છે અને તેને શાંત પાડે છે. એના મમ્મી પપ્પા ને હજુ શુ થયું એ ખબર હોતી નથી પરંતુ પિંકી જોઈ ને એટલું સમજી જાય છે કે કોઈ એ પિંકી સાથે બળાત્કાર કરવાની કોશીશ કરી છે. પિંકી હવે સાવ ભાનમાં આવી ગઇ હોય છે એટલે પોલીસ તેની જુબાની લેવાની તથા તે કોરા કાગળ માં લખવાનુ શરૂ કરે છે. પિંકી રડતી જાય છે અને પહેલે થી બધીજ હકીકત કહીને સંભળાવે છે. પોલીસ તરત જ સમજી જાય છે અને મનીષ તથા સાહિલ સામે FRI લખે છે. પિંકી હવે સ્વસ્થ્ય હોય છે એટલે એને ઘરે જવાની રજા મળે છે પણ હજુ એ એટલી જ ડરેલી હોય છે એટલે પોલીસે મમ્મી પપ્પા સાથે પિંકી ને ઘરે મુજવા જાય છે. પછી તરત જ પોલીસ મનીષ તથા સાહિલ ની શોધખોળ ચાલુ કરી દે છે. બીના જ દિવસે પોલીસ આરોપી મનીષ અને સાહિલ ને પકડી પાડે છે. પોલીસ આ બંને ની રિમાન્ડ લેવાનું ચાલુ કરે છે. મનીષ તથા સાહિલ ના મમ્મી પપ્પા ને પોલીસ સ્ટેશન થી આગલી રાત્રે જ ફોન થઈ ગયો હોય છે એટલે એ પણ ત્યાં આવી પહોંચે છે. મનીષ અને સાહિલ ને લોક અપ માં પુરેલા જોઈ તેમના મમ્મી પપ્પા પણ રડી પડે છે. પોતાના છોકરાવે કરેલી હરકત બાદલ એ શર્મિન્દગી અનુભવતા હોય તેમ પોલીસ ના ઘૂંટણિયે પડી જાય છે અને તેના સંતાન ને બચાવવાની કોશિશ કરે છે. જો તે કોર્ટ માં જજ સામે સાચું બોલશે તથા પોતાનો ગુનો કબુલ કરી માફી મંગશે તો જજ તેને ઓછામાં ઓછી સજા કરશે એવું પોલીસે આ બંને અપરાધી ના મમ્મી પપ્પા ને જણાવે છે. મનીષ ના પપ્પા મનીષ પાસે પહોંચી ને સીધા એમને બે તમાચા ચોડી દે છે અને પછી રડવા લાગે છે. આવા અપરાધી ના મમ્મી પપ્પા ખૂબ જ શર્મિન્દગી અનુભવે છે.

જયેશ ગોળકીયા(B. Pharma)

9722018480

jgolakiya13@gmail. com