Tarak Mehta ka ooltah Chashma books and stories free download online pdf in Gujarati

Tarak Mehta ka ooltah Chashma

"પ્રોબ્લેમ તો હે સબ કે સાથ, બસ નજરિયે કી હે બાત"

આ વાક્ય એક્દમ સાચું છે અને ખાસ કરીને બહુ પોપ્યુલર પણ છે. કેમકે તે બધાની ફેવરેટ સીરીયલની ટેગ લાઈન છે.

તો આજે આપણે વાત કરીશું લેખક શ્રી તારક મહેતા અને તેમના લેખ પરથી બનેલી સીરીયલ "તારક મહેતાના ઉલટા ચશ્માં"

તારક મહેતા

પદ્મશ્રી એવોર્ડ મેળવનાર 86 વર્ષના પીઢ અને સન્માનનીય લેખક શ્રી તારક મહેતાનો જન્મ 1930 માં થયેલ છે. વર્ષો થી લેખન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મહાન વ્યક્તિએ તેમના જીવન માં 80થી વધુ પુસ્તકો લખેલ છે. અને દરેક પુસ્તક હાસ્ય અને જ્ઞાનથી સભર છે. 1971માં ચિત્રલેખા સામાયિક માટે "દુનિયાને ઉંધા ચશ્માં" નામના લેખ લખવાની શરૂઆત કરી અને જોત જોતામાં એ એટલી લોક પ્રિય બની કે માત્ર લોકો તે લેખ વાંચવા માટે ચિત્રલેખા ખરીદવાના શરુ થયા. અને આ લેખે 30 વર્ષ પૂર્ણ કરી દીધા।

તો આ વાત થઇ મહાન લેખક શ્રી તારક મહેતાની। ગુજરાતીઓને તો ખબર જ હશે આ હસ્તી વિષે। અને હવે આપણે રીલ લાઈફના કલાકારો અને તેમની નીજી જિંદગીની રસપ્રદ વાતો કરીએ।

2001 માં શ્રી આસિત મોદીને તારક મહેતાના ઉલટા ચશ્માં બનાવવાનો પ્લાન મગજ માં આવ્યો। શ્રી આસિત મોદીએ તે જ સમયે તારક મહેતાને સંપર્ક કર્યો। કોઈ કારણોસર તે સમયે શરૂ ન થઈ શકેલી તારક મહેતા કા ઉલટા ચશ્માં 2008માં શરુ થઇ.

આ લેખમાં દર્શાવેલ દરેક હકીકત ઈન્ટરનેટ પરથી ગોતીને અને યુ ટ્યુબમાં આવેલ વિડીયોને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલ છે. શક્ય છે કે કદાચ દર્શાવેલ હકીકત જરાક જુદી હોય.

જેઠાલાલ

મિત્રો।. આ વ્યક્તિ વિષે લગભગ બધા ગુજરાતી બહુજ સારી રીતે જાણતા હશે અને આ હોનહાર વ્યક્તિને શબ્દોમાં વર્ણવવી એ મારા ગજાની વાત નથી.

શ્રી દિલીપ જોશીએ તારક મહેતા પહેલા ઘણી સીરીયલ અને મુવીમાં કામ કર્યું છે પણ તમને જાણીને આંચકો લાગશે કે જયારે તેમને જેઠાલાલના પાત્ર ની ઓફર મળી ત્યારે તેમને પહેલી વખત સમય ના હોવાને લીધે તેને ઠુકરાવી હતી. પરંતુ તે જે સીરીયલ માટે કામ કરવાના હતા તે સીરીયલ કમનસીબે (અથવા તો સદનસીબે પણ કહી શકાય) અજુગતા કારણોસર બંધ કરવી પડી. અને દિલીપ જોશીએ જેઠાલાલની ઓફર સ્વીકારી। અને બાકીતો ઈતિહાસ છે.

હું તો માનું જ છું કે જો આ પાત્ર ના હોત તો સીરીયલ પણ ના ચાલત અને કદાચ સબ ચેનલ પણ બંધ કરવાનો વારો આવત. (તમને ખબર જ હશે કે તારક મહેતા શરુ થયા પછી સબ ચેનલે 25 થી વધારે સીરીયલ ને મોકો આપ્યો, પણ જો આ સીરીયલ જ ના ચાલી હોત તો?? શનિવાર અને રવિવારે એક માત્ર સીરીયલ અખો દિવસ બતાવાનું તાત્પર્ય શું? ) આ ખેલાડી પોતાના ખભે આખી ચેનલને ચલાવે છે એમ પણ કહી શકાય। લાજવાબ અભિનય , અકલ્પનીય સમય સુચકતા, પાકા ગુજરાતીનું પાત્ર પરનું પ્રભુત્વ આ પાત્રને ચાર ચાંદ લગાવે છે. તો તેમના પાત્રને કોઈ પણ પાત્ર સાથે લઇ લો તેમની જોડીની કેમેસ્ટ્રી કોઈ પણ પાત્ર સાથે એકદમ હાસ્યથી ભરપુર હશે. જેઠા-દયા , જેઠા-બાપુજી, જેઠા-તારક, જેઠા-ઐયર, જેઠા-ભીડે, જેઠા-બબીતા, જેઠા-ગોલી , જેઠા-નટુકાકા, જેઠો-બાઘો ।. કોઈ પણ સાથે રાખો। . એક નવો જ સંબંધ દેખાશે।. આ તો પાત્રની કરામત છે.

અને કોઈ પણ એપિસોડ ઉપાડી લો જેમાં જેઠાલાલ ના હોય.. સીરીયલ એકદમ ફીકી અને ચીન્ગમ જેવી લાગશે। આનું કારણ શું માત્ર તેમનું પાત્ર છે?

જી નહિ,, શ્રી દિલીપ જોશીએ પોતાનો જીવ રેડયો છે આ સીરીયલમાં.. આ વ્યક્તિને જે કોઈ પણ કામ આપો તે રૂપિયા કે પ્રસીધ્ધી માટે નહિ.. પણ પોતાની જાતને અભિનય ને સર્મપિત કરવાની ચાહત થી કામ કરે છે. બહુ ઓછા લોકો ને ખબર હશે કે શ્રીમાન ઐયર એ એક માત્ર વાર્તા લેખક હતા.. તે બબીતા (મુનમુન દત્તા)ને તેમના ડાઈલોગ સમજાવતા હતા ત્યારે તેમને સાથે જોઈ ને દિલીપ ભાઈ ના અત્રંગી દિમાગ માં ખયાલ આવ્યો કે આ જોડી જ એક શાનદાર જોડી બનશે. તેમણે દિગ્દર્શક શ્રી આસિત મોદીને સમજાવ્યા અને પહેલા એપીસોડથી જ એક લેખક ઐયર સાહેબ બની ગયા.

બાઘાનું પાત્ર પણ દિલીપ જોશીના મનની ઉપજ છે. અને કહેવાય છે કે ઘણી પંચ લાઈન દિલીપ જોશી શુટિંગ વખતે જ બોલી નાખે છે જે તેની સ્ક્રિપ્ટમાં પણ નથી હોતી અને તે જ લાઈન આપણને ભરપુર હસવા મજબુર કરે છે. દિલીપ જોશી એ કોઈ ડાઈલોગના મોહતાજ નથી.

તમે કોઈ પણ એપિસોડ જોઈ લો , કોઈ પણ સીન જોઈ લો , જેમાં જેઠાલાલને કઈ બોલવાનું ના હોય, માત્ર ચહેરાનો હાવભાવ હોય તો પણ તે માત્ર હાવભાવથી જ તમને હસવા મજબુર કરે છે. અભિનયનો એક મહત્વનો ભાગ છે કે "પ્રવાહ સાથે જાઓ" (ગો વિથ ધ ફલો) એટલે કે પાત્રને કઈ પણ બોલવાનું ના હોય તો પણ પ્રવાહ અનુસાર અભિનય ચાલુ રાખવાનો। અને આ વ્યક્તિ એકદમ લાજવાબ નિભાવે છે.

એક જ સીનમાં દુકાનમાં નટુ કાકા સાથે ખુશી ખુશી દાંડિયા રમતા હોય ત્યારે દયાનો કોઈ મોટી મુસીબતનો ફોન આવે ત્યારે હાસ્યના અભિનયને તણાવપૂર્ણ માહોલમાં રૂપાંતરિત કરવાની શક્તિ શ્રી દિલીપ જોશી પાસે જ છે. તમે એક દિવસ અરીસા સામે ટ્રાય કરજો। ખબર પડી જશે કે કપરું કામ તો છે.

કહેવાય છે કે કોઈ પણ અભિનય કઈ પણ બોલ્યા વગર અને બેકગ્રાઉન્ડ સંગીત વગર કરી શકો તો તે સાચો કલાકાર। આ વસ્તુ સમજવા જેઠાલાલનો સીન આવે ત્યારે TV મ્યુટ કરીને જોજો।. સમજાઈ જશે.

એટલે કહી શકાય કે આ એક ઓલ ઇન વન પેકેજ છે.

નીજી જીન્દીગીમાં બાપુજીથી 8 વર્ષ મોટા શ્રી દિલીપ ભાઈ શ્રી સ્વામીનારાયણના પરમ ભક્ત છે. અને પોતાને જે કાઈ મળ્યું છે તેનો શ્રેય શ્રી સ્વામીનારાયણ ભગવાન ને આપે છે.

કહેવાય છે કે જો તમે પ્રસન્ન મૂડમાં હો અને ઉદાસ કે ક્રોધિત અભિનય કરવાનો હોય તો તે થઇ શકે.. પરંતુ જો તમે ઉદાસ હો અને તમને હાસ્યનો અભીનાય કરવાનો હોય તો લગભગ અશક્ય।.. (આ લાઈન બે વખત વાંચજો)

શ્રી દિલીપ જોશી કોઈ દિવસ ઉદાસ નહિ થયા હોય અથવા તો તે અશક્ય કામને શક્ય બનાવતા હશે.

આને કહેવાય ડાઉન ટુ અર્થ માનવી।

હવે વાત આવી દયા ગડા અને સુંદરલાલ

સાચા જીવનમાં પણ ભાઈ બહેન હોવાને લીધે દિશા અને મયુર ની જોડી રીલ લાઇફમાં સાચી જ લાગે। આ મયુર ભાઈ એ ખરેખર અમદાવાદનું એક મોટું માથું છે. 26 જાન્યુઆરીની દિલ્હી પરેડમાં ગુજરાતની જાંખી દર્શાવવા મયુર ભાઈ એક અગત્યનો ફાળો ભજવે છે. જયારે ચીનના રાષ્ટ્રપતિ ગુજરાત આવ્યા હતા ત્યારે મયુર ભાઈએ જ બધી સજાવટ કરી અને તેમને ખુશ કર્યા હતા. મોદી સાહેબ જયારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમને અંગતરીતે મોદી સાહેબને સોગાદ આપી હતી.

પત્રકાર પોપટલાલ

આ પાત્રની એન્ટ્રી એક ટ્રક સાથે થાય છે જે મધ્ય પ્રદેશથી ગોકુલ ધામમાં વસવાટ કરવા આવે છે. શ્યામલ પાઠક આ પાત્રને એક છણાવટથી ભજવે છે અને જો તેમની એક્ટિંગની તુલના કરીએતો જેઠાલાલ ફેમ દિલીપ જોશી પછીની સર્વોતમ શ્રેણીમાં રાખી શકાય। રીલ લાઇફમાં લગન માટે જજુમતા શ્યામાલની રીઅલ લાઈફ એકદમ અનોખી અને રસપ્રદ છે.

તેમના લગન 2002-03 માં સંપન્ન થયા છે અને તેમને 2 બાળકો (નિયતિ અને પાર્થ) છે. અજાયબીની વાત એ છે કે તેમના બાળકો નાની ઉમરમાં 5 ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી અને મલયાલમ। નવાઈ લાગી?

તો વાત એમ છે કે શ્યામલ પોતે ગુજરાતી મિડલ ક્લાસ પરિવારમાંથી આવે છે જે પોતાના પિતાને બાળપણમાં ગુમાવી ચુક્યા હતા. તેમના માતા શ્યામલને CA બનાવવા માંગતા હતા. આથી તેમને અથાગ પ્રયત્ન કરીને CAની પદવી મેળવી છે. જી હા.. આ પત્રકાર હકીકતમાં તો

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. (આ પરીક્ષા પાસ કરવી એ કઈ નાની માંના ખેલ નથી ) પરંતુ તેમની અદમ્ય ઈચ્છાતો અભિનયમાં કારકિર્દી બનવવાનું હતું। એટલે પરિવારને જાણ કર્યા વગર નેશનલ ડ્રામા સ્કુલમાં એડમીશન લઇ લીધું। જ્યાં તેમનો ભેટો રેશમી નામની સાઉથ ઇન્ડિયન ગર્લ સાથે થયો. અને તેમની રીયલ લાઈફ પ્રેમ કહાની નો સુખદ વળાંક તેમના લગનથી આવ્યો। જી હા.. તેમની ધર્મપત્ની કેરેલા નિવાસી છે. આથી જ તો તેમના બાળકો ગુજરાતી પિતા અને મલ્લુ (મલયાલમ ભાષા બોલનાર) માતા પાસેથી બેય ભાષા જાણે છે. મુંબઈમાં વસતા હોવાથી હિન્દી અને મરાઠી પણ શીખવું અશક્ય નથી અને અંગ્રેજી મીડીયમ માં અભ્યાસ કરે છે.

એક ઈન્ટરનેટની સાઈટમાં જણાવ્યા મુજબ શ્યામલના માતા અને રેશમીના માતા પિતા આ સંબંધથી ખુશ ન હતા અને એટલે તેમણે માત્ર પોતાના મિત્રો સાથે રહીને લગ્ન કર્યા હતા. અને દુલ્હા દુલ્હન હોવા છતાં પોતે જ લગ્ન ની દરેક જવાબદારી ઉઠાવી હતી અને છેલ્લી રાત સુધી મીઠાઈની દુકાને જઈને જમણ માટેની મીઠાઈ લીધી હતી. તેમનું રીસેપ્શન કોલેજમાં રાખ્યું હતું .

તેમના પરીવાર માટે તો બમણો આંચકો હતો કેમ કે અભિનયમાં કારકિર્દી અને સાઉથ ઇન્ડિયન છોકરી સાથે પ્રેમ લગ્ન। પણ કહેવાય જ છે ને કે અંત ભલા તો સબ ભલા. અને આટલી સરસ કારકિર્દી હોય તો કોઈ પણ વડીલ ખુશ થાય. બાદમાં તો બનેના પરિવારો એ આ સંબંધ ને હસી ખુશી થી અપનાવી લીધા છે.

નટુ કાકા

મિત્રો।. એક નાના પરંતુ રસપ્રદ રોલ નિભાવતા નટુ કાકા હકીકતમાં તો ગુજરાતી અને હિન્દી ફિલ્મના એક માંધાતા વ્યક્તિ છે. માત્ર નટુ કાકા તરીકે ઓળખવું એ કદાચ યોગ્ય નહિ કહેવાય કેમ કે આ અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિએ નહિ નહિ તો 300 થી વધુ ગુજરાતી અને હિન્દી ફિલ્મમાં કામ કર્યું છે. અને કહેવાય છે કે ગુજરાતી રંગ મંચના નાટકમાં તો એ બાદશાહ છે. આ જબરદસ્ત પ્રતિભા ધરાવતી વ્યક્તિએ પહેલું નાટક "પાનેતર" માત્ર 11 રૂપિયા માં ભજવ્યુ હતું। માત્ર 10 ધોરણ સુધીનું ભણતર મેળવી શકેલા નટુકાકા એક ખુબ જ સારા ગીતકાર પણ છે. મિત્રો તમને સાંભળીને નવાઈ લાગશે કે મહાન ગાયક શ્રી મહેન્દ્ર કપૂર અને શ્રી આશા ભોસલે સાથે તેમણે કોઈ એક ગીતમાં પ્લેબેક માં પોતાનો અવાજ આપ્યો છે.

તારક મહેતા જ નહિ.. તમે કોઈ પણ ફેમસ સીરીઅલ લઇ લો.. તમને નટુ કાકા નજર આવી જ જશે... "એક મહેલ હો સાપનો કા", "સારથી", "સારાભાઇ vs સારાભાઇ" વગેરે દરેક લાજવાબ સીરીયલમાં પોતાના અભિનયનો પરચો આપેલો છે.

"માસુમ", "બેટા", "ઇશ્ક", "હમ દિલ દે ચુકે સનમ", "તેરે નામ" વગેરે ફિલ્મમાં પણ અભિનય આપ્યો છે.

આ પીઢ અનુભવી કલાકારે જ "બાઘા" નામના એક રસપ્રદ પાત્રને જન્મ આપ્યો છે. કેવી રીતે? તે જોઈશું બાઘાની વાત માં

તન્મય વેકરિયા (બાઘા)

બાઘા ફેમ તન્મય વેકરિયા , તારક મહેતામાં જ નાના નાના પાત્ર ભજવતા હતા. જી હા... કદાચ તમને 1-2 યાદ પણ હોય.. હું તમને એવા ચાર પાત્રને વર્ણવીશ કે જેમાં તન્મય વેકરિયાએ (બાઘા) અભિનય કર્યો છે.

1. સૌથી શરૂઆતના એપિસોડ માં (લગભગ 3-4 એપિસોડ જ થયા હશે) જેઠાલાલ ફરજીયાતપણે ટપુને દુકાને લઇ જાય છે પરંતુ ટપુને ઘરે જઈને રમવું હોય છે. અને તે સમયે એક ઇન્સ્પેકટર કોઈ વસ્તુ લેવા આવે છે. જયારે ટપુને ખબર પડે છે કે આ ઇન્સ્પેકટર બાળમજૂરીના ગુનાઓના ગુનેગારોને પકડે છે ત્યારે ટપુ પોતે બાળમજૂર હોય તેવું દર્શાવીને જેઠાલાલને જેલ ભેગો કરે છે. આ ઇન્સ્પેકટર બીજું કોઈ નહિ.. પરંતુ બાઘા ફેમ તન્મય વેકરિયા જ છે.

2. ટપુ એક વખત સ્કુલમાં હડતાલ કરે છે. અને પછી બાપુજી આવીને દરેક બાળકોને સમજાવે છે. કદાચ બાપુજીનો આ પહેલો એપિસોડ હશે જેમાં તેમને સાચા ઉપદેશક બતાવ્યા છે. આ એપિસોડમાં એક નાનો સીન આવે છે જેમાં બતાવે છે કે સ્કુલના શિક્ષકોએ પણ હડતાલ કરવી હતી. આ શિક્ષકમાં તન્મય વેકરિયા જ હતા.

3. યાદ છે એક એપિસોડમાં ઘરની કામવાળી રુકમણી પોતાના ગામ ચાલી જાય છે અને પછી જાતજાતની કામવાળી આવે છે. અને બાદમાં રુકમણીને પોતાના ઘરમાં ગોકુલધામ ની યાદ આવે છે એટલે પછી આવી જાય છે. આ રુકમણીનો પતિ એટલે તમ્ન્મય વેકરિયા . હા હા હા... યાદના હોય તો રીપીટ એપિસોડમાં જોઈ લેજો।. સાઇકલ પર રુકમણી સાથે બાઘો જ હોય છે

4. પહેલી વખત ડો હાથી એક રીક્ષામાં આવે છે. અને તે રીક્ષામાંથી નીકળી શકતા નથી એટલે પછી રીક્ષાનું છાપરું પણ ફાડવું પડે છે.. તોય ડો હાથી બહાર ન નીકળી શક્યાં તેને દોરીથી બાંધીને બીજા છેડે ભીડેનું સ્કુટર સાથે ખેંચે છે. યાદ આવ્યું? તો હજી એક વસ્તુનો જવાબ આપો .. આ રીક્ષા ચાલક કોણ છે??.. :):)

મને વિશ્વાસ છે કે તમે જો ધ્યાન ના ગયું હોય તો હવે ચોકકસ ધ્યાન આપશો।..

શ્રી ઘનશ્યામ નાયક એટલે કે નટુ કાકાને હૃદયની બીમારી થતા બાયપાસના ઓપેરેશન માટે અમુક સમય માટે રજાની જરૂર પડી. હવે જેમ પતિ-પત્ની, ભાઈ-બહેન, દાદા-પોત્ર।. તેમ કાકા સાથે ભત્રીજાનું નામ જ શોભે,, એટલે નટુ કાકાએ સુચન આપ્યું કે મારી ગેરહાજરીમાં એક ભત્રીજાને કામ ચલાઉ રાખો। અને જયારે નટુ કાકા પાછા આવી જશે ત્યારે તે પાત્રને વિદાય આપી દેવી। કેમ કે નોકર વગર શેઠ કેમ બતાવવો। અને તે પરથી દિલીપ જોશીએ , નટુ કાકા અને અસિત મોદી સાથે અદભુત પાત્રને જન્મ આપ્યો।. અને તે બાઘો ।.. "જેસી જિસકી સોચ"

ભીડે ફેમીલી

આત્મારામ ભીડે રીયલ લાઇફમાં મેકેનીકલ ઈજનેર છે અને તે માધવી ભાભીથી 6 વર્ષ નાના છે.

ટપુ સેના

મિત્રો।.ટપુ અને તેમની સેના ને આપણે આપણી નજર સમક્ષ મોટા થતા જોયા છે. અને તેમાં સોનું નું પાત્ર બદલાઈ જાય છે. પરંતુ નવી સોનું નું પાત્ર ભજવતી નિધિ ભાનુશાલીએ પણ બહુ સરસ અભિનય કરીને જૂની સોનુંની ખોટ સાલવા દીધી નથી. જૂની સોનુ 10 માં ધોરણમાં આવી એટલે તેમના માતા-પિતાએ સોનું ને ભણતરમાં ધ્યાન જાય તે માટે તારક મહેતાને બાય બાય કરી દીધું।

ટપુ સેનાના અખા નામ તો 5-6 વર્ષ પછી જાણવા મળ્યા। સોનાલીકા (સોનુ) અને ગુલાબ કુમાર (ગોલી).. હા હા હા

સંજોગવશાત, સરદાર રોશન નું સાચું નામ ગુરુચરણ સિંહ છે જયારે સીરીયલમાં તેના દીકરા ગોગીનું નામ ગુરુચરણ છે,

માધવી ભાભી નું સાચું નામ સોનાલીકા છે તો સીરીયલમાં તેમની દીકરી સોનુનું નામ સોનાલીકા છે.

રીયલ લાઈફમાં ગોગી અને ટપુ કઝીન થાય છે.

ટપુ સેનાની સ્કુલમાં પ્રિન્સિપાલ ની ભૂમિકા ભજવતી કલાકાર એ બીજું કોઈ નહિ પણ રીયલ તારક મહેતાના દીકરી શ્રીમતી ઈશાની તારક મહેતા છે.

મિત્રો।. આશા છે કે તમને મજા આવી હશે.. તમારા અભિપ્રાય જો હકારાત્મક હશે તો બીજી વખત ફરી પાછા તારક મહેતા પર લેખ લખીશ જેમાં આપણે બીજા રસપ્રદ મુદા પર ચર્ચા કરીશું।. અનાયાસે કોઈ વસ્તુ ખોટી લખાયેલ હોય તો અચૂક થી જાણ કરજો।

manthanchhaya@gmail.com