Necklace - Chapter 9 books and stories free download online pdf in Gujarati

Necklace - Chapter : 9

નેકલેસ

~ હિરેન કવાડ ~


અર્પણ

૨૦૧૫ ના વર્ષે મને ઘણુ આપ્યુ છે. કેટલીક સુંદર પળો, કેટલીક રેસ્ટલેસ મોમેન્ટ્સ, ડીઅર ફેન્સ, સ્ટનીંગ ફ્રેન્ડ્સ. આ વર્ષમાં એવું એવું થયુ છે જે મારા માટે કમ્પ્લીટલી અનપ્રીડીક્ટેબલ હતો. આ વર્ષે મને હસાવ્યો પણ છે એટલો અને રડાવ્યો છે પણ એટલો. ઘણા વર્ષો પછી બેચેની અને અકળામણોની એવી એવી પળો આપી, જેમાં હું એટલો કન્ફ્યુઝ્ડ હતો કે કંઇ કરવાનું સૂજતુ નહોતુ. આજ વર્ષે મને ધ લાસ્ટ યર જેવી અદભૂત નવલકથા આપી. આ સ્ટોરીનો અમુક ભાગ આ વર્ષની જ પ્રેરણા છે. એટલે જ આ સ્ટોરી હું એક તો મારા લવીંગ રીડર્સને ડેડીકેટ કરૂ છું, જેના ઓવરવ્હેલ્મીંગ લવ વિના હું આજે જ્યાં છુ ત્યાં ન હોત અને બીજુ આ સ્ટોરી મારી લાઇફના એક બીઝાર વર્ષ ૨૦૧૫ને ડેડીકેટ કરૂ છુ.


પ્રસ્તાવના

નેકલેસ, હું એના માટે સરપ્રાઇઝ ગીફ્ટ લઇને ગયો હતો. મારા મગજમાં એના માટેના નેકલેસની એક પર્ટીક્યુલર ઇમેજ હતી. એક અઠવાડીયા સુધી અમદાવાદમાં જ્યાં ત્યાં ફર્યો પણ જેવુ જોઇતુ હતુ એવુ નેકલેસ ન મળ્યુ. આખરે એક ફ્રેન્ડે એની ગર્લ ફ્રેન્ડ માટે એમેઝોન.કોમ પરથી મંગાવેલુ નેકલેસ મારી નજરે પડ્યુ. ‘આ જ’ મારે જે નેકલેસ જોઇતુ હતુ એ નેકલેસ મને મળી ગયુ હતુ.

પરંતુ એની પ્રાયોરીટી બદલાઇ ગઇ હતી. હું એને બર્થ ડેની આગલી રાતના ૧૨ વાગે એના બેડ નીચે એ નેકલેસ છુપાવવા માંગતો હતો. બટ એનું ધ્યાન તો કેક કાપવામાં પણ નહોતુ. એ કોઇની સાથે ફોન પર વાતોમાં ડૂબેલી હતી. ઇગ્નોરન્સ મને બાળી રહ્યુ હતુ. મેં એ રાતે નેકલેસ આપવાનું ટાળ્યુ. બર્થ ડે ના દિવસે એના પ્લાન્સમાં મારી પ્રાયોરીટી ક્યાંય નહોતી. આખો દિવસ અમે વિતાવેલી સુંદર પળોને યાદ કરતો રહ્યો. મેં નક્કિ કરી લીધુ હતુ મારે શું કરવાનું હતુ. રાતે જ્યારે એ ઘરે આવી ત્યારે ફેમીલી સાથે ફરી કેક કાપી. પોણા બાર વાગ્યા સુધી હું એના ઘરમાં જ હતો. મારે એને સૌથી પહેલા પણ વિશ કરવુ હતુ અને સૌથી છેલ્લે પણ. હું એને સતત જોતો રહ્યો અને એ મોબાઇલમાં ડૂબેલી હતી. મને ખબર હતી એ કોણ હતુ. હું પ્રેમની આગમાં બળી રહ્યો હતો. અત્યાર સુધી મેં એને કંઇક જ ગીફ્ટ નહોતુ આપ્યુ. એને એમ જ હતુ કે હવે તો બર્થ ડે પૂરો થઇ ગયો. બારમાં ૫ મિનિટની વાર હતી. એનો બર્થ ડે પૂરો થવાનો હતો. હું એક બહાનુ કાઢીને એના બેડરૂમમાં ગયો. જડપથી એની રજાઇ નીચે મારૂ ગીફ્ટ પેક જેમાં નેકલેસ હતુ એક મુક્યુ અને એક કાર્ડ નોટ મુકી. તરત જ હું મેઇન હોલમાં આવી ગયો. એ હજુ મોબાઇલમાં જ ડૂબેલી હતી. મેં એને ત્રીજીવાર વિશ કર્યુ. પરંતુ એનુ ધ્યાન હજુ કોઇ બીજી વ્યક્તિમાં હતુ. મેં જતા જતા ગુડનાઇટ કહ્યુ. એણે સામુ સુદ્ધા ન જોયુ. હું આ બધુ જ સહન કરવા માટે તૈયાર હતો. ફાયનલી મેં નક્કિ કરી લીધુ હતુ. એ એનાથી ક્યાંય દૂર ચાલ્યો જઇશ. હવે હું એની લાઇફમાં ફરી જવા નહોતો માંગતો. મને ખબર હતી જેવી એ ગીફ્ટ જોશે અને ચીઠ્ઠી વાંચશે એટલે એ તરત જ મને કોલ કરશે કે મેસેજ કરશે. હું જેવો ઘરની બહાર નીકળ્યો એવો તરત મોબાઇલ સ્વીચ ઓફ કર્યો અને હું નીકળી ગયો મારી યાત્રાએ. એ દિવસે મારામાં આગ લાગેલી હતી. હું ઉંઘી ન શક્યો. પરંતુ પ્રેમની આગ એક તરફ નથી લાગતી. પ્રેમ બે ધારી તલવાર છે.

તો પ્રસ્તુત છે સત્યઘટનાઓ પર આધારીત એક કહાની “નેકલેસ”.


પ્રકરણ – ૯

***

આગળ આપડે જોયુ.

આખરે વિશાલ અને મીરા મળે છે, બન્ને વચ્ચે વર્ષો પછી વાત થાય છે, છેલ્લી વાત જેના પછી બન્ને ભૂતકાળના રસ્તાઓ ને પાછળ જોયા વિના આગળ વધવાનું નક્કિ કરે છે. વિશાલ મીરાને આપેલુ નેકલેસ પાછુ માંગે છે, એ નેકલેસને એ સાબરમતીના પાણીનીમાં વહેતુ કરી દે છે. બન્ને છુટા પડે છે. મીરા મીતને મળવા માટે ચાલી નીકળે છે. હવે આગળ.

***

એક પ્રાઇવેટ ફાર્મહાઉસમાં પાર્ટી ચાલી રહી હતી. મ્યુઝીક ફુલ બીટ પર હતુ. એડ્રેન્લીન જન્કીઓ એના પર પૂરી એનર્જીથી કુદી રહ્યા હતા. બધાના ચહેરા પર હાઇનેસ છલકાઇ રહી હતી. શોર્ટસ પહેરેલી છોકરીઓ પોતાના વાળને ઉંચા કરીને કુદકા મારી રહી હતી. પાર્ટીવેર અને સ્યુટ્સમાં રહેલા કેટલાક યંગમેન એમની સાથે તાલ મેળવી રહ્યા હતા. પૂરા હોલમાં ડાન્સીંગ લાઇટ્સ જગમગારા મારી રહી હતી.

‘યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ યંગ મેન?’, એક લાંબા પગ અને ટુંકી શોર્ટ વાળી યંગ છોકરી એ બ્લેઝર વાળા છોકરા પાસે આવીને ઉભી રહી. એ યંગ મેન કોર્નરના બાર પર ઉભો રહીને સ્કોચની સીપ લઇ રહ્યો હતો.

‘નોપ. આઇ ડોન્ટ ફીલ ગુડ.’, એણે કહ્યુ.

‘ઇટ્સ યોર ડે, ઇટ્સ યોર સક્સેસ પાર્ટી.’, એ છોકરીએ કહ્યુ.

‘હ્મ્મ. આઇ નો.’, એણે વધારે રસ ના બતાવ્યો.

‘ડાન્સ વીથ મી, વી વિલ હેવ ફન.’, એ છોકરીએ પોતાની લટ સાથે રમતા રમતા નોટી સ્માઇલ આપી.

‘રીઅલી?’, એ છોકરાએ પોતાના ચહેરા પર અચાનક સ્માઇલ લાવીને કહ્યુ.

‘યેપ…’, એ છોકરી પોતાની આંગળી ચહેરા પરથી સરકાવતી છાતી તરફ લઇ ગઇ.

‘આઇ એમ નોટ ઇન્ટરેસ્ટેડ.’, તરત જ એ છોકરાએ પોતાની નકલી સ્માઇલ હટાવીને પેલી છોકરીને ઇગ્નોર કરતા કહ્યુ.

‘ઓકેય એઝ યુ વિશ.’, પેલી છોકરીએ પોતાનો ગ્લાસ વ્હિસ્કીથી ભર્યો, આઇસ ક્યુબ્સ નાખ્યા અને ત્યાંથી બધા લોકો ડાન્સ કરી રહ્યા હતા ત્યાં ચાલી ગઇ. પેલા છોકરાએ પોતાનો આઇફોન કાઢ્યો અને ટાઇમ જોયો. ૨.૦૦ વાગી ચુક્યા હતા. ટાઇમ જોઇને મોબાઇલ પોતાના ખીસ્સામાં મુક્યો. એ પોતાનો ગ્લાસ લઇને ટેરેસ પર ગયો. ત્યાં ઓલરેડી એક છોકરી બેસેલી હતી. એની બાજુમાં જ વોડકાની બોતલ પડી હતી.

‘ઓહ્હ, કમ કમ, ફાઇનલી આઇ હેવ સમવન્ઝ કંપની.’, એ છોકરી નશામાં જ બોલી. એણે બોલવાનું શરૂ રાખ્યુ. ‘યુ નો વોટ. લાઇફ સક્સ. બટ ધીઝ થીંગ ઓલવેઝ હેલ્પ્સ. મારો બોયફ્રેન્ડ મારી સાથે ચીટીંગ કરી રહ્યો હતો. એને મેં બધી જ વસ્તુઓ આપી જે મારી બોડી આપી શકતી હતી. હી સ્લેપ્ટ વીદ મી, હી કીસ્ડ મી, હી ફક્ડ મી. એન્ડ જ્યારે મને ચીટીંગની ખબર પડી, હી ડમ્પ્ડ મી.’, પેલી છોકરીએ ટેરેસની પાળી પરથી નીચે ઉતરવાની કોશીષ કરી. પણ એ લથડીયા ખાઇ રહી હતી.

‘હેય હેય, ઇઝી ઇઝી.’, પેલા છોકરાએ પેલી છોકરીને સંભાળતા કહ્યુ અને એને થોભી રાખી. એને નીચે ઉતારી અને ટેરેસ પરના હિંચકા પર બેસારી.

‘હેય હેય માય વોડકા.’, એણે ફરી હિંચકા પરથી ડોલતા ડોલતા નશામાં કહ્યુ.

‘યુ આર ઓલરેડી ડ્રંક ઇનફ.’, પેલા છોકરાએ કહ્યુ.

‘નોટ યેટ, નથીંગ મેટર્સ આફ્ટર ધીઝ.’, એણે ગ્લાસ તરફ ઇશારો કરીને કહ્યુ.

‘હ્મ્મ.’,

‘તુ પણ સેડ લાગે છે. વોટ્સ યોર સ્ટોરી. યુ હોસ્ટેડ ધીઝ પાર્ટી રાઇટ.’

‘આઇ ડોન્ટ હેવ અ સ્ટોરી.’, પેલા છોકરાએ સ્કોચની સીપ મારતા કહ્યુ.

‘એવરી બડી હેવ અ સ્ટોરી હિઅર માય ડિઅર.’, પેછી છોકરી એમ બોલી જાણે એ આખી દૂનિયા વિશે જાણતી હોય. પેલો છોકરો કંઇજ ના બોલ્યો.

‘થેંક્સ ફોર પાર્ટી. આઇ એમ એશા, ફ્રેન્ડ ઓફ જાનવી.’, પેલી છોકરીએ પોતાનો ડોલતો હાથ પેલા છોકરા તરફ લંબાવ્યો.

‘મીત, ફ્રેન્ડ ઓફ જાનવી.’, પેલા છોકરાએ થોડી સ્માઇલ સાથે છોકરીને હસાવવા કહ્યુ.

***

મીતની લાઇફનો આજે મોટો દિવસ હતો. આજે અમદાવાદનું સૌથી મોટા બીઝનેસ સેન્ટરનું ઇનોગ્રેશન હતુ. જે મીતની કન્સ્ટ્રક્શન કંપનીનો પ્રોજેક્ટ હતો. મીતને દર વર્ષે આશ્ચર્ય થતુ. ૧૩ ડિસેમ્બરનો દિવસ મીત માટે હંમેશા કંઇક નવુ જ લઇને આવતો. દર વર્ષે આ તારીખ સાથે કો-ઇન્સીડન્ટ એક આશ્ચર્યની વાત હતી. પરંતુ આ દિવસ જેટલો ખુશીનો હતો એટલો જ તડપાવનારો હતો. સવારથી એના મનમાં એક વિચાર જ ચાલી રહ્યો હતો. મીરાને એના બર્થ ડેનું વિશ કરવુ કે નહિં. દર વખતે મીતની હાલત આવી જ રહેતી. એ એક મેસેજ કરી જ દેતો. બટ આ વખતે એને એમ લાગી રહ્યુ હતુ કે હવે એને મુવ ઓન કરી લેવુ જોઇએ. ક્યાં સુધી એ મીરાની યાદોમાં પડ્યો રહેશે? એટલે જ એ આજે મીરાને વિશ કરવા નહોતો માંગતો. પરંતુ એક તડપ તો હતી જ.

એને ખબર હતી બન્નેને મળ્યે વર્ષો થઇ ગયા છે. પરંતુ એકબીજાને ભુલ્યા નહોતા. મીરા અમદાવાદની સૌથી પોપ્યુલર આર.જે હતી. વિશાલ અમદાવાદની સૌથી મોટી કન્સ્ટ્રક્શન કંપનીનો માલીક હતો. મીતનું એવુ માનવુ હતુ કે એ પોતે જે આજે કંઇ પણ છે એ મીરાને કારણે જ છે. જો મીરા મીતની લાઇફમાંથી ના ગઇ હોત તો મીત અહિં ન હોત. મીતે મીરાને યાદ કરી કરીને એટલી મહેનત કરી હતી કે એક એમ્પાયર ઉભુ કરી દીધુ હતુ. બટ ધ હાર્ટ વોન્ટ્સ વોડ ઇટ વોન્ટ્સ. જે ખુટતુ હોય એને બીજી કોઇ વસ્તુથી ના ભરી શકાય.

જેમ જેમ દિવસ રાત તરફ ચાલતો ગયો. એમ એમ મીતની અકળામણો વધતી ગઇ. મીત એ જગ્યાએ પહોંચી ગયો જ્યાં મીરા આવવાની હતી. પરંતુ ક્યારેક સમય સંબંધો પર કાટ લગાવી દેતો હોય છે.

***

‘કોણ છે એ?’, એશાએ નશામાં જ કહ્યુ.

‘મીરા.’, મીતે પોતાનો ચહેરો તારાઓથી ભરેલ આકાશ તરફ રાખ્યો.

‘બ્રેક અપ?’, એશાએ ખુબ મૃદુતાથી પૂછ્યુ.

‘ના, વી સેપરેટેડ યર્સ અગો.’

‘ક્યાં છે એ અત્યારે?’, એશાએ પૂછ્યુ.

‘RJ મીરા.’, મીતે એજ સ્થિતીમાં કહ્યુ.

‘વોટ? RJ મીરા?’,

‘હા.’

‘તમે રીલેશનમાં હતા?’

‘આઇ ડોન્ટ નો. એ જ મારી પ્રોબ્લેમ હતી.’,

‘શું થયુ હતુ?’

‘શી વોઝ માય ફ્રેન્ડ. વી હેડ અ ગુડ બોન્ડીંગ. બટ હું કમીટમેન્ટથી ભાગી રહ્યો હતો. એન્ડ નાઉ.’, મીતની આંખોમાં આંસુ આવી ગયા.

‘હેય….’

‘ગોડ ડેમ ઇટ આઇ લવ્ડ હર.’, એ બોલતા બોલતા રડી પડ્યો.

‘આઇ લવ્ડ હર ગોડ ડેમ ઇટ, મારી પાસે ચાન્સ હતો હું એને કમીટ કરૂ. બટ આઇ ડીડન્ટ. અને હવે હું તડપુ છુ. આઇ લવ હર. બટ હું એને એક મેસેજ પણ નથી કરી શકતો.’, મીત ભાંગી પડ્યો. એશાએ મીતને ભેટી લીધો.

‘કેટલીકવાર આપણે માત્ર સહન કરવાનું હોય છે.’, એશાએ મીતની પીઠ પાછળ હાથ થપથપાવતા કહ્યુ.

‘લાગે છે મને આ ભૂલ આખી જીંદગી સતાવશે.’, મીતે એજ હાલતમાં કહ્યુ.

‘યુ વીલ બી ફાઇન. જસ્ટ ફાઇન્ડ સમવન.’, બન્ને છુટા પડ્યા.

‘હું કોઇ બીજા વિશે વિચારી પણ નથી શકતો.’,

‘આઇ નો ઇટ્સ હાર્ડ.’,

‘એકવાર એ મને મળે મારે એને કસીને હગ કરવી છે. હું એનો ચહેરો પકડીને કહી દઇશ. આઇ લવ યુ મીરા.’, મીતે દ્રઢતાથી કહ્યુ.

‘કમ હીઅર, યુ નીડ અ હગ.’, એશાએ નશામાં જ ફરી પોતાના હાથ ફેલાવ્યા અને મીતને પોતાની નજીક લઇ લીધો. આ વખતે એશાની હગ વધારે ટાઇટ હતી. ત્યારે જ મીતનો ફોન વાઇબ્રેટ થયો. મીત એશાથી અલગ પડ્યો. એણે પોતાના પોકેટમાંથી મોબાઇલ કાઢ્યો.

એનુ હ્રદદ ધડકનો ચુકી ગયુ. એના હાથ ધ્રુજવા લાગ્યા. મેસેજ પર મીરાનું નામ હતુ.

‘ઇટ્સ હર.’, મીત બોલ્યો. એણે મેસેજ કર્યો.

‘૬.૩૦ થોળ. હું તુ નહિં આવે ત્યાં સુધી રાહ જોઇશ.’, મીતે મીરાનો મેસેજ વાંચ્યો. મીતની આશાઓ જાગી ગઇ. એક ક્ષણ એ આનંદમાં કુદી પડ્યો. એણે ખુશીમાં ને ખુશીમાં એશાને હગ સાથે ગાલ પર પપ્પી પણ આપી દીધી. મીત પાગલ થઇ ગયો હતો. એની આંખોમાં ખુશી સાથે આંસુઓ પણ હતા. પરંતુ સમય જતા જતા એ અકળાવા પણ લાગ્યો. શું કહેવુ હશે મીરાને? શું વાત કરીશ? આટલા વર્ષો પછી શું બોલવુ? એ બધા વિચારો મીતને ઘેરી વળ્યા હતા. બટ હા એને મળવાનો એક મોકો તો મળી ગયો હતો. એક મોકો તો મળ્યો હતો પોતાની લાગણીઓને શબ્દોમાં લાવવાનો. ‘૬.૩૦ વાગે થોળ. હું તુ નહિં આવે ત્યાં સુધી રાહ જોઇશ’, આ મેસેજ મીતે એ રાત્રીએ લગભગ ૨૦૦ વાર ખોલીને જોયો હશે. એની સામે જાણે મીરા સાક્ષાત ઉભી હતી. એ કલ્પી શકતો હતો.

***

૨૧ વર્ષથી ૨૮ વર્ષ શરીર પણ ઘણુ બદલાઇ ગયુ હોય છે. છોકરીમાંથી સ્ત્રી અને છોકરામાંથી પૂરૂષ, સમય આટલા ફેરફાર તો લાવી જ દેતો હોય છે. શરીર પણ પોતાની મેચ્યોરીટી બતાવતુ હોય છે. વિચારો પણ પુખ્ત થતા હોય છે. આ સાત વર્ષમાં મન ચંચળ હોય છે, જો વ્યક્તિ એકલી હોય તો તીવ્ર પણે એનું મન કોઇને જંખતુ હોય છે. હાથની આંગળીઓ વચ્ચેની જગ્યાઓમાં જે ખાલી પણો લાગતુ હોય એની પીડા માત્ર મહેસુસ જ કરી શકાય. હાથમાં હાથ નાખીને ચુપચાપ કરેલી ધીમી ચાલો હંમેશા કોઇના ગયા પછી સતાવતી જ હોય છે, એનુ સુખ કોઇ જ સંભોગ ના આપી શકે. જ્યારે કોઇના ખોળામાં માથુ હોય અને એના મુલાયમ હાથો ધીરે ધીરે ચહેરા પર સરકતા હોય, છતા કોઇ વાસના ના હોય એ પળો મનમાં આનંદની સાહીથી અંકિત હોય છે. બે હોઠો વચ્ચે કોઇ કારણો સરનું અંતર ખુબ વેદનાકારી હોય છે. ખાસ કરીને આ અંતર શબ્દોથી મપાતુ હોય. આવુ જ અંતર મીત અને મીરા વચ્ચે નહોતુ? શબ્દોનું અંતર?

***

પ્રેમને હંમેશા કુદરત સાથે સીધો સંબંધ છે. પ્રેમ એ કુદરતી છે, ક્યારેય કોઇને પ્રેમ કરતા શીખવુ નથી પડતુ. બસ એના બધા જ તર્કો ત્યજવાના હોય છે. દ્વેતમાંથી અદ્વેત બનવાની પહેલી શરત મમત્વના આવરણને પીગળાવવાની છે. આજે દ્વેતમાંથી અદ્વેત બનવાની ઘડી હતી.

શીયાળો હંમેશા પ્રેમ પ્રસરાવવાનો ઉતમ સમય રહ્યો છે. મીત પોતાના ટ્રેકમાં હાથ નાખીને હજુ વ્રુક્ષોની પાછળથી પોતાની કિનારીઓ બહાર કાઢી રહેલા સુર્યને તાકી રહ્યો હતો. સુર્યનો એકદમ કેસરી પ્રકાશ સરોવરમાં વલયોની રંગોળી બનાવી રહ્યો હતો. કોઇ વસ્તુને “ધ્યાન” થી જોવુ એનો આનંદ અદભૂત હોય છે. પોતાનું સર્વસ્વ એ વસ્તુને આપવુ એટલે ધ્યાન. મીત અત્યારે સુર્યાધ્યાન કરી રહ્યો હતો. આ સુર્યએ એને હંમેશા મદદ કરી છે.

કેટલાક સ્થળ નિશ્ચિત હોય છે, એ સ્થળની માટીએ પણ યાદો સાચવેલી હોય છે. એના માટે ચોક્કસ સરનામાંની જરૂર નથી પડતી. મન વિના પ્રયાસ ત્યાં દોરી જ લાવે. મીતને ખબર હતી થોળ સરોવર પર એને ક્યાં જવાનું હતુ. આ એ જગ્યા હતી જ્યાંથી એણે ઘણીવાર સુર્યને જોયો હતો, કોઇની સાથે. મીત સુર્યમાં એટલો ડૂબેલો હતો કે એને આસપાસના પંખીઓનું સંગીત શાંત લાગી રહ્યુ હતુ.

મીતનું શરીર પહેલા કરતા ક્યાંય મજબુત થઇ ગયુ હતુ. એના બાવડા મજબુત અને માંસલ થઇ ગયા હતા. પૂરૂષની છાતી એની તાકત હોય છે, એની છાતી વધારે કઠોર થઇ ગઇ હતી. પરંતુ એની અંદરનું હ્રદય નહિં. એની છ ફુટની ઉંચાઇ અને શીલ્પી ચહેરા પરની કાળી આછી દાઢી કોઇને આકર્ષવા માટે કાફી હતી. બટ ક્યારેક મન કોઇને જંખતુ હોય છે, કહ્યુ ને બટ ધ હાર્ટ વોન્ટ્સ વોટ ઇટ વોન્ટ્સ. એ જીવંત ધ્યાનમાં મશગુલ શીલ્પને હાથ પાસે કંઇક ગરમાહટ મહેસુસ થઇ. એક જ ક્ષણમાં મીત સુર્યથી સર પાસે આવી ગયો. એની ધડકનો તેજ થઇ ગઇ. પેટમાં કંઇક હલનચલન થવા લાગી.

એણે ચહેરો પાછળ ફેરવ્યો. મીતની આંખમાં સુર્યની ઉર્જા સાથે પ્રેમનું દ્વાવણ હતુ. મીતના સહેજ હોઠ પહોળા થયા. શબ્દો નીકળે એ પહેલા જ મીરાએ પોતાની આંગળી મીતના હોઠ પર મુકી દીધી. બન્નેની આંખો વર્ષો પછી મળી હતી. આંખના ઘાયલોને આંખની જ દવા જોઇએ. બન્નેની આંખો ભીની જ હતી. બધુ જ ધીમુ હતુ. સુર્ય ધીમો, પવન ધીમો, બન્નેમાંનુ સમગ્ર આંતરીક અસ્તિત્વ ધીમુ. મીરાએ આંસુ વાળી આંખોએ મીતનો હાથ પકડ્યો. મીતના જમણા હાથમાં પોતાનો હાથ પરોવ્યો. મીરાનું દ્વેતતાથી અદ્વેતતા તરફનું આ પહેલુ પગલુ હતુ. બન્નેએ ધીમા ધીમા સરોવરના કિનારે ડગલા ભરવાનું શરૂ કર્યો. આ પળોનું કુદરત સિવાય કોઇ સાક્ષી નહોતુ. આંસુ, વહેલી સવારનો કેસરી બાળ ભાસ્કર અને આંગળી વચ્ચેનો પૂરાયેલો ખાલીપો એ પરમ રમ્ય પળો શબ્દો નથી આપી શકતા.

મીરા પોતાનું માથુ મીતના ખભે ટેકાવીને ચાલી રહી હતી. મીતે પોતાનો હાથ મીરાની ખુલ્લી બાજુઓ પર રાખ્યો. મીતનું દ્વેતતાથી અદ્વેતતા તરફનું આ પહેલુ પગલુ હતુ. બન્ને સુર્ય પુખ્ત થયો ત્યાં સુધી સરોવરના કિનારે મૌન ચાલતા રહ્યા. આ ભૂતકાળનો પથ હતો. આ મૌન ચાલ ભૂતકાળની કેડી પર હતી. ન જાણે બન્નેએ કેટલી આવી મૌન ચાલ ચાલી હતી. પરંતુ શબ્દોના અવરોધો આવ્યા હતા. પરંતુ સમય બધા ખાડા ટેકરા દૂર કરતો જ હોય છે સમયની ચાલ ખુબ ધીમી છે, એનો ખોરાક ધીરજ છે પરંતુ એની સહાય મળતી જ હોય છે. મીરાએ મીતનો હાથ થોડો ભીંસ્યો. બન્ને થોભ્યા.

બન્ને સરોવરના કિનારે રહેલા એક વૃક્ષ તરફ ગયા. બન્ને ત્યાં શરીરને ટેકો આપીને બેસ્યા. બન્ને એકબીજાને જકડીને મિનિટો સુધી એકબીજાની ગરમાહટમાં બેસી રહ્યા. કોઇ જ શબ્દ નહિં. મીત પોતાના હાથ મીરાના ગાલ પર ફેરવતો રહ્યો.

‘એક દિવસ એવો નથી ગયો કે મેં તને યાદ ન કર્યો હોય.’, મીરાએ સરોવર તરફ નજર રાખીને ધીમેંથી બોલી. મીતે મીરાના માથા પર ચુંબન કર્યુ.

‘બકુ...’, મીત બોલ્યો.

‘સોરી.’, મીરાની આંખો ભીની થઇ ગઇ.

‘મીરા ડોન્ટ.’,

‘ધીઝ રીગ્રેટ્સ.’, મીતે પોતાની પકડને વધારે મજબુત બનાવી અને મીરાના આગળ આવેલા વાળને હાથથી પાછળ કર્યા. મીરાએ મીત તરફ આંખો કરી.

‘મીરા તને યાદ છે? મેં તને આ નેકલેસ પહેરાવ્યુ હતુ? એ દિવસે તને મેં કહ્યુ હતુ તારે બોલવાની જરૂર નથી. તુ જે ફીલ કરે છે એ હું માત્ર સમજતો નથી, એ જ ફીલ કરૂ છું.’, મીતે કહ્યુ.

‘મીત એ દિવસો…’, મીરા દૂર જોઇને થોભી ગઇ.

‘એ દિવસો ભૂતકાળના સુંદર મુકામો છે. મને યાદ છે.’, મીતે કહ્યુ.

‘આપડે બન્ને, કોઇ જ વાતો નહિં, સાંજનો સમય, બન્નેનો હાથ એકબીજાના હાથમાં, લાગણીઓ. પરંતુ હું ઓળખી ના શકી.’,

‘મારે તને કંઇક કહેવુ છે મીરા.’, મીતે થોડો ગભરાઇને બોલ્યો.

‘મીત એ શબ્દો કહેવા હવે જરૂરી નથી. સાત વર્ષ થયા. એનાથી મોટી કમીટમેન્ટ કોઇ નથી.’, મીરા મીતને સમજી ગઇ.

‘કદાચ હું આજે બોલ્યા વિના નહિં રહી શકુ મીરા.’, મીતે ધીમેંથી મીરાનો ચહેરો ફેરવ્યો.

‘તારો આ હાથ બધુ જ કહી દે છે.’, મીરાએ મીતનો હાથ ચુમ્યો.

‘મીરા પહેલીવાર આ રીતે વાત કરૂ છુ, બટ મીરા જ્યારે પણ હું તને જોવ છું ખબર નહિં આટલો પ્રેમ ક્યાંથી આવી જાય છે. જ્યારે પણ તુ મને સહેંજ પણ સ્પર્શ કરે છે ત્યારે હું પોતાને રોકી લવ છું. સ્પેશીયલી ધીઝ ઇઝ કિલીંગ.’, મીતે બીજુ પગલુ ભર્યુ. મીતે સ્માઇલ સાથે પોતાની આંગળી મીરાના હોઠ પર ફેરવી. મીરાએ સ્માઇલ કરી.

‘ઔર ?’, મીરાએ વધારે માંગ કરી.

‘આ કડી પહેરાલા કાન, જ્યાં એક કસીને બટકુ ભરી શકાય.’, મીતે વધારે મોટી સ્માઇલ કરી.

‘ઓહો… પછી?’, મીરા વધારે ને વધારે સ્મિત કરી રહી હતી.

‘એ પછી જ્યાંથી મદહોશી શરૂ થાય એવી તારી ગરદન પર હું મારા હોઠ મુકીશ.’, મીરાએ પોતાની આંખો બંધ કરી દીધી.

‘એ પછી ત્યાં ચુંબનોની જડીઓ ચાલશે.’, મીરાએ મીતનો હાથ જકડી લીધો.

‘હ્મ્મ્મ.’, મીરા આંખો બંધ કરીને પોતાનો ચહેરો આગળ લઇ આવી. મીતે પોતાની આંગળીઓ ફરી હોઠ પર ફેરવી. મીત ધીરે ધીરે પોતાના હોઠ મીરાના ગુલાબી હોઠ તરફ લઇ જઇ રહ્યો હતો. મીતે મીરાનો ચહેરો ખુબ જ કોમળતાથી પકડ્યો. મીતે આંખો બંધ કરી. એણે પોતાના હોઠ ધીંમેથી મીરાના હોઠ પર મુક્યા. તરત જ મીરાએ એનો સ્વિકાર કર્યો. હવે મીરાના હોઠ પર મુકાયેલા મીતના હોઠ મીતના નહોતા રહ્યો. એના પર સંપુર્ણ હક મીરાના હોઠોનો હતો. કેટલીક ઘટનાઓ આપણી ચૈતસીક સ્થિતીની બહાર હોય છે, એ ઘટનામાં શરીરના ચોક્કસ અંગો સિવાય બીજુ કોઇ કામ નથી કરતુ. નારંગીની ચીર જેટલા કેસરી અને કોમળ હોઠ પર ધ્રુજતા હોઠ રમી રહ્યા હતા.

મીતનો એ અનુભવ અનન્ય હતો. એણે હોઠને અલગ અલગ જે પણ રીતે ચાખી શકાતા એ રીતે ચાખ્યા. મીરા પણ મશગુલ થઇ ગઇ હતી આ હતુ દ્વેતમાંથી અદ્વેત થવાનું ત્રીજુ પગલુ. બન્ને ધીરે ધીરે એકબીજામાં ઓગળતા રહ્યા. બન્નેએ એકબીજાની આંખોમાં જોયુ. બન્નેએ એકબીજા સામે જોયુ. બન્નેએ એકબીજાને સ્માઇલ આપી. મીતે મીરાના કપાળ પર એક નાની પપ્પી ભરી. ‘અહિં જે ચાલ્લો હોય છે એના માટે’, મીત બોલ્યો.

‘ગેટ મી.’, મીરાએ મીતને પોતાના તરફ ખેંચ્યો. આ વખતે પહેલ મીરાએ કરી હતી. એણે પોતાના હોઠ મીતના હોઠ પર મુકી દીધા. બન્ને પ્રેમનો પ્યાલો પીવા લાગ્યા. આ એવો નશો હોય છે જેનાથી કોઇને ક્યારેય સંતોષ નથી થતો. છતા બન્નેએ નાનો વિરામ લીધો.

‘આઇ….’, મીરાએ હસીને ફરી મીતના હોઠ પર પોતાના હોઠ મુકી દીધા.

‘આઇ’લ’, જેવા છુટા પડ્યા એવો ફરી મીત બોલવા ગયો અને મીરાએ પોતાના હોઠ ફરી હસતા હસતા મીતના હોઠ પર મુકી દીધા.

‘હેય, આઇ વોન્ટ ટુ સે. આઇ’, મીરા થોડા સ્મિત અને ગંભીર ચહેરા સાથે મીતના હોઠ પર આંગળી મુકી દીધો.

‘ડોન્ટ ચેન્જ યોર સેલ્ફ ફોર મી.’

‘આઇ વોન્ટ યુ.’,

‘એના માટે કોઇ જ શબ્દોની જરૂર નથી.’, મીત મીરાની આંખોમાં ખુબ જ પ્રેમથી જોતો રહ્યો.

‘આઇ એમ ઓલ યોર્સ.’, મીરાએ ફરી સ્માઇલ કરી. આ વખતે મીતે મોકો ન છોડ્યો. મીતે મીરાને પોતાના તરફ ખેંચી લીધી. ફરી રમણીય સફર શરૂ થઇ ગઇ. ચારે તરફ કુદરત હતુ. સરોવર, વહેલી સવારનો કેસરી સુર્ય પ્રકાશ, સરોવર પર ઉડતા માઇલો દૂરના પંખીઓ અને એમનો કલરવ. આજે મીત અને મીરા બન્ને પ્રાકૃતીક હતા. ત્યાં મનુષ્યે ઉભા કરેલા કોઇ જ આવેગ નહોતા. કોઇ જ માનસીક ઉપદ્રવ નહિં. બસ પ્રેમ. જે માત્ર શબ્દોમાં નહોતો. અંગની એકે એક નસમાં હતો, એકે એક રૂંવાંટામાં હતો. ત્યાં પ્રેમ હતો માત્ર પ્રેમ.

***

‘ગુડ મોર્નિંગ અમદાવાદ, હું છુ RJ મીરા અને તમે સાંભળી રહ્યા છો મીરાની મૌજ. આજે મારે તમારી સાથે એક ખુબ જ સ્પેશ્યલ વાત કરવાની છે. એમ તો હું રોજ જ તમારી સાથે કંઇક સ્પેશ્યલ શેર કરતી હોવ છું પરંતુ આજે કંઇક વધારે જ સ્પેશ્યલ છે. એ પહેલા એક પ્રશ્ન છે એનો જવાબ આપશો અને જે સૌથી સારો જવાબ આપશે એને મળશે ગીફ્ટ કુપન્સ. તો સવાલ એમ છે તમે ક્યારેય પ્રેમ કર્યો છે? તમે પ્રેમને પામવા માટે કેવા કેવા નખરા કર્યા છે? મોકલી આપો તમારો જવાબ મારા ઇમેઇલ અથવા ફેસબુક પેજ પર.

તમને એમ લાગતુ હશે નહિં કે આજે વળી અચાનક પ્રેમની વાતો આ મીરા ક્યાં કરવા લાગી નંઇ? વેલ? વેલ… વેલ. આઇ ગેસ મારી શરમાહટથી જ તમને ખબર પડી ગઇ લાગે છે. પરંતુ ના ના ના, હું શબ્દોમાં નહિં જ કહુ. વેલ મારી લાઇફમાં વર્ષો પહેલા કોઇ હતુ. ક્યારેક પ્રેમને પાકતા વર્ષો વીતી જતા હોય છે અને પછી પ્રેમના ફળો આવતા હોય છે. ફાઇનલી આટલા વર્ષો પછી જેના તરફ અમારી એકબીજાની દોટ હતી એ અમે બન્ને મળી ગયા છીએ. મને ખબર છે કેટલાય અમદાવાદી યંગસ્ટર્સના દિલ ભાંગીને ભુક્કા થઇ ગયા હશે. સોરી ગાય્ઝ. બટ હા મને કોઇ ફાઇનલી મળી ગયુ છે જેની વાટે મારા શ્વાસો હતા. હા મેં ખુબ રાહ જોઇ છે. પ્રેમ ક્યારેય સાચો કે ખોટો નથી હોતો. આ શબ્દને કોઇ વિશેષણોની જરૂર નથી. પ્રેમ પ્રેમ હોય છે. એમ ફાઇનલી અમારો પ્રેમ પણ વર્ષોની રાહ પછી મળ્યો. મેં તમને હંમેશા મારા પોતાના માન્યા છે એટલે જ હું મારી પર્સનલ વાતો તમારી સાથે શેર કરી રહી છું. શું ? ના ના નામ તો નહિં કહુ, અરે યાર જીદ નહિં હો. પ્લીઝ માય લીસનર્સ ફ્રેન્ડ્સ. ઓકે ચલો તમે આટલી બધી જીદ કરો છો તો કહી જ દઉ. એનુ નામ છે મીત. મીત અને મીરા કેમ જામશે ને? હાહાહા. તમે સાંભળી રહ્યા છો. 93.5 રેડ FM અને હું છુ RJ Meera તમારી સાથે શેર કરી છુ મારી અને મારા જેવા બીજા લોકોની સ્ટોરીઝ. તો આજે આખો દિવસ ચાલશે પ્રેમની વાતો માત્ર 93.5 રેડ FM પર. એક વાત કહુ? કોઇને કહેતા નહિ હો. આ બાજુ નજીક આવો થોડા. સાંભળો મને પ્રેમ થઇ ગયો છે. હા પ્રેમ’, નીરમા વોશીંગ પાવડર નીરમા. નીરમા વોશીંગ પાવડર નીરમા. દૂધસી સફેદી નીરમા સે આયે, રંગીન કપડા ભી ખીલ ખીલ જાયે. સબ કી પસંદ નીરમા. વોશીંગ પાવડર નીરમા. નીરમા!

***

ટેરેસ પરથી રાતનું અમદાવાદ જોઇ રહેલી મીરાને પાછળથી આવીને મીતે જકડી. એ પ્રેમની જકડ બન્ને ક્યારેય ના ચુકતા. મીરા પાછળ ફરી. બન્નેએ એકબીજાની આંખોમાં જોયુ. બન્નેના ચહેરા પર હળવી સ્માઇલ આવી. મીત ધીરે ધીરે પોતાના હોઠ મીરાના હોઠ તરફ લઇ ગયો. બન્નેના હોઠ મળ્યા. પરંતુ મીરાને કંઇક અજીબ લાગ્યુ. મીતે મીરાના હોઠ પરથી ધીમેંથી ટેક ઓફ કર્યુ અને હસ્યો. એ મીરાની સામે ગોઠણીયા ભેર બેસી ગયો. મીરા હસી પડી. મીરાએ પોતાની આંગળી પ્રશ્નાર્થના એક્સપ્રેશન સાથે પોતાના ફુલાવેલા ગાલ તરફ કરી. મીત ગોઠણીયા ભેર બેસીને જ ધીમેંથી હસ્યો.

‘વિલ યુ?’, મીત મોટી સ્માઇલ કરીને બોલ્યો. મીરાએ પોતાના હાથ ફેલાવ્યા.

‘કમ.’, મીરાએ મોટી સ્માઇલ સાથે કહ્યુ. ફરી બન્નેના હોઠ એ મદહોશીમાં મળ્યા. મીતે જે વસ્તુ મીરાને આપી હતી એ જ વસ્તુ હોઠો દ્વારા મીરાએ મીતને પાછી આપી. મીતે પોતાના મોંમાંથી રીંગ કાઢી અને સાફ કરી. બન્ને એકબીજા પર ઢળી ગયેલા હતા. મીતે વધુ કંઇ બોલ્યા વિના રીંગ મીરાના હાથમાં પહેરાવી. બન્નેએ એકબીજાની આંખોમાં અજાણ્યા એક્સપ્રેશન્સથી જોયુ. બન્નેમાંથી કોઇ એકબીજાને ના રોકી શક્યા. એ હતુ ખુલ્લુ આકાશ અને બે પ્રેમી જ્યાં હવે કોઇ આવરણો નહોતા. મીત અને મીરા. કદાચ હવે એ બે નહોતા. ત્યાં હતો માત્ર પ્રેમ. એકબીજાની ગરદનની ગરમાહટમાં ઘર કરી ગયેલ બન્નેના ચહેરા. દ્વેત શરીર અને અદ્વેત આત્મા.

***

સત્ય ઘટનાઓ પર આધાર રાખીને કોઇ વાર્તા લખવી એ પીડાદાયક કાર્ય છે. જીવેલી ખુશીની પળોને ધીરે ધીરે દૂર જતા જોવી અને એ પીડાને ફરી અનૂભવવી અને એને હંમેશા કાગળ પર પીડાવા માટે અંકિત કરૂ ખુબ પીડાદાયક છે. પરંતુ મૌજ ફિક્શન જ કરાવી શકે. ફિક્શન બધા દુખોની બાદબાકી છે એ તીખુ લાગ્યા પછી ખાધેલી ખાંડ કે ગોળ જેવુ છે. બધુ જ ફરી સરખુ થઇ જ જાય. સો આ સ્ટોરી જ્યારે સત્ય ઘટનાઓના પાયા પણ નહોતા ખોદાણા ત્યારથી લખવાની શરૂ કરેલી સ્ટોરી આજે અહિં આવીને ઉભી છે. આશા રાખુ છુ કે તમને ગમી જ હશે. જે પ્રેમ મને રીડર્સ તરફથી મળે જે. એ મેસેજીસ હોય, કોલ હોય કે ફેસબુક મેસેજીસ હોય એનું કોઇ મૂલ્ય હું નથી કરી શકતો એ મારા માટે પ્રેમ છે. આના સિવાય મારી પાસે કોઇ જ શબ્દ નથી.

બીજી એકવાત કહેવાની છે કદાચ તમને આંચકો લાગશે. મારા રીડર્સ સાથે હું ખુબ ઓછી વાતો શેર કરૂ છું. આજે કેટલીક વાતો શેર કરવી છે અને તમારી હેલ્પ પણ જોઇએ છે. તો પહેલા આંચકાની વાત એ કે ૨૦૧૬ પૂરૂ ના થાય ત્યાં સુધીમાં હવે મારી કોઇ લવ સ્ટોરી કે નોવેલ એપીસોડીક ફોર્મેટમાં માતૃભારતી પર નહિં આવે. અરે એનો મતલબ એ નથી કે હું લખીશ નહિં, બટ હા કોઇ ફિક્શન સ્ટોરીઝ આવતા ડિસેમ્બર જાન્યુઆરી સુધી નહિં આવે. પણ હા જે પણ હવે આવશે એમાં તમને મજા આવશે એવુ કહી શકો. બધા રીડર્સને પસંદ ન પણ પડી શકે કારણ કે હવે પછી જે વસ્તુ આવશે એ નોન ફિક્શન હશે. જેનું હું ટુક સમયમાં એનાઉન્સમેન્ટ કરીશ. સો બી ઇન ટચ ઓન સોશીયલ મિડીયા.

હવે વાત આવે છે હેલ્પની. વાત જાણે એમ છે કે આ છ મહિનામાં મારી એવી ઇચ્છા છે કે ગુજરાતના જે પણ એવા સ્થળો છે જ્યાં કેટલાંક મુલ્યો છે, એ પછી કોઇ ગામડુ હોય, સાસણના જંગલનુ કોઇ નેસડુ હોય, દરીયા કાંઠાનું કોઇ સ્થળ હોય. તમે જ્યાં પણ રહેતા હોવ એની આસપાસનું કોઇ એવુ સ્થળ જ્યાંથી કંઇક માનવતાના મુલ્યો મળી રહે. એવી ગુજરાતની જે જે જગ્યા છે એની મુલાકાત લેવાની ઇચ્છા છે. દર મહિને એક સ્થળ. એ દરીયો પણ હોઇ શકે અને કોઇ માતાજીનો મઢ કે શહીદોના પાળીયા પણ હોઇ શકે. મારો ઉદેશ્ય એ છે કે આ બધી ઘટનાઓ પાછળના માનવ મૂલ્યોને મારે જાણવા છે અને અનૂભવવા છે. તો જો તમે જે સ્થળે રહેતા હોય એની આસપાસ આવુ કોઇ સ્થળ હોય, અને જો તમે મને એક બે દિવસ સહન કરી શકો એમ હોવ તો પ્લીઝ મને જણાવો. ગુજરાતનું કોઇ પણ શહેર. મને નવા લોકોને મળવુ ગમશે, નવા લોકો વિશે જાણવાનું ગમશે અને વાંચકોને મળવાનો આનંદ તો કંઇક અદભૂત જ હોય છે. સો આઇ નીડ અ ફેવર…! વુડ યુ હેલ્પ મી? મદદ કરશો? જો હા તો મને મારા નંબર ૮૦૦૦૫૦૧૬૫૨ પર વોટ્સએપ અથવા કોઇ પણ રીતે પ્લીઝ જણાવજો.

સો ધેટ્સ ઇટ. હવે સમય આવ્યો છે આ ભોમકાને ખુંદવાનો તો મળીશું કોઇને કોઇ ખુણે. અને ટુંક જ સમયમાં ફરી એકવાર કંઇક નવુ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છો. સો બી ઇન ટચ. અને હા, એક વાત કહું? કોઇને કહેતા નહિ હો. આ બાજુ નજીક આવો થોડા. સાંભળો ! મને પ્રેમ થઇ ગયો છે. હા પ્રેમ. મારા વાંચકો સાથે પ્રેમ. લવ યુ ઓલ એન્ડ ટેક કેર.


લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. શોર્ટ સ્ટોરીઝ અને નાટકો, ફિલ્મ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રેટીંગ, રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook :

Google Plus :

Twitter :