Vivah books and stories free download online pdf in Gujarati

વિવાહ

Solanki Paresh

sparesh630@gmail.com

love marriage or arrenge marriage

લવ મેરિજ મતલબ તમે ખુદે જ પસંદ કરેલા પાત્ર સાથે લગ્ન કરો છો. તમે તેની સાથે અનેક લાગણીઓ થી બંધાયેલા હોય છે. જે તમે પહેલા થી જ નક્કી કરીને રાખ્યુ હોય છે આજકાલ તો લવ મેરિજ ફેશન છે.

તમે તેની સારી ખરાબ અાદતો અને અેના વિચારો થી પણ પરિચીત હોવ છો. કુટેવ તથા સારી ટેવોની પણ જાણ હોય છે.

જ્યારે અરેન્જ મેરીજમા અેનુ વિરુધાર્થી હોય છે.

અરેન્જ મેરીજ એટલે તમારા પરીવાર જનોની મરજી થી તથા તમારી મરજી થી થયેલા વિવાહ . અરેન્જ મેરીજ મા તમે તમારા પાત્ર વિશે કશુજ જાણતા નથી હોતા.

અને આજ વાત ઘણા યુવકો અને યુવતીઓ આકર્ષે છે, અરેન્જ મેરીજ કરવા તરફ જાય છે. અરેન્જ મેરીજને કારણે તમે તમારા પાત્ર માટે હંમેશા જીજ્ઞાસુ રહો છો.

ભારતમાં લવ મેરીજ નો એક પ્રકાર થી ક્રેઝ છે

ભારતના મેગા સિટી તથા નાના-મોટા સિટી અને ગામડાંઓમા પણ લવ મેરીજ નુ ભુત ચોટેલુ છે. આજકાલ ના નવરક્ત સંચિત યુવકો અને યુવતીઓ લવ મેરીજ કરવાનો જ વિચાર રાખતા હોય છે.

લવ મેરીજ ની ફેશન છે માટે એનો મતલબ એતો નથી કે અરેન્જ મેરીજ થાતા જ નથી.

ભારતના ગામડાંઓમાં મારા અનુમાન પ્રમાણે લગભગ નવાણુ ટકા અરેન્જ મેરીજ થાય છે, તથા ભારત ના ઘણા મોટા શહેરો મા પણ અરેન્જ મેરીજ થાય છે. એનુ કારણ એ છે કે લવ મેરીજ નિષ્ફળ થતા જોઈને ઘણા લોકો એવુ સમજે કે લવ મેરીજ હંમેશા નિષ્ફળ જ જાય છે. અથવા તેને એવો ડર હોય કે લવ મેરીજ નિષ્ફળ જાય છે,

માટે તેઓ અરેન્જ મેરીજ નો સ્વીકાર કરે છે. મોટા સિટી મા રહેનારા હોય કે નાના ગામડાં ઓમા તે તેના લવ મેરીજ વિશે ના એના ભ્રામક ખ્યાલો મુકતા નથી અને અરેન્જ મેરીજ તરફ જાય છે. ઘણા અરેન્જ મેરીજ રાજકારણી સત્તા મેળવવા કે રાજકારણી સત્તા ને પછાડવા માટે પણ અરેન્જ મેરીજ થાય છે. માટે અરેન્જ મેરીજ પણ લવ મેરીજ ની બરાબરી કરે છે.

શિક્ષણ ની કમી ને કારણે પણ અરેન્જ મેરીજ નુ પ્રમાણ ખુબ જ વધી જાય છે.

ભારતના ગામડાં ઓમા શિક્ષણ નુૃં પ્રમાણ ઓછુ હોવા થી તેઓ લવ મેરીજ મા માનતા જ નથી, તેઓ અરેન્જ મેરીજ ની પાછળ દોડે છે અને દોડતા પણ રેહશે.

કારણ કે તેઓ લવ મેરીજ ને પાપ સમજે છે તથા તેઓ લવ મેરીજ કરવા વાળા ઓ ના પ્રાણ હરવા થી પણ પાછળ હટતા નથી. અને જુદી જુદી જાતિ કે જ્ઞાતિ મા લવ મેરીજ કર્યા એનુ તો જીવવાનુ પણ મુશ્કેલ કરી નાખે છે. તે લોકો જાનવરો થી પણ ખરાબ હાલત કરી નાખે છે અને આવા અસાક્ષર વ્યક્તી ઓ હંમેશા લવ મેરીજ ની ખિલાફ જ હોય છે.

અાવા કારણો ને કારણે ભારત ના ગામડાંઓમા લવ મેરીજ નુ પ્રમાણ ઘણુ ઘટી જાય છે

અને અરેન્જ મેરીજ વધી જાય છે. લવ મેરીજ માં ખતરો ઘણો છે પણ યુવાનો અને યુવતીઓ લવ મેરીજ કરવાનો આગ્રહ રાખે છે. લવ મેરીજ નુ આકર્ષણ એટલે વધારે છે તેમા યુવાન યુવતી તથા યુવકો તેના શારિરીક સબંધ વિવાહ પહેલા બાંધી શકે અને બીજા અગત્યના સબંધ પણ સ્થાપી શકે માટે લવ મેરીજ તરફ વધુ પ્રમાણમાં ખેંચાઈ છે માટે જ લવ મેરીજ મા વધારે ને વધારે નવરક્ત સંચિત યુવાનો તથા યુવતીઓ આકર્ષાય છે.

જ્યારે અરેન્જ મેરીજ મા વિવાહ પહેલા આવા શારિરીક સબંધ બાંધી શકતા નથી કે બીજા અગત્ય ના કોઈ સબંધ બાંધી શકતા નથી માટે નવરક્ત સંચિત યુવાનો અને યુવતીઓ વધારે પડતો અરેન્જ મેરીજ નો સ્વીકાર કરતા નથી.

લવ મેરીજ કરવાથી પરિવાર,મિત્રો,સબંધીઓ આપણી ઉપર ગુસ્સો એટલે કરે છે, કારણ કે તેને ઈસ્છા વિરુધ્ધ આપણે વિવાહ કર્યા તેમને કહ્યા વિના લગ્ન કેમ કર્યા તેને એટલી જ વાત નો ગુસ્સો હોય છે. તેઓ ને એમ લાગે છે કે લવ મેરીજ કરીને અાપણે તેઓ ને ભુલી જાશુ માટે જ તેઓ લવ મેરીજ ને ખિલાફ હોય છે.

પણ તેવુ હોતુ નથી , આપણે તેઓ ને જેટલો પ્રેમ કરતા હોય એટલો જ કરીએ છીએ.

લવ મેરીજ કરવાથી તેના હિસ્સા નો ઘટતો નથી અને તેઓ એ લવ મેરીજ કરવામા મદદ કરી હોય તો આપણે તેની ઘણી જ વધારે ઈજ્જત કરીએ છીએ.

લવ મેરીજ કરીને આપણે પણ આપણા બાળકો ને સ્વતંત્ર રીત થી પ્રેમ કરી શકીએ છે. અાપણા માતાપિતા ની જેમ.

લવ મેરીજ કરવાથી આપણે આપણા પૂરા માનવ સમાજ સાથે યુધ્ધ કરવા પડે કારણ કે લવ મેરીજ મા જાતિ, ધર્મ , જ્ઞાતિ , અમીરી - ગરીબી વગેરે પ્રમાણે યુધ્ધો થાય છે કોઈ ધર્મ માટે , કોઈ જાતિ માટે કોઈ અમીરી - ગરીબી માટે લવ મેરીજ થતા રોકે છે.

લવ મેરીજ નો મતલબ એ નથી કે છોકરો - છોકરી ઘર થી દૂર ભાગી(Runaway couple) ને લવ મેરીજ કરે ,

લવ મેરીજ નો મતલબ એ છેકે તમે તો એક થાવ છો પણ પુરા પરીવાર જનોને , સબંધીઓને કુટુબ તથા મિત્રોને પણ એક કરો પરંતુ ભારતમાં આ એક કામ કરવુ ઘણુ જ મુશ્કેલ છે , માટે જ ભારત મા વધારે પડતા ઘર થી દૂર ભાગી મેરીજ કરનાર (Runaway Couple) કપલ (જોડાઓ) જોવા મળે છે.

અરેન્જ મેરીજ મા લવ મેરીજ ની જેમ પરીવાર વેર વિખેર થતા નથી.

કારણ કે તેની મરજી થી તેઓની ઈસ્છા થી તમે લગ્ન / વિવાહ કર્યા હોય છે. જેથી તેઓ ને તમારી ઉપર ભરોસો રહે છે. માટે તેને ગુસ્સે થવાનુ કોઈ કારણ હોતુ નથી. કારણ કે ગુસ્સો એટલી જ વાત નો હોય છે, કે તેની ઈસ્છા વિરુધ્ધ લગ્ન કેમ કર્યા, પરંતુ અહિંયા એની ઈસ્છા કે મરજી થી જ વિવાહ થાય છે માટે ગુસ્સો નથી હોતો અને લવ મેરીજ ની જેમ ઝગડા પણ નથી હોતા. અને તેઓ ને એવુ નથી લાગતુ કે આપણે તેઓ ને ભુલી જશુ,

તેઓ આપણ ને પણ સ્વતંત્ર રીત થી પ્રેમ કરવાનો હક્ક આપે છે.

ભારત મા મેરીજ કરવાની ઘણી જ રીતો છે. ધર્મ પ્રમાણે જુદી - જુદી રીતો છે, પણ એ જરુરી નથી કે સૌથી શ્રેષ્ઠ લગ્ન કરવાની રીત થી અરેન્જ મેરીજ કે લવ મેરીજ ટકી રહેશે. લવ મેરીજ હોય કે અરેન્જ મેરીજ હોય આ સબંધ ને જાળવી રાખવાની જીમ્મેદારી તમારી ઉપર હોય છે. તમારા મેરીજ ને ટકાવી રાખવા માટે તમારા એકબીજા પ્રત્યે સર્મપણ વિશ્ર્વાસ , લાગણી , સચ્ચાઈ , પ્રેમ હોય તો તમારા અરેન્જ મેરીજ છે કે લવ મેરીજ કોઈ જ ફરક પડતો નથી અને તમારા સબંધ માંથી તમને કોઈ જુદા પાડી શકતુ નથી.

અરેન્જ મેરીજ મા તમને તમારા પાત્ર / પાર્ટનર વિશે ઘણી વાતો ની જાણ નથી હોતી ,

જેવી કે

શું તે કોઈ ને પ્રેમ કરતો હશે ? અથવા

શું તેણી કોઈ ને પ્રેમ કરતી હશે ?

શું તે તેને ભુલી ગયો હશે ? અથવા

શું તેણી તેને ભુલી ગઈ હશે કે કેમ ?

શું તે મારા માટે સારો સાબીત થશે ? કે

શું તેણી મારા માટે સારી સાબીત થશે ?

પણ આવા બધા સવાલો છોડીને આપણે અરેન્જ મેરીજ કરીએ એ વાત જ અરેન્જ મેરીજને લવ મેરીજ થી અલગ કરે છે.

જ્યારે લવ મેરીજ માં એવુ હોતુ નથી.

તમે જેને લવ કરો છો તેની સાથે જ તમારા મેરીજ થયા હોય છે માટે શકનો કોઈ ખ્યાલ પણ હોતો નથી.

લવ મેરીજ મા તમને એ ખ્યાલ હોય છે કે તે/તેણી ગમે તેવી મુશ્કેલમાં તમને છોડીને નઈ જાય અને તે ખાતરી પણ હોય છે.

લવ મેરીજ મા કે અરેન્જ મેરીજ કોઈ લાંબુ અંતર નથી,ફક્ત જોનાર ની નજર મા અંતર હોય છે.

તમે કોઇ પણ પ્રકારે મેરીજ કરો.મેરીજ કરો ચાહે લવ મેરીજ હોય કે અરેન્જ મેરીજ ફક્ત રસ્તા અલગ અલગ છે પણ મંઝીલ એક જ છે.

મેરીજ નો મતલબ એટલો જ છે કે બે વ્યક્તિને (પાત્રોને) પ્રેમ ના સબંધ મા જોડવાનો

પછી ચાહે તે લવ મેરીજ હોય કે અરેન્જ મેરીજ.