Please Help Me - Part - 4 books and stories free download online pdf in Gujarati

પ્લીઝ હેલ્પ મી પાર્ટ-૪

નામ : ચાંદની

Email – chandnikd75@gmail.com

વાર્તા નું નામ :- પ્લીઝ હેલ્પ મી,પાર્ટ-4

વિષય : સસ્પેન્સ સ્ટોરી.

બીજે દિવસે વહેલી સવારે ધ્રુવનો ફોન આવ્યો.ધૃવનું નામ ફોનમાં ફ્લેશ થતુ જોઇ લોપા ઉત્સાહથી બેઠી થઇ ગઇ અને ફોન રીસીવ કર્યો.”હજુ ઉંઘે છે લોપા આમ જ ઉંઘતી રહી તો હુ તમને બંન્ને ને કયારેય એક થવા નહી દઉ હા હા હા...”

લોપાને આગલી રાત્રીનું ચિત્ર સામે તરી આવ્યુ અને સાથે સાથે તે સમજી પણ ગઇ કે ધૃવ જ ગઇ રાત્રીએ તેની મજાક કરતો હતો. , “યુ નોટી ધૃવ. તને ખબર છે મારી હાર્ટબીટ કેટલી વધી ગઇ હતી? અને તને આવા મજાક સુઝે છે?” લોપાએ છણકો કર્યો. “અરે યાર પ્રેમના ઇઝહારનો દિવસ યાદગાર તો હોવો જોઇએ ને?સોરી...સોરી....” ધૃવે હસતા હસતા રિપ્લાય આપ્યો. “ઓ.કે. બાબા ઓ.કે. ઇટ્ઝ ઓ.કે.” લોપાએ પ્રત્યુતર વાળ્યો અને પુછ્યુ “ક્યારે આવે છે ધૃવ મારા મિન્સ આપણા ઘરે?” “આવું જ છું રેડી થઇને જાનેમન. મસ્ત મજાનો બ્રેકફાસ્ટ રેડી રાખજે.”

“યા શ્યોર. ચલો બાય.” લોપાએ કહ્યુ અને ફોન કટ કરી ફટાફટ તૈયાર થવા લાગી. ફટાફટ તૈયાર થઇ નીચે આવી અને ધૃવનો મનપસંદ બ્રેકફાસ્ટ સમોસા,ચટણીની પ્રીપેરેશન કરવા લાગી અને તેના પપ્પાને બજારમાં કાજુકતરી લેવા માટે મોકલ્યા. “બેટા, આજે બહુ ખુશ દેખાય છે? શું મેટર છે જરા મને તો કહે?” અનસુયાબહેને પુછ્યુ. “મમ્મી ધૃવ આવે છે આપણા ઘરે અને તેણે કહ્યુ છે કે તે આપણી સાથે બ્રેકફાસ્ટ કરશે તો તેની મનપસંદ આઇટમ બનાવું છું.” લોપાએ ચટણી બનાવતા કહ્યુ. “સારૂ પણ એક વાતનો સખત ખ્યાલ રાખજે, તારા પપ્પાને આ તળેલુ અને મિઠાઇ આપતી જ નહી. તેના માટે સલાડ તૈયાર કરી રાખજે. ડોક્ટર સાહેબે સખત મનાઇ કરી છે.” “અરે મમ્મી, આજે તેને છુટ આપજે આ બધુ ખાવાની. કાલથી સખ્ત નિયમ પાળજે.” લોપાની એક એક વાતમાં તેના અંતરનો ઉમળકો ચહેરા પર ખુશીના ભાવ સાથે છલકી રહ્યો હતો. અનસુયાબહેન પણ સમજી ગયા હતા કે કાંઇક ગુડ ન્યુઝ છે પણ તેણે લોપાને પુછવાનુ ટાળ્યુ કારણકે લોપા વારેવારે જવાબ આપવાનુ ટાળતી હતી. બધુ રેડી કરી ડાઇનીંગ ટેબલ પર સજાવટ કરી લોપા હજુ બેઠી કે ડોરબેલ વાગી. લોપા દોડીને દરવાજો ખોલવા ભાગી. દરવાજો ખોલતા જ તેના પપ્પા આવ્યા હતા. તેમના હાથમાંથી સ્વિટ્સનુ બોક્ષ લઇ લોપા કિચનમાં ગઇ અને તેના પપ્પા માટે ઠંડુ વરિયાળીનું સરબત લઇ આવી.

ડોર બેલ ફરી વાગી. લોપાને વિશ્વાસ જ હતો કે ધૃવ આવ્યો છે. તે ધીરેથી દરવાજા તરફ સરકી અને ડોર ખોલ્યુ કે ધૃવ સામે ઉભો હતો. બન્નેની નજર મળતા જ એકબીજાના ચહેરા પર સ્મિતની લહેર દોડી ગઇ.

“અરે આવ આવ બેટા. લોપા ધૃવને અંદર તો આવવા દે કે ત્યાં જ તેને રોકી રાખવાનો ઇરાદો છે?” દિપકભાઇએ કહ્યુ. “થેન્ક્સ અંકલ તમે આવકાર આપ્યો નહી તો મને તો એમ જ હતુ કે લોપા આજે અંદર આવવા જ નહી દે.” કહેતા ધૃવ અને દિપકભાઇ હસી પડ્યા. “હમ્મ્મ્મ્મ તો હવે મને સમજાયુ કે આ સમોસા અને કાજુકતરી એ બધુ ધૃવ આવવાનો હતો એટલે બન્યુ છે. કેમ લોપા સાચી વાત ને?” દિપકભાઇએ લોપા સામે જોઇ પુછ્યુ કે લોપા શરમાઇ ગઇ. “હાસ્તો વળી, તમને ડોક્ટરની સખત મનાઇ છે આ તીખુ મસાલેદાર લેવાની. ખબર છે કે ભુલી ગયા?” અનસુયાબેહેને ધૃવને પાણીનો ગ્લાસ ઓફર કરતા બોલ્યા. “આજે તો તારી ઘાસફુંસમાંથી મને છુટકારો આપ પ્લીઝ. આજે ધૃવની સાથે ગરમાગરમ સમોસાની લિજ્જત માણવા દે પ્લીઝ?” દિપકભાઇએ કહ્યુ. “પપ્પા આજે સલાડમાંથી હું તમને છુટ્ટી આપુ છું. ડોન્ટ વરી આજે તો તમારે પણ આ મસાલેદાર ટેસ્ટી બ્રેકફાસ્ટનો આનંદ માણવાનો છે.મમ્મીની પરમિશન મે મેળવી લીધી છે.” લોપાએ કહ્યુ. “વાહ વાહ બેટા વાહ. તો હવે મારાથી રહેવાતુ નથી ચલો નાસ્તાને ન્યાય આપવા નહી તો નાસ્તાને ખોટુ લાગી જશે.” હસતા હસતા દિપકભાઇ ઉભા થયા અને સાથે ધૃવ અને લોપા પણ ડાઇનીંગ ટેબલ તરફ ગયા. લોપાએ બધાને નાસ્તો સર્વ કર્યો અને પછી પોતે પણ ધૃવની બાજુમાં બ્રેકફાસ્ટ માટે બેસી ગઇ. “વાહ આન્ટી, તમારા હાથમાં તો જાદુ છે. શું સમોસા બન્યા છે? સો ટેસ્ટી....” ધૃવે કહ્યુ. “બેટા આજે તો તારે લોપાના વખાણ કરવા રહ્યા. સમોસા અને બાકી બધુ આજે તેણે પોતાના હાથે બનાવ્યુ છે.” અનસુયાબહેને કહ્યુ. “હમ્મ્મ આઇ એમ સરપ્રાઇઝડ લોપા. તને બ્રેકફાસ્ટ બનાવતા આવડે છે? મને એમ કે બસ બે હાથે નાસ્તો કરતા જ આવડ્તુ હશે..” ધૃવ હસી પડ્યો. “વેરી ફન્ની.” લોપાએ પ્રત્યુતર વાળ્યો. “અંકલ આજે તમને એક વાત કરવા માટે આવ્યો છું. વિચારુ છું કેમ અને ક્યાંથી શરૂઆત કરું?” ધૃવ જરા ગંભીર બની ગયો. “અરે દિકરા તું અમારા પરિવારના હિસ્સા સમાન જ છે. કોઇ પણ પ્રકારના સંકોચ વિના કહી દે તારા મનની વાત.”

“અંકલ હું અને લોપા એકબીજાના પ્રેમમાં છીએ અને અમે બન્ને એકબીજા સાથે લગ્ન કરવા ઇચ્છીએ છીએ.” “વાહ....વાહ......વાહ દીકરા વાહ.” મારા મનની ઇચ્છા આજે પુરી થઇ ખરી.” દિપકભાઇ આનંદથી ઝુમી ઉઠ્યા. “તમારી હા હોય અને સંપુર્ણ રીતે મારા પર ટ્રસ્ટ હોય તો જ અમે બન્ને લગ્ન કરીશું. તમારા બન્નેની રજામંદી અમારા માટે અનિવાર્ય છે અંકલ આન્ટી.” ધૃવે કહ્યુ. “દીકરા હું અને દિપક તો પહેલાથી જ તમારા સબંધ માટે રાજી જ હતા અને આજે પણ ખુબ ખુશ છીએ કે લોપાને તારા જેવો હોનહાર અને સમજદાર જીવનસાથી મળ્યો છે.” અનસુયાબહેને કહ્યુ. “અરે આજે તો તહેવાર મનાવવા જેવી વાત છે. બહુ મોટુ સરપ્રાઇઝ મળ્યુ છે આજે મને. આજે તો ડબલ નાસ્તો કરીશ હું.” દિપકભાઇએ હસતા હસતા કહ્યુ. “લો દીકરા મીઠુ મોઢુ કર અમને આ સબંધ મંજુર છે અને હા એક વાત કે ક્યારેય તું એમ ન સમજતો કે આ દુનિયામાં હવે તારુ કોઇ છે નહી.” “થેન્ક્સ અંકલ આંટી.” ધૃવે કહ્યુ. “અંકલ આન્ટી નહી બેટા હવેથી મમ્મી પપ્પા કહેવાની ટેવ આજથી જ પાડી દે.” અનસુયાબહેન બોલ્યા. “પણ અંકલ એક પ્રોબ્લેમ છે.

“શુ બેટા બોલને?”

“મારી નવી જોબ લંડન મળી છે તો મારે પંદર જ દિવસમાં નીકળી જવાનુ છે અને નવી નવી જોબ છે તો હું ત્યાંથી ત્રણ વર્ષ સુધી લાંબી રજા પર નહી આવી શકુ તેવી કંપનીની પોલીસી છે તો શું લગ્ન માત્ર પંદર જ દિવસમાં શક્ય રહેશે???” ધૃવે અચકાતા કહ્યુ. “અરે બેટા એમાં શુ મોટી વાત છે? પંદર દિવસમાં બધુ અરેન્જ થઇ જશે. એ બાબતે તું નિષ્ફિકર બની જા. તમારા બન્નેની ઇચ્છા હોય તો હુ પંદર દિવસમાં જ લગ્ન અને સગાઇની એરેજન્મેટ કરાવી આપીશ.” “ઓહ પાપા થેન્ક્યુ સો મચ. તમે તો મારી બધી મુઝવણ સોલ્વ કરી દીધી.” “ઓ.કે. બેટા તો હુ કાલે જ પંડિતને પુછીને લગ્નની તારીખ નક્કી કરાવુ છુ અને લોપાનો પાસપોર્ટ તો રેડી જ છે. તમે બંન્ને જવાની તૈયારી કરો હુ લગ્નનુ બધુ ગોઠવી આપુ છુ” લોપા અને ધ્રુવ દીપકભાઇની વાત સાંભળી ખુબ જ ખુશ થઇ ગયા.

માત્ર પંદર જ દિવસમાં દિપકભાઇએ સગાઇ લગ્નની તમામ તૈયારી કરી લીધી. લોપા અને ધૃવના લગ્ન બહુ નજીકના સગા-વ્હાલાઓની હાજરીમાં સંપન્ન થયા. લગ્ન બાદ બીજા જ દિવસે ધૃવને લંડન નીકળવાનુ હતુ એટલે દિપકભાઇ અને અનસુયાબહેન બધાએ સાથે મળી પેકીંગ કરવામાં હેલ્પ કરી અને બીજે દિવસે બન્ને દિપકભાઇ અને અનસુયાબેન તેમને એરપોર્ટ પર ડ્રોપ કરવા માટે ગયા. “બેટા મારી વહાલસોયી દીકરીનું ધ્યાન રાખજે. મારે આ કહેવું તો ન જોઇએ પણ એક માતા નું હ્રદય છે તો કન્ટ્રોલ ન કરી શકી.” અનસુયાબહેને આંખમાં આંસુ સાથે કહ્યુ. “મમ્મી તમે લોપાની બિલકુલ ચિંતા ન કરો. હવે એ મારી જવાબદારી છે. ભલે અમે તમારાથી દૂર જઇ રહ્યા છીએ પણ આ ટેક્નોલોજીના યુગમાં આપણે ડેઇલી કનેક્ટેડ જ રહેવાના છીએ.” ધૃવે કહ્યુ. “હા બેટા અમને તારા પર સંપુર્ણ ભરોસો છે.” દિપકભાઇએ કહ્યુ.

“પપ્પા તમે તમારી હેલ્થનું ખાસ ધ્યાન રાખજો પ્લીઝ. ડોક્ટરના કહેવા મુજબ જ ડાયટ પ્લાન રાખવાનો અને મનાઇ કરી છે એ કોઇ વસ્તુને હાથ અડકવાનો નથી. મને ખબર છે તમે મમ્મીની વાતનો દરકાર કરતા જ નથી.” બોલતા લોપા રડી પડી અને દિપકભાઇને ભેટી પડી. “બસ દીકરા આવા મોકા પર રડવાનુ ન હોય. આરામથી અને ખુશીથી વિદાય લેવાની હોય બેટા. નાઉ સ્માઇલ પ્લીઝ.” દિપકભાઇએ પ્રેમથી લોપા પર હાથ પસવાર્યો અને તેનો હાથ ધૃવના હાથમાં સોપ્યો.

“મમ્મી પપ્પા ફ્લાઇટની એનાઉન્સમેન્ટ થઇચુકી છે. ચલો ગુડ બાય.” ધૃવે કહ્યુ અને બન્નેના આશિર્વાદ લઇ ધૃવ અને લોપા નીકળી ગયા.

દીપકભાઇ અને અનસુયાબહેન હવે એકલા પડી ગયા. પણ તેઓને મનમાં એક ખુશી હતી કે તેમની એકની એક દીકરી લોપાને ધ્રુવ જેવો સમજુ અને સંસ્કારી જીવનસાથી મળ્યો હતો. વળી તેને વિદેશમાં જવા મળ્યુ હતુ એક માતા પિતા તરીકે દીપકભાઇ અને અનસુયાબહેનના હૈયે ટાઢક વળી હતી.

“આઇ એમ સો હેપ્પી ટુડે ડાર્લીંગ. તુ મારા જીવનમાં આવી એ મારા માટે એક અનમોલ ભેટ છે.” ધૃવે લોપાનો હાથ પકડી કહ્યુ. “મી ટુ ડીઅર.” કહેતી લોપા ધૃવના ખભા પર માથુ ઢાળી દીધુ.

લોપા અને ધ્રુવ એકબીજાને મેળવીને ખુબ જ ખુશ હતા. લંડનની ધરતી બંન્ને માટે ખુબ જ અજાણી હતી પરંતુ એકબીજાના સાથ સાથે નવી ધરતી પર નવજીવનની શરૂઆત બંન્ને માટે ખુબ જ રોમાંચક હતી.

લંડન પહોચતા જ તેઓ બન્ને કંપની તરફથી મળેલા ફ્લેટ પર બાય કાર પહોંચી ગયા. ફ્લેટ વેલ ફર્નીશ્ડ અને વેલ ડેકોરેટેડ હતો.

“વાઉ ધૃવ સો નાઇસ એન્ડ બીગ હાઉસ. ફર્નિચર ઇઝ ટુ ગુડ યાર.” લોપાએ ફ્લેટ નીહાળતા કહ્યુ. “યા જાનુ હવે આ બધુ તારે જ સંભાળવાનુ છે અને મને પણ સંભાળવાનો રહેશે તારે” કહેતા ધૃવ તેને પાછળથી વળગી પડ્યો. “હા માય લીટલ બેબી તને પણ આરામથી સંભાળી લઇશ હું.” ધૃવના સ્પર્શથી લોપા રોમાંચીત થઇ ચુકી હતી. “આઇ લવ યુ લોપા, લવ યુ સો મચ. કમ એન્ડ હગ મી જાનુ. નાઉ આઇ કાન્ટ કન્ટ્રોલ.” ધૃવે લોપાને આગોશમાં લીધી અને તેના લિપ્સ પર એક તસતસતુ ચુંબન આપતા બોલ્યો. લોપા પણ ધૃવના માદ્ક સ્પર્શમાં ખોવાયેલી હતી ત્યાં ફોન રણકી ઉઠ્યો અને લોપાએ પોતાનો ફોન રીસીવ કર્યો કે તેના મમ્મીનો કોલ હતો. “બેટા પહોંચી ગયા લંડન?” અનસુયાબેને પુછ્યુ. “હા મમ્મી થોડી વાર થઇ પહોચ્યા તેને. આરામથી અમે બન્ને પહોંચી ગયા છીએ અને કંપની તરફથી મળેલા ફ્લેટમા આવી ચુક્યા છીએ. બહુ ફાઇન ફ્લેટ છે મમ્મી.” “ફાઇન બેટા. તારી યાદ આવતી હતી તો વિચાર્યુ કે કોલ કરી લઉ.તારા પપ્પા તો વૉકીંગ માટે ગયા છે તે આવશે ત્યાર બાદ કોલ કરીશ તને ફરી.” “ઓ.કે. મમ્મી. મારી બિલ્કુલ ચિંતા ન કરજે. ધૃવ છે મારી સાથે એટલે હવે કોઇ ચિંતાની જરૂર નથી મમ્મી. આઇ એમ સો હેપ્પી.” “ઓ.કે. બેટા. બાય એન્ડ ટેઇક કેર ઓફ યોરસેલ્ફ.” કહેતા અનુબહેને ફોન મુક્યો અને ફોન મુકતા જ તે રડી પડ્યા. ખુબ લાડકોડ અને પ્રેમથી ઉછેરેલી દીકરી આજે લગ્ન કરી સાસરે જતી રહી અને ઘર સાવ સુનુ બની ગયુ હતુ. આખો દિવસ ઘરમાં ચહેકતી પોતાની દીકરીના જવાથી ઘર જાણે ખાલી થઇ ગયાનો એહસાસ અનસુયાબહેનને થવા લાગ્યો.

ફોન કટ કરી લોપાએ જોયુ તો ધૃવ પાછળ ન હતો. તેણે ચારે તરફ નજર કરી પણ ધૃવ ન દેખાતા કિચન તરફ ગઇ. જોયુ તો ધૃવ ચા બનાવતો હતો. “અરે જાનુ મને કહેવાય ને, હું બનાવી આપત ચા તને. શું કામ હેરાન થાય છે?” લોપાએ કહ્યુ. “કાલથી બધુ તારે જ કરવાનુ છે ને જાનુ. તુ મમ્મી સાથે વાત કરતી હતી તો થયુ કે ચલ બન્ને માટે ગરમા ગરમ ચા બનાવું, જે પીવાથી તન મન ફ્રેશ થઇ જાય.” “લો ગરમા ગરમ ચા. ચલ આપણે ત્યાં હૉલમાં જ બેસી ચા લઇએ.” ધૃવ અને લોપા બન્ને હોલમાં બેસી ચાની ચુસકી ભરવા લાગ્યા. “સો ટેસ્ટી ટી. મને આઇડિયા ન હતો કે તને આટલી સરસ ચા બનાવત આવડતી હશે.” લોપાએ મજાકમાં કહ્યુ. “અરે જાનેમન હ્જુ આગળ આગળ જોતી રહેજે મને શું શું બનાવતા આવડે છે અને કેવી રીતે બનાવતા આવડે છે...” કહેતા ધૃવે લોપાને આંખ મારી અને લોપા શરમાઇ નીચુ જોઇ ગઇ.

રાત્રે આજે બન્ને લગ્ન બાદ પહેલી વખત મળ્યા હતા. લોપાએ વ્હાઇટ નેટ વાળી નાઇટી પહેરી હતી. ધૃવ તેના એક એક અંગને નીહાળી રહ્યો હતો. લોપા બેડરૂમના ડોર પાસે જ ઉભી રહી ગઇ. તેની આંખો શરમથી ઢળી ગઇ. ધૃવ બેડ પરથી ઉભો થઇ તેની પાસે ગયો અને લોપાને ગોદમાં ઉઠાવી લીધી અને તેને બેડ પર સુવાડી તેના શરીર પર તે એક સોફ્ટ પીંછા વડે સહેલાવા લાગ્યો. લોપા પીંછાના સ્પર્શથી તરફડી ઉઠી. બન્ને તરફ તુફાન જાગેલુ જ હતુ. ધૃવ તેના શરીરને મન ભરીને પ્રેમ કરવા લાગ્યો અને લોપા એ પ્રેમમાં ખોવાતી ચાલી ગઇ.

વહેલી સવારે લોપા જાગી ત્યારે તે ધૃવની બાહોમાં હતી. તે ફટાફટ રેડી થઇ ધૃવ માટે ચા-નાસ્તો બનાવી તેને જગાડવા આવી અને જોયુ કે ધૃવ ઉઠી ગયો હતો. બેડ પરથી જ ધૃવ લોપાને જોતો જ રહી ગયો. રેડ સાડી, સ્લીવલેસ બ્લાઉઝ, કાનમાં ઇઅરીંગ્સ, ખુલ્લા ધોયેલા વાળ, લહેરાતો તેની સાડીનો પાલવ, ગળામા મંગલસુત્ર અને હાથમાં ખન્ન ખન્ન થતી બંગડીઓ અને હાથમાં ચા-નાસ્તાની ટ્રે સાથે લોપા બેડ પાસે ઉભી હતી. લોપાએ ટ્રે નાજુમા રાખી અને ધૃવના માથા પર પ્રેમથી હાથ ફેરવવા લાગી. “જાનેમન આ ઇન્ડિયન લિબાસમાં તારી એક એક અદા કાતિલાના લાગે છે. પ્રેમના ખંજર ચલાવે છે તુ મારા દિલ પર જાનુ.” ધૃવ તેના ખોળામાં માથુ રાખી સુતા સુતા બોલ્યો. “ધૃવ હવે વાતો રહેવા દો. આજે તમારી જોબનો પ્રથમ દિવસ છે માટે જલ્દી નાસ્તો કરી રેડી થઇ જાઓ. હું તમારા માટે ટિફિન રેડી રાખુ છું ત્યાં સુધીમાં.” લોપાએ કહ્યુ. “ઓ.કે, ડાર્લીંગ. જેવી તમારી આજ્ઞા.” કહેતો ધૃવ ફ્રેશ થવા બાથરૂમ તરફ જતો રહ્યો અને લોપા કિચનમાં ચાલી ગઇ. “લોપા ઓ’ લોપા . જાનુ ટોવેલ ભુલી ગયો છું. પ્લીઝ આપી જા મને.” ધૃવે બાથરૂમમાંથી બૂમ પાડી કે લોપા બેડરૂમમાં ટોવેલ આપવા આવી. “લો ધૃવ ટોવેલ. સાવ આમ જ ભુલકણા જ છો?”

“જેવો લોપાએ હાથ લાંબો કર્યો કે ધૃવે બાથરૂમનુ ડોર ખોલી લોપાને બાથરૂમમાં શોઅર નીચે ખેચી લીધી અને લોપા આખી ભીંજાવા લાગી. “ઓહ શું કરે છે ધૃવ? જો તો આખી ભીની કરી દીધી મને. આ શરારત રહેવા દે અને મને જવા દે તારુ ટીફીન બનાવતા મને મોડુ થઇ જશે.” કહેતા લોપા બહાર જવા નીકળવા લાગી પણ ધૃવના ખડતલ શરીરની પકડમાંથી છુટવુ તેના માટે મુશ્કેલ હતુ અને મનોમન તે છુટવા પણ માંગતી ન હતી. “જાનુ આજે આખો દિવસ આપણે બન્ને ફ્રી જ છીએ. મારે કાલથી ડ્યુટી જોઇન કરવાની છે. આજે તો આખો દિવસ આ જ રીતે તને પ્રેમની સરપ્રાઇઝ મળતી રહેવાની છે.” ધૃવે તેને શોઅર નીચે ખેંચતા કહ્યુ. “યુ નોટી ધૃવ.” કહેતી તે ધૃવને ભેટી પડી. શોઅરમાંથી પડતી પાણીની બુંદો નીચે બન્ને એકબીજાને લિપલોક કરી એકમેકમાં ખોવાઇ જવા લાગ્યા. ધીમે ધીમે લોપાના શરીર પરથી આવરણો હટવા લાગ્યા અને ધૃવ તેના શરીરના એક એક પાર્ટસ પર તેના નામનું અંકન કરતો પ્રેમ કરવા લાગ્યો. બાથટબમાં બન્નેએ સાથે સ્નાન કર્યુ. આજે લોપા ધૃવના રંગમાં અને ધૃવ લોપાના રંગમાં રંગાઇ ચુક્યા હતા.

“આઇ લાઇક યોર વે ટુ લવ મી લાઇક ધેટ ધૃવ.” લોપાએ ધૃવના શરીરને ટોવેલથી પોંછતા કહ્યુ. “થેન્ક્સ જાનેમન. આ રીતે જ તને દરરોજ મારા પ્રેમમાં તરબોળ કરી દઇશ જાનુ.”

“તારા કપડા ત્યાં બેડ પર જ રાખ્યા છે. હવે બહાર નીકળો સાહેબ તો હું પણ ચેન્જ કરી શકુ.” “જાનુ કપડા પહેરવા જરૂરી છે????” કહેતો ધૃવ તેને ગળે ભેટવા ગયો કે લોપાએ ધક્કો મારી તેને બહાર કરી દીધો અને બાથરૂમનું ડોર બંધ કરી દીધુ. “જાનુ ધીસ ઇઝ ચીટીંગ. બહાર નીકળ તને જોઇ લઇશ હું.” કહેતો ધૃવ પણ હસતો હસતો ચેન્જ કરવા જતો રહ્યો.....

ક્રમશઃ..................