Coffee House - 7 books and stories free download online pdf in Gujarati

કોફી હાઉસ - પાર્ટ-૭

રૂપેશ ગોકાણી

Contact no. – 80000 21640

કોફી હાઉસ પાર્ટ – 7

લવ સ્ટોરી

આજે સાંજ ખુશનુમા હતી. કોફીહાઉસમાં પણ બપોરે ગ્રાહકોની ભીડ ન હતી પણ સાંજ પડતા જ કોફીહાઉસમાં લોકોની ભીડ શરૂ થઇ ગઇ હતી. બરોબર છ વાગ્યાના ટકોરે કોલેજીયન ટોળકી આવી ગઇ.

“ચલો પ્રેય અંકલ આપણે લાખોટા તળાવ જઇએ. જલ્દી કરો અંકલ આપણે મોડુ થઇ જશે.” પાર્થે ઉતાવળ કરતા કહ્યુ. “બેટા તમારુ ગૃપ હજુ ઇનકમ્પ્લીટ છે. આપણા તમામ નિવૃત શિક્ષકોને તો આવી જવા દે ત્યાં સુધી બધા બેસો તમને કોફી મોકલાઉ.”

“અરે અંકલ, બધા શિક્ષકો તો આજે ક્યારના આપણી જગ્યાએ પહોંચી ગયા છે. તેઓ બધા આજે ત્યાં ડાઇરેક્ટ આવવાના હતા. મને પ્રતાપ દાદાનો ફોન આવી ગયો છે, અમે તો તમને જ લેવા આવ્યા છીએ.” “ઓ.કે. બેટા ચલો તમે નીકળો હું આવું છું, મારે ગામમા એક કામ છે તે પતાવી જસ્ટ ૧૦ જ મિનિટમા પહોંચું છું.” પ્રવીણભાઇ જરા ગામમા જઇ આવવાનુ કહેતા નીકળ્યા.. થોડીવારમાં જ બધા લોકો નિયત જગ્યાએ પહોંચી ગયા ત્યાં નિવૃત શિક્ષકોનું ગૃપ તેમની રાહ જોઇ રહ્યુ હતુ.

“અરે પ્રવીણ ક્યાં છે?” હેમરાજભાઇએ ઉતાવળે પુછી લીધું “દાદા એ હમણા જ પહોંચે છે અહી. તેમને ગામમા કામ હતુ એટલે ગયા છે.” પાર્થે જવાબ આપતા કહ્યુ. ત્યાં દૂરથી પ્રવીણભાઇ આવતા દેખાયા. તેના હાથમાં એક મોટુ બોક્સ હતુ. “આવ આવ પ્રવીણ્યા. બેસ અહીયા. તારી કથા સાંભળવા અમારા કાન તલસી રહ્યા છે. જલ્દી તારી કથાનો અધ્યાય શરૂ કર ચાલ. આવો બાળકો બેસી જાઓ બધા.” હેમરાજભાઇએ હળવી મજાક કરી પ્રવીણભાઇનો હાથ પકડી તેમને બેસાડ્યા. કાલે તે વાત કરી હતી કે તુ બાઘડ બીલ્લા પાસે ગયો હતો પછી શું થયું? તારી કોયલી માની ગઇ હતી કે ન હતી માની?” ઓઝા સાહેબે તેને પુછ્યુ. કુંજે મને ઉપર તેના સ્ટડીરૂમમાં લઇ ગઇ. “શું પ્રેય, તું પણ આમ વિના કહે આવી ગયો ઘરે? તને ખબર તો છે કે પપ્પાનો સ્વભાવ કેટલો ગુસ્સાવાળો છે. તેને શક જશે તો કારણ વિના પ્રોબ્લેમ ક્રીએટ થશે.” “જે થાય તે કુંજ. તને સોરી કહેવુ જ હતુ એટલે આવી ગયો ઘરે. આઇ એમ રીઅલી સોરી ડીઅર. પ્લીઝ ફરગીવ મી. જે થયુ તે એક ખરાબ સ્વપ્ન માની ભુલી જા તુ કુંજ.”

મે તેને બધી વાત કરી મારા ઘર વિષે અને મારી મમ્મી વિષે કે શા કારણે હું આટલો ટેન્શનમાં હતો અને શા માટે હું વાંચન તરફ ધ્યાન કેન્દ્રિત કરવા જઇ રહ્યો હતો. મારી વાત સાંભળી તેને ફીલ થયુ કે હું ખોટો ન હતો. “તારે એક વાર તો મને આ બધી વાતની જાણ કરવી હતી. શું એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડને સારી સારી જ વાતો કહે? તેના જીવનની મુશ્કેલીઓ અને સંઘર્ષની વાત ન કરી શકે? ઇટ્સ ઓ.કે. પ્રેય. હું સમજું છું તારી હાલત. મને ખબર છે જ્યારે મા પર વિના કારણ અત્યાચાર થાય છે ત્યારે એક પુત્ર તે ન જોઇ શકે. આ પરિસ્થિતિમાંથી હું નીકળી ચુકી છું. આજે મારા પિતાના જીદ્દી અને જડ વલણ અને સ્વભાવને કારણે જ હું મા વિહોણી છું, કહેતા તે રડી પડી. “ડોન્ટ ક્રાય ડીઅર. આજે તારો બર્થડે છે. સવારે મારા કારણે તારી આંખમા આંસુ આવી ગયા અને અત્યારે પણ તુ રડે એ મને નહી ગમે. પ્લીઝ ડીઅર હવે રડવાનુ નથી. સ્માઇલ પ્લીઝ.” તેણે આંસુઓને પોંછી નાખતા મને હગ કરી લીધો. મે પણ તેને હળવેકથી હગ કરી બર્થ ડે વીશ કર્યુ. “કાકા જરા સ્ટડીરૂમમા બે કોફી લાવો પ્લીઝ.”

“આજે પાપા ઘરે છે નહી તો તારી સાથે કોફીહાઉસ આવી કોફી પીવાનુ પસંદ કરત. પણ ઠીક છે એ ટ્રીટ કાલે આપીશ તને. આજે મારા ઘરની કોફી પી લે.” “ઓ.કે. બેબી. નો પ્રોબ્લેમ. તે મને માફ કરી દીધો એ મારા માટે ખુબ મહ્ત્વની વાત છે. યુ આર સો ગ્રેટ કહેતા તેના બન્ને કોમળ ગાલ પર મે હળવેથી હાથ પસવાર્યો. “એક બીજી વાત પ્રેય કે આજથી તું અને હું બન્ને સાથે સ્ટડી કરશું. એવું ન માનતો કે તુ એકલો છે. હું તને સાથ આપીશ અને મને વિશ્વાસ છે કે આ વખતે પણ તું જ ટોપર્સ લીસ્ટમાં સૌથી આગળ હશે.” “તારો સાથ મળે તો આખી દુનિયાના ટોપર્સના લિસ્ટમાં હું પ્રથમ આવું. બસ મારે તો તારો સાથ જોઇએ છે કુંજ.” હું તેના ચહેરા સામે જોઇ તેના વિચારોમા મસ્ત ડુબકીઓ લગાવી રહ્યો હતો ત્યાં કાકા કોફી લઇ આવી ગયા. “લેટ’સ સેલીબ્રેટ માય બર્થડે વીથી કોફી પ્રેય.” કહેતા તેણે પોતાના હાથે મને કોફી પીવડાવી. મે તેને મારા હાથે કોફી પીવડાવી. અમે બન્ને એકબીજાને જોઇ રહ્યા હતા. આહ...તે દિવસે કોફીની સાથે સાથે તેના રૂપનું પાન કરતા હું રોમાંચિત થઇ ઉઠ્યો હતો.

“તને ખબર છે મારા બર્થડે પર હું અને પપ્પા બન્ને આખો દિવસ સાથે સ્પેન્ડ કરીએ છીએ. સાથે બહાર ફરવા જવાનું, લંચ અને ડિનર બધુ સાથે, આખો દિવસ હું અને પાપા બન્ને સાથે વિતાવીએ પણ આ બર્થડે પર હું પાપા સાથે બહાર ન ગઇ એ જસ્ટ અને જસ્ટ તારા કારણે. છેલ્લા ઘણા દિવસથી તારો મુડ સારો ન હતો એટલે તને સરપ્રાઇઝ આપવા માટે આજે હું કોલેજ આવી હતી. પણ ઉલ્ટાનુ મને બહુ મોટી સરપ્રાઇઝ આપી દીધી તે.” “સોરી ડીઅર. હવે ભુલ નહી કરુ એવી. આઇ એમ સો સોરી.”

“મારી ગિફ્ટ ક્યાં??? ચલ આપ મારી ગિફ્ટ.” તે એકાએક બોલી ગઇ અને ત્યારે મને એહસાસ થયો કે ઉતાવળમા ગિફ્ટ લાવવાનું ભુલી જ ગયો હતો હું. હવે શું કરવું? “ઓ.કે. આઇ વીલ ગિવ યુ અ ગિફ્ટ બટ ફર્સ્ટ ક્લોઝ યોર આઇઝ.” “તે આંખો બંધ કરી મારી સામે બેઠી હતી. તે એટલી ઉત્સાહમા હતી કે મારા તરફથી તેને શું મળશે એ જાણવાની તેને ખુબ જ ઉત્સુકતા હતી. “હું હળવેકથી તેની નજીક ગયો. બંધ આંખે તે મને મેહસુસ કરી રહી હતી. મારી હાર્ટબીટ વધી રહી હતી. તેના કોમળ ગાલની નજીક મારા હોઠ પહોંચી ગયા અને હળવેકથી તેના ગાલ પર મે તેને હળવું ચુંબન કર્યુ. મારા માટે કોઇ ગર્લ સાથે આ પહેલુ ચુંબન હતુ. ચુંબન કરતા જ તેની આંખો ખુલી ગઇ અને તે શરમાઇ ગઇ. અમારા બન્નેના નયન એક બીજા સાથે મુક પ્રત્યાયન કરી રહ્યા હતા. ન કોઇ શબ્દ, ન કોઇ સંવાદ, ન કોઇ અવાજ કે શોરબકોર. માત્ર અને માત્ર બન્નેના હ્રદયમાંથી પ્રગટ થતા ભાવ એકબીજા સાથે અથડાઇ રહ્યા હતા. વેળા જાણે થંભી ગઇ, ઘડિયાળના કાંટા અટકી ગયા. એ ક્ષણમાં બસ બે દિલ જોર જોરથી ધડકી રહ્યા હતા. “કેમ ન ગમી ગિફ્ટ મારી?” મે તેને કટાક્ષમાં પુછ્યુ. તેણે મારા પ્રશ્નનો જવાબ શબ્દોથી નહી પણ તેના સ્મિતથી આપ્યો.

“કાશ...... આ વેળા અહી જ થંભી જાય. કાશ..... તેનું એ સ્મિતને હરહંમેશ મારી નજરમા ભરી લેવા જેટલુ મારામા સમર્થ્ય હોય.” એ વિચારે તેની સામે એકીટશે નીહાળી રહ્યો હતો અને એ મને નીહાળી રહી હતી ત્યાં અચાનક સરવન્ટે આવી ડોર ક્નોક કર્યુ , “મેડમ, સાહેબે તમને અને તમારા મિત્રને ડિનર માટે બોલાવ્યા છે.” “ઠીક છે, હું આવું છું હમણા જ.”

“ચલ આજે આપણે બન્ને ડિનર સાથે લઇએ.” “અરે ના યાર, આઇ એમ ગેટીંગ લેટ. ઘરે મામાને કહીને પણ નથી આવ્યો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે તારા ફાધર સામે બેસીને જમવાની હિમ્મત નથી ચાલતી મારી.” “ચલ ને યાર. એવું તે શું છે મારા ફાધરમાં તે ડરે છે?”

“નહી બેબી, રીઅલી મને લેઇટ થાય છે. ચલ હું નીકળું છું, પણ મારી પાર્ટી બાકી રહેશે.” “ઓ.કે. એઝ યુ લાઇક.” “મને રિટર્ન ગિફ્ટ નહી આપે તું?”

“ચલ ચલ...... હવે લેઇટ નથી થતુ તને?” “ઓ.કે. બાય ડીઅર. એન્ડ અગેઇન મેની મેની હેપ્પી રીટર્નસ ઓફ ધ ડે.” “થેન્ક્સ. બાય . સી યુ ટુમોરો એટ કોલેજ.”

“તે દિવસે હું સાતમા આસમાનમા વીહરી રહ્યો હતો. કુંજે મને માફ કરી દીધો એ ખુશી જ મારા માટે સૌથી મોટી હતી. ઘરે પહોંચી જમી હું વાંચવા બેઠો કે મારા ફોનમા મેસેજ આવ્યો. જોયુ તો કુંજનો મેસેજ હતો. મને બધુ મુકી તે વાંચવાની ચટપટી લાગી. “આઇ લાઇક ગિફ્ટ વેરી મચ ડીઅર. થેન્ક્સ શબ્દ બહુ નાનો રહેશે એવી ગિફ્ટ તે મને આજે આપી છે પ્રેય. આઇ નેવર ફરગેટ ધ ગિફ્ટ ગીવન બાય યુ.” “થેન્ક્સ બેબી. થેન્ક્સ અ લોટ ફોર યોર રિપ્લાય અબાઉટ ગિફ્ટ.” મે પણ તેને મેસેજ કરી દીધો. “ઉમ્મ્મ્મ્મ્મ્મ્મ્મ્મ્મ્મ્હાહાહાહા........” તેનો રિપ્લાય મળતા જ હું ખુશીથી ઝુમી ઉઠ્યો અને મારા ફોનની સ્ક્રીનને મે ચુમી લીધી. શું વાત કરું દોસ્તો એ પળ મારા માટે બહુ કિંમતી હતી. એમ થયુ દોડીને કુંજ પાસે જતો રહુ અને તેને મારા દિલની વાત કહી દઉ. “આ રીતે ફોનમા નહી, મને રીઅલમા રીટર્ન ગિફ્ટ જોઇએ.” અમે બન્ને જાણે મેસેજ મેસેજ રમી રહ્યા હતા. “હા રીઅલ પણ મળી જશે પણ એક શરત છે, મારા ફાધર સામે આવી એક વખત આ ગિફ્ટ માંગો એટલે તમે કહો એટલી વખત રીટર્ન ગિફ્ટ આપીશ તમને મીસ્ટર પ્રેય.” “ઓહહહહહ........ શું કામ મને બલીનો બકરો બનાવે છે?” “કેમ બકરી બની ગયો તું?” “બકરી નહી સિહ છું હું,પણ તારા પપ્પા સરકસના રીંગ-માસ્ટર છે, એ મારા જેવા સિંહને પણ તેના ઇશારે નચાવે તેમ છે. હા........હા.......હા.......” “ઓ.કે. ચલ કાલે મળીએ કોલેજે.,બાય, ગુડ નાઇટ.” “ગુડ નાઇટ સ્વીટુ. યુ આર સો સ્વીટ.અગેઇન ઉમ્મ્મ્મ્મ્મ્મ્હાહાહા.......”

આખી રાત મને કુંજના જ વિચારો આવતા હતા. તેની સાથે વિતાવેલી એ પલ મારી આંખ સામે તરવરી રહી હતી,ત્યારે ઓચિંતો જ મારા મનમા એક વિચાર આવી ગયો અને તે વિચારને હકિકત બનાવવા મે મારી ગતિવિધી સ્ટાર્ટ કરી દીધી. વહેલી સવારે રેડી થઇ મારી બાઇકની સવારી કરતો કોલેજ નીકળી ગયો. તે દિવસે જાણી વિચારીને કુંજના ઘર તરફથી નીકળ્યો. તેના ઘરથી આગળ નીકળ્યો કે જોયુ તો કુંજ તેની એક્ટીવા સાથે ઉભી હતી. “બેબી વૉટ હેપન્નડ?” મે બાઇક સ્ટોપ કરતા કહ્યુ. “ઓહ પ્રેય, હાઉ આર યુ? તું આ બાજુ ક્યાંથી?” તેણે મને સરપ્રાઇઝલી પ્રશ્ન કર્યો. “અરે બસ આજે તારા ઘર બાજુથી નીકળવાનુ મન થયુ તે ચાલ્યો આવ્યો. તારા આ સ્કુટીને શું થઇ ગયુ?” “પેટ્રોલ ખત્મ” તેણે નિરાશ થઇ મને કહ્યુ. “નો પ્રોબ્લેમ. ચલ તારુ સ્કુટી હું ઘરે મુકી આવું પછી આવી જા મારી બાઇક પર. આપણે સાથે કોલેજ જઇએ.” “ધેટ્સ અ ગ્રેટ આઇડિયા.” હું તેનુ એક્ટિવા ઘરે મુકી આવ્યો અને અમે બન્ને નીકળ્યા કોલેજ જવા માટે. તેનો સાથે મારા શરીરમાં ઉષ્મા ભરી રહ્યો હતો. તેના પરફ્યુમની ખુશ્બુ મને મદહોશ કરી રહી હતી. તેના બન્ને હાથ મારી કમર સાથે વીટલાયેલા હતા. હું ખુબ પ્રાઉડ ફીલ કરી રહ્યો હતો. “અરે પ્રેય આ ક્યાં કોલેજનો રસ્તો છે? કોલેજ તો પાછળ રહી ગઇ.” “યા આઇ નો બેબી. તારા માટે એક સરપ્રાઇઝ છે.” “સરપ્રાઇઝ??? વાઉ ગ્રેટ....” કહેતા તે પાછળથી જાણે મને ભેટી પડી. “યા બેબી સરપ્રાઇઝ. જસ્ટ સી.” કહેતા હું મે રાજકોટ સીટી બહાર આવેલા એક ફાર્મ હાઉસ પાસે બાઇક સ્ટોપ કરી. “અહી શું સરપ્રાઇઝ છે?” તેની આંખોમાં ઘણા પ્રશ્ન હતા. “અંદર તો ચલ કુંજ.” કહેતા મે તેનો હાથ પકડ્યો અને અમે બન્ને મેઇન ગેટ પાસે પહોચ્યા કે એન્ટ્રન્સમા જ સુંદર મઘમઘતા ફુલોથી “હાર્ટલી વેલકમ યુ મીસ કુંજ” લખેલુ તેની નજરે પડ્યુ. તેની આંખોમાં ખુશીના ભાવ હતા અને તેની ખુશીને હું મારી નજરમા કેદ કરી રહ્યો હતો.. “ઓહ માય ગોડ. સો સ્વીટ ઓફ યુ પ્રેય.” કહેતી તે મને ભેટી પડી. “જરા શબ્ર કરો મેડમ. અભી આગે આગે દેખો હોતા હૈ ક્યા?” કહેતા મે તેને આગળ આવવા કહ્યુ. “જેવી તે મેઇન ગેઇટથી આગળ આવી કે ઉપરના માળેથી તેના પર ગુલાબના ફુલોની વૃષ્ટી થવા લાગી. ઉપરથી ગુલાબની કોમળ કોમળ પંખુડી તેના પર વરસી રહી હતી અને તે આનંદ ઉલ્લાસથી તે પંખુડીઓને તેની બાહોમા ઝીલી રહી હતી. હું ખુણામા ઉભો રહી અદબથી તેની એ ખુશીને નીહાળી રહ્યો હતો. એવો માહોલ સર્જાયો હતો કે એક ફુલ બીજા ફુલના સ્પર્શને પામીને ખુશીથી વીહરતુ ન હોય!!! “વેલકમ સર, વેલકમ મેડમ” મારા ભાઇ સમાન મિત્ર રાજીવે પોતાની આગવી શૈલીમા અમને બન્નેને વાર્મ વેલકમ કર્યા અને અમને બન્નેને મારી ઇચ્છા મુજબ રેડી કરેલા ગાર્ડન તરફ લઇ જવા આગળ આવ્યો. “તે બસ મુક બની મને જોઇ રહી હતી. તેને ઘણું કહેવું હતુ. ઘણું પુછવું હતુ પણ જાણે તેની ખુશી તેની વાચા પર અત્યારે ભારે હતી. તે ખુશીના મારે કાંઇ બોલી શકતી જ ન હતી. “હીઅર ઇઝ યોર શીટ મેડમ.” મિત્ર રાજીવે કહ્યુ અને તે નીકળી ગયો. “વાઉ........................... ઇટ્સ અનબીલીવેબલ ફોર મી પ્રેય.” આખા ગાર્ડનમા ચારે દિશાઓમાં ઘટાદાર વૃક્ષો અને નીચે તો જમીન દેખાતી જ ન હતી. આખા ગાર્ડનમાં હરિયાળી અને વચ્ચે એક વાંસની મોટી છત્રી નીચે માત્ર એક જ ટેબલ અને ચારે બાજુ રંગબેરંગી ફુલોની સજાવટ. જાણે સ્વર્ગમા આવી ગઇ હું પ્રેય.”

અમે બન્ને ચેર પર બેઠા કે ઓચીંતો જાણે ઝરમર વરસાદ વરસે તેમ ઉપરથી આર્ટીફીસીયલ વરસાદ આવવાનું શરૂ થઇ ગયુ. ફુલો પર પાણી પડતા જ ફુલો તેની સુગંધ ફેલાવવા લાગ્યા. હળવું મ્યુઝીક સ્ટાર્ટ થઇ ગયુ અને આવા વાતાવરણમા હું બસ તેને નીહાળે જઇ રહ્યો હતો અને તે તો બસ તેને મળેલી સરપ્રાઇઝમા ખોવાયેલી હતી. શું નિર્દોષતા હતી તેના ચહેરા પર? “મેડમ કોફી ફોર બોથ ઓફ યુ.” “પ્રેય આ બધું શું છે? આ ક્યારે બધુ અરેન્જ કર્યું તે? મારા માટે આ સ્વપ્ન સૃષ્ટી જેવું જ છે. મે ક્યારેય વિચાર્યુ ન હતુ કે આ રીતે મને સરપ્રાઇઝ મળશે.” “જ્સ્ટ ફોર યુ સ્વીટુ. તારા ચહેરા પર આ હાસ્ય અને ખુશી નીહાળવા અને તારા બર્થ ડે ને યાદગાર બનાવવા આ નાનો સુનો પ્રયાસ આ નાચીઝે કર્યો છે. બીજુ કાઇ નહી.” “નાનો સુનો પ્રયાસ? એપ્રિલના મહીનામા વરસાદ અને આવી ખુબસુરત સજાવટ એ કાંઇ નાની સુની વાત છે? આઇ એમ રીઅલી સરપ્રાઇઝડ ટુ સી ધીસ.” “લેટ્સ હેવ અ કોફી કુંજ.” અમે બન્ને વરસાદી માહોલ વચ્ચે ગરમાગરમ કોફીને માણી રહ્યા હતા ત્યાં વેઇટર આવી અને ટેબલ પર પહેલેથી જ ઓર્ડર મુજબ હાર્ટ શેઇપ કેક લઇ આવી ગયો. “મેની મેની હેપ્પી રીટર્નસ ઓફ ધ મેડમ.” કુંજને વીશ કરી તે જતો રહ્યો. “લેટ્સ કટ ધ કેક કુંજ.”

“બાર બાર દિન યે આયે, બાર બાર દિલ યે ગાયે, તુમ જીઓ હજારો સાલ.......” જેવું તેણે કેક કટ કરવાનુ શરૂ કર્યુ કે સોંગ વાગવાનું શરૂ થઇ ગયુ.

“મેની મેની હેપ્પી રીટર્નસ ઓફ ધ ડે કુંજ, મેની મેની હેપ્પી રીટર્નસ ઓફ ધ ડે કુંજ. તું જ્યા પણ હોય સદા ખુશ રહેજે. આઇ મીસ યુ અ લોટ કુંજ. આઇ એમ મીસીંગ યુ સો મચ માય સ્વીટુ. વ્હેર આર યુ કુંજુ? પ્લીઝ કમ ઇન માય લાઇફ અગેઇન.” “અરે અંકલ ક્યાં ખોવાઇ ગયા તમે? આ તમારો અવાજ ખુશીમાંથી કેમ ગળગળો થઇ ગયો?” શિલ્પાએ કહ્યુ. “બેટા આજે રીઅલમા કુંજનો બર્થ ડે છે. આ એક ઇક્તિફાક છે કે આજે તેના બર્થડેના દિવસે જ તેની કહાની હું તમને કહી રહ્યો છું.” પ્રવીણભાઇ રડી પડ્યા. એક પ્રેમીના દિલની વેદના શું હોય તે બધા જોઇ રહ્યા.

“આજે હું એકલો છું મારી કુંજ વિના. મારા સંસારરૂપી વનમાં મીઠા ગીતડા ગાતી કોયલ મારી સાથે આજે નથી. આજે તેની બહુ યાદ આવે છે દોસ્તો. હૈયુ ભરાઇ આવ્યુ આજે તમને બધાને કહેતા કહેતા. સોરી, મને માફ કરજો.” કહેતા પ્રવીણભાઇ ઉભા થઇ ત્યાંથી નીકળી ગયા. કોલેજીયન યુવા ગૃપ અને જમાનાના ખાધેલા નિવૃતો બસ પ્રવીણભાઇની વેદનામાં દુઃખી બની ગયા. ભલે કોઇની આંખોમા આંસુ ન હતા પણ બધાના દિલ આજે રડી રહ્યા હતા અને કુંજ ફરી પ્રેયની જીંદગીમા આવી જાય એવી હૈયાફાટ પ્રાર્થના બધાના હ્રદયમાંથી નીકળી રહી હતી. “સાલો પ્રવીણ્યો આજે મને રડાવી ગયો. બહુ દુઃખ લઇને બેઠો છે સાલો અને આજ દિન સુધી આપણે કોઇને કહેતો પણ નથી. આવવા દે કાલે તેને. જો કેવો ઝઘડો કરું છું તેની સાથે. શું સમજે છે શું તેના મનમાં તે પ્રવીણ્યો?” કહેતા પ્રતાપભાઇની આંખમાંથી તો આંસુ વહેવા જ લાગ્યા. “સાચે જ અંકલ બહુ દર્દ છે તેના દિલમાં. મને તો લાગે છે આપણે ભુલ કરી તેના પાસ્ટ વીશે જણાવવાનું કહીને.” પાર્થે કહ્યુ. “જે થાય છે તે ઉપરવાળાની ઇચ્છાથી થાય છે બેટા. જોઇ લે’જે આમાં પણ તે મુરલીવાળાની કાઇક કરામત છુપાયેલી હશે જ.” ઓઝા સાહેબે કહ્યુ. “ચલો દોસ્તો આપણે પણ જઇએ.”

“દાદા આ બોક્સ પ્રવીણઅંકલ લાવ્યા હતા એ અહી જ ભુલી ગયા.” વ્રજેશે કહ્યુ. હેમરાજભાઇએ બોક્સ ખોલ્યુ તો બધા જોઇ રહ્યા,બોક્સમાં હાર્ટ શેઇપ કેક હતી અને લખેલુ હતુ “હેપ્પી બર્થડે સ્વીટુ”.

To be continued…………………………