Premni Paribhasha books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા

નમષ્કાર મિત્રો મારી પહેલી નોવેલ અધૂરો પ્રેમ .અને .રજનીગંધા.' બહુજ દિલથી વધાવી આ માટે હું આપ બધા જ વાચક મિત્રો નો ખરા હૃદય થી આભાર માનું છું.આપના સહયોગ થી હવે પ્રસ્તુત છે મારી ત્રીજી નોવેલ

શિયાળાની શરૂઆતના દિવસો હતા. હવાની સપાટી ઉપર ઠંડીનાં પગલાં પડી ચૂકયાં હતાં. સુરત શહેરથી દૂર પ્રેમીયુગલ માટે પાછળના ખુલ્લા મેદાનમાં આરવ અને તમન્ના મશહૂર એવો દરિયાકિનારો એટલે કે ડુમસ ની એક યોગ્ય જગ્યા શોધીને એકબીજાનો હાથ હાથમાં પકડીને સાવ અડોઅડ બેઠાં હતાં. ક્ષિતિજમાં ડૂબતો સૂરજ આ પ્રેમીયુગલ ઉપર લાલ રંગનાં કંકુછાંટણાં વરસાવી રહ્યો હતો.‘તમન્ના , સાચું કહે : તું ખરેખર માનવકુળમાં જન્મેલી કન્યા છે?’ તમન્નાના મોગરાના ફૂલ જેવા ચહેરા તરફ જોઇને આરવે પૂછ્યું.તમન્ના કલસ્વરે હસી પડી, ‘તને શું લાગે છે?’ ‘મને તો તું દેવકન્યા હોય એવું લાગે છે, મનુષ્યજાતિમાં આવું રૂપ શકય નથી.’‘હું તમારી છું ને, એટલે તમને સારી લાગું છું.’ ‘વાહ, આ સાંભળવું ગમે છે, ફરી એક વાર કહે ને! તું કોની છે?’‘તમારી! તમારી! તમારી! તમન્ના આરવ શાહ! ઓ.કે.?’