Timir Madhye Tejkiran - 2 books and stories free download online pdf in Gujarati

Timir madhye tejkiran


“ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો;
જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો...”
સરૈયા ડીનર બાદ મીની બારમાં સ્કોચ જોડે નાઝીરની ગઝલના ઘૂંટડા ભરી રહ્યા હતા! ઢળતી સાંજના એ દ્રશ્ય અને અનિકેતના HIV રીપોર્ટ પછી સરૈયા એક મિનીટ પણ ચેનથી બેઠા નહોતા! સ્ટડી રૂમમાં અવાર નવાર કોમ્પ્લીકેટેડ કેસીસ વખતે એ એકલા બેઠા રહેતા જેથી આજે પણ કોઈએ બેચેનીનું ખાસ કારણ ન પૂછ્યું. ટેબલ પર પડેલી નાનકડી હસતી પ્રણાલીની છબીને જોઈ વારંવાર એમનું હૃદય ચીરાઈ જતું હતું .“
સાંભળો છો? આ જરા પ્રણાલીએ પ્રિન્ટ કરી રાખવાનું કહ્યું છે,એના પ્રોજેક્ટના પેપર્સ છે” નાનીસી પેન-ડ્રાઈવ મીના બહેને હાથમાં થમાવી.

“ક્યાં છે? દેખાતી નથી મારી ચકલી!” સ્મિત સાથે સરૈયા બોલ્યા. પ્રણાલી વગર એમને હમેશા ઘર ખાલી અને શાંત જ લાગતુ.““
એ જરા અનિકેતને જોવા ગઈ છે. ફોન પર થઇ હતી વાત ,પણ એને સંતોષ ન થયો, તો રૂમ પર મળવા ગઈ છે. આવતી જ હશે” મીનાબહેન સહજ ભાવે બોલીને ચાલ્યા ગયા. અનિકેતના સ્વાસ્થય કે જમવાની ફિકર આ ઘરમાં સામાન્ય રીતે થતી જ રહેતી ,પરંતુ પહેલી વાર સરૈયા ને જરા ખૂંચ્યું. એમને મનમાં પહેલી વાર થઇ આવ્યું કે પ્રણાલીને જરા વધુ જ છૂટ છાટ અપાઈ ગઈ છે .

થોડી જ વારમાં ડ્રોઈંગ રૂમમાં પ્રણાલીનો અવાજ પડઘાયો અને સરૈયા બહાર આવ્યા.“
જઈ આવી રૂબરૂ? કેમ તારા બાપ પર ભરોસો નથી? સાંજે જ મેં દવા આપીને મોકલ્યો હતો એને. મને પૂછી લેવું હતું ને! શું કહેતો‘તો એ ચીટકુરામ?” સરૈયાના અવાજની કડવાહટ પારખ્યા વગર જ પ્રણાલી તેની મસ્તીમાં બોલી,“
એ હા હો! ખબર છે તમે તો બેસ્ટ ડોક્ટર જ છો પણ એ ચીટકુ જરા વધુ બેદરકાર છે એટલે નજર રાખવા ગઈ હતી. હવે તો મારે જરા વધુ ધ્યાન રાખવી જ પડશે ને એની!” પ્રણાલીના ચહેરા પર લાલાશ તારી આવી. “બાકી તો અશ્ફાક છે ને, એ તો વધુ પ્રેમથી કાળજી લે છે એની. હું પહોચી તે પહેલા જ દવા અને જમવાની વ્યવસ્થા એણે કરી દીધેલી. હું તો થોડી-ઘણી વાતો કરીને આવતી રહી.”

“હમમ...” ભીસાએલા દાંતમાંથી એટલોજ ઉદગાર નીકળ્યો!======================================================================================================================================

ડેડી...” નિર્બળ ચહેરામાં પ્રણાલી ઓળખાતી જ નહોતી. “ડેડી સોરી... અનિકેતના પ્રેમમાં હું વહી ગઈ હતી. મને ખ્યાલ નહોતો કે એની સાથે વિતાવેલ પ્રેમનો સમય મારા જીવનો દુશ્મન...” ધીરેથી એ આંસુભરી આંખો બંધ થઇ! સાથેજ સરૈયાના હૃદયમાંથી એક ચિત્કાર નીકળી ગયો અને એ પથારી માંથી સફાળા જાગી ગયા!! ચહેરા પર બાઝેલા બિંદુઓ પ્રસ્વેદના હતા કે ફાટેલી આંખો માંથી ઝરેલા આંસુ હતા!
“મારી દીકરીને એ છોકરાથી દૂર કરવીજ રહી...” સરૈયાએ મક્કમ નિશ્ચય કર્યો.
ફ્રેશ થઇ ડાઇનિંગ રૂમ તરફ જવા નીકળ્યા... ======================================================================================================================================

“હેલ્લો મિસ સરૈયા... લૂકિંગ ગૂડ” અનિકેત સવારે બ્રેક્ફાસ્ટ અને ટેનીસ સેશન માટે આવેલો. પ્રણાલી તેના ટ્રેક-સુટમાં સજ્જ થઇ બહાર આવી કે ડાઈનીંગ એરીયામાં અનિકેત કેઝ્યુઅલ્સમાં ક્યુટ લાગતો ઉભો હતો!

પ્રણાલીના ચહેરા પર સ્મિત આવ્યું પણ થોડું રોકીને નાટકીય ઢબે અનિકેત પાસે આવી ખભો થાબડતા બોલી,

“સો યુ આર બેક ઓન યોર ફીટ હા દવાના એક ડોઝમાં ડોક્ટર સરૈયાની દીકરીને છેડવાની એનર્જી આવી ગઈ તારામાં.. ઇમ્પ્રેસિવ”
અનિકેતે પોતાના માંસલ હાથથી ખભા પર મુકેલો હાથ તરત જ પકડીને પ્રણાલીની પીઠ પાછળ વાળી દીધો! ઝુલ્ફોને ફૂંક મારી એ બોલ્યો “અરે અપની ઇન નાઝૂક કલાઈઓ પર ઇતના ઝોર ના દીજિયે જશન-એ- બહાર... અને રહી એનર્જીની વાત તો એ તો ખાલી છેડવાની નહિ બીજું ઘણુય કરવાની છે .ઇફ યુ નો વોટ આઈ મીન.” આટલું કહી એણે હાથ પરની પકડ વધુ મજબૂત કરી અને પ્રણાલીને દીવાલ તરફ હડસેલી એની આંખોમાં મસ્તીભરી નજરે જોયું. પ્રણાલી પણ કોઈ વિરોધ વગર ઢસડાઇ.“
અનિ , કોઈ આવશે”... પ્રણાલીએ નબળી દલીલ મૂકી

“આજ ઘરમાં બે રાત પેલા પ્રપોઝ કર્યું છે તને! લેટ એવરીબડી સી હાઉ મચ આઈ લવ યુ...” અનિકેત ધીરેથી પ્રણાલીના ચહેરાની નજીક આવી રહ્યો હતો. બંનેના હોઠોની દૂરી ઘટતી જતી હતી... એકબીજાના ઉચ્છવાસ અનુભવી શકાતા હતા”

છનનન્...

એક જોરદાર અવાજે અનિકેત અને પ્રણાલીની પ્રણયમુદ્રામાં ભંગ પાડ્યો. તરત જ સ્વસ્થ થઇ બંને એ જોયું તો સરૈયાના હાથમાંથી જ્યુસનો ગ્લાસ તૂટેલી અવસ્થામાં પડ્યો હતો અને કાંચથી એમનો ડાબો હાથ પણ થોડો ઘાયલ થયો હતો. “ડેડી...” પ્રણાલી તરત જ સરૈયા પાસે દોડી ગઈ. મીનાબહેન પણ અવાજ સાંભળી ફર્સ્ટ એઇડ કીટ લાવ્યા અને સરૈયાની સારવારમાં જોડાઈ ગયા. પટ્ટી કર્યા બાદ સરૈયા વાતાવરણ થોડું સહજ કરવા બોલ્યા કે ચાલો આજે તો અનિ વર્સીસ અનિ થઇ જાય ટેનીસમાં.
સરૈયા વિચારોમાં રત થઇ જોશમાં ટેનીસ રમ્યા અને અનિકેતને દરેક સેટમાં પછાડી દીધો. અનિકેત તરફથી આવતા દરેક દડામાં એમને મોત દેખાતું હોય અને એ મોતને મહાત કરવું હોય તેમ એ બમણા જોશથી રેકેટ વીંઝી રહ્યા . સરૈયાને ચીડવવા અનિકેતે પ્રણાલીને કહ્યું પણ ખરું .." પ્રની , ઓલ્ડ મેન'સ હાર્ટ ઇસ ગોના કોલેપ્સ . હું મારું હાર્ટ એને ડોનેટ નહીં કરું ,ટ્રાન્સપ્લાન્ટ માટે ..ધેટ ઇસ રીઝર્વડ ફોર હીસ ડોટર ઓન્લી."
પ્રણાલીએ ધીરે રહી માતા મીનાબહેનને કહ્યું કે કેવા સમયે પપ્પા આવ્યા. તેને થયું પપ્પા ગુસ્સે છે.

દર વખત જેમ વાતાવરણને સામાન્ય કરવાની નેતાગિરી અનિકેતે ઉપાડી હતી. મીનાબહેન તેને સંપૂર્ણ સાથ આપી રહ્યા હતા.“
મોમ, તમારી દાળઢોકળી પછી પૌંઆનો નંબર આવે હો! આઈ મસ્ટ સે યુ આર એન ઈન્ક્રેડીબલ કૂક. મમ્માને શોખ ખરો બટ ડેડ ઓલવેય્ઝ કર્ઝડ મોમ ફોર હર કુકિંગ. સમટાઈમ્સ શી ઇન્ડીડ કૂકડ હોરિબલ! હા..હા..હા.. બટ આઈ એમ અ ગુડ બોય સો નેવર ટોલ્ડ હર ધેટ ”

“હે રામ બેટા એમ ના કહેવાય! તું પણ ને.. અચ્છા ચલ એ કહે તારે તારા પેરેન્ટ્સ જોડે થયેલી ને વાત કાલ. શું કહેતા હતા?”

અચાનક અનિ અચકાઈ ગયો .

“ યેસ મોમ, પાપાનો કોલ હતો... થોડી વાત થઈ આમ પણ લાસ્ટ સેમિસ્ટાર જ છે ને હવે. જલ્દી થી પ્રનીને મીસીસ પ્રણાલી બનાવી દઈએ. કેમ?”
પ્રણાલી શરમાઈ અને વાત આગળ વધે એ પહેલા જ સરૈયા એ અટકાવી.“
ધેટ્સ અ ગુડ ન્યુઝ કે પપ્પા સાથે વાત થઈ ગઈ , બટ પ્રણાલીને પી.જી. પણ કરવાની ઈચ્છા છે. ધેર ઈઝ ધી બેસ્ટ ઓપ્શન ઇન લંડન. આઈ હેડ ડન ઈન્કવાયરી એન્ડ આઈ ફાઉન્ડ અ ફ્રેન્ડ ધેર.એ અને એનું ફેમીલી ત્યાંજ છે. પ્રણાલીને કોઈ તકલીફ નહિ પડે. મેં તો બધી વાત પણ કરી દીધી છે. ઇટ્સ ઓલમોસ્ટ ડીસાઈડેડ. અને તમે લોકો એટલા મોટા નથી થયા કે યુ નીડ ટુ ગેટ મેરીડ સૂન.”

અનિકેતના મોબાઈલના સ્ક્રીન પર “અશુ ધ ડાર્લિંગ” નામે નંબર ઝળક્યો જે સરૈયાની નોંધ બહાર નો’તું.
અનિકેત તરત જ ઉભો થયો, “અશ્ફાક બહાર આવી ગયો લાગે છે. અમારે જરા એક કામથી જવાનું છે. આઈ બેટર રશ!”“
અરે ના હો.. એમ એ બહારથી જાય એ ન ચાલે. બોલાવ એને અંદર થોડો નાસ્તો કરી લે ,પછી જજો બેય જ્યાં જવું હોય ત્યાં” મીનાબહેને સીધો ઓર્ડર જ કર્યો.“
યુ ઓલ કેરી ઓન. હુ કલીનીક માટે રેડી થઉં. સી યુ ઇન ઇવ કિડ્સ. પ્રણાલી તારા પ્રોજેક્ટ જોડે મેં પેલી યુનીવર્સીટીના પેપર્સ મુકેલા છે જોઈ લેજે.” સરૈયા ઉભા થઇ ગયા અને અંદર ગયા.

મીનાબહેન પણ તેમની પાછળ ગયા.“
તમે એકલાએ નક્કી કરી લીધું કે પ્રની કઈ યુનિવર્સીટીમાં જશે? હું સમજુ છું કે તમને દીકરીનો પ્રેમ શેર થાય એ કઠે છે. પણ આમ દેખીતી રીતે તમે અનિકેતની વાત ઉડાડી દો એ સારું ન લાગે અનિલ ડીયર!” મીનાબેન સમજાવટના ટોનમાં બોલ્યા“
કેમ? મારી દીકરી છે. એનું ભણતર પણ મારે હવે અનિકેતને કન્સલ્ટ કરીને જ કરવાનું? એ છોકરાને આપણે વધુ જ છૂટ આપી દીધી છે મીના. અને માં તરીકે તારી પણ ફરજ છે છોકરીને સંભાળવાની નહિ કે છાવરવાની. બે ચાર બટર પોલીશના વાક્યો બોલે એટલે તમે લેડીઝ તો બસ કહ્યાગરી થઇ જાઓ છો! બ્લડી ચેપ બોય” સરૈયાની દલીલોમાં ભારોભાર ઘૃણા ભળેલી જોઇને હચમચી ગયાં મીનાબેન ...!!

“અચ્છા, માં તરીકેની મારી ફરજો મને યાદ અપાવો છો અને એ પણ તમે કહો એજ હોવી જોઈએ. સરસ. નાઉ યુ આર બુલીઈન્ગ અનિલ! મને પૂછવામાં આવ્યું ,મારી દીકરીને આટલી દુર મૂકી દેવાની વાત ડીસાઈડ થઇ ગઈ ત્યારે?! એન્ડ વોટ ઈઝ આ’ર લાઈફ ઇફ પ્રની ઈઝ નોટ વિથ અસ?! અનિલ વી બોથ લવ હર ટુ મચ પણ તમે બાળકની જેમ અનિકેત સાથે કોમ્પીટીશન પર ઉતારશો? એને પ્રેમ નહિ ઓબ્સેશન કહેવાય.”
મીના ચેઅર પર ફસડાઈ ગુસ્સા માં. “અનિલ, યુ નીડ ટુ...”

“જસ્ટ શટ અપ એન્ડ સ્ટોપ ટ્રાઈંગ ટુ કાઉન્સેલ મી!!” હંમેશા સંયત અવાજમાં બોલતા સરૈયા મિસીસ સરૈયા પર તાડૂકી ઉઠ્યા અને પોતાની બ્રિફકેસ અને કોટ લઇ ત્યાંથી રવાના થઇ ગયા======================================================================================================================================

“એય અમેરીકન ગાલીબ, ક્યા હૈ યેહ સબ સાલા! કિતની દેર સે મેરેકુ અંદર બુલાયા! સાલે તુને કમ ખાયા હૈ સસુરાલકા, કે અબ મેરેકો ભી ખીલા રહા હૈ.” અશ્ફાક એન્ટર થતા જ તાડૂક્યો .

“અરે મેરી જાન, સાસુમા કા ઓર્ડર હૈ રે! સુબહ સુબહ માતે કો નારાઝ નહિ કરનેકા. યે અની ધી ગ્રેટ કા રુલ હૈ. થોડા ખાલે ફીર ચલતે હૈ. પ્લીઝ? મેરે લીયે? “ અનિકેતે હાથ જોડ્યા અશ્ફાકે હાથ પકડી લીધા “ રે મેરે શેર તેરે લીયે તો જાન ભી હાઝીર ઇસ પઠાન કી! લાઈએ મોહ્તરમા પેશ કીજીયે નાશ્તા.”

“આદાબ હુઝુર, આપકી ખિદમત મેં ચાય હાઝીર હૈ ઔર નાશ્તા ગરમ ગરમ લા દેતે હૈ અભી” પ્રણાલી નાટકીય ભાષા અને લહેકામાં ઉભી થઇ કિચનમાં જતી રહી.
અશ્ફાકના ચહેરાના ભાવ તરત બદલાયા અને એ અનિકેત તરફ ફર્યો, “સાલે કિતના એક્ટિંગ કરવાએગા બે! ચલના થા ના અભી. અબ તેરે પ્યારમે દો દો બાર ચાય નાશ્તા ભી કરને કા! તુજે પતા હૈ ના જાના કિતના જરૂરી હૈ?”

“ હા રે યાર, માફ કરદે ઇસ બાર હમ દસ મિનટ મેં બહાર. ભરોસા કર મેરે પે તું .થોડા થોડા લે બસ! ઔર કલ હમારા પ્રોગ્રામ થોડા બીગડા વો આ ગઈ તો. પર આજ સિર્ફ હમ દોનો ઓકે! દેખ એનીવે આઈ એમ ફીલિંગ ફાઈન.” અશ્ફાકનો હાથ પકડી અનિકેતે તેને ખુરશી પર બેસાડતા કહ્યું“
ઇસ બાર પક્કા પ્રોમિસ ચાહિયે હા.” અશ્ફાક ચાના ઘુંટડા સાથે જાણે નારાજગી ગળી ગયો***

પ્રણાલી પૌંઆની પ્લેટ લઇને આવી ત્યારે ડાઈનીંગ ટેબલ પાસેનું દ્રશ્ય જોઈ એ ડઘાઈ ગઈ!
સવારે જે પોઝમાં એ બંને હતા એજ રીતે અનિકેત અને અશ્ફાક ઉભા હતા! પ્રણાલીની જગ્યાએ અનિકેત હતો અને અશ્ફાક એને ટેબલ પાસેની દીવાલ પર ભીસી ને કહી રહ્યો હતો, “આજ તું બોલ દેગા ઉસે ઠીક હૈ! ઇતના મત ખીંચ. અબ મેરે સે સબ્ર નહિ હો રહા.” અશ્ફાકે અનિકેતના ચહેરા પર પોતાની આંગળી કોઈ માનુનીની જેમ ફેરવી અને એ સાથે જ પ્રણાલીએ ટેબલ પર કાંચની પ્લેટ મૂકી એનો અવાજ આવ્યો .

બંને સફાળા નોર્મલ મુદ્રામાં આવ્યા.

પ્રણાલીના ચહેરા પર સ્પષ્ટ પ્રશ્ન ઝળકતો હતો....

ક્રમશ :