Vishnu Marchant - 18 books and stories free download online pdf in Gujarati

વિષ્ણુ મર્ચન્ટ - 18

“વિષ્ણુ મર્ચન્ટ”

પ્રકરણ – 18

મે ખૂબજ રીક્વેસ્ટ કરા પણ એ લોકો ના માન્યા. મારો ફોન ના આપ્યો તો નાજ આપ્યો. મે કહ્યુ “મારા લગ્ન છે રવિવારે મને જવા દો”

“રવિવારે લગન છે તો આજે નેટ પ્રેક્ટિસ કરવા આયો તો?” બધા હસવા લાગ્યા

હુ બઉંજ કરગર્યો, એ લોકો ના પગ પકડ્યા, હુ ખૂબજ રડ્યો પણ એ લોકો ના માન્યા તો નાજ માન્યા ઉપરથી એ લોકો મારા લવારાથી એટલા કંટાળ્યા કે મને ખૂબ માર્યો.

“લવારા બંધ કર, નહિતો વધારે મારશે” એક કેદી અંદરથી બોલ્યો

મે પણ હવે આશા છોડી દીધી. મે મારા નસીબને ખૂબજ કોસ્યુ, પોતાની જાત પર ધીક્કાર થયો, નફરત થઇ કે વિષ્ણુ આ તુ શુ કરી રહ્યો છે પોતાની જીંદગી સાથે. એ રાત્રે હુ ખૂબ રડ્યો અને હસ્યો પણ ખરો કે સાલુ શુ વિચાર્યુ હતુ ને શુ થઇ ગયુ. કારણ કે એ સમયે મારી માનસિક સહનશક્તિની ચરમસીમા હતી. બધીજ લાગણીઓથી પર હુ એક એવી માનસિક સ્થિતિમા હતો કે હવે ના ખુશી હતી ના દુખ. હુ અચેતન બની ચુક્યો, સંવેદનશીલતા ગુમાવવા લાગ્યો હતો.

આંસુ લુછ્યા અને સામાન્ય બની ગયો. એકજ વિચાર હતો કે હવે જે થવુ હોય એ થાય. સોમવારે મને કોર્ટમાં લઇ ગયા જ્યા ખાલી વેશ્યાવૃત્તિનો ચાર્જ લગાડ્યો.

કોર્ટની બહાર પેલો કોન્સ્ટેબલ મળ્યો.

“ગાંજાનો કેસ નથી બનાવ્યો અને વેશ્યાવૃત્તિનો કેસ પણ થોડા સમયમા ઢીલો પાડી દઇશુ”

“છુટીશ ક્યારે અને કેટલા આપવાના?”

“પચ્ચીસ હજાર”

“મળી જશે, મને મારો ફોન આપો”

અમે જેવા પોલીસ સ્ટેશન પહોચ્યા મમ્મી પપ્પા બન્ને ત્યાજ હાજર હતા. મમ્મીની આંખોમા આંસુ હતા. મને જોઇને મને ભેટી પડી.

“વિષ્ણુ આ તે શુ કરી નાખ્યુ?”

એમની સાથે આંખો મીલાવાની મારામા હિંમત નહોતી. હુ તો માથુ નમાવીને ચાલવા લાગ્યો.

“વિષ્ણુ, કંઇક તો બોલ”

હુ શુ બોલતો? હુ જેલમા જતો રહ્યો અને ઊંધો ફરીને બેસી ગયો.

“વિષ્ણુ, હુ તારી પરિસ્થિતિ સમજી શકુ છુ, મારી પાસે પણ તને કહેવા માટે કંઇજ નથી” પિતાજી

એ સમયે મારી આંખોમા આસુ હતા. પાછા ફરીને એમની આંખોમાં જોવાની મારામા હિંમત નહોતી.

“પોતાનુ ધ્યાન રાખજે”

એ નીકળી ગયા. એકાદ કલાક સુધી મે પાછા વળીને ના જોયુ. આંખોમા આંસુ, મનમા અપાર વેદના. સાચુ કહુ તો મનમા કોઇ વિચાર નહોતો. હુ સંપૂર્ણ શૂન્યમનસ્ક હતો.

હુ જાણુ છુ એ દિવસે મમ્મી પપ્પા ખૂબજ રડ્યા હશે. મારી આ પરિસ્થિતિ માટે પોતાનેજ જવાબદાર ગણતા હશે. ફરી એજ વાત ખૂલી હશે કે મારા લગ્ન ના થવા એ એમને કરેલા પાપ ના કારણે. પિતાજી પશ્ચાતાપના આંસુ સારતા હશે કે દિકરાની લાહ્યમા એમણે જે પાપ કર્યુ એનુ આ પરિણામ છે. મમ્મી સમજાવતા હશે કે એમા તમારો વાંક નથી પણ સાથે સાથે એ પણ રડી રહ્યા હશે. આખી રાત સૂઇ નહિ શક્યા હોય. મમ્મીએ કહ્યુ હશે કે એને વાપી બોલાવી લો પણ પિતાજીએ કહ્યુ હશે કે એને થોડો સમય આપવો જોઇએ.

એકાદ મહિના પછી પિતાજી એકલા મને મળવા આવ્યા. એ દિવસે એમણે ખૂલીને મારી સાથે વાત કરી. મને વાપી આવી જવા ફોર્સ કર્યો પણ મે એક વર્ષનો સમય માંગી લીધો. એમણે પણ વધારે ખેંચ્યુ નહિ.

હુતો એકાદ અઠવાડિયા પછી છુટી ગયો. મકાન માલિકે ઘર ખાલી કરાવી દીધુ. કંમ્પનીમાં પણ લોકો મને ઇગ્નોર કરવા લાગ્યો. મારા બોસ, મારા કલીગ્સ બધા ધીરે ધીરે દૂર જવા લાગ્યા. ગણ્યા ગાંઠ્યા એકાદ બે જણ હતા જેમનો મારી સાથેનો વ્યવહાર બદલાયો નહોતો.

“એક સવાલ પૂછુ?” હુ (આદિત્ય મહેતા)

“હા, પૂછો”

“આર્યા પછી કદાપિ પાછી ના આવી” હુ (આદિત્ય મહેતા)

“ના, એ દિવસ પછી મે એને જોઇ નથી, એકવાર જેલમા આવી હતી પણ હુ નહોતો મળ્યો”

“એ તમને ખરેખર પ્રેમ કરતી હોત તો તમને આવી પરિસ્થિતિમા છોડીને જાત નહિ” હુ (આદિત્ય મહેતા)

(એમના ચહેરા પર આછુ આછુ સ્મિત આવ્યુ)

“હુ પણ એવુજ વિચારતો હતો પણ શાંતિથી વિચારો તો મને છોડીને જઉ એજ એનો સાચો પ્રેમ હતો, એ મારી સામે રહેતી તો કદાચ મારુ અને એનુ જીવન નર્ક બની જાત કારણ કે હુ એને ભૂલી ના શકત અને એ મને અપનાવી ના શકત, બસ બાકી તો તમે સમજી જશો પણ એને ક્યા ખબર હતી કે હુ કોઇ બીજાની જીંદગી નર્ક બનાવી દઇશ”

*****

હુ નવા એરીયામા, નવી સોસાયટીમા રહેવા ગયો. નવા મકાન માલીક, નવા પાડોશી, નવા લોકો. બે માળનુ મકાન હતુ, નીચે મકાન માલીક રહેતા હતા અને ઉપર હુ. અહિંયા મારા વિષે કોઇ જાણતુ નહોતુ અને મે કહ્યુ પણ નહોતુ.

પહેલો દિવસજ હતો. હુ કંટાળી ગયો હતો એટલે ગાંજો મારીને સૂઇ ગયો હતો. કાનમા જોરજોરથી પડઘા પડવા લાગ્યા. મને ગુસ્સો આવવા લાગ્યો. ઝબકીને ઉઠી ગયો. કોઇ દરવાજો ખખડાવી રહ્યુ હતુ. તરતજ મનમાં બે ત્રણ ગાળો આપી દીધી.

હજી ગાંજાનો નશો ઉતર્યો નહોતો, હુ પૂરેપૂરો ભાનમા નહોતો. મે દરવાજો ખોલ્યો.

“લો, અંકલ ચા અને નાસ્તો” કાલા કાલા અવાજમા એ નાની કિકલીએ મનો કહ્યુ

નશો તરતજ ઉતરી ગયો. એક મીનીટતો હુ એની સામે જોઇ રહ્યો.

“પ્રિતિબેટા, અંકલ ના ઉઠે તો ખખડાવીશ નહિ” એમણે મારા સામે જોયુ

“અરે ઉઠી ગયા”

મારી સામે એક સ્ત્રી હતી જે ખૂબજ સુંદર હતી. એણે ગુલાબી રંગનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો, ડુપટ્ટો નહોતો નાખ્યો એટલે મારી નજર તો સીધી છાતી પરજ પડી. ડ્રેસ એકદલ ફીટીંગમાં હતો એટલે એમના શરીરના એક એક વળાંકો સ્પષ્ટ દેખાતા હતા. એક છોકરાની મા હતી તો પણ શરીર સૌષ્ઠવ કામણગારુ હતુ. શરીરના અમુક અમુક ભાગો પર જામેલી થોડી થોડી એક્સ્ટ્રા ચરબી એમની સુંદરતાને ચાર ચાંદ લગાવી રહી હતી.

“એકલાજ લાગો છો, થાકી ગયા હશો, લો ચા નાસ્તો કરી લો”

“ના ભાભી હુ ઠીક છુ” હુ તરતજ દરવાજો બંધ કરવા ગયો પણ બંધ ના કર્યો કારણ કે એ નાની કીકલી હજી ત્યાંજ ઊભી હતી.

“લો અંકલ” એ કાલા કાલા અવાજમાં બોલી

મે નાસ્તો લઇ લીઘો અને એના માથે હાથ ફેરવી અંદર ચાલ્યો ગયો. ગપાગપ બટાકાવડા ઝાપટી ગયો.

એમના હસબન્ડની સ્ટેશનરીની દુકાન હતી. એમનુ નામ હતુ રવિભાઇ, એ રાત્રે આઠ વાગ્યાની આજુબાજુ આવતા અને એમને ક્રિકેટને ખૂબજ શોખ હતો એમા પણ જો ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય એટલે દુકાન બંધ રાખી મેચ જોવા બેસી જાય. ઘણીવાર બળજબરીથી મને પણ મેચ જોવા લઇ જાય.

*****

(મને માફ કરજો પણ આ સવાલ પૂછવો જરૂરી છે, મને એવુ કેમ લાગે છે કે તમે જો વાપી પાછા જતા રહ્યા હોત તો તમે આજે અહિંયા ના હોત, અને જો તમારે પૈસા આપીનેજ લગ્ન કરવાના હતા તો એને પોલીસ કેસ સાથે શુ લાગે વળગે છે, તમે લગ્ન કરી શક્યા હોત) આદિત્ય મહેતા

“એકદમ સાચી વાત છે તમારી, તમારુ મન અત્યારે આ બધુ વિચારવા સ્વસ્થ છે, મારુ મન એ સમયે અસ્વસ્થ હતુ”

(તમારા માતા પિતાનુ તો સ્વસ્થ હતુને, એ તો તમને સમજાવી શક્યા હોત) આદિત્ય મહેતા

“એ પણ સ્વસ્થ નહોતા, ગર્ભમા કરેલી હત્યાના પશ્ચાતાપે એમને પણ નહોતા બક્ષ્યા. મને વધારે તો ખબર નહોતી પણ પિતાજી પણ હતાશાની કગાર પર હતા અને મમ્મીથા મારુ એકલાપણુ જોવાતુ નહોતુ. પિતાજી મારી આવી પરિસ્થિતિ માટે પોતાનેજ જવાબદાર માનતા હતા અને એવામા જો હુ એમની સામે રહુ તો એ માનસિક સંતુલન ગુમાવીને હતાશામા ગરકાવ થઇ જાત, વળી જો હુ વાપીમા રહેત તો સેક્સની તલપ સંતોષવા માટે વેશ્યા પાસે જતા સંકોચાત અને વડોદરામા રહેત તો હુ કોઇપણ જાતના સંકોચ વગર વેશ્યા પાસે જઇ શકત, તો હુ માનુ મમ્મી અને પિતાજીએ એજ વિચાર્યુ હશે અને રહી વાત લગ્નની તો એ કરવાનાજ હતા પણ ખરી એવી ઘટના ઘટી કે લગ્ન છ મહિના માટે ટળી ગયા”

(કેવી ઘટના?) આદિત્ય મહેતા

(હ્યુમન ટ્રાફિકિંગ, પોલીસના હાથમા એક લિંક આવી, જેમા અહિંયા ભાવ વધતા અને છોકરાઓની અછત ઊભી થતા બંગાળથી છોકરીઓ લાવવામા આવી એમા અમારો એજન્ટ પણ હતો, ઘણી ધડપકડો થઇ, ઘણા સમય સુધી એ કેસ ખૂબ ચર્ચામાં રહ્યો એટલે બધા એજન્ટોએ ધંધો બંધ કરી દીધો, એટલે મારા લગ્ન પણ અટવાઇ ગયા)

(ચલો હવે આગળ વધીએ) આદિત્ય મહેતા

*****

ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતી. મારે આખો દિવસ એમના ઘરેજ વિતાવવાનો હતો. બપોરનુ જમવાનુ, બપારની ચા અને રાતનુ જમવાનુ એમના ઘરેજ હતુ. એમને એટલો બધો આગ્રહ કર્યો કે હુ ના ના પાડી શક્યો. મને બીજી કોઇ તકલીફ નહોતી પણ ગાંજાની તલપનુ શુ?

હુ દર કલાકે કંઇક ને કંઇક બહાનુ બનાવી ગાંજાના કસ મારી આવતો. એ આખો દિવસ ખૂબજ હકારાત્મક રહ્યો અને થોડો નકારાત્મક પણ.

એ દિવસે પરીવારની ઉષ્મા, પ્રેમને ખૂબજ નજીકથી નીહાળ્યો સાથે સાથે પીડા પણ થતી જ્યારે ભાઇ અને ભાભી વચ્ચેના પ્રેમ જોઇને. મનમાં સીસકારીઓ છૂટી જતી, ધબકારા વધી જતા, જીવનસાથીની ખેવના તીવ્ર બની જતી. મનના ઊભરાને અંદરજ દબાવી દેતો પણ મારા માટે સામાન્ય રહેવુ અશક્ય હતુ.

મનમાં એકજ સવાલ ઉઠતો કે

“મે શુ ગુન્હો કર્યો છે? શુ હુ આ ખુશીને હકદાર નથી?”

આંખોમા ઝળઝળીયા આવી જતા પણ એને ત્યાંજ રોકી લેતો. વેદનાના બાંધને ટૂટવા ના દેતો.

હુ આવાજ કોઇ વિચારોમા ખોવાયેલો હતો એટલામા ભારત મેચ જીતી ગયુ અને આખો પરિવાર ખુશીઓ મનાવવા લાગ્યો. હુ પણ એમની ખુશીમા સામેલ થઇ ગયો.

પ્રિયાએ મારો હાથ પકડ્યો, મે એને તેડી લીધી. રવિભાઇ મારી પાસે આવ્યા અને પ્રિયાના ગાલ પર પપ્પી કરી. પ્રિયાએ મારા ગાલ પર પપ્પી કરી.

“તમને મારાથી નફરત થઇ જશે” એમણ મારી આંખોમા આંખો મીલાવી કહ્યુ

શરીરમા ઝણઝણાટી આવી ગઇ. પ્રિયા માટે મારા મનમા વાસના જાગી. મારી નજર એના શરીર પર પડી. રાક્ષસ મન બઉંજ તાકાતવર થઇ ગયુ હતુ. સજ્જન મન બતાવમા આવે પહેલાજ એણે વાસનાનુ હથિયાર ઉગામ્યુ.

પણ સજ્જન મન હજી એટલુ કમજોર નહોતુ કે મને રાક્ષસ મનનાં વસમાં થવા દે. મે તરતજ પ્રિયાને નીચે મુકી દીધી અને ઘરે જતો રહ્યો.

હુ શુ કહુ હુ અંદરથી એટલો તબાહ થઇ ગયો હતો કે જેવા ઘરમાં ઘૂસ્યો બંન્ને હાથની મુઠ્ઠી વાળી પથારીમા ટૂંટીયુ વાળીને પડ્યો, રાડ નાખી પણ અવાજને બહાર ના આવવા દીધો. આંખો ઊભરાઇ આવી, મને મારી જાત નફરત, ધ્રૂણા થઇ, પોતાની જાત પર દયા પણ આવી. હુ કલાકો સુધી રડતો રહ્યો ના મુઠ્ઠીઓ ખુલી ના ટૂંટીયુ.

જેવી આંખો ખોલી, સામે અશોક ઊભો હતો. એક સેકન્ડ માટે તો હુ હેબકાઇ ગયો, પાછળ હટી ગયો.

“ઘભરાશો નહિ, હુ તમારી મદદ કરવા આવ્યો છુ” અશોક

[આભાસ હતો, હુ માનસિક સંતુલન ગુમાવવા લાગ્યો હતો]

“મારે કોઇની મદદની જરૂર નથી” હુ

“વિષ્ણુભાઇ જરૂર છે, તમારે મારી મદદની જરૂર છે, હુ તમને આ બધી તકલીફોમાંથી મુક્તિ અપાવીશ”

“હુ કાયર નથી”

“કેમ ખાલી આત્મહત્યા કરે એનેજ કાયર કહેવાય, તમે જે કર્યુ એ કાયરતા નથી”

“મે શુ કર્યુ?”

“પ્રિયાને મુકીને આવી ગયા”

“તમને ડર હતો કે તમે ક્યાંક.....”

હુ ચૂપ થઇ ગયો.

“ચલો મારી સાથે, આ બધી ઝંઝટથી મુક્તિ”

મે આંખો બંધ કરી દીધી પણ અશોકનો અવાજ મારા કાનમા ગુંજ્યા કરતો હતો. દિવાલે ટેકો દઇને, ટૂંટીયુ વાળીને, આંખો બંધ કરીને ખબર નથી હુ કેટલો સમય બેસી રહ્યો.

આંખો ખોલી પહેલા તો ગાંજાના કસ માર્યા, બારી બારણા ખોલી નાંખ્યા. મન થોડુ હળવુ થયુ પણ શાંત નહોતુ. શૂન્યનમસ્ક હતો એટલામા રવિભાઇ આવ્યા.

“અરે વિષ્ણુભાઇ, અચાનક ક્યા ગાયબ થઇ ગયા હતા?”

“ઘરેજ હતો, માથુ ચડ્યુ હતુ એટલે સૂઇ ગયો હતો”

લગભગ રાતના નવ દસ વાગ્યા હતા.

“અમે કેટલો દરવાજો ખખડાવ્યો હતો, જબરદસ્ત ઊંઘ છે તમારી”

“હા, આંખ લાગી ગઇ હતી”

એટલામા ભાભી થાળી લઇને આવ્યા.

“લો જમી લો”

મારુ ધ્યાન ભાભીની પાછળ હતુ કે પ્રિયા તો નથીને. મનમાં એક જીજ્ઞાશા હતી સાથે સાથે ડર પણ હતો, વાસના હતી, કાયરતા હતી, હુ ડરપોક થઇ ચુક્યો હતો. મને મારા પર લગીરેય વિશ્વાસ નહોતો. હુ પોતાની જાતનેજ નફરત કરતો હતો.

જમીને શાંતિથી આડો પડ્યો પણ ઊંઘ નહોતી આવતી. અશોકનો અવાજ મારા કાનમા ગુંજ્યા કરતો હતો કે વિષ્ણુભાઇ આવી જાઓ મારી પાસે, અહિંયા કોઇ દુખ નથી. હુ પડખા ફેરવતો રહ્યો પણ ઊંઘ ના આવી.