Adhuru Matrutv - 1 in Gujarati Short Stories by Vaidehi Trivedi books and stories PDF | અધૂરું માતૃત્વ - ભાગ 1

Featured Books
Categories
Share

અધૂરું માતૃત્વ - ભાગ 1

"૯વર્ષ ... આજે ૯ વર્ષ પછી તને જોઉં છું, ગળે નહિ વળગેબટા મમ્મી ને " મ્મ્મી? કોની મમ્મી? મારી માં ને મરે ૯ વર્ષ થયા." કાવ્યા બોલી, આખરે.એ નો આ અવાજ સાંભળવા માટે જ તો હું તરસી ગઈ હતી. આ જ તો જોઈતુ હતું મારે કે એ બોલે ,આખરે.એ નો આ અવાજ સાંભળવા માટે જ તો હું તરસી ગઈ હતી.ખરે. આ જ તો જોઈતું હતું મારે કે એ બોલે પણ આ શબ્દો હ્રિદયમાં ઘાકરતા હતા. હા ,આમ તો હું અનાં માટે માનસિક તૈયારી કરી ને જ એની સામે આવીહતી , કદાચ વધારે બોલશે પણ હુ એની પણ તૈયારી સાથે જ તો આવી છુ ને ....

કેમ આવું બોલે છે બેટા?" મેં પૂછ્યું..મારે તો વાત કરવી જ હતી ને આજે. આખરે મારી જ છોકરી છે , ગુસ્સા માં છે એટલે બોલે તો શું હું પણ ગુસ્સો કરું? હું સ્વગત બબડી..." બેસ ને દીકરા. હવે મળ્યા જ છીએ તો બેસી ને વાત કરીએ બેટા?" મેં કહ્યું તો ખરું પણ કાવ્યા હતી ત્યાં જ ઉભી રહી હજુ પણ એવી જ જીદ્દી છે. અને એનું ગુસ્સે થવું વ્યાજબી પણ તો હતું ને ... જે પણ થયું એ બધા માં એ જ તો વગર વાંકે સહન કરતી હતી એટલા વર્ષો થી ...

" બેટા , હું તારો ગુસ્સો સમજુ છું. પણ શું તને યાદ નથી કે શા માટે એ કરવું પડ્યું હતું મારે ? શું તને યાદ નથી કે તને મારી સાથે લઇ જવા માટે મેં કેટકેટલા પ્રયત્નો - નિષ્ફળ પ્રયત્નો કાર્ય હતા ? તને ખબર છે ને કે તારા પપ્પા.. " " ખબરદાર . " એ લગભગ ચીસ પાડી ને બોલી " જો મારા પપ્પા માટે એક શબ્દ પણ બોલી છે તો ... તું જયારે મને તરછોડી ને ભાગી ગઈ હતી ત્યાર મેજ મને સંભાળી હતી . શરમ નથી આવતી તને ને ? તારા જેવી સ્ત્રી ને તો શરમ થી મરી જવું જોઈએ. હજુ પણ તારા પાપ નો ટોપલો મારા પપ્પા ના માથે નાખવા નીકળી છે . મને તો એમ હતું કે કદાચ તને તારી ભૂલો સમજાઈ ગઈ હશે એટલે તું મારી ને મારા પપ્પા ની માફી માગવા આવી છે . પણ તું તો કૈક બીજી જ રમત રમે છે . હવે સમજી કે મને એકલી ને જ શું કામ બોલાવી ? મને મારા પપ્પાથી વિરુધ કરી ને તારી જોડે લઇ જવી છે એમ ? પણ એક વાત અત્યારે જ કહી દઉ હું મારા પપ્પા ને એકલા મૂકી ને ક્યાય જવાની નથી અને તારી જોડે તો જરાય નહિ",

થોડીક ક્ષણો ની સ્તબ્ધતા - આંખ માંથી એક આંસુ ગાલ પર દડી ને બે હોઠ વચ્ચે અટકી ગયું . . . હૈયા માં થી ઉઠેલી ચીસ ગળા માં ક્યાંક અટવાઈ ગઈ . . . . હું તો કાવ્યા ના ગુસ્સા માટે સુસજ્જ થઇ ને આવી હતી પણ અહી તો ભારોભાર નફરત ઠલવાતી હતી હું અન માટે તો અહ નોતી આવી . Why she hates me this much? મારું માત્રુ હૃદય આ વાત સ્વીકારી શકાતું નહતું . મારી જ કોખથી જન્મેલીમારી જ છોકરી બોલી રહી છે મારી સામે ? શું આ મારા ગર્ભનાં સંસ્કાર હતા ? મારું ધાવણ જે એના માં લોહી બની ને છે એ આવું ? શું મેં ધાવણ માં એને નફરત ઘોળી ને પીવડાવી હતી??? ના. . . . .આ તો એના ઉપર ઠોકી બેસાડેલી નફરત બોલે છે આટલા વર્ષો થી એની અંદર ધરબાઈ રહેલી ઝખના માં વગર રોળાઈ ગયેલું એનું બાળપણ એની વેદના છે જે આજે ઠલવાય છે પણ સાથે એમાં ભળેલું મારા વિરુદ્ધ નું ઝેર પણ છે એના પપ્પા એ કદાચ એને સત્ય થી દુર રાખી હશે અને વડીલો એ એના ભોળા માનસ સાથે આ રમત રમી હશે .

પણ હવે બસ. હવે આ બધું clear કરવા નો સમય આવી ગયો છે . બહુ સમય સુધી કાવ્યા અંધારા માં રહી અને બહુ ટાઇમ મેં એને રહેવા દીધી હવે બસ . હું હવે મક્કમ થઇ ને ઉઠી કાવ્યા ને હાથ પકડી ને બાજુ માં બેસાડી , એ હજુ પણ એની જીદ પર અડી રહેવા માંગતી હતી પણહવે મારી પાસે એટલો સમય નહતો કે હું એની જીદ પોષું, આમ પણ મને માંડ એક દિવસળ્યો હતો ન સાથે રહેવા માટે અને અમારી વચ્ચે ના મતભેદ દુર કરવા માટે. એને વધુ સમય આપી ને હું હવે હું માંડ મળેલોchance ગુમાવવા નથી માંગી. " બસ કાવ્યા ,હવે તું સાંભળીશ અને હું બોલીશ. તારે સંભળાવું જ પડશે." ફરી થોડીક ક્ષણો અશાંત શાંતિ માં વીતી ગઈ અમારી વચ્ચે. આજે એક ચાલીસી પર પહોચેલી માં , યુવાની ના ઉંબરે ઉભેલી પોતાની છોકરી જોડે પોતાન ભૂતકાળ ખોલી રહી હતી થોડીક બોઝિલ પળોવીતી અને અસ્વસ્થતા ખંખેરી હું ઉભી થઇ. અને આખો ભૂતકાળ જાણે ફિલ્મ ની જેમ નજરો સામે થી પસાર થવા લાગ્યો . . . . .

"કાવ્યા, તને તો ખબર છે ને કે મારા અને તારા પપ્પા ના love marriage હતા. અને તને કદાચ ખબર નથી પણ અમે કાચી ઉમરે પ્રેમ માં હતા. હું મારા ૧૬માં વર્ષે જ તારા પપ્પા ને મળી હતી અને ત્યારે તારા પપ્પા ૧૯ ના હતા. આમ તો અમારી વચ્ચે ચારેક વર્ષ નું અંતર પણ કોઈ દિવસ મેં એને મારાથી મોટો માન્યો જ નહતો. ને એની સાથે પ્રેમ માં પડવાનો મારો તો કોઈ ઈરાદો પણ ના હતો,. પણ કેવાય છે ને કે " you fall in love with the most unexpected person at the most unexpected time." બસ અમારી જોડે પણ આવું જ થયું હતું. હું ત્યારે ૧૦ માં ધોરણમા હતી. તારા પપ્પા ૧૨ માં ની ટ્રાયલ આપતા હતા.શરુ માં અમે ફોન પર બહુ જ વાતો કરતા. મને એની જોડે વાતો કરવાનું ગમતું એનો અવાજ સાંભળી ને દિલ ને અજીબ શાંતિ લાગતી. જેવી તને અત્યારે લાગે છે જયારે તું તાહિર સાથે વાત કરે છે..." તાહિર નું નામ મારા મોઢે થી સાંભળી ને કાવ્યા ચમકી ગઈ, એની એ ચમક અને ડર ત્રાસી આંખે હું જોઈ રહી. "Relax બેટા, હું તારા પપ્પા ને કહેવાની નથી. અને તાહિર ને મેં મળી લીધું છે" એટલા માં ડોરબેલ વાગી. "વેઇટ. કદાચ આવી ગયો લાગે છે. " એમ કહી ને મેં દરવાજો ખોલ્યો. !" આવ અંદર. " હું એક નાનકડી સ્માઈલ આપી ને કાવ્યા ની બાજુ માં બેઠી. "તાહિર!તને કોણે કયું કે હું અહી આવી છું ?" કાવ્યા ને જોઈ ને અમે બંને હસી પડ્યા. " મને મમ્મી એ બોલાવ્યો છે જાન" "શીઈઈઈશ . શું કરે છે? જોતો ખરો ક્યાં છે કોની જોડે છે? " પણ તાહિર થી રહેવાયું નહિ. મારા દેખતા જ કાવ્યા ને ભેટી .પડ્યો.અને કાવ્યા પણ...

થોડી વાર બંને ને એમ જ રહેવા દઈ મેં બધા માટે કોફી ઓર્ડર કરી . કોફી મૂકી ને વેઈટર ગયો એટલે મેં બંને ને મારી સામે બેસાડ્યા. મમમી , thank you . આજે તમે મને અહી બોલાવ્યો . નહિ તો હું હજુ પણ કાવ્યા ને મળવા વલખા જ મારતો હોત. " કાવ્યા હવે આશ્ચર્ય થી મારી ને તાહિર ની સામે જોતી હતી. "જો બેટા. કાવ્યા ની મનોદશા મારાથી છુપી નતી. અને તને મળ્યા પછી ના પડવા નું મારી પાસે ોઈ કારણ બચતું નોતું " કાવ્યા ના મન માં જાણે યુદ્ધ થઇ ગયું હોય એવું લાગતું હતું

હવે બોલવા નો વારો મારો હતો. પણ કાવ્યા ને મારી વાત માં ભરોસો નઈ આવે એની મને ખબર હતી એટલે મેં તાહિર ને પણ બોલાવી લીધો હતો. તાહિર એટલે મારી કાવ્યા ો પહેલો પ્રેમ . મને ખબર હતી કે તાહિર ને અહી જોઈ ને કાવ્યા મારી પર ફરી ગુસ્સે થશે એટલે જ મેં કાવ્યા ને કહી દીધું કે 'તું પૂછે એ પહેલા જ કહી દઉ કે તાહિર ને હું ગઈ કાલે મળી હતી અને એને મેં જ અહી બોલાવ્યો છે . હવે તે નક્કી કર્યું જ છે તો મારે પણ તને સપોર્ટ કરવો પડે ને...' પણ કાવ્યા હજુ પણ નવાઈ સાથે તાહિર ને તાકી રહી હતી. પછી મારી સામે જોઈ ને બોલી," વાહ, સાચે મારા પપ્પા બરોબર કહેતા હતા તારા માટે. તને લોકો ની લાગણી સાથે રમત રમતા બહુ સરસ રીતે આવડે છે ,પણ હું કોઈ રીતે તારી વાત માં આવવાની નથી. " તાહિર એને રોકવા ગયો પણ મેં નાં પાડી એટલે બોલ્યો નહિ.

કાવ્યા , બેટા તને એટલી જ ખબર છે જેટલું તારા પપ્પા એ તને કહ્યું છે. હવે મારી વાત પણ સાંભળી લે. માનું છું કે હું એક ૯ વર્ષ ની છોકરી ને મૂકી ને જતી રહી હતી , પણ કેમ જતી રહી એ કોઈએ જાણવા ની કોશિશ નથી કરી. એક સ્ત્રી માં થઇ ને આવી ક્રૂર બની જ કેમ શકે એવા અનેકાનેક આરોપો મારા માથે લઇ ને ચુપચાપ અહી થી કેમ જતી રહી એ કોઈક જ જાણે છે એમાંના એક તારા પપ્પા પણ છે બેટા. " આટલું બોલતા બોલતા હું મારી અત્યાર સુધી બાંધી રાખેલી ધીરજ છોડી ને રડી પડી.

સંભાળ હવે સત્ય હકીકત તારા પપ્પા અને મારા અલગ થવાની.

શું છે ભૂતકાળ ની ભીતર વાંચીશું આવતા ભાગ માં.