Mari Dairynu ek Panu - 2 books and stories free download online pdf in Gujarati

મારી ડાયરીનું એક પાનું

'' મારી ડાયરીનું પાનું --૨'' [૪]

તા . 14/7
ગુરુવાર

5. 30 સવારે
આંખ અચાનક ખૂલી ગઈ , યાદ કર્યું તો ઘણું કામ છે આજે પણ જીવ ઉગતો નથી ...! :(6. 00
વાગ્યે
કામકાજે પરાણે ચડું છું ... એક ગ્રીન ટી સાથે ... બાળકો વગરનું ઘર ખાલી તો લાગે જ છે . પણ ક્યાંક અપેક્ષાઓ મરતી જોઈ જીવ દુઃખી થાય .... તો શું કરવું ? ખેર કામે વળગવા દે .... 7. 00
વાગ્યે
રસોઈ બનાવી દીધી . એક કામ પત્યું . પૂજા પાઠ પણ ... અને એક વાત યાદ આવી રહી છે . મારી ગર્ભાવસ્થા ..... ત્યારે ક્યાં ખબર હતી કે મારું સંતાન કેવું છે ? પણ હું શું કરતી હતી ? એના હિત ની વાંછના કરતી હતી ...... 8. 00
વાગ્યે
કામવાળી આવી .પાછળ પડી બધું કામ કરાવ્યું .... ટીના નો રૂમ ખાસ સાફ કર્યો . આજે બહુ યાદ આવે છે 10. 00 વાગ્યે
જરૂરી ફોન કર્યા . માળીને સૂચનાઓ આપી અને જમવાનો ટાઈમ થઈ ગયો 12. 00
વાગ્યે
ઓહ ... આજે તો શાક પણ ટીના ને ભાવતું ....
વારે વારે છોકરા યાદ આવે તો નવાઈ પણ શું ? આપણા જ છે નેડો થોડો છૂટવાનો છે ? રસોડું પરવારી ... સફાઈ કરી આડી પડી 1. 00
વાગ્યે
છાપું ઝાલ્યું તો પોણી કલાકે પત્યું
ખાસ સમાચાર નહોતા ... થોડો કંટાળો ને ઊંઘ ચડી 2. 30
વાગ્યે
આંખ ખૂલી . પાછી સવાર જેવી સ્થિતિ ... પણ હવે એક વિચાર હતો . ગર્ભ માં બાળક હોય ત્યારે જે રીતે સતત ગાયત્રી મંત્રના જાપ કરતી હતી , હવે અત્યારે પણ કેમ નહીં ? અત્યારે એ મને નથી જ દેખાતો વિશ્વમાં સમયના ગર્ભમાં
છે ... એક વખત મોટું નામ બની
એક વ્યક્તિત્વ અવતરશે
બાળક ગમે તે સંજોગોમાં હોય , ગમે તે વર્તન હોય મારું કામ છે એને સતત પ્રેમ આપવાનું એ સન્માર્ગે રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરવાનું 4. 00
વાગ્યે
મમ્મી નો ફોન આવ્યો . આટલી ઉંમર થઈ પણ મારી ખબર લેવાનું એ ચૂકતી નથી . ભલે પહેલા કરતા ઢીલી થઈ ગઈ છે . 4. 45
વાગ્યે
ધોબી આવ્યો . ટીના ના ચણીયા ચોળી કાઢી ઈસ્ત્રી કરાવ્યા . નવરાત્રીમાં આવશે ને ? કદાચ 5. 00
વાગ્યે
રસોઈનો ટાઈમ થઈ ગયો .
આજે ભાજી પાવ જ
પણ ટીના નો ફોન આવે તો નહીં કહું . એને મારા હાથના જ ભાવે . સાંભળી એને મન થશે . 7. 30
વાગ્યે
જમ્યા , પરવાર્યા 10. 00
વાગ્યે
ટીના નો ફોન આવી ગયો . બહુ વખતે .... પણ બહુ સારું લાગ્યું . 11. 30
વાગ્યે
માળા કરીને જ સૂઈ જઈશ


અર્ચિતા દીપક પંડ્યા

[૫]

તા. 12 મે, ,શનિવાર.

વેકેશનના દિવસો હોવાથી હું પિયર આવી હતી. અમદાવાદ રહેવા આવ્યા પછીનું આ પહેલું વેકેશન હતું એટલે આખો એક મહિનો પિયરમાં રહું તો પતિદેવને જમવાથી લઈને નાનીમોટી મુશ્કેલીઓ રહે, ઉપરાંત નાનકડી ઢબુ (4 વર્ષની ) વગર પણ વધારે દિવસ ના ચાલે એમને ! એટલે પરસ્પર મીઠી રકઝકનાં અંતે સમજૂતી થઇ કે ,"ક્રિષ્નાએ આ વખતે પિયરમાં પંદર દિવસ રોકાવાનું."
આજે સાતમો દિવસ હતો. રાત્રે 8.00 વાગ્યે હું ઢબુને જમાડીને મમ્મીપપ્પા સાથે જમવા બેઠી.હજી જમવાનુ શરૂ જ કર્યું કે ફોનની રીંગ વાગી. મેં ઉભી થઇને રિસિવર ઉઠાવ્યું."
હલ્લો",""
હિતેન બોલું છું ""
હમ્મ..બોલો ને""
કાંઈ નહી,બસ એમ જ ફોન કર્યો ...શું કરે છે ઢબુ..?""
એને જમાડીને અમે જમવા બેઠા છીએ...તમે જમ્યા કે..?""
હા""
કેમ એકાક્ષરી જવાબ ..? કૂક આન્ટી એ સારું નહોતું બનાવ્યું કે, ના ભાવ્યું કે ...મૂડ નથી ...?""
ના, બસ...કાંઈ નહિ , ચાલે એવું હોય છે. શાકમાં નમક ખૂબ વધારે અને રોટલી પણ તારા જેવા ફૂલકા નહિ પણ ...અઠવાડિયાનો સવાલ છે ને...! ચલાવી લઇશ ...તું ચિંતા ના કરીશ. ઢબુ યાદ કરે છે મને...?""
હા, ખૂબ જ. નાના નાની પાસે તમારી જ વાતો કરે છે.""
ઓહ..! મને ઘર બહુ સૂનું સૂનું લાગે સાંજે આવું ત્યારે. ઢબુની ઢીંગલીઓ પણ ચૂપચાપ એની રાહ જુએ છે જાણે!... મારી જેમ !
ઢબુનું ધ્યાન રાખજે, મમ્મીપપ્પાને જય શ્રીકૃષ્ણ કહેજે...મૂકું ફોન ...? બાય..""
બાય"
વિચારમગ્ન અવસ્થામાં ફરી જમવા બેઠી પણ મૂડ ન રહ્યો, જેમ તેમ પતાવીને ઉભી થઇ. પપ્પાએ પૂછ્યું "કાંઈ ટેન્શન નથી ને,બેટા..? હિતેનકુમારનો ફોન હતો, મજામાં છે ને?" "હોવ્વે...મજામાં..મારી કચકચથી માંડ છૂટકારો મળ્યો છે...ટેમ્પરરી, તો આનંદમાં છે." મેં હળવી મજાક કરી.
મારા રૂમમાં જઈને સામાનનુ પેકિંગ શરૂ કર્યુ. મમ્મી જબરા ટેન્શનમાં ! "Don't worry મમ્મા, કાલે સવારે વહેલી બસમાં અમદાવાદ જાઉં છું,એ મારા વગર હેરાન થાય અને હું અહીં પડી રહું ,યોગ્ય નથી લાગતું. એકાદ શનિ-રવિ અમે ત્રણેય સાથે આવીશું તમને ફરી મળવા, અત્યારે મને રજા આપ. તમને લોકોને જ્યારે મારી જરૂર હોય ત્યારે એક ફોન કરજો, હું ચાર કલાકમાં અમદાવાદથી અહીં હાજર થઇ જઈશ. કાલે હું નીકળું પછી ફોન કરી દેજો એમને ,જેથી સામે લેવા આવે "
ઢબુને સૂવડાવતા, એના વાળમાં હાથ ફેરવતા હું વિચારોના જંગલમાં અટવાઇ ગઈ. આ એ જ હું હતી ,જે પાંચ વર્ષ પહેલા લગ્નના નામથી ભડકતી. મમ્મી પપ્પા અને હું...પવિત્ર બિલિપત્રનાં ત્રણ પાંદડા જેવો ગોઠવાયેલો સંસાર..! એને છોડીને અજાણ્યા લોકો સાથે જીવન જોડવા મારું મન કદી તૈયાર ના થતું. પપ્પા 'પારકી થાપણ' કહેતા તો હું રીસાઈ જતી,અને દલીલ પણ કરતી કે," અહીં 'પારકી થાપણ' અને ત્યાં 'પારકી જણી' કહેશે ...તો પપ્પા, મારું પોતાનું ઘર કયું ..?"મારી આંખો ભરાઈ જતી અને પપ્પાની આંખ પણ ક્યાં કોરી રહેતી ...? પણ અંતે સારું ઘર અને વર જોઈ ચૂપચાપ બિલિપત્રનું એક પાંદડુ સંસાર સાગરમાં વહેવા ચાલ્યું.
અને હવે સુખદ સંસારનાં વીતતા સમય સાથે એ જ બિલિપત્રનું પાંદડુ નવેસરથી ગોઠવાઈ ગયું, પતિ અને બાળકરૂપી અન્ય બે પાંદડા સાથે ...! બેે-બે કુટુંબમાં સ્ત્રી નું સનેહાર્દ માન, અડગ સ્થાન અને અખૂટ મહત્વ રહે છે, આજીવન...! સીતાની જેમ એ છાયારૂપે જીંદગીભર પિયરથી જોડાયેલી રહે છે...અને પોતાના સંસારમાં ઓતપ્રોત,પ્રત્યક્ષ હાજરી ...! પારકી થાપણ કે પારકી જણી નથી , સ્ત્રી પાસે પોતાના બે-બે ઠેકાણા છે...હૂંફથી ભરેલા. કોઇને પોતાના વગર ચાલતું નથી કે ગમતું નથી ...એ ખ્યાલ જ કેટલો દિલચશ્પ હોય છે...!
આવતી કાલે બસમાંથી ઉતરતાં એ સામે લેવા આવશે, ત્યારનો આનંદ સભર આશ્ચર્ય સાથે મર્માળુ હસતો ચહેરો આજે મને સ્વપ્નમાં તો આવશે જ...એવું વિચારતાં એ સ્વપ્ન જોવા મારી આંખો ઘેરાય છે હવે...! ...
ક્રિષ્ના આશર...(તા.12-05-2007)

[૬]

કહેવાતી એક ઘટના પણ એ ઘટનાએ આખા જીવનને હચમચાવી નાખ્યું..
એ ઘટનાને આજે 44 વષૅના વહાણા વીત્યાં હુ ત્યારે 4'30 વષૅની પણ હજુ એ દિવસ નજર તાદ્શ્ય છેં ..
ચુલબુલા પતંગિયા જેવી હું મામાને ત્યાં ઉડાઉડ કરતી સૌ,કહેતા કે આમ શીખ તેમ શીખ તારી મમ્માને આવુ ગમે તેવું ગમે તારી મમ્મા બહું હોશિયાર,તું પણ એવી બન,પણ મને એ,વાત બહુ પલ્લે પડતી નહીં બસ આમતેમ ઉડાઉડ કરવું એજ ધ્યેય..મામા માસીઓ નાના નાની નો ભરપુર પ્યાર મેળવતી બસ ખુશ હતી..હા એટલુ જરૂર નાના મગજમાં પલ્લે પડ્યુ હતું કે ક્યારેક આ મોમ સાથે મારે જવાનું છે. બસ પણ તોયે હું તો મોજમાં જ હતી કે ત્યાર ની વાત ત્યારે..
ત્યા કુદરતને જે મંજુર હતી એ ઘડી આવી પહોચી..મોસાળમાં બધા દીવાળી પછી જવાના મારા ગમ સાથે તૈયારીઓ,કરતા હતા ને કહેતા જતા તા કે ત્યાં મા પાસે જઇ અમને ભુલી ના જઇશ વગેરે વગેરે..જોકે આ એક પણ વાત મને સમજમાં ન આવી ,
થયું કે મારે શા માટે જવું જોઇએ મારૂ ઘર તો આજ છે ( મોસાળ) મારા લોકોને છોડી ક્યારેક મળવા આવતી મમ્મા સાથે કેમ જવાનું? આવા સવાલો મનમાં ઉદભવતા..
ખેર પણ હું ચુપચાપ જોયા કરતી,એવામાં મારા નાનીમાં જામનગર ડોક્ટર પાસે તબિયત બતાવવા ગયા હું પણ સાથે હોઉ જ ત્યાં હર્યા ફર્યાં ફોટા પડાવ્યા કે અમને તારી યાદ આવશે તો ફોટો જોઇશું..મારો તને આપીશ તો તને યાદ આવે જોઇ લેજે..આમ વાતો કરતા ઘરે આવ્યા..
એ વખતે ફોટાનું મહત્વ ઘણું હતું, પોસ્ટમાં ફોટા આવવાના હતા તો પોસ્ટના સમયે દોડીને બારણું ખોલી ઉભી રહેતી, બરાબર છઠ્ઠા દિવસે પોસ્ટ આવી ફોટાનું કવર લઇને હું નાચી ઉઠી ત્યાં કાળ ત્રાટક્યો કવર તો ખોલ્યુ પણ ના હતું ને તાર આવ્યો, ત્યારે ટેલિફોન ખાસ ઉપયોગમાં ના હતા, ઘરમાં હડકંપ મચી ગયો તાર ખોલ્યો ને રોક્ક્ળ મચી ગઇ હું સ્તબ્ધ !! હાથમાંથી ફોટાનું કવર પડી ગયું શું કેમ કઇ સમજમાં ના આવ્યું બસ લોકો ભેગા થવા લાગ્યા ને મને વળગી રોવા લાગ્યા ..
શાની માટે એતો હું મોટી થયા પછી સમજી, બસ જીવન પલટાઇ ગયું પાપા દાદીમા સૌ લેવા આવ્યા પણ નાની ટસ મસ નાં થયા કહે, મને મારીને આને લઇ જાઓ એક દીકરીને બદલે એક..તોયે હું તો,સમજતી જ નહી,નિર્દોષ સવાલ કરું,મમ્મી કેમ ના આવી..? ને હું જ કહું હાશ...સારૂ મને લઇ તો ના જાય ..
પછી જામનગરમાં,પડાવેલા ફોટાતો ઘણા સમયે સાફસફાઇ વખતે હાથ લાગ્યા જેની જરૂર પડી ના હતી. હું મોસાળમાં જ મોટી થતી ગઇ મારી મોમ સાથે નહી જવાની બાલીશ ઇચ્છાને કુદરતે મોમ છીનવીને કરી એ સમજાયુ ત્યાંરે મોડું થઇ ગયું,હતુ આજે પણ પેલો ફોટો હાથમાં આવતા જ આખી ઘટના નજરે તાદ્શ્ય થાય છે..
માં ની જરૂરત પગલે પગલે પડે ત્યારે મારી બાલિશતા પર હસવું કે રડવું ....?

ચૌલા ભટ્ટ

[૭]


તારીખ 12/5/16
જેની સાથે લોહી ના સંબંધ હોય એનો આત્મા મુંઝાતો હોય તો ટેલિપથી થાય છે .
મારા વહાલા પિતા ફિલીપ તીમોથી ને હ્રદય રોગ હતો 1993 જુલાઇ મા એમની એન્જીઓગ્રાફી કરવા માં આવેલી ત્યાર બાદ અવાર નવાર રક્તકણો ઘટી જવા ,અશક્તિ થવી ,જેવી તકલીફો વારંવાર થતી ,પરંતુ સમયસર ની સારવાર થી સારુ થઈ જતું ,
હું દરરોજ એમની પાસે જતી એમને ખુબ સારુ લાગતું .પણ મારી નાની બહેન કેરોલ ના usa લગ્ન કરેલા છ.ે જેને તેઓ બહુજ યાદ કરતા આ દિવસે સવારે 8વાગે carol નો ફોન દરરોજ ના જેમ જ આવ્યો ,પાપા તમે શું કરો છો ?!ચા નાસ્તો કરયો ?!જેવી વાત કરી ,કેરોલે કહ્યું કે પપ્પા હું ઇન્ડિયા આવું છું !!પણ તમને સરપ્રાઇઝ આપીશ .પપ્પા તમને આવિ ને હું ઉઠાડીશ ,આપણે બેઉ જોડે ચા નાસ્તો કરીશું .પપ્પા બોલ્યા બેટા ,કહે તો ખરી ક્યારે આવે છે? એવું ના બને કે તું આવે ને હું સદાકાળ ના વીસમા મા આંખો મીચી સુતો હોઉ ,તું ઉઠાડે બેટા ને જાગી જ ના શકું ??
મને આગલા દીવસે કહ્યું હતું કે તું કાલે કેટલા વાગે આવીશ ?!મે કહ્યું પપ્પા "કર્મયોગી " ની તાલીમ છે એટલે સાંજે 6pm પછીજ આવીશ ,એમનો જવાબ એ હતો કે કાલે આપણે નહી મળી શકીએ ,બીજા દીવસે હુ તાલીમ માં ગઈ લંચ ટાઇમે એકાએક મને ગભરાટ થયો ,મારા હાથ માં થી ડીશ મારા એક મિત્ર પણ મારી સાથે તાલીમ મા હતા એમણે લઇ ને side મા મુકી ,એક કાન માંથી એક ઝૂમર જાતે પડી ગયું ,હું લગભગ બેભાન જેવી હતી .બરોબર 12.20pm આજ સમયે મારા ઘેર મારા પિતાએ આ ફાની દુનિયા છોડી અંતિમશ્વાસ લીધા હતાં .હુ બેખબર હતી .10 જ મિનિટ પછી મારા પતિ મને લેવા આવ્યા છે, એવું કોઈ બોલાતું હતુ એવું મને લાગ્યું આંખો ખોલો એવો dr નો અવાજ મે સાંભળી ,જોયું તૉ રાજેશ સામે ઉભા હતા ,એ મને પપ્પા ના ઘેર લઈ ગયા ,દરવાજા થી જ ખબર પાડી કંઈક અજુગતું બન્યુ .મારી આંખો સમક્ષ પિતા નો નશ્વરદેહ હતો .મન માનવા તૈયાર જ નહતું ,વહાલા પિતા હવે કદી વાત નહી કરી શકે ,હું સૌથી મોટી ઘર માં નિર્ણય લેવાનો હતો કે કેરોલ આવે ત્યાં સુધી પપ્પા ને રાખવા કે નહી ? મે હા પાડી 15/4/6 બહેન આવી ,વિચારો એનું હ્રદય શુ કહેતું હશે ? એ આક્રંદ હજુ ભુલાતું નથી .
બંને દીકરીઓ ને પિતા એ આગોતરી જાણ કરી ,ઇશ્વરે સંકેતો આપ્યા ,પણ અમે એને સમજી ના શક્યા ,કારણ પોતના માતા -પિતા નું મૃત્યુ કોઈ સમય પહેલા સ્વીકારી શકે ?કલ્પી શકે?‌Missing you
પપ્પા always .કાયદાકીય રીતે મારી પાછળ ઈવા રાજેશ પટેલ બધે જ લખાય છે .પણ ફેસબૂક મા મારુ નામ ઈવા ફીલપ કદી delet થશે નહી.મારી ડાયરી નુ સૌથી દુઃખદ શબ્દો નું પાનું કદી ના ભૂલાય તેવું...!

ઈવા ફીલપ