Do you want a Apple books and stories free download online pdf in Gujarati

ડુ યુ વોન્ટ અ એપલ

'ડૂ યું વોન્ટ અ 'એપલ'?'

'એપલ' મને દર વર્ષે 1$ પગાર ચુકવે છે. આ ડોલરમાંથી ૫૦ સેન્ટ હું એપલની મીટીંગઓમાં હાજરી આપું છું અને એપલમાં આવું એનાં માટે મળે છે ને બાકીના ૫૦ સેન્ટ મને મારા પર્ફોમન્સનાં આધારે મળે છે' આ કમેન્ટ છે દુનિયાને ૨૧મી સદીમાં લાવનાર કંપનીના સી.ઈ.ઓ અને વર્ષે 1$ પગારમાં દુનિયાને આઇપોડ, આઈફોન, પિક્સર જેવી અનેક પ્રોડક્ટ આપી જનાર સ્ટીવ જોબ્સની કમેન્ટ જે એક શેર હૉલ્ડર મીટીંગમાં કરેલી.
આ જ 'એપલે' આઈફોન 7 હાલ જ લોન્ચ કર્યો અને જેની પાછળ અત્યારે દુનિયા દીવાની બની છે. આઈફોનનો ક્રેઝ અને તેનું સ્ટેટ્સ હજી બરકરાર છે એની પાછળનું કારણ છે સ્ટીવ જોબ્સ. જોબ્સની લીડરશિપ ક્વોલિટી, વિઝનરી માઈન્ડ, સ્ટીવની સાદગી સાથેની વિચારયાત્રા અને માર્કેટિંગ પાવર.
સ્ટીવનું જીવન હવે જગ જાહેર છે. લોકોએ તેની મૂવી જોઈ છે અને એની આત્મકથા પણ એટલી જ વંચાઈ છે. સ્ટીવની ૫૬ વર્ષની જીંદગી એટલે ભગવાને લખેલી એવી સ્ક્રિપ્ટ કે જેમાં બધી જ પ્રતિકૂળતા હતી છતાં કુદરતે એમાં એવું એક એક્સ ફેક્ટર મૂકેલું કે બધી પ્રતિકૂળતાનાં વાદળા ચીરીને દુનિયાને અનેક વરદાન આપી ગયો.
ત્યક્ત થયેલ સંતાન તરીકે શરૂ થયેલી જીંદગીને અંતમાં સૌ એ તાળીઓથી વધાવી લીધી. ગ્રેજ્યુએટ કરતી વખતે સ્ટીવને સતત લાગ્યા કર્યું લે આ ભણતરમાં કોઇ કસ નથી કેમ કે એને પોતાની જીંદગીમાં શુ કરશે એ ખ્યાલ ન હતો અને તેને કૉલેજ છોડી દીધી. આ વિચાર અત્યારે કૉલેજ કરતા લાખો ભારતીય યુવાનોના મનમાં આવતાં હશે પણ વિચાર કરવાથી થોડા જોબ્સ બનાય!!!!! કૉલેજમાં માત્ર કેલિગ્રાફી શિક્ષણ મેળવેલું અને જેનો સદઉપયોગ મેકની ડિઝાઈનમાં થયો ટૂંકમાં કહીયે તો જોબ્સ કેલિગ્રાફી ન ભણ્યો હોત તો આજે પર્સનલ કમ્યુટર ન હોત, હજી પણ આપણે કોંડિગમાં જીવતાં હોત. જીવનમાં દ્રઢ વિશ્વાસએ તેને દરેક વખતે દુનિયાને પરિવર્તનનાં રંગમાં રંગવા મદદ કરી.
પોતાના ઘરમાંથી નીકળી દીધાં બાદ આવતી નિરાશા આપણામાં ઘણાં અનુભવે છે. સ્ટીવને પણ પોતાની 'એપલ'માંથી કાઢી દેવાયો એમાં સ્ટીવનો એટલો જ વાંક હતો કે એને મેનેજમેન્ટ કલ્ચર ફાવતું ન હતું એને હંમેશા રિસર્ચમાંથી ફુરસદ મળતી ન હતી અને આ અરસામાં રમાયેલ રાજકારણમાં તેને પોતાની કંપની છોડવી પડી. દસ વર્ષમાં એક ગેરેજમાંથી શરૂ થયેલી કંપની ૪૦૦૦ કર્મચારી સુધી પહોચી હતી અને માર્કેટ વેલ્યુ હતી ૨ અબજ ડોલર. આ બધુ એનું હતું છતાં એને બાય બાય કરવું પડયું અને સ્ટીવને 'એપલ'ની બહારનો રસ્તો બતાવી દેવાયો.
નારાયણ મૂર્તિ સરસ કહે છે ને 'લવ યોર જોબ નોટ યોર કંપની' સ્ટીવે પણ આવું જ કર્યું નિરાશા આવી, સિલિકોંન વેલી છોડીને જવાનું એક સમયે નક્કી કરી દીધું હતું પણ સ્ટીવ પાસે હજી ઘણું આપવાનું બાકી હતું. ઈલેક્ટ્રોનિક પ્રત્યેનો પ્રેમ હજુ ઘટ્યો ન હતો અને મોટામાં મોટી વાત એ હતી કે એની જોડે હવે ઘૂમાવવા જેવું કાંઇ ન હતું અને બધું જ ફરીથી સ્ટાર્ટ કરવાનું ઠાની લીધું અને એને પોતાની સ્પીચમાં કીધું છે સફળ હોવાનું લેબલ ગયું અને હું ફરી લર્નર બન્યો.
સ્ટીવ હતો ત્યારે 'એપલ' ટોચ પર હતી અને એનાં ગયા પછી તેની પડતી ચાલું થઈ, અને તેનાં આગમન બાદ ફરી ટોચ પર પહોચી આ વાત સ્ટીવ હ્દયને અનુસર્યા હતાં એને બિઝનેસને એટલું મહત્વ ન આપતાં તેને ક્રિએટીવીટી મહત્વ આપ્યું. ઈલેક્ટ્રોનિક્સનો બાદશાહ બુદ્ધ ધર્મને માનતો હતો અને એક વાર એમણે ડોક્યુમેન્ટરી ઈન્ટરવ્યુમાં વાત કહેલી કે ''સોક્રેટિસ સાથે એક બપોર ગાળવા મળે તો તેનાં બદલામાં હું મારી બધી ટેક્નોલોજી આપવા તૈયાર છું" મનની શાંતિને હંમેશા પ્રાધાન્ય આપનાર વ્યક્તિ જ આટલી ઉચાઈ પછી સાદાઈથી રહી શકે.
સ્ટીવ માત્ર મીઠી વાત કરનાર પણ ન હતો એની સ્વભાવ, એનો ગુસ્સો અસહ્ય હતો. આખી જીંદગી તેં પોતાની પ્રોડક્ટની ચોરી થઈ હોવાનું કહેતો અને પોતાની સ્પીચમાં વારંવાર એક વાત કહેતો કે "good artists copy, great artists steal" મેકિન્ટોશની નકલ કરીને વિન્ડોઝ માર્કેટમાં આવ્યું ત્યારે આ વાત એમણે કહેલી.
આવો જ પ્રતિભાવ એમને ગુગલની Android પ્રોડક્ટ લોન્ચ થઈ ત્યારે કહેલું
૧." અમે ગૂગલ જે બિઝનેસમાં છે તે બિઝનેસમાં નથી ગયા પણ તેં અમારાં બિઝનેસમાં આવી છે. આપણે તેને સફળ નહીં થવા દઈએ.''
૨. ''તેમણે ખોટું કર્યું છે તે સાબિત કરવા માટે જરૂર પડશે તો મરતા સુધી, છેલ્લાં શ્વાસ સુધી હું લડીશ અને ૪૦ અબજ ડોલર ખર્ચી દઈશ પણ એ પ્રોડક્ટ ખતમ કરી દઈશ અને એ મુદે યુદ્ધ કરવા પણ તેયાર છું''
પોતાની પ્રોડક્ટ માટે સમાધાન ન કરવું અને છેલ્લામાં છેલ્લાં કદમ સુધી લડવું એ જ વાત તેની કામ પ્રત્યેની ભક્તિ બતાંવે છે. વર્લ્ડવાઈડ ડેવલપર કોન્ફરન્સમાં માઈક્રોસોફ્ટને પૂછેલું કે ૫ અબજ ખર્ચી તમે શુ કરો છો? એપલની કોપી.
એપલની માર્કેટિંગની તાકત દુનિયાને આંજી દીધાં હતાં કેમ કે એનો સી.ઈ.ઓએ મેનેજમેન્ટનાં થૉથા ઉથલાવ્યા ન હતાં. એક વાર જોબ્સે કહેલું કે 'અમે સ્ક્રીન પર દેખાતા બટન એવી રીતે કર્યા હતાં કે લોકો એને ચૂસી લે'. હંમેશા તેણે રમેલા દાવ અનપ્રિડિટેબલ હતાં અને તેનાંથી હંમેશા એપલ ક્યાંથી ક્યાંય પહોચી ગયું.
સ્ટીવ જેટલા 'રેર' હતાં એમનાં અંતિમ દિવસો પણ એટલાં જ 'રેર' હતાં. સ્વાદૂપિંડનું કેન્સર હતું. બહુ જ ઓછા લોકોને થતું આ કેન્સરનો ભોગ સ્ટીવ પણ બનેલાં. સતત ઘસાતા શરીર વચ્ચે પણ એ હાર્યો નહીં બનાવતો ગયો, સર્જન કરતો ગયો અને તે ફરી એપલમાં પરત ફર્યો. લડવૈયા જેમ લડ્યો અને ૪ ઓકટૉમ્બરનાં તેની તબિયત બગડી તેં બગડી, આ પછી તેને કાયમી માટે આ દુનિયા છોડી દીધી. દુનિયાને શીખવાડી ગયો કે કામ તરફની નિષ્ઠા અને પ્રેમ શું હોય.
સ્ટીવ તરફનું માન દુનિયાને તો હતું જ પરતું તેનાં હરીફો જે ઈલેક્ટ્રોનિક જગતમાં હતાં તેઓ પણ ખેલદિલી પૂર્વક સ્ટીવને સ્વીકાર કર્યો હતાં. ‘સ્ટીવ ને હું પહેલી વાર લગભગ ૩૦ વર્ષ પહેલા મળ્યા હતા અને અમારી જિંદગીના અડધા ઉપરાંત વર્ષો સુધી અમે મિત્રો, સાથી અને પ્રતિસ્પર્ધી કે હરીફ રહ્યા, જોકે એક વાત હું કહીશ કે સ્ટીવે વિશ્વ પર જે ગાઢ અને ક્રાંતિકારી અસર છોડી છે, એવી અસર બહુ ઓછા લોકોએ છોડી છે. આવી દુનિયા બદલી નાખનારી અસર ધરાવતો સ્ટીવ જેવો માણસ વિશ્વના ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળે. આવનારી પેઢીઓની પેઢીઓ અને સદીઓની સદીઓ સુધી આ અસર વર્તાશે. અમારા જેવાં જે કોઈ લોકો તેની સાથે કામ કરવા માટે નસીબદાર હતા એ બધા જ લોકો માટે સ્ટીવ સાથે કામ કરવું એ એક મહાન ગૌરવની વાત છે.
- બિલ ગેટ્સ,
સ્ટીવ અને બિલ ગેટ્સ વચ્ચેના સંબંધો લવ-હેટ ના એટલે કે પ્રેમ અને દુશ્મનીના હતા. સ્ટીવે બિલગેટ્સ અને માઈક્રોસોફ્ટ વિશે ઘણી કડવાશભરી વાતો કરી છે અને તેમની સાથે કામ પણ કર્યુ. એ કડવાશ પછીય બિલ ગેટ્સ સાથેના તેના સંબંધો બહુ મૈત્રીપૂર્ણ હતા ને બિલે આપેલી શ્રદ્ધાંજલિ કદાચ સ્ટીવ જોબ્સ ને મળેલી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલી છે.સ્ટીવ, એક મિત્ર અને માર્ગદર્શક બનવા બદલ આભાર. તે જે કઈ નિર્માણ કર્યુ તે દુનિયા બદલી નાખવા માટે સમક્ષ હતું તે દુનિયાને બતાવી દેવા માટે આભાર. હું તને મિસ કરીશ.
- માર્ક ઝુકરબર્ગ, ફેસબૂક સ્થાપક

સ્ટીવે સ્ટાઈલના અને ટેક્નોલોજીના એક આખા યુગને નવી ઓળખ આપી અને કોઈ તેની બરાબરી કરી શકે તે અશક્ય છે.
- એરિક સ્કિમત, ચેરમેન ગુગલ

આજે આપણે દુનિયાના સૌથી પ્રભાવશાળી વિચારકો પૈકીના એકને ગુમાવી દીધો છે. સાદા શબ્દો માં કહીએ તો સ્ટીવ જોબ્સ પોતાની પેઢીનો સૌથી મહાનતમ સીઈઓ હતો.

પ્રીતની સંઘે - 'બીજા લોકોના અભિપ્રાયોનો કોલાહલ તમારાં અંદરનાં અવાજને દબાવી દે તેવું કદી થવા ન દેશો' સ્ટીવ જોબ્સ