Whats app love books and stories free download online pdf in Gujarati

વોટ્સ અપ લવ - 10

What’s app love 10

વીતેલી ક્ષણ

( પ્રેમનું પ્રમોશન સુરતથી અમદાવાદ થયું છે. હવે પ્રેમ સુરતથી અમદાવાદ જવા માટે ટ્રેનમાં બેઠો છે.પોતાની પ્રેમિકા હેતલને પ્રેમેં અમદાવાદ સ્ટેશન પર બોલાવી હતી, પણ હેતલ પ્લેટ ફોર્મ પર બેહોશ જોવા મળે છે.)

હવે આગળ..

ઘણા બધા લોકોની વચ્ચે હેતલ બેહોશ પડી હતી. બધાના મોઢે જુદી જુદી વાતો નીકળતી હતી. પ્રેમ હેતલને જોઈ ને ચોકી ગયો. ટોળાને ધકેલતો તે હેતલ પાસે પહોચ્યો. તરતજ તેણે પોતાનો ફોન કાઢી ૧૦૮ નંબર ડાયલ કર્યો. પોતાનો હાથ ધ્રુજતો હતો. મો પરથી વાત બરાબર નીકળતી ના હતી. કદાચ આ પરિસ્થિતિ જ આવી હતી, જે પ્રેમ સમજતો હતો. તરત જ એમ્બ્યુલન્સ આવી પહોચી. તે વાનની અંદર નર્સ હેતલને ચેક કરતી હતી, જયારે પ્રેમ હેતલને જોતો હતો. મનોમન ભગવાનને પ્રાથના કરતો હતો કે મારી હેતુ વહેલી સાજી થઇ જાય. ૧ કલાકમાં તે હોસ્પિટલમાં હતો. હેતલના મોબાઈલમાંથી તેણે હેતલના પપ્પાને ફોન કર્યો.

પ્રેમ : હેલ્લો હરેશભાઈ....?

સામેથી અવાજ આવ્યો : હા બોલો શું કામ છે?

પ્રેમ અચકાતા બોલ્યો : હરેશભાઈ હેતલ હોસ્પિટલમાં છે. તમે જલ્દી અહી પહોચો. ડૉકટર કહે છે, રીલેટીવને બોલોવો તેથી જ મેં તમને ફોન કર્યો છે. સરનામું તમને મેસેજ કરી દવ છુ.

હરેશભાઈ વિચારોમાં પડ્યા અચાનક આ છોકરીને શું થયું? કોણ હતું આ જેમને તેમને ફોન કર્યો હતો. વિચારોનું ઘોડાપુર હતું આ બાજુ ચિંતા.તરતજ તે હોસ્પિટલમાં પહોચ્યા.

***

હરેશભાઈ અને કોકીલાબેન અત્યારે હોસ્પીટલમાં હતા. સામે એક યુવાન છોકરો પ્રેમ હતો. હરેશભાઈ પ્રેમને બધું પૂછતાં હતા, જયારે ડોક્ટરે અંદર હેતલને તપાસી રહ્યા હતા. અચાનક ડોક્ટર બહાર નીકળ્યા. ચિંતાતુર બાપ અને એક પ્રેમી પ્રશ્નાથ નજરે ડોક્ટરને જોઈ રહ્યા. ડોક્ટરે ચુપકીદી તોડતા કહ્યું “કોઈ જ પ્રોબ્લેમ નથી. તે એકદમ બરાબર છે. થોડીક નબળાઈને કારણેને આ બધું થયું લાગે છે. લાગે છે પેશન્ટ છેલ્લા બે દિવસથી બરાબર જમી નથી. કોઈ ચિંતામાં હોવાથી બેભાન થઇ છે. બાકી બધુ બરાબર છે. તમે અંદર જઈ શકો છો.” ત્રણેય લોકો અંદર ગયા. એક બેડમાં હેતલ સુતી હતી. ત્રણેય લોકો હેતલ જાગે તેની રાહ જોઇને બેઠા હતા. હરેશભાઈ પ્રેમનિ સાથે વાતો કરતા હતા. પ્રેમ એકદમ વિન્રમ થઈને જવાબ આપતો હતો. પ્રેમને ખબર ન હતી કે હેતલના પપ્પા સાથે આવી રીતે મળવાનું થશે. પ્રેમને જવું હતું પણ તે હેતલને છોડીને જવા માંગતો ન હતો.

અડધો કલાક પછી હેતલનિ આંખો ખુલી. સામેથી દુનિયા કંઈક જુદી જ હતી. બોટલમાંથી ગ્લુકોઝ નીચે પડતું હતી. એક સોઈ તેની હાથમાં લાગેલી હતી, જેનાથી તેને પીડા થતી હતી. એક બાજુ તેના મમ્મી-પપ્પા હતા, જયારે બીજી બાજુ પ્રેમ હતો. તેને ખબર ન હતી કે આ બધું શું બની ગયું પણ તેને એટલી ખબર હતી કે તે હોસ્પીટલમાં હતી.

કોકીલાબેન હેતલને જોઇને બોલ્યા “જાગી ગઈ મારી દીકરી!!!!”

હેતલ: હા, મમ્મી શું થયું હતું મને?

કોકીલાબેન: કઈ નહિ બેટા. આ તો ખાલી તને અશક્તિ હતી.

હેતલ: મમ્મી ઘરે જવું છે મારે.

કોકીલાબેન: હા બેટા જઈશું. ડોક્ટર રજા આપે એટલે જઈશું.

(હેતલનિ નજર પ્રેમ તરફ ગઈ. બંને એકબીજાને જોઈ રહ્યા પણ કોઈ કઈ બોલતું નથી.મનોમન એકબીજા સાથે વાતો કરી નાખી.)

હરેશભાઈએ પ્રેમને કહ્યું “બેટા તું અહિયાં રહે. અમે બંને હેતલ માટે ફ્રુટ્સ અને નાસ્તો લઈને આવીએ છીએ. પ્રેમે હકારમાં જ માથું હલાવ્યું.”

***

અત્યારે પ્રેમ અને હેતલ એકલા હતા. પ્રેમ હેતલને નિરાશ જોવા માંગતો ના હતો તેથી જ પ્રેમ હેતલને ખુશ કરવા માંગતો હતો.

પ્રેમ: સ્ટુપીડ ! મે તને રેલ્વે સ્ટેશન પર મળવાનું કહ્યું હતું, હોસ્પીટલમાં નહિ.

હેતલ: ત્યાં જ આવી હતી હો. ખબર નહિ મને અચાનક ચક્કર આવી ગયા અને હું ઢળી પડી.

પ્રેમ: હેતલ એક વાત પૂછું?

(પ્રેમે હેતલનો હાથ પકડ્યો. તેના હાથ વડે હેતલના હોઠને સ્પર્શ કર્યા.)

પ્રેમ: હેતલ, તું આટલી બધી સારી કેમ છે?

હેતલ: તું શું કહેવા માંગે છે પ્રેમ?

પ્રેમ: તે મને એકવાર પણ જણાવ્યું હોત કે તું રેલ્વે સ્ટેશન પર નહિ આવી શકે તો હું ફોર્સ ના કરત. આટલું બધું ટેન્શન લેવાની શી જરૂર હતી. તને ખબર છે મારો જીવ પણ અધ્ધર થઇ ગયો હતો. અમદાવાદ મારું આ રીતે સ્વાગત કરશે તે મને ખબર ના હતી.

(તેમને એકબીજાના હાથ પકડેલા હતા. હેતલે જોરથી પ્રેમનો હાથ દબાવ્યો. તેની આંખોમાં આંસુ હતા. હેતલ પ્રેમને દુખી કરવા માંગતી ન હતી, એટલે તેને તરત જ આંસુ લૂછ્યા.કેટલા સદભાગી હતા બંને જે એવું વિચારતા કે મારાથી મારો પ્રેમી દુખી ના થઇ જાય.)

હેતલ: પ્રેમ હું તને નિરાશ કરવા માંગતી ન હતી. ખબર નહિ એક જાતનો ડર હતો મનમાં. આ ડરને લીધે જ હું બરાબર જમી નહિ અને મારી હાલત આવી થઇ. પ્રેમ મને માફ કરી દેજે. મારા લીધે તારે તકલીફ વેઠવી પડી.

પ્રેમ: શું બોલે છે તું?તેરે લિયે એ બંદા જાન ભી દેને કે લિયે તૈયાર હે જાનું..

હેતલ : બોવ સારું હોં...

પ્રેમ : તારા પપ્પાએ મને બધું પૂછ્યું હતું?

હેતલ: શું કહ્યું તે?

પ્રેમ: બધું જ કે હું અને તું એકબીજાને પ્રેમ કરીએ છીએ અને મેરેજ પણ કરીશું, અને બીજું ઘણું બધું.

હેતલ: જાને હવે.

પ્રેમ: સાચે હેતલ

હેતલ: બહુ સારું તો. પ્રેમ તું થાકી ગયો હશે. તારે હવે ઘરે જવું જોઇએ.

પ્રેમ: તારા પપ્પા જવા દે તો ને.

હેતલ: હા તેમને તો તને બાંધી દીધો છે નહિ અહિયાં.

પ્રેમ: કાશ તે મને તારી સાથે બાંધી દે.હમેશની માટે..

હેતલ: હે.

ફોનમાં રીંગ વાગી. પ્રેમે સ્ક્રીન પર જોયું ‘Lovely Mummy’ તરત જ તેણે ફોન ઉપાડ્યો અને જુઠ્ઠાણું ફેકવાની ટ્રાય કરી કે “મમ્મી હું તને ફોન કરવાનો જ હતો” ત્યા જ સામેથી પ્રશ્નોની વણઝાર છૂટી.

“બેટા! અમદાવાદ પહોચી ગયો?

જમ્યો કે નહિ?

શું જમ્યો?

રહેવાનું કેવું છે અમદાવાદમાં?”

પ્રેમ: મમ્મી હું અમદાવાદ ક્યારનોય પહોચી ગયો છું. રહેવાનું અને જમવાનું પણ થઇ જશે. તું ચિંતા ના કર.

પ્રેમના મમ્મી: થઇ જશે મતલબ. તું અત્યારે ક્યાં છે?

પ્રેમ: મમ્મી હું પછી વાત કરું. મારે થોડું કામ છે. ઓફિસમાંથી ફોન આવે છે.

પ્રેમના મમ્મી: ok પછી ફોન કરજે. પણ મારા ફોનમાં બેલેન્સ નથી.

પ્રેમ: હા મમ્મી હું બેલેન્સ પુરાવી દઈશ. ફોન મુકું છું.

પ્રેમના મમ્મી: ધ્યાન રાખજે બેટા. ફોન કાપી નાખ્યો. કેવો છે? સરખી વાત પણ નહિ કરે.

હેતલ આ બંનેની વાતો સાંભળતી હતી. તે પ્રેમનિ સામે જોઈ રહી.

હેતલ: શું કહેતા હતા મમ્મી?

પ્રેમ: કઈ જ નહિ. દરેક માં પોતાના દીકરાને જે રૂટીન સવાલો પૂછે તે.

હેતલ: ઓહ! અચ્છા.

પ્રેમ: હા.

અચાનક જ કોકીલાબેન અને હરેશભાઈ ત્યાં આવ્યા. પ્રેમ અને હેતલે હાથ ઝડપથી છોડ્યા. પ્રેમ ફોનમાં કામ કરવા લાગ્યો. અચાનક જ અમદાવાદ ઓફિસમાંથી ફોન આવ્યો. પ્રેમ વાત કરવા બહાર નીકળ્યો.

કોકીલાબેન: હેતલ, હવે તને કેમ છે?

હેતલ: સારું છે મમ્મી. હવે મારે ઘરે જવું છે.

કોકીલાબેન: હા ડોક્ટરને તો મળવા દે. તે હમણાં જ આવવાના છે તારી તપાસ કરવા.

હેતલે આંખો બંધ કરી દીધી. અચાનક જ પ્રેમ આવ્યો. તેણે હરેશભાઈ પાસે જવાની અનુમતિ માંગી. હરેશભાઈએ આભારવશ થઈને કહ્યું “બેટા! તારો આભાર કઈ રીતે માનું તે ખબર નથી પડતી. સુખી થજે.” પ્રેમે કોકીલાબેનને ‘જય શ્રી કૃષ્ણ’ કહ્યા. હવે પ્રેમનિ નજર હેતલ પર પડી. હેતલ અને પ્રેમ એકબીજાને જોઈ રહ્યા. હેતલ અંદરથી કહી રહી હતી. “પ્રેમ મારે તારી જરૂર છે. ચલ આવીને બેસ ને મારી પાસે.” હેતલની આંખોમાંથી આંસુ પડ્યું. પ્રેમે છેલ્લી વાર કહ્યું બાય. હેતલ મનમાં જ બોલી “બાય પ્રેમ! Love you so much.” અને આંખો બંધ કરી દીધી.

થોડીવાર પછી ડોક્ટર આવ્યા. હેતલનુ ચેર્કઅપ કર્યું. બધું નોર્મલ જણાતા કહ્યું “પેશન્ટને સાંજે રજા મળી જશે.” હેતલે ડોક્ટરને કહ્યું મારે અત્યારે જ રજા જોઇએ છે. ડોકટરે શાંતિથી તેને સમજાવી એટલે તે માની.

***

પ્રેમ પોતાની હોટલમાં પહોચ્યો. તેને રીસેપ્ટનિસ્ટ સાથે વાત કરી. હોટલનો એક કર્મચારી તેને પોતાના રૂમમાં લઇ ગયો. વાતાવરણ એકદમ શાંત હતું. રૂમમાં બધું વ્યવસ્થિત ગોઠવેલું હતું. ફ્લાવર્સ અને પરફયુમની સ્મેલથી આખો રૂમ સુગંધિત હતો. કર્મચારીએ રજા લેતા કહ્યું “Have a nice day, Sir” પ્રેમે ખિસ્સામાંથી 100ની નોટ કાઢીને તેને ટીપ આપી. પ્રેમ થાકી ગયો હતો તેથી તેણે આજે હું નહિ આવી શકું તેમ કહી રજા લીધી. પ્રેમ ધડામ દઈને પલંગ પર પડ્યો અને તરત જ સુઈ ગયો. બપોરે 2 વાગ્યે પ્રેમના દરવાજે કોઈ બેલ મારી રહ્યું હતું. આ બાજુ પ્રેમ હજી સુતો હતો.

(શું લાગે છે? કોણ હશે જે પ્રેમના રૂમમાં આવ્યું હશે?)

By

Bhutik Patel

8866514238