Half ending of love books and stories free download online pdf in Gujarati

હાફ એન્ડીંગ ઓફ લવ...

પ્રેમ..

શું છે પ્રેમ? ક્યારેય ઊંડાણથી આ શબ્દ પર વિચાર કર્યો છે કોઇએ...ના...કારણ કે આજના જમાના માં પ્રેમને લોકોએ સાવ હલકો બનાવી દીધો છે..લોકોને પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે..પણ હજી સાચો પ્રેમ અમુક જગ્યાએ હોયજ છે.પ્રેમ આજે પણ લોકોના જીવનમાં એવી રીતે જ રહેલો છે.પ્રેમ એટલે સામેના પાત્રમાં ભગવન ની જગ્યા જોવી.ભગવાન પાસે એકજ વ્યક્તિ વ્યક્તિની હરદમ માગણી કરવી..બસ, આખી દુનિયાને ભૂલી જઇને એક એવી લહેર માં ડૂબી જવુ જેની કોઈ સીમા નથી..તો આવો આજે એવાજ એક પ્રેમની કહાની જોઇએ...સાચો કે ખોટો એ આપણે નક્કી કરવાનું..

હતી એક સુંદર છોકરી..નામ એનું રિયા.દેખાવમાં પણ એટલીજ સુંદર જાણે કોઈ પરી હોય.એની ઊંમર હતી 24 પણ લાગે નાની છોકરી જેવી..બધાને ખુશ રાખવા અને પોતે પણ ખુશ રહેવું એનો જન્મજાત સ્વભાવ હતો.બીજાની ખુશી માટે એ પોતાની ઇચ્છા પણ કુરબાન કરી દેતી..બસ જાણે બીજા માટે જ જીવતી રિયા.ઘરમાં પણ બધાની લાડકી.ભણાવી ગણાવી સરસ જગ્યા એ એણે સીએ તરીકે નોકરી પણ લીધી. જે જગ્યા એ જાય ત્યાંનું વાતાવરણ બદલાઇ જાય..નોકરીમાં પણ બધાની સાથે જલ્દી મળી ગઈ..લોકોને એની સાથે રહેવું ગમતુ.વાતો કરવી ગમતી.કોઈને ઉદાસ ના થવા દે.એની સાથે ત્યાં એક છોકરો પણ જોબ કરતો હતો.એનું નામ હતું...માનવ..એ પણ એકદમ હેન્ડસમ લાગતો. એ લગભગ 27 વર્ષનો હતો પણ એનામાં એક જ આદત કે પછી એનો સ્વભાવ..કોઈ ની સાથે કામ વગર બહુ બોલવું નહિં..કોઈને મદદ માટે તરત આવી જાય પણ બોલવાનું અને હસવાનું થોડું ઓછું.

રિયાને પણ આમ તો પોતાના કામ થી જ કામ પણ બોલવા બેસે તો બંધ ના થાય..એક દિવસ રિયા અને માનવ સામસામે આવી ગયા..બંનેએ એકબીજાને જોયા.હસ્યા.બસ બીજું કંઇ નહિં.રિયા એના કામમાં લાગી ગઈ પણ આ બાજુ માનવને રિયાનો હસતો ચહેરો દેખાઈ રહ્યો હતો.પણ એણે બહુ ધ્યાન ન આપતા પોતાના કામમાં ડૂબી ગયો.બસ પછી તો આવુ રોજનું થયુ પણ હસવા સુધીજ આગળ કંઇ નહિં.માનવ એકલો હોય તો એને જોયા કરે એના વિશે વિચાર્યા કરે કે આ છોકરી કેવી હશે કેવી હસતી જ રહે છે.પછી રિયા સાથે એણે વાત કરવાની ચાલુ કરી.રિયા ને તો આમ પણ બધાને મિત્રો બનાવાનું બહુ જ ગમતું એટલે એ પણ સારી રીતે માનવ સાથે હળીમળી ગઈ.બંને વચ્ચે મિત્રતા પણ થઈ ગઈ.મજા આવતી બંનેને એકબીજા સાથે.દોસ્તી ગાઢ બનતી ગઈ એકદમ ગાઢ..બંને એકબીજા સાથે બધીજ વાતો શેર કરતા..આમ ને આમ દિવસો જતા ગયા...

રિયા અને માનવ વિશે આમ તો ઑફીસમાં કોઈ ખરાબ વાતો થતી ન હતી કેમકે બંનેના સ્વભાવ બધા સારી રીતે જાણતા હતા એટલે એ લોકો પણ સારી રીતે ફરી શકતા હતા. હજી સુધી રિયાના મન માં દોસ્તી સિવાય કંઇ હતું નહિં પણ માનવનું મન થોડું એની તરફ વળવા લાગ્યું હતું..પણ કદી એણે કીધું નહિં..રિયાને પણ જાણે હવે માનવની ટેવ પડવા લાગી હતી. પ્રેમ નહિં પણ એક જાતનું એને વ્યસન થઈ ગયું માનવનું..માનવ કોઈની પણ સામે જોવે કોઇની સાથે વાત કરે એ રિયાને ઓછું ગમતું ઘણી વાર ગુસ્સો પણ આવતો પણ એ અંદર દબાવી લેતી...

બંને એકબીજાને કહેવાથી ડરતા હતા.કોઇની હિમ્મત ના થઈ..એક દિવસ વાતમાં ને વાતમાં રિયાએ માનવને કીધું કે,"માનવ, એક વાત કહું, તારા ફેસબુકમાંથી જેટલી છોકરીઓ છે ને એ બધીને ડિલીટ કરી નાખ. માનવે પૂછ્યું, એવું કેમ? તો રિયાને થોડો ગુસ્સો આવ્યો અને બોલી..તું મારો બેસ્ટ ફ્રેન્ડ હોય તો બસ મારી વાત માન..માનવને કંઇ સમજાયું નહિં..ઘરે જઇને એ વિચારતો જ રહ્યો કે રિયાએ એને આવુ કેમ કીધું?

રિયા હવે ખરેખર માનવને બહુજ ચાહવા લાગી હતી..બહુજ પ્રેમ થઈ ગયો હતો એને માનવ સાથે..એની સાથે વાત ના કરે તો એનો દિવસ ના ઉગે, એનો ચહેરો ન જોવે ત્યાં સુધી જમવાનો કોળીયો ગળે ના ઉતરે..બીજા દિવસે સવારે માનવની પ્રોફાઈલમાં રિયા એ માનવ સાથે એક છોકરીને જોઈ.તે એકદમ ચોંકી ગઈ.તરત એણે માનવને ફોન કરી મળવા બોલાવ્યો..માનવે પૂછ્યું," રિયા, અચાનક શું થયું ? મને મળવા માટે એકદમ..રિયાએ એને ફોન કાઢી બતાવ્યો કે આ કોણ છે એમ, માનવ પહેલા તો કંઇ બોલ્યો નહિં...પણ રિયાના બહુ જોર આપવાથી કહ્યુ, " રિયા, એ મારી પત્ની શ્રેયા છે.."આ સાંભળીને રિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ..એને શું બોલવું શું ન બોલવું એનું કંઇ ભાન રહ્યું નહિં..રડવુ હતું પણ રડાયુ નહિં એનાથી..ત્યાંથી એ ભાગી જવા માગતી હતી ને અચાનક માનવે એનો હાથ પકડીને એને રોકી..માનવે એને એકબાજુ શાંતિ થી બેસાડીને કહ્યુ," જો રિયા,મારી વાત સાંભળ.. મને ખબર છે કે તું મને કેટલો પ્રેમ કરે છે...તારે કહેવાની જરૂર જ નથી..તું મારી સાથે જે રીતે વાત કરતી હતી મને પેલા દિવસેજ ખબર પડી ગઈ હતી જે દિવસે તે મને છોકરીઓ સાથે વાત કરવાની ના પાડી હતી પણ હું તને કેટલો પ્રેમ કરું છું એ તને ક્યારેય નહિં સમજાય.મને પણ તારી સાથે રહેવું એટલુ જ ગમતુ હતું જેટલુ તને, મેં તને મારા લગ્ન વિશે એટલે જ ન'તું કહ્યુ કારણ કે એ કહેવાથી આપણો પ્રેમ તો પછી પણ આપણી દોસ્તી પણ હું ગુમાવી બેસત.અને એવું હું ક્યારેય ઇચ્છતો ન હતો.શ્રેયાની વાત કરું તો એ મારી સાથે કોલેજમાં ભણતી હતીઅમે બંને એકજ ક્લાસ માં હતા સાથે આવતા જતા વાતો કરતા.એમાં ને એમાં એને મારી સાથે પ્રેમ થઈ ગયો.મારું મન મક્કમ ન હતું..હા, એ વાત સાચી

કે હું એને પસંદ કરતો હતો પણ પ્રેમની સમજ નહોતી મને.એ મારી દરેક આદત ને પ્રેમ કરતી,મારુ ખૂબ ધ્યાન રાખતી.આ બધુ જોઈને જ મેં એના પ્રેમ માં મારી પસંદગી ઉમેરી લગ્ન કરી લીધા..સાચું કહું તો હું એની સાથે ખુશ તો છું જ પણ ખબર નહિં કંઈક હજી ખૂટતું હોય એવું જ લાગ્યા કરતુ મને..તું જ્યારથી મારા જીવનમાં આવી ત્યારથી હવે મને એ કમી પણ પૂરી થઈ હોય એવું લાગ્યું..તારી દરેક આદત,તારી વાતો,તારો ચંચળ સ્વભાવ, તારી આંખો, તારૂ ખડખડાટ હાસ્ય..બસ થઈ ગયો તારી સાથે એ પ્રેમ જેની મને હવે સમજ પડી...

આ બાજુ રિયાની આંખમાંથી પાણી બંધ જ ન'તું થતું..એ પણ સમજદાર હતી જ એટલે એને સમજવાની જરૂર માનવને પડી નહિં..એ હસીને બોલી," જો માનવ, હવે એક વાત હું કહું..હું તને પ્રેમ કરું છું એ વાત સાચી પણ એવો પ્રેમ જે તને તારા છેલ્લા શ્વાસ સુધી પણ નહિં સમજાય..તારા આવવાથી જ મારા જીવનમાં એટલી ખુશી આવી છે જેની તું કલ્પના પણ કરી શકીશ નહિં.મારા ચહેરા પર જે હાસ્ય આવે છે ને એનું કારણ તું બની ગયો છે, મારું જીવન જાણે તારી સાથેજ પૂરુ થઈ ગયું છે પણ હું એટલી પણ સ્વાર્થી નથી કે હું મારી ખુશી માટે કોઇનું જીવન ખરાબ કરું...માનવ એની સામે જ જોઈ રહ્યો હતો.રિયા એ એને જણાવી દીધું કે હવે તે પણ લગ્ન કરી લેશે..માનવ એની વાત ન માન્યો પણ રિયાએ એને બહુજ સમજાવ્યો ત્યારે એને કંઇ સમજ આવી..બસ પછી તો શું ઘરે જઈ એને એના પપ્પાને કહી દીધું કે હવે એ લગ્ન માટે તૈયાર છે...બહાર થી એ બધી રીતે તૈયાર હતી પણ એના મન મગજ અને દિલ માં માત્ર અને માત્ર માનવનું જ સ્થાન હતું...પપ્પાએ એને લાયક છોકરો શોધી એના ધામધૂમ થી લગ્ન કરાવ્યા..માનવ અને રિયા બંને માટે એ દિવસ બહુજ કપરો હતો..બંનેની આંખમાં આંસુ હતા પણ શેના? એકબીજાને ન મળી શક્યાના દુઃખના કે પછી પોતાને કોઈ અનહદ પ્રેમ કરતું પાત્ર મળ્યાની ખુશીના...બસ આંસુ સૂકાવાનું નામ જ નતા લેતા....

રોહન..બૅન્કનો સફળ મેનેજર, 26 વર્ષનો દેખાવડો યુવાન, એકદમ ઠરેલ સ્વભાવનો અને રિયા નો પતિ..હા, રિયાને બહુજ ચાહતો એની બહુજ સંભાળ રાખતો,એની દરેક નાની નાની બાબતોનું ધ્યાન રાખતો, રિયા પાણી માગે ત્યાં દૂધ હાજર કરી દે એવો હતો રોહન...રિયા ની ખુશી માટે કંઇપણ કરી શકે..એનો આટલો બધો પ્રેમ જોઈને રિયા બહુ ખુશ રહેતી. એ પણ રોહનને એટલોજ ખુશ રાખતી,એના દરેક કામમાં સાથ આપતી, એની દરેક ઇચ્છા પૂરી કરવાના તમામ પ્રયત્નો કરતી...

બીજી બાજુ માનવ પણ શ્રેયાને બહુજ ખુશ રાખતો અને બંને શાંતિથી પોતપોતાનું જીવન વ્યતીત કરતા હતા. આમ ને આમ સમય પાણીની જેમ વહેતો ગયો...2 વર્ષ જેવું થઈ ગયું..પણ રિયા અને માનવ એકબીજાને ક્યારેય ભૂલી શક્યા ન હતા કે ન ભૂલવાના હતા..ગમે ત્યારે યાદ આવે વાત કરી લેતા બંને. રિયા જ્યારે જ્યારે એકલી હોય માનવને બહુજ યાદ કરતી, એનો ફોટો લઇને એને ગળે વળગાડીને અતિશય રડતી..માનવને પણ ખબર હતી કે એ એના વગર નહિં જ રહી શકે પણ બીજો કોઈ રસ્તો જ ન હતો..બંનેના લગ્નજીવન માં કંઇજ ઊણપ કોઇએ બાકી રાખી ન હતી પણ કહેવાય છે ને પહેલો પ્રેમ ક્યારેય ભૂલી શકાય નહિં..માનવ રિયાને ફોન કરતો એની આંખમાંથી પણ પાણી નીકળી જતું પણ રિયા સામે ક્યારેય ન રડતો..

એકવાર રિયા અને માનવે મળવાનું નક્કી કર્યું. બંને પોતાની એક જૂની જગ્યા એજ મળવા ગયા..જેવી એ બંનેની નજર એક થઈ ત્યાં તો થોડીવાર સુધી કંઇપણ બોલ્યા વગર હગ કરીને રડી લીધું..બહુજ રડ્યા બંને જાણે વર્ષો જૂનું કંઈક ખોવાયેલ વસ્તુ પાછું મળ્યૂ હોય...અલગ જ ન થયા ઘણી વાર સુધી, પછી માનવે રિયાની આંખોમાં જોઈને કહ્યું," રિયા,તું તો હવે પહેલા કરતા પણ સુંદર લાગે છે,એકદમ અપ્સરા જેવી પણ જાડી થઈ છે તું હોં!" મજાક કરીને માનવે રિયાને હસાવવાનો પ્રયત્ન કર્યો. રિયા પણ થોડું હસી ગઈ, માનવ, આઇ રિયલી લવ યૂ સો મચ...નથી ભુલતી તારી વાતોનેનથી ભૂલતી તારા ચહેરાને..હર પળ તુજ દેખાય છે મને, રોહન મને ખૂબ પ્રેમ કરે છે.. તેની સાથે હું બહુજ ખુશ છું પણ તારા પરનો મારો પ્રેમ પણ એટલોજ સાચો છે જેવો રાધા કૃષ્ણ નો હતો..મેં ક્યારેય મારી ફેમિલી ને કંઇ જ વાત ની ઊણપ નથી આવવા દીધી..બધી જ રીતે બધા ને હું ખુશ રાખું છું પણ મારી ખુશીઓ નું શું..જે તારા નામ સાથે જોડાયેલી છે. સવારે ઉઠતાની સાથે જ તારો ચહેરો જોઉં છું હું, તું ન દેખાય એટલી વાર રડુ છું હું, શું કરું કંઇ સમજાતું નથી,કોઈને આપણા પ્રેમ ના લીધે અન્યાય થાય એ હું જોઈ નથી શકતી માનવ...!!

માનવ શાંતિથી બોલ્યો," જો રિયા, આપણો પ્રેમ દુનિયા થી એકદમ અલગ જ છે. આટલો બધો ઊંડો પ્રેમ હોવા છતા આપણે ક્યારેય કોઇની સાથે ખોટું કર્યું નથી અને કરીશું પણ નહિં..અને ક્યારેય આપણે આપણી મર્યાદાનું ઉલ્લંઘન નથી કર્યું એટલે ભગવાન પણ આપણા માટે બધુ સારુજ કરશે.જે થશે એ એની મરજી થી થશે, આપણા બોલવા ના બોલવાથી કંઇ થવાનું નથી.આપણો પ્રેમ બહુજ પવિત્ર છે રિયા..અરે,ભગવાન પણ એની સામે ઝુકી જશે એક દિવસ...આપણે વાત કરીશું રોજ કરીશું પણ એનાથી આપણા ફેમિલી પર સેજપણ અસર પડશે નહિં, પતિપત્ની ની ફરજ એક તરફ અને તારો અને મારો પ્રેમ એક તરફ....આમ કહી બંને થી આગળ બોલાયૂં જ નહી..બસ એમ જ છૂટા પડ્યા અને વિચારતા રહ્યા કે શું આને જ સાચો પ્રેમ કહેવાય!

આમ 5 વર્ષ સુધી ચાલ્યુ, રિયા અને માનવ બંનેના ઘરે એક એક બાળકનો પણ જન્મ થઈ ચૂક્યો હતો..પોતપોતાની જવાબદારી ખૂબ સરસ રીતે બંને નિભાવતા હતા...અને પોતાનો પ્રેમ પણ

..પોતાના જીવનમાં પણ બહુ ખુશ રહેવા લાગ્યા...

ઘણી વાર એવું બને છે કે પ્રેમ દરેકને મળે એ સંભવ નથી હોતું, પણ પ્રેમમાં જે લાગણી છે એ ક્યારેય નથી જતી..કહેવાય છે ને,

" સાચા પ્રેમમાં બે માણસ નું મ્રુત્યુ થઈ શકે પણ એમના મન સાથે જોડાયેલ લાગણીનું મરણ ક્યારેય ન થઈ શકે"

પ્રેમ કરવો એટલે બે માણસના મનની સાથે તન નું પણ એક થવું જરૂરી નથી હોતું પણ લાગણી એક થાય તો એ છેલ્લા શ્વાસ સુધી અકબંધ જળવાઇ રહે છે, પ્રેમ તો બલિદાન નું બીજું નામ છે, સામેનું પાત્ર એના જીવનમાં ખુશ રહે એનાથી વધુ બીજું શું હોય! હવે આ વાર્તામાં જે પ્રેમ છે એ સાચો છે કે ખોટો, બંને એ પ્રેમ ખોયો કે મેળવ્યો એ ભગવાન જ સમજી શકે!!!!ખરેખર શું આવો પ્રેમ હજી હાજર છે આપણને આ વાર્તા વાંચી સમજાય છે.પ્રેમ આંધળો હોય છે સાચી વાત પણ એમાં એટલુ પણ અંધ ન બનવું કે પોતાનો મહેલ બનાવવા કોઇની ઝુંપડી તોડી નાખવી..બધા ને ખુશ રાખીને ખુશ રહેવું એજ તમારો સાચો પ્રેમ છે…

હવે તમારી પણ રાય આપશો કે કેવી લાગી મારી વાર્તા..શું આને સાચો પ્રેમ કહી શકાય કે નહિં.?