Modi the Game changer surgical straikes books and stories free download online pdf in Gujarati

મોદી ધ ગેઈમ ચેન્જર સર્જીકલ સ્ટ્રાઈકસ

મોદી ધ ગેઈમ ચેન્જર : સર્જીકલ સ્ટ્રાઈકસ

પ્રકરણ.1

કાલા પહાડ બ્રિગેડ –ઊરી હુમલો અને સૈનીકસ્વરાજ

વાદી એ કાશ્મીર નો પીગળતો બરફ દર વર્ષ ની જેમ સરહદ ની પેલી પાર બેઠેલા નાપાક દરીંદાઓની તરફથી હુમલાઓનો અંદેશો લાવે છે. યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં પાકિસ્તાની પ્રધાનમંત્રીનાં ભાષણની પહેલા તેના પાળેલા સાપોનું આ પાર દંશ દેવું નક્કી હતું.

ફેસબુકિયા ટેરેરિસ્ટ બુરહાન વાનીની 72 વરસની હુરો સાથે મુલાકાત બાદ સિત્તેર દિવસો સુધી પાક સમર્થક ગદ્દારો એ કાશ્મીરને સળગતું રાર્ખ્યું. જેથી તેમનાં આકાઓ સરહદ પારથી એ સુવ્વરોને ફરી એક વાર અહીં મોકલી શકે.

ઘાટીમાં સૈનિકો પર મોટો આતંકી હુમલો થશે એ વાત, આખો દેશ જાણતો હતો. પાછલા દસ વર્ષોમાં 5000 થી વધુ સૈનિકો આપણે ત્યાં ખોઈ ચુક્યા છીએ. પરંતુ આ સોફ્ટ સ્ટેટની આદતવશ આપણે માટે આ ગરીબ જવાનોનાં જીવ ની કોઈ કીમત નથી. બ્રીટીશરોની જેમ આપણે પણ ગરીબ હિન્દુસ્તાની કિસાનોનાં બેરોજગાર સંતાનોને માનવ દીવાલ બનાવવા માટે જ સેનામાં ભરતી કર્યા છે! ‘થોડાક મરી જાય તેથી શું? હજી બીજા હજારો બેરોજગારીને વશ સેનાની ભરતી રેલીઓમાં લાઈન લગાવીને બેઠા છે.’આપી દેજો એક સિલાઈ મશીન અને 4200 રૂ માસિક પેન્શન એમની ‘બિચારી’ વિધવાઓને.

અત્યંત દુઃખની સાથે કહેવું પડે છે કે જ્યાં સુધી આ મુલ્કનાં પ્રત્યેક બાશીંદાને અહીંનાં શાસકો એક સમાન નહિ ગણે અને સવાસો કરોડ ભારતીયો સુધી સ્વરાજ્યનાં એ ફોરબીડન ફ્રુટનો સ્વાદ નહી પહોચે ત્યાં સુધી હર બીજા દિવસે ક્યારેક જે.એન.યુ., ક્યારેક કાશ્મીર તો કદી સરહદની પેલે પારથી ‘ભારત તેરે ટુકડે હોંગે’ ની આવાઝ એ જુર્રત થતી રહેશે.

જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા એક ટ્વીટમાં કહે છે, ‘સૈન્ય અફસરોની સુવિધાઓમાં લગાતાર ઇજાફો થઇ રહ્યો છે. તેમના માટે આધુનિક ઓડીટોરીયમ, મેસ બની રહી છે. એવામાં સૈનિકોનું આગથી મરવું શર્મનાક છે. તેમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે.’

પઠાનકોટ, કાલાપહાડ બ્રિગેડ કે અન્ય સૈન્ય સંસ્થાનો પર કાયરાના આતંકી હુમલાની નિંદા કરવી અને મૃત જવાનો ને શ્રધ્ધાંજલિ દેવાનો આ દેશે જે રસુલ બનાવ્યો છે, તે કેવળ દેખાડો માત્ર છે. સોશ્યલ મીડિયામાં મેસેજીસ ફોરવર્ડ કરતા દેશનાં વીર નર-નારીઓને જય હિન્દ કહેવાનું મન થાય છે. સઘળું પાખંડ છે, સાલું! વર્ષો થી મારા કેટલાય ભાઈઓ વિનાકારણે આ બેમુરાદ મુલ્કની સુરક્ષા ખાતર મરી ફીટતા રહ્યા છે. ‘મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.’

સૈનિકો ને સ્વરક્ષા માટે અને લડવા માટે સર્વશ્રેષ્ઠ શસ્ત્ર સરંજામ, બેસ્ટ ક્વોલીટી બુલેટપ્રૂફ જેકેટ અને બખ્તરબંધ ગાડીઓ, ઓફ ડ્યુટી સૈનિકને સારી સુવિધાઓ આ બધી રાષ્ટ્રની જવાબદારીઓ છે. ઉરી આતંકી હુમલામાં માર્યા ગયેલા સૈનિકો માંથી મોટાભાગનાં પ્લાસ્ટિકનાં ટેન્ટમાં સળગીને દાઝી ને મૃત્યુ પામ્યા છે. તે વીર સપૂતો આવું દર્દનાક મૌત પામવા સેનામાં જોડાયા નહોતા. જો મારા ભાઈ લડતા-લડતા છાતી પર દુશ્મનોની ગોળીઓ ઝીલત તો કોઈ વાત હતી. ખુદ ઐર કન્ડીશંડ બુલેટપ્રૂફ ઓરડાઓમાં સુવા વાળાઓ, લીડરશીપ શું જવાનોને સુવિધા ન આપવી અને અફસરો ને સ્વર્ગ જેવું સુખ દેવામાં છે?

આ દુનિયામાં જન્મેલ પ્રત્યેક જીવ સ્વાતંત્ર્યની કામના રાખે છે. અમે સૈનિકોએ પોતાનું આત્મસન્માન મારી આઝાદી દેશને અર્પણ કરી. સેનામાં સેવારત રહેતા સમયે અમે દેશી ભારતીય ફૌજી ભાઈ પોતાની સાથે થયેલા પ્રત્યેક અન્યાયને સહેતા રહ્યા છીએ. સમય મોટા મોટા જખ્મો ભરી દે છે. સૈનિકો ની વ્યથાઓ એટલે અતિ સામાન્ય લાગે છે. કારણ કે આપણને હવે આદત થઇ ગઈ છે.

સંપૂર્ણ વિશ્વમાં ક્યાય પણ કોઈ પણ સેનામાં અફસર અને જવાનનાં રહન સહનમાં આટલું અંતર નથી. કેમ એ ટેન્ટમાં જવાનો અને જેસીઓ સાહબાનની સાથે તેમના લીડર કમીશન્ડ અધિકારીગણ મોજુદ નહોતાં? ભારતીય સેનાઓમાં વ્યાપ્ત અધિકારી અને જવાનનાં રસોડાં અને રહેવાની જગ્યાઓમાં ભેદભાવ અક્ષમ્ય છે. ‘જેના રસોડાં જુદા તેના મન જુદા.’ સાથે મળીને ખભે-ખભા મિલાવી ને જેને લડવાનું છે તેમની વચ્ચે આવો વર્ગભેદ અને ભેદભાવ કદીયે માફ ન કરી શકાય.

એક જ ભોજન, એક સરખી સુવિધાઓ, એક સરખું સન્માન એક જેવું રહન-સહન. એક જેવા જ મકાનો અને વેતનમાનમાં ન હોય અતિ અંતર. ગાંધીજી કહેતા, ‘જ્યાં સુધી આપણે હિન્દુસ્તાનીઓ ની અંદર થી આપણે અંગ્રેજીયતને સંપૂર્ણતઃ કાઢી નથી ફેંકતા ત્યાં સુધી અંગ્રેજ અગર જતાં પણ રહે તો શું ફાયદો?? આ ભેદભાવ, અસત્ય, આડંબર, ચોરી, ભ્રષ્ટાચાર એક એક ભારતીયનાં મનથી દુર થશે ત્યારે આવશે સાચું સૈનિકસ્વરાજ.’

આદરણીય દેશવાસીઓ, આપને કદાચ દુઃખ થયું હશે કે ભારત માતાના 21 સપૂતો દેશની રક્ષા કરતા શહીદ થઇ ગયા. કૃપયા જણાવો કે તેમની સાથે કેટલી સંખ્યામાં 15500 મીલીટરી સર્વિસ પે મેળવવા વાળા અધિકારીઓએ શહીદી પ્રાપ્ત કરી છે? 10500 મીલીટરી સર્વિસ પે મેળવવા વાળી કેટલી નર્સ બહેનો શહીદ થઇ છે? મહેરબાની કરીને આ શહીદોની પત્નીઓને એટલું તો પેન્શન જરૂર આપજો કે તેઓ પોતાના પરિવારનું પાલન પોષણ સન્માન પૂર્વક કરી શકે. તેમને સિલાઈ મશીન ન આપી દેતાં.

લોહી સરહદ પર વિખરાયેલું પડ્યું છે. જયારે લોહી નો રંગ લાલ છે તો સન્માનમાં કેમ મલાલ છે? શહીદ થવા વાળો જવાન પણ કોઈ માંનો લાલ છે. દૌલત તારો આ ખેલ પણ કમાલ છે! . બધા માંનાં લાલ ઝંખે છે સન્માન. જવાનનાં લોહીને આમ ન ઠોકર મારો લોહીની બોલી તો ઢંગની લગાવો. મને પણ તર્ક દઈ સમજાવો. ‘લોહી સરહદ પર વિખરાયેલું પડ્યું છે!’

અણુશસ્ત્રોથી સજ્જ એ ઝેરીલા દેશ પર હુમલો કરવાની શેખી હાંકવા વાળા અને મોદીજીને દર બીજી ફેસબુક પોસ્ટ અને ટ્વીટમાં રાજધર્મ અને અચ્છેદિન યાદ દેવડાવવા વાળા વીર પુરુષો, ઘરમાં અગર મચ્છરો વાળું હીટ સ્પ્રે માર્યું હોય તો બીમાર પડી જતાં હોય છે. તેમને નાગાસાકી અને હિરોશીમાની ત્રાસદી કોણ સમજાવે? આ હુમલાનાં બદલામાં પાકિસ્તાન પર સીધો હુમલો કરવો કોઈ મોટી વાત નથી. મોટી વાત છે, લાગ આવે ત્યારે જનોઈવઢ ઘા કરી લેવાની ધીરજ ધરવામાં. છેલ્લા બે વર્ષોમાં કુટનીતિક પગલાઓ રંગ લાવતાં દેખાઈ રહ્યા છે. સિત્તેર વર્ષોથી કોઈ માઈનાં લાલે બલુચિસ્તાનને લાલ કિલ્લા પરથી અને સંયુક્ત રાષ્ટ્રમાં જાહેર સપોર્ટ નહોતો કર્યો. ન કદી કોઈ શાંતિદૂત ચચાજાનને માટે પેલે પાર થી કોઈ બલુચી બહેને રક્ષા મોકલી હતી. અમને સૈનિકોને આપણા આ ચાણક્ય પર સંપૂર્ણ ભરોસો છે. હવે આગળ પછી કોઈ જવાન આમ જ બેમતલબ માર્યો નહી જાય. ‘સામ, દામ દંડ અને ભેદ’ બસ આટલુંજ આસાન હતું તો પહેલા કેમ ન થઇ શક્યું? જરૂરથી વિચારશો.

***********************************************************************


પ્રકરણ૨

મોદી : ધ ગેઇમ ચેંજર અને સર્જીકલ સ્ટ્રાઇક્સ

શ્રીમદ ભગવદ ગીતામાં પ્રભુ શાસકની ફરજો વર્ણવે છે.. ‘શાસકની સર્વપ્રથમ ફરજ શત્રુવિહીન રાજ્યની રચના છે.’

અહિંસાના માર્ગે આઝાદી મળી એવું સમજતા ખાદીધારી શાસકોએ વીરભૂમિની એક નબળા રાષ્ટ્ર તરીકે આંતરરાષ્ટ્રીય છબી ઉપસાવી હતી. શહીદ સૈનિકોની ચિતાઓની અગનજવાળાઑ પર બિરાજી આપણાં શાંતિદૂત નેતાઓ પાકિસ્તાન સાથે શાંતિ મંત્રણાઓનો દોર ચલાવતાં હતા.

સંખ્યાબળમાં વિશ્વમાં બીજા ક્રમે અને સૈન્યશક્તિમાં સમગ્ર વિશ્વમાં ત્રીજા ક્રમે ક્રમાંકિત ભારતીય સેનાને પરાક્રમમાં કોઈ પહોંચી શકે તેમ નથી. પરંતુ, આંતરિક શક્તિહીન, પંગુ નેતૃત્વને લીધે સૈનિકોનાં વીરત્વને અને અમોઘ શસ્ત્રોને જાણે કાટ ચડવા માંડ્યો હતો.

સામ દામ અને ભેદ નો લગાતાર આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભારત દ્વારા ઉપયોગ થતો આવ્યો છે, પરંતુ દેશના દુશ્મનો વિરુદ્ધ ‘દંડ’ ઉર્ફે ડંડાનાં વિધિવત ઉપયોગની અનિચ્છા કે પછી અણઆવડતને કારણે આપણા રાષ્ટ્રને વિશ્વ એક સોફ્ટ સ્ટેટ, માયકાંગલા રાષ્ટ્ર તરીકે ઓળખતું હતું.

શાસન બદલાવાની સાથે સાથે ભારતની સોફ્ટ નબળી પાકિસ્તાની નીતિઓમાં બદલાવ અવશ્મ્ભાવી હતો. ઉરી હુમલા બાદ આતંકીઓને યોગ્ય જવાબ આપવા માટે પ્રધાનમંત્રીજી પાસે લોકોની અપેક્ષાઓ આકાશે હતી. હ્રદય અત્યંત આનંદિત છે જે રીતે છેલ્લા થોડા દિવસોમાં ભારતીય શાસકોએ પ્રતિઘાત આપ્યા છે. ત્રણેય સેના પ્રમુખો સાથે પ્રધાનમંત્રીની વોર રૂમમાં બેઠક બાદ જવાબદાર વિવિધ વિભાગોનું સંકલન અને એ વ્યક્તિવિશેષની નિર્ણયક્ષમતા માટે તેમને સેલ્યુટ છે. ખાસ કરીને રાજકીય, કૂટનીતિક અને સૈન્ય મામલાઓમાં ભારત સરકારના વિભાગો આટલા સહ સમન્વયથી ક્યારેય વર્ત્યા નથી, ઇતિહાસ ગવાહ છે.

ડાયરેક્ટર જનરલ મિલીટરી ઓપરેશને ઉરી હુમલા બાદ વિધાન કરેલું કે, ‘હમ તુમ્હે મારેંગે ઔર ઝરૂર મારેંગે, મગર વક્ત ઔર જગહ હમ તય કરેંગે..’ 18 સપ્ટેમ્બર 2016, ઉરી હમલાના માત્ર અગિયાર દિવસોની અંદર ઊંડે સુધીનું ઈંટેલિજન્સ એકઠું કરી, એક સફળતમ વીજળીક સૈન્ય હુમલા થકી ભારતીય સેનાએ પોતાની અપ્રતિમ પ્રતિકાર ક્ષમતાનો પરિચય વિશ્વને આપ્યો છે.

સેના દ્વારા ઇસરોના અત્યાધુનિક જાસૂસી ઉપગ્રહોએ આપેલી આતંકી કેમ્પોની માહિતીઓનું આકલન કરી સર્જીકલ ઓપરેશનમાં ડ્રોન અને સેટેલાઈટનો પ્રાથમિક ઉપકરણો તરીકે સચોટ ઉપયોગ કાબિલે તારીફ છે.

કાશ્મીરના વિશ્વાસઘાતી ભૂપ્રદેશમાં વિરોધી લક્ષ્યોને ઓળખીને તેના પર ઘાત લગાવવી અહીં લેખ લખવા કે આ વર્તમાનપત્રને વાંચી જવા જેટલું સહેલું નથી. જડબાતોડ પ્રતિકાર માટે આર્મીએ લીધેલ 11 દિવસનો સમય ઉપયુક્ત છે.

આર્મીએ સર્જીકલ સ્ટ્રાઈક વિષે શક્ય તેટલી પારદર્શક્તા દાખવી આપણને માહિતી આપી તેથી વિશેષ તેમણે કઇં જણાવવાની જરૂર નથી.

મોદીએ કોઝિકોડમાં પાકિસ્તાનની જનતાને કરેલું સંબોધન ગેઇમ ચેંજર બની રહ્યું. ભારતીય ચાણક્યનું કહેવુંકે એક બીજા સાથે લડવાને બદલે પાકિસ્તાને આર્થિક અને સામાજિક ભેદભાવો સામે લડવાની જરૂર છે. પાકિસ્તાનને આંતરખોજ કરવાની હાકલ કરી મોદીએ સમગ્ર ભારત-પાક મુદ્દાને એક નવો માનવીય આયામ આપ્યો. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં સુષ્મા સ્વરાજના શબ્દો ‘જિનકે ખુદ કે ઘર શિશેકે હો વોહ દૂસરો પર પથ્થર નહીં ફેંકા કરતે.’ અને બલૂચિસ્તાનના નાગરિકોના માનવધિકારને સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ ઉઠાવ્યા બાદ, સિંધુ જળ સમજૌતા’ ની દશકો બાદ પ્રધાનમંત્રીએ કરેલી સમિક્ષા. શતરંજના ખેલમાં પાકિસ્તાની શાસકો અને મિલીટરી સત્તાધીશો ઊંઘતા ઝડપાયા.

ચતુર રાજનીતિ: પાણીના કુદરતી વહેણ વિષે સમજી શકતો કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે કે હિમાલયની ઊંચાઈઓ થી ધસમસતા સિંધુનદીના પ્રવાહને મોટા બાંધો બાંધ્યા સિવાય રોકી શકાય નહીં. મોટા બાંધો અને નહેરો નું નેટવર્ક કેટલા વર્ષો અને કેટલી સમસ્યાઓ લાવે છે તે આપણે સરદારસરોવર નર્મદાના કિસ્સામાં અનુભવી ચૂક્યા છીએ. પણ માઇન્ડ ગેઇમ્સમાં ચોતરફે ઘેરાયેલા પાકીઓ અવાચક હતા અને વારે ઘડીએ આણ્વિક હુમલાની ફિશિયારીઓ મારતા રહ્યા. આ કૂટનીતિક દબાણો અને પગલાઓ પ્રશંશનીય છે અને ચાલુ રહેવા જ જોઈએ.

ડાયરેક્ટર જનરલ મિલીટરી ઓપરેશને કરેલું સ્ટેટમેન્ટ લોકો ભૂલવા લાગ્યા હતા. ભારત સરકાર સાર્ક સિંધુ જળ સંધિ મોસ્ટ ફેવર્ડ નેશન જેવા અસૈનિક ઉપાયો અને મુદ્દાઓમાં મશગુલ થઈ ગઈ છે એવું દેશવાસીઓને લાગ્યું. ફરીવાર ભારતીય સફેદ કબૂતર શહીદ સૈનિકોની ચિતાઓ પરથી ઊડી રહ્યું હોય તેવું વાતાવરણ રચાવા લાગ્યું. પણ સેનાને ખુલ્લોદોર અપાઈ ચૂક્યો હતો.

દુશ્મન સેના આપણાં તરફથી હુમલા માટે સંપૂર્ણ સચેત હોય તેવા સમયે વીજળીક ત્વરાથી આટલો મોટો બદલો લેવો એ તો ખાંડાના ખેલ છે. સ્પેશ્યલ કમાન્ડો ફોર્સ અને પેરા કમાન્ડોની પ્રોફેશનલ સજ્જતાને દાદ દેવી પડે કે એક પણ કેઝ્યુયલ્ટી વિના દુશ્મન ને ગંધ પણ આવ્યા વગર સમગ્ર ઓપરેશન પાર પાડ્યું.

પાક આતંકવાદ વિરોધી ઓપરેશનનું સંકર અનુક્ષેત્ર વિવિધ રંગાવલીના વિકલ્પો ધરાવતું હતું. આંતરરાષ્ટ્રીય સમુદાયને પાક પ્રેરિત આતંકવાદના મુદ્દે અનેકગણું સંવેદિકરણ હાંસિલ કરાયું. સાર્ક દેશોનો વિશ્વાસ સંપાદન કરી પાકિસ્તાનને નામજોગ શર્મસાર કરી અલગ-થલગ પાડવું તે કઈ નાનીસૂની સિદ્ધિ નથી. પરંતુ આ સઘળી સંકર પ્રતિક્રિયાઓને જો સૈન્યકીય કાર્યવાઈ સાથે સાંકળવામાં ન આવે તો તેની વિશ્વસનીયતા પર મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે. ખાસકારીને જ્યારે તમે આટલી મોટી સંખ્યામાં જાનહાનિ સહન કરી હોય. આ ઊંચી કક્ષાના કૂટનીતિક અને આર્થિક પગલાંઓને ઉર્જા પૂરી પાડી અને ખરી અસર પહોંચાડી છે એલ ઓ સી ની પેલે પારના અસરદાર હુમલાએ. લોકો માં ઉત્સાહ છે. આર્મીએ સ્વાભિમાન અને ગર્વ પાછો મેળવ્યો છે. દેશવાસીઓ માટે ભારતીય સેનાનું ઉરીમાં થયેલું નુકસાન રાષ્ટ્રીય મનોબળને હાનિ પહોંચાડવા વાળું બની રહ્યું હતું. સેનાના જડબાતોડ જવાબે ગુમાવેલું કૈંક પાછું મેળવી દીધું છે.

ભારતે હવે એક લાંબી લડાઈ માટે તૈયાર રહેવું પડશે. દુશ્મનને નબળો ગણવાની ભૂલ કરી શકાય નહીં. પાકિસ્તાન પણ આપણી જેમ સમય અને સ્થાન પોતે નક્કી કરશે તે પાક્કું છે. પાકિસ્તાનનો પાછલો ટ્રેક રેકોર્ડ તેના અસૈન્ય, સિવિલિયન, સોફ્ટ ટાર્ગેટ પર આતંકી હુમલાઓની નાપાક વૃત્તિઓ દર્શાવે છે. ગુજરાતનો તટ તેમાય ખાસ કરીને જામનગરના વિશાળકાય ઉદ્યોગો પર જોખમ વધુ છે. નૌસેના અને તટરક્ષક બળોને સાવધ બની જવાની જરૂર છે. બાકી સરહદ પર આર્મી ચોક્કસ છે, અને પાક સેનાને લાઇન ઓફ કંટ્રોલની પેલે પાર જવાબ આપવા પૂરતી સક્ષમ છે.

સેનાનો એક નિયમ છે, ‘પહેલો વાર કરો, જોર થી વાર કરો, વારંવાર હુમલાઓ કરતાં રહો..

ચોતરફા હુમલાઓથી બદહવાસ બનેલું પાક તેના ભારતીય વસતિ માં છુપાયેલા સ્લીપર સેલ્સને એક્ટિવ કરી આપણાં પર આતંકી હુમલાઓ કરાવે અને તેવી દ્રઢ આશંકા રહેલી છે. આવે સમયે આપણે સર્વે આપણી આસપાસની શંકાસ્પદ ગતિવિધિઓ પર ધ્યાન આપીએ. કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે બિનવારસી સામાન દેખાય તો પોલીસ ને ત્વરિત જાણ કરીએ તે આવશ્યક છે.

દુશ્મનના કબજાના વિસ્તારમાં સચેત દુશ્મન પરના હુમલામાં ખુલ્લે આમ યુદ્ધ થાય અને પરિસ્થિતી કાબુ બહાર થઈ હાથમાંથી નીકળી જાય તેવી શક્યતાઓ રહેલી હતી. સર્જીકલ સ્ટ્રાઈક જો એસક્લેટ થઈ યુદ્ધમાં પરિણામે તો પરિણામાંતે મારા તમારા અને વિશ્વ સમુદાયની પ્રતિક્રિયાઓ અલગ અને મુશ્કેલ થઈ પડત. માત્ર એક રાત્રિએ ગણતરીના કલાકોમાં અંધારપટમાં ઓળાઓની જેમ ઓગળી ગયેલા સ્પેશ્યલ કમાન્ડો યુનિટે જે રીતે આ વ્યુહ પાર પાડ્યો તે હતી ‘સર્જીકલ સ્ટ્રાઈક’.

જાગ ને જાદવા ક્રુષ્ણ ગોવાળિયા તુજ વિના ઘેનમાં કોણ જાશે? હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો, ભૂમિનો ભાર તે કોણ વહેશે? ... હે જાગને...

***********************************************************************


પ્રકરણ૩

કોની લડાઈ ?? શા માટે ?? કોને ખાતર ??

પાકિસ્તાની કલાકારોને પાછા મોકલવા, ક્રિકેટ અને વેપાર બંધ કરવાથી શું પાકિસ્તાન તેની ભારતમાં આતંકવાદ ફેલાવવાની પ્રવૃતિ બંધ કરી દેશે?

નહીં, બિલકુલ નહીં. કદાપિ નહીં.

પરંતુ એકાત્મતા, રાષ્ટ્રીય એકતા જેવું કૈંક છે આ દુનિયામાં !!

તમે બધું બરાબર છે તેમ માનીને ફિલ્મો બનાવતા રહો, ક્રિકેટ રમતા રહો અને વ્યાપાર કરતાં રહો તેમ ન થઈ શકે. કારણ? આપણી અને પાકિસ્તાન વચ્ચે સઘળું ઠીકઠાક તો નથી જ.

આ કારણે સૈનિક ઊંચે સાદે વિચારવા મજબૂર છે, શા માટે સંઘર્ષનો સઘળો ભાર એકલા મારે શિરે વહોરવાનો?

ભારત પાકિસ્તાન વચ્ચેનો આ વિગ્રહ કઇં સૈનિકની વ્યક્તિગત લડાઈ નથી. તે મારી અને મરી રહ્યો છે મારા અને તમારા માટે. કલ્પના કરો એવી પરિસ્થિતિની જ્યારે સૈનિકો પણ સલમાન ખાન, કરણ જોહર અને મહેશચંદ ભટ્ટની જેમ વિચારવા અને વર્તવા લાગશે. વિચારો જ્યારે એક સૈનિક તેના ઉપરી પાસે જઈને કહે છે, “સર, એક તરફ હું લાઇન ઓફ કંટ્રોલ પર મરી રહ્યો છું, આ લોકો એમ વર્તી રહ્યા છે જાણે આ બે દેશો વચ્ચે કઇં બન્યું જ ન હોય.

બાંદ્રા ફૂટપાથના માસ મર્ડરરની અને ડેવિડ કોલમેન હેડલી ઉર્ફ દાઉદ ગિલાનીના પરમમિત્ર રાહુલ ભટ્ટના પિતાની પાકિસ્તાનીઓ પ્રત્યેની ખાસ લાગણીઓ સમજી શકાય તેવી છે. પણ, મારા દેશવાસીઓ તમે ક્યારથી લાગણીશૂન્ય થઈ ગયા?

જ્યારે આ દેશના સઘળા લોકો જલસો કરી રહ્યા હોય ત્યારે શું કામ સૈનિક એકલો દેશ કાજે જીવ ન્યોછાવર કરે?

દેશભક્તિ અને બલિદાન કઇં એકલા સૈનિકોનો ઇજારો નથી.

1980 માં અમેરિકાએ મોસ્કો ઓલિમ્પિક્સનો બહિષ્કાર કરેલો, અને 1984 માં રશિયનોએ પણ તેવીજ રીતે લોસ એન્જલસ ઓલિમ્પિક્સનો બહિષ્કાર કરેલો. જ્યારે લોકો રાષ્ટ્રને સર્વોપરી અને રાષ્ટ્રહિતને સર્વોચ્ચ માનીને ચાલે છે ત્યારે આમ જ થવું જોઈએ. સમયની માગ છે, ભારતીયો આ લાગણીને સમજે.

18 પરિવારો કાચના ટુકડાઓની જેમ વેર વિખેર થઈ ગયા... પણ ફવાદ ખાનની વિદાયનું દુ:ખ અસહ્ય ભાસી રહ્યું છે, એવું લાગે છે.”

ફિલમ સ્ટારો ને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી.....

ગાયક કલાકારો ને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી.....

લેખકો ને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી.....

ફિલમ નિર્દેશકો ને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી.....

હાસ્ય કલાકારો ને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી.....

પત્રકારો ને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી.....

સમાજના કહેવાતા ઠેકેદારોને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી.....

દેખાવકારોને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી.....

વ્યાપારીઓને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી.....

નેતાઓને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી.....

ક્રિકેટરોને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી.....

રાજનીતિજ્ઞોને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી.....

વ્યવસાયીઓને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી.....

વકીલોને આતંકવાદ સાથે કઇં લેવા દેવા નથી.....

તો પછી કોને ખાતર જવાનો પોતાનો જીવ ન્યોછાવર કરી રહયા છે???

*****************************************************************************************************


પ્રકરણ4

યુદ્ધ કેવળ સરહદો પર નથી લડાતાં!

યુદ્ધ કેવળ સરહદો પર નથી લડાતાં! ઘણી વખત સૈનિકોને માટે પણ... યુદ્ધ માત્ર સરહદો પર નથી લડાતાં. સરહદો પર રાતો લાંબી હોય છે... ઘણી વાર તો ઉમરથી પણ લાંબી... બેચૈન, આશંકિત, સચેત, ઉજાગરાઓમાં લપટાયેલી અને આ ઉજાગરાઓનાં ન જાણે કેટલાય અફ્સાનાઓ છે. જે લખી નથી શકાતા... જે કહી નથી શકાતા.. અને કહ્યા પછી પણ તેના સામાન્ય સમજથી પરે નીકળી જવાનો ભય રહે છે.‘યુદ્ધ’ આ સઘળા કથાનકો નું કેન્દ્રીય પાત્ર હોય છે. કાશ્મીરની દુર્ગમ,બરફમાં દબાયેલી-ઢંકાયેલી ઠીઠુરતી- ધ્રુજતી સરહદો પર રોજ એક યુદ્ધ થાય છે. સામે પથ્થર–ફેંક દુર ઉભેલો આંખોમાં આંખો મેળવતો દુશ્મન હોય કે પછી હિમાલય નાં પહાડો અને ખરાબ મૌસમનો ફાયદો ઉઠાવીને કથિત જેહાદનાં નામ પર અંદર ઘુસી આવવા ઉતાવળા આતંકીઓનું જૂથ છેલ્લા ત્રણ દશકોથી યુદ્ધ જેવી સ્થિતિ જ તો ઉત્પન્ન થતી રહી છે. આપણે ભલે તેને ‘લો ઇન્ટેન્સીટી કન્ફ્લીન્ક્ટ’ કહી નજરઅંદાજ કરતા રહ્યા છીએ, દર ત્રીજા દિવસની શહાદત કોઈ બીજી જ કહાણી બયાં કરે છે... કહાણી, જે સો વર્ષ પહેલાનાં તે ગમખ્વાર દ્વિતીય વિશ્વયુદ્ધની સરખામણીએ એક લઘુકથા થી વધુ કંઈ જ નથી, પરંતુ આ લઘુ કથા રાત-દિવસ આ ઠીઠુરતી- ધ્રુજતી સરહદો પર તૈનાત મુસ્તૈદ એક ભારતીય સૈનિક માટે કોઈ મહાકાવ્ય બરાબર છે. સમગ્ર રાષ્ટ્રનાં વિચારો અને નજરમાં અલગ-થલગ કરાઈ દેવાયેલો આ એક ભારતીય સૈનિક આ અનકહી કહાણીનાં પાર્શ્વમાં એક યક્ષ પ્રશ્ન ઉઠાવે છે, કે શું કારણ છે કે સદી પહેલા લડાયેલા એ મહાયુદ્ધ પશ્ચાત જ્યારે સંપૂર્ણ યુરોપ, અમેરિકા કે પછી જર્મની પણ એક મજબુત તાકાતનાં રૂપમાં, એક વ્યવસ્થિત,વિકસિત રાષ્ટ્રનાં રૂપે ઉભરી આવ્યા અને આપણો આ દેશ સ્વતંત્રતા પ્રાપ્તિ ઉપરાંત પાંચ- પાંચ યુદ્ધો જોઈ ચુક્યા બાદ પણ એક ભગ્ન,અસહાય, વિવશ વ્યવસ્થાની છબી સમગ્ર વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છે?

યુદ્ધ કદીયે ઇચ્છવા જેવી ચીજ ન હોઈ શકે... અને ખાસ કરીને એક સૈનિક માટે તો કદીયે નહીં. કોઈ પણ યુદ્ધ દરમિયાન એક ભારતીય સૈનિકને મૃત્યુ, દરદ કે જખ્મોથી વિશેષ ડર પોતાની વર્દીની, પોતાની રેજીમેન્ટની અને ખાસકરીને પોતાના પરિવાર અને ગામની ઈજ્જત ખોવાનો હોય છે. અને કોઈ પણ યુદ્ધ સૈનિક પોતાની આન, બાન અને શાન ખાતર લડે છે. નામ, નમક અને નિશાન ખાતર લડે છે.

બસ! આવી પ્રત્યેક લડાઈ બાદ એ પોતાના દેશ અને તેના લોકો તરફ માત્ર એટલી-જ ઈચ્છા ખાતર જુએ છે કે તેના આ જઝબાને – જુસ્સાને ઓળખાણ મળે... તેની આ કુરબાનીને સન્માન મળે. પ્રથમ વિશ્વયુદ્ધ પશ્ચાત તેમાં સામેલ પ્રત્યેક રાષ્ટ્રમાં સૈનિકોને એવા જ સ્નેહ અને આદર મળ્યા. (આજે ય છે) જેની બસ જરા સરીખી અપેક્ષા આ સૈનિકોને મન હતી.

પરંતુ અહીં આ એહસાન ફરામોશ મુલ્કમાં અપેક્ષાની વિપરીત ઉપેક્ષાઓનાં દંશ લગાતાર સહેતા રહેતા હોવા છતાં, ભારતીય સૈનિક ફરી-ફરીને પ્રત્યેક વાર, હર-હંમેશ જરૂર પડે અહીં સરહદને ખાતર જીવની બાજી લગાવે છે. તે જુએ છે, અસહાય અવાક-શો! કેવી રીતે ભારતના કેટલાક પ્રસિદ્ધિ ભૂખ્યા રાજકારણીઓ દ્વારા તેની સમગ્ર જીવનભરની પ્રતિબદ્ધતાને છડેચોક નકારી નાખવામાં આવે છે... તે સ્તબ્ધ છે, તડપે છે, પરંતુ ડ્યુટી કરે જય છે. સરહદ પર પાઈન અને દેવદારનાં વૃક્ષો પાસેથી તેને વધુ સ્નેહ મળે છે, પોતાના દેશબાંધવોની સરખામણીએ. સામેનાં દુશ્મનની ક્ષુદ્રતા, ગુપચુપ વાર કરતાં આતંકીઓની ધ્રુષ્ઠતા, હવામાનનો હિંસક માર, પહાડી વિસ્તારની હાડમારીઓ જેવા રોજબરોજના નાના-નાના યુદ્ધો લડતો એ પોતાના દેશના આ સોતેલા વર્તાવ સાથે પણ એક યુદ્ધ લડે છે.


“યુદ્ધ કેવળ સરહદો પર નથી લડાતાં!”

યે માના હમેં જાં સે જાના પડેગા... પર યે સમજ લો તુમને જબ ભી પુકારા હમકો આના પડેગા

પેટ્ટી ઓફિસર મનન ભટ્ટ (ભારતીય નૌસેના–રીટા.)

bicentinalman@gmail.com