Ghugavta sagar nu maun -5 books and stories free download online pdf in Gujarati

ઘુઘવતાં સાગરનું મૌન - 5

ધ્રુજતાં હાથે નેહાએ મેડીસીન કેબીનેટમાંથી ઊંઘની ગોળીની બોટલ કાઢી...એક સાથે હથેળી ઉપર ૨૦ જેટલી ગોળી લીધી.આંખોમાંથી અનરાધાર આંસુંની વર્ષા થઈ રહી હતી..આ જીવન મા બાપે આપ્યું અને ખૂબ પ્રેમથી સાચવ્યું..અને રસ્તામાં સાગરનો પ્રેમ પણ મળી ગયો.પણ આકાશનું દિલ ના જીતી શકી...જીવવું દુષ્વાર થઈ ગયું છે...ના ના આ રીતે જિંદગી નહીં નીકળે..આમ જ જીવનનો અંત આવી જાય અને આકાશની મારાંથી જાન છૂટે..આ એક જ ઉપાય છે બસ..પણ મમ્મી પપ્પા..મમ્મી મમ્મી તું બહું દુઃખ ના લગાડતી તારી દીકરી તારી લાડલી જાય છે આ દુનિયાથી...સાગર તને ભૂલવાની બધી કોશીશો નાકામયાબ થઈ ગઈ માફ કરજે..હું કોઈને દોષ નથી આપતી...કિસ્મતનો દોષ...સુખી રહેજે જ્યાં રહે ત્યાં...ધ્રુજતાં ધ્રુજતામ પાણીનો ગ્લાસ ભર્યો..અને બધી ગોળીઓ પાણી સાથે ગળે ઉતારી..આંખો લૂંછતીં પથારીમાં જઈને સુઈ ગઈ.

આકાશ રુમમાં આવ્યો તો હજું બબડતો હતો..અવની અને એનો કઝિન સાગર..."હું જાણું છું શું કામ અવનીને લઈ આવી ..સંદેશાઓ આપવાં.. કે મારો પતિ મને કેટલો હેરાન કરે છે...તો જા ને જતી રહે તારાં સાગર પાસે...એ કોઇ તને અપનાવોનો નથી....એને તારી કાંઈ પડી નથી..અને પડી હોત તો તને છોડત શા માટે...આ તો મારાં કિસ્મતમાં હતું ..મારાં માથે આવીને પડી...સાંભળે છે...જા તારે જવું હોય તો ..કાલે જ જતી રહે...સુવાનો ઢોંગ કરે છે...સા..લી..આ તો નવું નાટક..." આકાશે એનાં ઉપરથી ચાદર ખેંચી લીધી...નેહા જરા પણ હલી નહીં..આકાશે નેહાનાણ વાળ પકડી લીધાં પણ નેહા અચેત થઈને પથારીમાં પટકાઈ...હવે આકાશને લાગ્યું કે કાઈક ખોટું થયું છે...આકાશે એને હચમચાવી નાંખી..પણ નેહા જવાબ નહોતી આપતી..આકાશે નાક પર આંગળી રાખી ધીમાં ધીમાં શ્વાસ ચાલતાં હતાં...

એમ્બ્યુલન્સ આવી...નેહાને હોસ્પીટલમાં લઈ ગયાં.. બધી દવા ઉલ્ટી કરાવી ડોકટરે કાઢી નાંખી...નેહાની હાલત ઉલ્ટી કરી કરીને ખરાબ થઈ ગઈ હતી...મોઢામા ટ્યુબ ભરાવી આંતરડા સાફ કર્ય્..મોં આખું ફૂલી ગયું હતું...ડોકટરે પોલીસને ના બોલાવ્યો આકાશે પૈસા આપી બધાંને ચૂપ કરી દીધાં.કારમાં નેહાને બેસાડી ઘર તરફ રવાના થયો. રસ્તામાં નેહાને આશ્વાસન આપવાને બદલે આખે રસ્તે કઈ ને કઈ સંભાળતો રહ્યો..કે અમારી ઈજજતનું પણ ના જોયું..કેટલી સ્વાર્થી છે..મા બાપનું નામ બોળ્યું..એવું તો શું કહી દીધું? મૂળ વાત સાગરની યાદ આવી હશે બેન બા ને ભલે ને આકાશ બદનાં થાય્...મરી જ ગઈ હોત તો સારું હતું..." નેહા ખૂબ થાકેલી હતી જાણે કાંઈ એને સંભળાતું ન હતું. એ આંખો બંધ કરીને વિચારી રહી હતી.." મોતની કેટલી નજીક જઈને આવી..પણ યમરાજાએ પાછી જિંદગી તરફ ધકેલી દીધી...

ઘરે પહૉચ્યા ત્યાં મમ્મી અને પપ્પા આવી ગયાં હતાં.મમ્મી તો નેહાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.."મારી દીકરી મારી દીકરી...આવું કામ કેમ કરવું પડ્યું.ાવું કરતાં પહેલાં મમ્મીને તો મળવું હતું..અરેરે મને કેટલું દુઃખ થશે એ ના વિચાર્યુ??" નેહા ખૂબ થી ગઈ હતી..એનો હાથ પકડીને પથારીમાં સુવાડી દીધી..ડ્રોઈંગરુમમાં આવી..નેહાનાં પપ્પાએ આકાશની સામે જૉઇને સીધૉ સવાલ કર્યો.. " આકાશ બેટા તમારી વચે કાઈં ઝગડો થયો? આવું પગલું નેહાએ કેમ ભર્યું? આકાશ એકદમ ગુસ્સે થયો..અને શાંતિલાલને એલફેલ બોલવા લાગ્યો..." તમારી દીકરીને કોઈ સંસ્કાર આપ્યાં નથી...કુંવારી હતી ત્યારે બીજા પુરુષને પ્રેમ કરતી હતી..અને આજ હવે એની બહેન સાથે સંદેશા મોકલે છે...?? તમારી દીકરીને લઈ જાઓ મને આ બબાલ જોઈતી જ નથી.." શાંતિલાલ શાંત હતાં..મારી દીકરીને હું સારી રીતે જાણું છું...એને કોઇ સાથે પ્રેમ હશે તો પણ એ બધું ભૂલાડીને તમારે ઘરે આવી હશે..અને કદી પાછું ફરીને એ દીશામાં જોતી પણ નહી હોય..કોઈ બીજું જ કારણ હશે..."

"તો તમને શું લાગે છે મારો વાંક છે? મેં એને મારી કૂટી?? મેં શું કર્યુ છે એક મહેલ જેવાં ઘરમાં રાખી બધાં સુખ આપ્યાં છે..આવી નગુણી કોઈ જોઈ નથી.."પ્રભાબેન શાંતિલાલને શાંત પાડવાની કોશિશ કરતાં હતાં.ગમે તેમ તોયે જમાઈ છે...શાંતિલાલ ચૂપચાપ જમાઈની વાત સામ્ભળી રહ્યા. પ્રભાબેને આકાશની મમ્મી આશાબેનને કહ્યુ કે એમને વાંધો ના હોય તો નેહાને થોડા દિવસ માટે સાથે લઈ જાય.એ સાંભળી આકાશ ઉખળી પડ્યો." તમને એમ છે અમે તમારી દીકરીને મારી નાંખીશું?" પ્રભાબેન" ના ના જમાઈ એવું નથી .થોડું વાતાવરણ બદલાય જરા સારું લાગે એટલે કહ્યુ હતું.આકાશે કહ્યુ," જો આજ નેહાને લઈ જાવ તો નેવકી રાખશો...ફરી મૂકવાં આવતાં નહી!!" આકાશ કારની ચાવી લઈને રૂમમાંથી બહાર ચાલ્યો ગયો.

શાંતિલાલ અને પ્રભાબેન અવાક બનીને આકાશને બહાર જતાં જોઈ રહ્યા.દીકરીને ક્યા વરાવી દીધી..મારી લાડલીને...અરેરે નરકમાં ધકેલી દીધી...લોકોને કેવાં ધારતાં હોઈએ અને કેવાં નીકળે છે..આકાશ માનસીક રોગથી પીડાતો હતો..તેથી નેહાને એક પણ સુખનો શ્વાસ લેવાં દેતો ન હતો.અને જ્યારથી ખબર પડી હતીકે નેહા તો મા બનવાને લાયક છે પણ ખોટ એનામાં છે ત્યારથી નેહાનું જીવવાનું હરામ થઈ ગયું હતું...શાંતિલાલ અને પ્રભાબેન આ બધી વાતોથી અજાણ નેહાની ક્યાં ભૂલ થઈ હશે એ વિચારમાં પડી ગયાં...

નેહાએ અચાનક સાગરનાં ખોળામાંથી માથું ઊંચું કર્યુ અને સાગરની આંખોમાં આંખો નાંખી અને કહ્યુ," સાગર, તે મને શા માટે છોડી???સાગર તે કેવો અનર્થ કર્યો છે તને ખબર જ નથી..તારાં લીધે હું એક એવાં માણસ સાથે ફસાઈ ગઈ છું...જે પાષાણ હ્રદયી છે...એનાં પર શબ્દની લાગણીની પ્રેમની કૉઇ અસર નથી થતી..અને મારે એની સાથે આજીવન પસાર કરવાનું છે...સાગર સાગર એને કાઈ ફરક ના પડ્યોકે મેં આત્મહત્યા કરવા

પ્રયત્ન કર્યો...માણસનાં જીવની એને મન કોઈ કિમત નથી...સાગર સાગર સાગર!!" નેહાના ડૂસકાં શમતા ના હતાં.સાગરે ફરી નેહાને છાતી સરસી ચાંપી દીધી..બન્ને મૌન બની ક્યાય સુધી બેસી રહ્યા....હોટલનાં રુમની ઘડિયાળનો ટક ટક અવાજ આવી રહ્યો હતો...બહાર ચાંદની ગેલેરીમાંથી અંદર આવવાની કોશીશ કરી રહી હતી..રાત ઢળતી હતી વાત હજું અધૂરી હતી...

રાત ઢળતી હતી..ચાંદની ખામોશ હતી...શીતળ ચાંદની હ્રદયનાં દાવાનળને શાંત કરી શક્તી ન હતી. નેહા ચૂપ હતી. પણ હજું અંતરમાં દાવાનળ પ્રજળી રહ્યો હતો. સાગર ઊભો થયો અને નેહાને આરામ કરવાં કહ્યુ.નેહા પણ થાકી હતી. "સાગર, તને ખબર છે મેં તને અહીં શા માટે બોલાવ્યો?" સાગરે નકારમાં માથું ધુણાવ્યું..શું બોલવું એ પણ સમજાતું ન હતું.

નેહા જાણે અર્ધ સ્વપ્ન માં હોય તેમ બોલી," કદાચ તને એમ લાગશે કે નેહા કેટલી સ્વાર્થી અને બેશરમ બની ગઈ છે...પણ આજ મારે જે તને કહેવું છે તે કહીશ..કારણ મને ખબર નથી આવતી કાલે આ જિંદગી મને ક્યાં લઈ જશે અને આપણે ફરી મળીશું કે નહી...પણ મેં તને હોટલનાં રૂમમાં શા માટે બોલાવ્યો?..મારાં દિલમાં સખત ભાવના હતી કે હું આકાશ સાથે બદલો લઉં મારાં એક એક આંસુંનો હિસાબ ચુકતે કરું...હું સાગરનાં બાળકની મા બનું ..ભલે આકાશ એ બાળક્ને પોતાનું સમજતો રહે...અને પોતાનો પુરુષ હોવાનો અહમ પોષતો રહે...પણ જ્યારે હું અહી આવી હોટલનાં આ એકાંત કમરામાં...મારી નૈતીકતા જાગી ઊઠી...સાગર જિંદગીએ મારી સાથે જે કર્યુ તે કર્યુ..પણ હું મારાં સંસ્કારને કેવી રીતે ભૂલી શકું???હું મારાં માબાપની ઈજજત છું..એ કેમ ભૂલું આકાશે જે કરવાનું હતું એ એને કર્યું..પણ એનાં અવગુણો અપનાવી હું શા માટે મારી નજરમાં જ હું નીચી પડું?? હા ઘડીભર માટે સાગર કિનારે તને જોઈ મારું મન વિચલિત થયું હતું..અને બાળકની લાલસા પણ..પણ હવે હું એકદમ મક્કમ અને શાંત છું..તું ઈચ્છે તો બીજો રૂમ લઈ શકે છે.તું અહીં પણ સુઈ જઈશ તો મને વાંધો નથી. આપણા મન પવિત્ર છે પછી મને દુનિયાની પરવા નથી." નેહા એક શ્વાસે બધું બોલી ગઈ. અને આંખો બંધ કરી પથારીમાં લંબાઈ ગઈ.

સાગર એકીટશે નેહાને તાકી રહ્યો હતો...સુંદર ચહેરો..કાળા ઘૂંઘરાળા વાળ..ગુલાબી ગાલ્...હોંઠ તો જાણે લાગતું હતું કે બે ગુલાબની પાંખડીઓ બીડાઈને પડી છે..ગુલાબી.. ગુલાબી.. હોંઠ. અને મોટી મોટી આંખો બંધ હતી તો જાણે બે કળીઓ લજાઈને બીડાઈ ગઈ હોય એવું લાગતું હતું..સાગર વિચારતો હતો..એક સમયે આ રૂપને એને દિલથી ચાહ્યુ હતું..પણ આજ એ પારકી બની ગઈ છે...અને એ પણ એક ફ્રૂર ઇન્સાનની પત્નિ...મેં મારાં નાજુક પ્રેમને પથ્થરને હવાલે કર્યો છે..મારાં લીધે મારી નેહા કેટલી રીબાઈ...ભગવાન મને માફ કરજે...પણ આજ હું નિર્ણય લઉં હું કે નેહાને બનતી મદદ કરીશ સુખી કરવાં માટે..મારાં જીવને ભોગે પણ...આકાશે એક ઓશીકું નેહાની પથારીમાંથી લીધું. અને આરામ ચેર પર જઈને આડો પડ્યો..

બન્નેની આંખો બંધ હતી પણ બન્નેનાં હ્રદયમાં ચેન ન હતું...સુહાગરાત પછીની આ બીજી લાંબામાં લાંબી રાત હતી. જે કીડીની ચાલે પસાર થઈ રહી હતી. નેહાએ મંદિરનો ઘંટારવ સાંભળ્યો..ઊઠીને વોશરૂમમાં ગઈ ને ગરમ પાણીથી શાવર લીધો. બહાર આવીને બે હાથ જોડી પ્રાર્થના કરી.અને પ્રભુનો આભાર માન્યો.કેવી અગ્નિપરીક્ષા હતી.જેમાંથી પાર ઉતારી હતી.ભગવાન તારો ઉપકાર..તે મને મોટા પાપથી બચાવી લીધી. સાગર સામે નજર કરી ઘૂંઘરાળા વાળ એનાં કપાળ પર શોભતાં હતા..આછી દાઢી અને મૂંછમાં ખૂબ મેચ્યોર લાગતો હતો..નેહાએ નજર હટાવી લીધી..સાગર મારો નથી..મારે આવાં વિચાર પણ ન કરવાં જોઈએ...સાગરે આંખો ખોલી ..સામે એની એક સમયની મહોબત બેઠી હતી..જિંદગીમાં ક્યારેય એવી સવાર આવશે જ્યારે નેહા એની સામે હશે એવું કદી બનશે એવું સપનાંમાં પણ વિચાર્યુ ન હતું..અને નેહા સામે હતી..અજબ સવાર હતી." સુપ્રભાત!!" સાગરે નેહાને કહ્યુ.નેહા થોડું મલકી..
સાગર ઊઠીને શાવરમાં ગયો..બન્ને ફ્રેશ થઈ ગયાં. નેહા એકદમ હળવીફૂલ બની ગઈ હતી,જ્યારે સાગરનાં દિલનો બોજ વધી ગયો હતો...એની નેહા કેટલી ઉદાસ હતી...એ પૂરતાં પ્રયત્ન કરશે..નેહાની જિંદગીમાં ખુશી લાવવાં માટે..કોઈ પણ સંજોગોમાં...કોઈ પણ ભોગે..હવે તારાં દુખના દિવસો પૂરાં થયાં નેહા..બસ હું આવી ગયો છું. તારો સાગર...સાગરે આંખમાં આવેલાં ઝળઝળીયાને રૂમાલથી લુછ્યાં..

બન્ને હોટલનો રૂમ ખાલી કરી બહાર વેઈટીંગ એરીયામાં આવ્યાં.સાગરે રૂમની ચાવી કાઉન્ટર પર આપી..સાગરે નેહાને પૂછ્યું,'ચા પીવી છે ને?" નેહાએ કહ્યુ "ના, હું હવે નીકળીશ કાકી રાહ જોતા હશે...અને સાગર મારી વાતો દિલ પર ના લેતો..અને જીવ ના બાળતો.!! સાગરે નેહાનો હાથ પકડીને કહ્યુ.."તું વચન આપ કે ક્યારેય આત્મહત્યા જેવું પગલું નહીં ભરે અને સંજોગો ખરાબ થાય તો મારી પાસે આવીશ...કોઈ અજુગતું પગલું નહી ભરે..તને મારાં સમ છે..."નેહાએ આંખોથી વચન આપ્યું..સાગરને નેહાનો હાથ છોડવાનું મન ન હતું...જાણે હવે નેહા મળશે નહીં..

બન્ને ભારે હૈયે હોટલમાંથી નીકળ્યાં..સામેથી આકાશનાં દૂરના એક સગા મહેશભાઈ આવતાં હતાં." નેહાભાભી!!!!!"નેહા એકદમ ચોંકી પડી અને થોડી ગભરાઈ પણ ગઈ...સાગર સામે જોયું..સાગર પણ સમજી ના શક્યો...શું કહેવું..નેહા ગભરાતી ગભરાતી બોલી," કેમ છો મહેશભાઈ??સાગર તરફ ઈશારો કરીને બોલી, "મારાં સગા છે.." મહેશભાઈ લુચ્ચું સ્મિત કરી સાગર સાથે હાથ મેળવ્યો..સાગરે કહ્યુ,"મારૂ નામ સાગર છે."સારુંસારું..સાગરભાઈ આપને મળીને આનંદ થયો..

નેહા સાગરથી છૂટી પડી.કાકીને ઘરે ગઈ...કાકી સાથે વાત કરી..અને ઉતાવળે કાકીને ત્યાંથી નીકળી ઘેર જવા નીકળી ગઈ...જોકે સાગર સાથે કશું અજુગતુ બન્યું ન હતું ..પણ દિલ ગભરાઈ રહ્યુ હતું . મહેશભાઈ જોઈ ગયા હતાં.હવે ખબર નહીં શું થશે...ચોક્કસ કોઈ ઝંઝાવાત આવવાનો છે..દિલ કહે છે કે કાઈક અજુગતું બનવાનું છે...હે ભગવાન મને ક્યાં સુઝ્યું સાગરને મળવાનું...મને માફ કરજે ભગવાન...મેં મારી જાતને પવિત્ર રાખી છે પણ આ દુનિયા માનશે??? આકાશ માનશે??? બાપરે આકાશને ખબર પડ્શે તો???આકાશ તો મારું ખૂન કરશે.....હે ભગવાન મારી લાજ રાખજે..સાગરને એકાંતમાં મળવાનું જે પાપ કર્યુ છે એને માફ કરજે...સાગરને હું મારાથી જુદો ક્યારેય કરી શકી નથી...પણ હે ભગવાન એ પારકો પુરુષ છે...ભલે મારો મિત્ર મારો પ્રેમી રહ્યો...પણ પારકો જ છે. અને આકાશને તો સાગરનાં નામથી ચીડ છે....

એ ઘરે પહોંચી ગઈ...ઘરનાં આંગણમાં અજાણી કાર જૉઈ ને ગભરાઈ ગઈ...હોલમાં દાખલ થતાં જ મહેશભાઈને જોયા...બસ હવે નક્કી મારું આવી બનવાનું છે...મહેશભાઈએ એને જોઈને સ્મિત કર્યુ...આકાશે કહ્યુ," આ મહેશભાઈ છે મારાં દૂરનાં સગાં થાય છે..તું કદાચ નહીં ઓળખતી હોય!!!"નેહા ધીરેથી બોલી,"
આવો મહેશભાઈ...રમાબેન જરા ચા પાણી નાસ્તો લાવજો." મહેશભાઈ બોલ્યા," નેહાભાભી!! નાસ્તો થઈ ગયો હું તો ક્યારનો આવ્યો છે...તમારે આવતાં વાર થઈ!!"મહેશભાઈ બોલ્યાં એટલે આકાશ અને મહેશભાઈ બન્ને ખડખડાટ હસી પડ્યાં..આકાશ ઊભો થયો..."બેસ મહેશ..હું આવું છું." આકાશ ઓરડામાં ગયો એટલે મહેશભાઈ બોલ્યાં," ભાભી આપણું રહસ્ય આપણી સાથે જ રહેશે...ચિંતા કરશો નહીં..હું તમારો પણ ભાઈ છું..પણ આ તો જરા પૈસાની તંગી રહે એટલે આકાશ પાસે આવેલો...મદદ માંગવા..આમ તો હાથ લંબાવવો મને પણ નથી ગમતો.." મહેશભાઈનું સ્મિત નેહાને ઝહેર જેવું લાગતું હતું.

નેહાને ખબર પડી ગઈ આ મહેશભાઈ હવે ચૂપ નહી રહે...એનાં હાથપગ ધ્રૂજવા લાગ્યાં..શું કરીશ...એટલામાં આકાશ પૈસાની બેગ લઈને આવ્યો..મહેશને આપ્યાં..મહેશ હસતો હસતો ગયો..જતાં જતાં કહેતો ગયો," આકાશ તારાં પૈસા દૂધે ધોઈને પાછાં આપીશ..."નેહા ચૂપચાપ..મહેશને જતાં જોઈ રહી..આકાશે પૂછ્યું," કાકીને ત્યાં બહું રોકાઈ ગઈ બે દિવસ...એવું તો શું કામ પડી ગયું હતું.." નેહાએ પોતાના ઉપર કંટ્રોલ કર્યો અને કહ્યુ..."બસ એમને મળવું હતું...કાકાના ગયા પછી એમની તબિયત સારી પણ રહેતી નથી..અને હું ઘણાં સમયથી એમને મળી પણ ન હતી..બાની રજા લઈને ગઈ હતી." આકાશે કહ્યુ,"અને સાથે એ પણ કહે ને કે સાગરની ક્યાંક ઝલક જોવા મળી જાય!! મારી આંખે અને કલેજે ઠંડક પડી જાય.." નેહાની છાતી પર અંગારો ચંપાયો..એ ક્શું બોલ્યાં વગર ત્યાંથી રુમમાં જતી રહી..આકાશ કારની ચાવી લઈ ઘરની બહાર નીકળી ગયો..

નેહાએ પથારીમાં પડતું મૂક્યું...આકાશની વાત કેટલી સાચી હતી??? એ સાચે જ સાગરને જોવા માટે તરસી ગઈ હતી..એટલે જે કાકીને ત્યાં પહોંચી ગઈ હતી. અને સાગર મળ્યો પણ ખરો...સાગરની વાતોમાં કેટલું સુખ હતું શાંતી હતી ..કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ કે ખીન્નતા ન હતી..મનમાં ગભરાટ કે ઉચાટ ન હ્તો..અને આકાશની હાજરી જ એને બેચેન બનાવી દેતી... એ જો સાથે હોય તો દિલમાં એક પ્રકારનો વસવસો બેચેની..રહેતી...આવું કદાચ પ્રેમની ઉણપને લીધે થતું હશે..મારું ચાલે તો આકાશને છોડી સાગરની પાસે ઉડી જાઉં!! પણ મારી પાસે પાંખો ક્યાં છે..મારી પાંખો આ સમાજે લગ્નની કાતરથી કાપી લીધી છે...આ માનવીનાં ઘડેલાં સમાજમાં કેટલી નેહાઓ લગ્નનાં હવનમાં જીવનની ખુશી હોમી દેતી હશે??? સાગરને પણ પત્નીને બાળકો છે એ મને ગમે તેટલો ચાહતો હોય તો પણ એનાં જીવનને તબાહ ન કરું..હું દુખ સહીશ પણ સાગરનાં જીવનને આંચ પણ નહી આવવાં દઉં..એ સુખથી રહે એમાં જ મારી ખુશી છે...નેહાએ આંખો બંધ કરી..બન્ને પાંપણની નીચેથી એક આંસુંની ધાર વહી રહી...

લેખીકા નિલમ દોશીનાં પોતાની દીકરીને લખાયેલા એક પત્રનાં શબ્દો યાદ આવી ગયા...

“ લગ્ન પછી તું સારી પત્ની, સારી વહુ, સારી માતા , સારી ભાભી વિગેરે જરૂર બનજે...પણ સારી સ્ત્રી બનવાનું ચૂકીશ નહીં. તું વસ્તુ નહીં..પણ વ્યક્તિ છો. તારું ગૌરવ જરૂર જાળવી રાખજે. પરંતુ આત્મ સન્માન અને અભિમાન વચ્ચે બહું બારીક અને અદ્રશ્ય ભેદરેખા હોય છે. એ ભેદરેખાને પારખતા શીખજે...એ સારી પત્ની ના બની શકી સારી વહું બની પણ માતા તો બની જ ના શકી...અને આત્મ સન્માન તો ક્યારનું ગુમાવી દીધું.... આકાશની પગની પાની નીચે કચડાઈ ગયું..સુહાગરાતે..અને અભિમાન તો સ્ત્રી હોવાનું પણ ના રહ્યુ...

નેહા અને આકાશ વચેનું અંતર એટલું બધું વધી ગયું હતું કે બન્ને વચે વાતચીત જ ન હતી...એક બીજાને સાંભળી શકતાં જ ન હતાં..બન્નેના કાન બધિર થઈ ગયાં હતાં અથવા એક કાને વાત સાંભળી બીજી કાને કાઢી નાંખી જેવી હાલત હતી...સાગર સાથે હોટેલમાં રાત ગુજારી એ વાત તો કેવી રીતે કહેવાય અને મહેશભાઈ ચૂપ નહીં રહે....નેહાનું મગજ જાણે બહેર મારી ગયું હતું...જો આકાશને કહી દેવાની ધમકી મહેશભાઈ આપે તો હું શું કરીશ???મારે સાગરની સલાહ લેવી જોઇએ ..મને કાંઈ સમજણ પડતી નથી..નેહાને થયું સાગરને એકાંતમાં મળવાની મારી જીદનું કેવું પરીણામ આવ્યું..એક પરણિત સ્ત્રી તરીકેની મારી ફરજ ચૂકી ગઈ...આકાશ મારી સાથે ગમે તેટલામ જુલમ કરે પણ મારએ તો...મારી આમન્યા રાખવાની હતી...મેં પાપ નથી કર્યુ પણ મારી વાત કેટલાં લોકો માનશે...કાલ સાગર સાથે વાત કરીશ આ મહેશ પ્રકરણનો કાંઇક તો નિકાલ લાવવો પડશે...

નેહા ઊભી થઈને મેડિસીન કેબીનેટમાંથી ઊંઘની ગોળી લઈ પથારીમાં પડી..આટલી નાની જિંદગીમાં એટલાં દુઃખ પડ્યાં કે ઊંઘ્ની ગોળી વગર એને ઊંઘ જ ન આવે...જિંદગી તું ક્યાંથી ક્યાં લઈ આવી??? સાગરે અડધાં રસ્તે જિંદગીંમાં સાથ છોડી દીધો..અને આકાશ સાથે લગ્ન કરવાની ભૂલ થઈ ગઈ...હવે જિંદગી એવાં મોડ પર આવી ગઈ છે કે આકાશને છોડી પણ નથી શકતી અને સાથે જીવી પણ નથી શકતી...રાતનો ડરામણો અંધકાર..આ ઓરડાની ચાર દીવાલો..મોટી બેડમાં રેશમની મરુન રંગની ચાદર અને ચાદરને મેચ થતી રજાઈ...નેહા મોટી પથારીનાં એક ખૂણામાં કોકડું વળીને પડી હતી...અહીં કોઈ ન હતું ગળે લગાડે

નેહા જ્યારે સવાર ઊઠી તો આકાશ ઘ્રરેથી નીકળી ગયો હતો...અકાશ જો ઘરમાં ના હોય તો નેહાને ખૂબ શાંતિ લાગતી...કેવી નવાઈની વાત છે...પોતાનાં જીવનસાથીને જોઈને મન આનંદથી તરબતર થવું જોઈએ ..પણ આ કેવાં સબંધ છે કે ગેરહાજરી શાંતિ આપી જાય...નેહા વિચારતી હતી..આવાં સંબધનો તો અંત લાવવો જોઈએ..જીવનમાં એ માણસનું શું કામ જેની હાજરી તમને ઊદ્વેગ આપી જાય...

રસોડામાં જઈ રમાબેનને કહ્યુ કે ચા નાસ્તો બનાવે..આખી રાત ઊંઘ ન આવી હતી એટલે માથું જાણે ફાટ ફાટ થતું હતું..આંખો બળતી હતી.એ સોફામાં આવીને બેઠી અને આજનું પેપર વાંચવા લાગી ..એટલામાં ડોરબેલ વાગી...એણે ઊહી થઈને દરવાજો ખોલ્યો..સામે મહેશભાઈ ઊભા હતાં.., અંદર આવી શકું ભાભીજાન..?".જાન પર ભાર મૂકતાં મહેશભાઈ ઘરમાં ધસી આવ્યાં.નેહાથી મોઢું મચકોડાઈ ગયું.." આવો,પણ આકાશ નથી." " ભાભી મારે ક્યા આકાશનું કામ છે..હું તો આપને મળવામ આવ્યો છું..."એટલામાં રમાબેન ચા નાસ્તો લઈને આવ્યાં..નેહાએ મહેશભાઈને પણ નાસ્તો આપવાં કહ્યુ..મહેશભાઈ જાણે ઘરનું ઘર હોય એમ વર્તતા હતાં..

ચા નાસ્તો કર્યા પછી નેહાએ હિમત ભેગી કરી કહ્યુ," મારું શું કામ પડ્યું મહેશભાઈ?" ખાસ કાઈ નહી ગઈ કાલે પેલી હોલી ડે ઇન પાસેથી નીકળ્યો તો આપની યાદ આવી ગઈ..મારો એક નજીકનો મિત્ર ત્યાં કામ કરે છે...જો તમે પહેલામ કહ્યુ હોત તો થોડું ડિસ્કાઉન્ટ અપાવતને...ચાલો કાઈ નહી ફરી જ્યારે જરૂર પડે તો..મને કહેશો.."નેહા સડાક દઈને ઊભી થઈ ગઈ...મહેશભાઈ તમે મને ડરાવા આવ્યાં છો?? હું તમારાથી જરા પણ ડરતી નથી...અને આવી બેહુદી વાત કરવી હોય તો આ ઘરમાં આવવું નહી સમજ્યા..તમે જઈ શકો છો!!"" મારું જવું તમને ખૂબ મોંઘું પડશે નેહાભાભી...હું મારાં અપમાનનો બદલો બરાબર લઈશ...તમે મને જાણતાં નથી.હું પ્રેમથી વાત કરું છું અને તમે મને ધૂત્કારો છો?"મહેશભાઈ જતાં જતાં ઘણું બોલી ગયાં..નેહાને જાણે કાંઈ સંભળાતું ન હતું.

એ પોતાનાં બેડરુમમાં ગઈ..સારું થયું મમ્મી ઘરે ના હતાં મંદિરમાં ગયાં હતાં..એણે ધુજતા હાથે મોબાઈલ ફોનમાં સાગરનો નંબર જોડ્યો.. "સાગર!! આટલું બોલતાં એનો અવાજ તરડાઈ ગયો..." સાગર, હું ખૂબ મુસીબતમાં આવી ગઈ છું...મહેશભાઈ યાદ છે ને?...હોટેલની બહાર મળ્યાં હતાં ..મને બ્લેકમેઈલ કરે છે...સમજાતું નથી શું કરુ?? હમણાં ગયાં ઝગડતાં ઝગડતા...." સાગર ચૂપ થઈ ગયો..એને ખબર હતી મહેશ આવું જ કાંઈક કરશે..સાગર ...શું કરું?? દિલ્હી જાઉં અને નેહાને આ નરકમાંથી બહાર કાઢું?? પણ પછી..શું કરું???નેહાને ક્યાં રાખું ?? એના પિયરમાં મૂકી આવું પણ એ તો નેહા પોતે પણ કરી શકે છે..શા માટે આટલું ડરે છે? મા બાપને સચી હકિકત બતાવી દે અને પછી..છૂટાછેડા લઈ લે હજું તો જવાન છે આકાશ કરતા ઘણાં સારા છોકરા નેહાને મળી જાય પણ નેહાએ આ સમાજને ઠોકર મારવાની જરૂર છે. જે સંબંધ તમારાં અસ્તિતવને જ મારી નાખે એ સંબંધને ઘસેડ્યે રાખવાથી શું ફાયદો??? માણસને જિંદગી એક વાર મળે છે એને ખુશી સાથે જીવવાનો દરેક મનુષ્યને હક છે..." સાગર, કહે હવે હું શું કરું??? મહેશનો પીછો કેવી રીતે છોડાવું?" નેહાના અવાજથી સાગર એકદમ ચમકી ગયો..." હું આવું ત્યા તને જરૂર હોય તો...મહેશને સા..ને મારી ઠેકાણે પાડી દઉં.." સાગરને મહેશ પર ગુસ્સો આવી રહ્યો હતો." નેહાએ કહ્યુ...ના સાગર તું ના આવીશ..આકાશને જો ખબર પડશે તો..તારું ખૂન કરશે..." સાગરે કહ્યુ," હું આકાશની જેલમાંથી તને છોડાવા માંગું છું..બસ બહુ થયું એ તને માનસિક ત્રાસ આપ્યા કરે અને હું જોયા કરું? એ હવે નહી બને...આ આકાશ રૂપી પીજરાને ખોલીને ઊડવાનું છે દૂર દૂર ગગનમાં....ભલે સાગર ત્યાં ના હોય પણ ખૂલી હવા હશે...તું પાંખો પ્રસારીને નીલ ગગનમાં ઊડજે...હું આવું છું...તને છોડાવવા..."

નેહા બોલી, " ના સાગર હું કહુ તો જ આવજે મારે તારાં જીવનમાં કોઈ કંકાસ નથી જોઈતો..તું સુખી તો માની લે કે હું સુખી...બાકી આ મહેશને હું કોઈ રીતે બ્લેકમેઈલ કરવા નહીં દઉં...ચાલ ફોન રાખું છું...કાંઈ એવું લાગશે તો ફોન કરીશ...બાય..."નેહાએ જલ્દી ફોન રાખી દીધો...

સાંજનાં આજ એ આકાશની રાહ જોઈને બેઠી...મહેશે કાંઈ કહ્યુ તો નહી હોય? આકાશના મૂડ પરથી ખબર પડશે...પણ આકાશ આવ્યો..વર્તનમાં ખાસ તફાવત ન હ્તો..એજ શુન્ય ભાવવિહીન આંખો..સંવેદના વગરનાં સંવાદો..અને રસહિ વાતચીત...કોઈ અણધાર્યો જવાળામુખી ફૂટ્યો નહી...એટલે નેહાને શાંતિ થઈ..બન્ને બેડરુમમાં ગયાં..આકાશ ટી.વી જોતો હતો ..એવામાં ફોનનઈ ઘંટડી વાગી...." હલ્લો!!!! હા મહેશ બોલ શું ચાલે છે?..મળવા માંગે છે??કાલે મળીએ...હા હું ફોન કરીશ.."

નેહા શુન્યમન્સ્ક બની ફોન સામે તાકી રહી...

નેહા શુન્યમન્સ્ક થઈને ફોન સામે તાકી રહી..આકાશ સાથે આટલાં વરસો સુધી નિભાવ્યું .એનો આવી રીતે અંત આવશે એની કલ્પના એને નહોતી કરી...બસ અમારી કુરબાની એળે ગઈ...મેં મમ્મી પપ્પા અને સાગરને માટે જે કુરબાની આપી એ એળે જશે...અને આ ઉંમરે મમ્મી પપ્પાને કેટલો આઘાત લાગશે સમાજની સામે આંખ ઊઠાવીને જોઇ નહીં શકે...અરે રે મારી એક નાદાનીનું પરીણામ આવું આવશે...મેં લગ્નનાં વચન તોડ્યાં..એક પત્નીનાં વફાદારીના નિયમો તોડ્યાં. મારા કરેલાં પાપનું આવું જ પરીણામ આવવું જોઈયે..હે ઈશ્વર મને માફ કરજે..મારાં કોઈ પાપની સજા તું મારાં મમ્મી પપ્પાને કે સાગરને ના આપતો..હે ઈશ્વર હે ઈશ્વર...

" નેહા લાઈટ બંધ કરજે..મને લાઈટ સાથે ઊંઘ નથી આવતી..." નેહાએ યંત્રવત લાઈટ બંધ કરી...કાલે મહેશભાઈ આકાશને બધી વાત કરી દેશે..કાંતો મારું ખૂન અથવા સાગરનું..ના ના ના હે ભગવાન સાગરને કાંઈ ના કરતાં.હું છું ત્યાં સુધી...બસ મારાં પ્રેમ પર કલંક ના લાગવાં દેજે..હે ઈશ્વર...અમારો પ્રેમ ભલે અધૂરો રહ્યો..પણ આત્માથી હું સાગરને ભૂલાવી શકી નથી...એમ કહો કે આકાશે એને ભૂલવાં નથી દીધો...બસ આ રાત પસાર થઈ જાય...ભગવાન આવી કેટલી ભયાનક રાત મેં એકલીએ ગુજારી છે...બસ સવાર પડે એટલે..નેહાએ આંખો બંધ કરી લીધી..ઊંઘ તો કોસો દૂર હતી પણ આવતા વિચારો જો દૂર થઈ જાય માટે જોરથી આંખો બંધ કરી લીધી...

સવાર પડી.."નેહા, આજ મારે જરાક જલ્દી નીકળવું છે..મહેશને કાંઈક કામ છે..એને મળીને શોપ પર જઈશ..નેહા એક ધડકન ચૂકી ગઈ...પણ નાસ્તો આપીને ચા નો કપ લઈને બેઠી..મારે આકાશને મહેશ એને કાઈ કહે એ પહેલાં બધું કહી દેવું જોઈએ...પણ શી રીતે કહું???શું કહું ?? કે હું સાગર સાથે એક રાત હોટેલમાં રઃઈ આવી પણ અમે બન્ને પવિતર છીએ!!! કોણ માનશે આ વાત?? અને આકાશ તો કદી નહી માને..શું કરું શુ કરું..હે ભગવાન કાંઈક રસ્તો બતાવ....આકાશ કારની ચાવી લઈ નીકળવા લાગ્યો...કદાચ એવું પણ બને મહેશ કાંઈક બીજા કામથી બોલાવ્યો હોય...હા હા કદાચ એમ પણ બને...હમણા ચૂપ જ રહું..કાઈ નથી કહેવું...આકાશ નીકળી ગયો..નેહા આકાશને નીકળતાં જોઈ રહી...અમારી વચ્ચે ખૂબ અંતર છે પણ દિલમાં એક લાગણી પેદા થઈ ગઈ છે આકાશ પ્રત્યે..આકાશ સાથે રહેવાની અને આકાશનું કહેવું માનવાની...હવે આદત થઈ ગઈ છે...એની આંખમાં ઝળઝળીયા આવી ગયાં ...હવે જો આ સંબંધ છૂટી જાય તો ????

આ બાજું સાગરને ચેન પડતું ન હતું. નેહાને મહેશ હેરાન કરતો હશે...કદાચ મહેશે બધું આકાશને કહિ દીધું હશે તો આકાશ ....ઓહ ..આકાશ તો નેહાને જીવતી નહીં રહેવા દે...હું આમ હાથ પર હાથ રાખી બેસી ના શકું...મારે દિલ્હી જવું જ પડશે...દુકાન પર કોલ કરી દીધો બે દિવસ દુકાન સંભાળી લેશો..
પત્નિને કહ્યુ કે મારે દિલ્હી જવું પડે એમ છે..પત્નિએ ખાસ સવાલ કર્યા નહીં કારણ બિઝનેસ માટે એને ઘણીવાર બહારગામ જવાનું થતું..સાગર પણ જુઠ્ઠુ બોલતાં બચી ગયો...દિલ્હીની ટીકીટ લઈ પ્લેનમાં બેસી ગયો.

મહેશ પાસે આકાશ ગયો તો મહેશ એની શોપ પર હતો નહીં..આકાશ ત્યાંથી નીકળી પોતાની શોપ ગયો..આકાશ ને હતું કે મહેશને જે પૈસા આપ્યાં છે એ કદાચ પાછાં આપવાં હશે.સાંજ પડી..આકાશ ઘરે આવ્યો...નેહા અધ્ધર જીવે આકાશની રાહ જૉતી હતી. આકાશે ચાવી મૂકી હાથ મોં ધોયા...ચાલ જમી લઈએ ખૂબ ભૂખ લાગી છે..નેહાએ રમાબેનેને જમવાનું પિરસી દેવા કહ્યુ..ત્રાસી આંખે આકાશનો ચહેરો વાંચવાં કોશીશ કરતી હતી...નેહાએ ધીરેતઃઈ આકાશને પૂછ્યુ," મહેશભાઈને મળી આવ્યા? શું કામ હતું??" "હા ,ગયો હતો મળવાં પણ મને મળ્યો નહી...બહાર ગયો હતો.કાલે મળીશ.."નેહા..ચૂપ થઈ ગઈ..જમીને બન્ને ટી.વી જોતાં હતાં ત્યાં નેહાના મોબાઈલની રીંગ વાગી..આકાશે પૂછ્યું ,"આટલી મોડી રાતે કોનો ફોન છે??" નેહાએ જલ્દી ફોન ઉપાડી લીધો..પછી ફોન તરફ જોઈને બોલી, "મમ્મીનો છે."કહીને બેડરુમમાં જતી રહી..ફોન સાગરનો હતો.નેહા ધીરેથી બોલી,"સાગર, તે શા માટે ફોન કર્યો?આકાશ ઘરે છે.." નેહાનો અવાજ કંપી ગયો..સાગરે કહ્યુ,"હું દિલ્હી આવ્યો છું..હોટેલમાં ઊતર્યો છું..બની શકે તો કાલ તું મને મળજે આપણે આ કોયડાનો ઉકેલ લાવીએ સમજી?"નેહા ના ના કરતી રહી પણ સાગર મક્કમ હતો,"ના તારે કાલે મને મળવાનું જ છે શી રીતે એ તું નક્કી કરજે..હું આ દલદલમાંથિ તને ઊગારવા આવ્યો છું...મેં ફક્ત પ્રેમની વાતો જ નથી કરી તને પ્રેમ કરું છું અને તને આમ રહેસાતી હું નહી જોઈ શકું,"

આકાશનાં આવવાનો અવાજ આવ્યો..નેહાએ ફોન મૂકી દીધો...પણ નેહાની ગભરાયેલી આંખો..ઘણા રહસ્ય ખોલી રહી હતી


સપના વિજાપુરા