Aej kshano - 1 books and stories free download online pdf in Gujarati

એજ ક્ષણો - 1

અમિશ ઉઠ, જો 8:30 થઈ ગયા અને હજુ સુધી તું સૂતો છે. અમિશ ને ઉઠાડતા ઉઠાડતા દિવ્યા બોલી. દિવ્યા અમિશ ની નાની બહેન હતી. 18 વર્ષ ની ઉંમરે મમ્મી નું અવસાન થતા ઘર ની બધી જ જવાબદારી દિવ્યા પર આવી ગઈ હતી. અમિશ અને પપ્પા નું ધ્યાન તે જ રાખતી. અમિશ પણ એક સારી એવી કમ્પની માં એકાઉન્ટન્ટ ની જોબ કરતો હતો. તેથી તેમના પરિવાર સુખે થી જિંદગી વિતાવી રહ્યો હતો.

"ભાઈ, તને મોડું થાય છે. 10:30 વાગ્યા ની તો તારી ટ્રેન છે. ચાલ હવે જલ્દી ઉઠ નહિ તો મોડું થકઈ જશે અને પછી તું મને જ બોલીશ."

આજે અમિશ ને સુરત જવાનું હતું. 2 દિવસ પછી તેના ખાસ મિત્ર અને કુટુંબ માં થતા ભાઈ એવા યોગેશ ના લગ્ન હતા. અમિશ અને યોગેશ ની મિત્રતા નાનપણ ની હતી. બંને નાના હતા ત્યાર થી લઈને કોલેજ સુધી ના સમય માં સાથે જ હતા.બન્ને આખો દિવસ સાથે જ રહેતા. કોલેજ ના મિત્રો પણ તેમને રામ - લક્ષ્મણ ની જોડી જ કેહતા હતા. પણ કોલેજ માંથી છુટા પડ્યા પછી યોગેશ ને સુરત માં સારી એવી જોબ મળી ગઈ હતી. અને યોગેશ પોતાના પરિવાર સાથે ત્યાં જ સ્થાયી થયી ગયો હતો. અમિશ ને અમદાવાદ માં સારી એવી જોબ મળ્યા પછી તે ત્યાં જ રહી ગયો. સુરત અને અમદાવાદ વચ્ચે ના અંતર ની જેમ આ બે મિત્રો વચ્ચે પણ અંતર વધી ગયું હતું. હવે તો આ મિત્રો છ મહિના માં એક વાર પણ માંડ મળી શકતા હતા. બંને ની લાઈફ ખૂબ જ બીઝી થઈ ગઈ હતી. પણ વોટ્સએપ અને ફેસબુક ના લીધે બેય વચ્ચે સંવાદ ચાલુ રહેતા હતા. બંને ની જિંદગી એક સરસ રીતે વીતી રહી હતી. અને આટલા સમય પછી તો યોગેશ ના લગ્ન પણ નક્કી થઈ ગયા હતા એટલે અમિશ પણ ખૂબ ખુશ હતો કે પોતાના નાનપણ ના મિત્ર ના લગ્ન માં ખૂબ જ ડાન્સ કરશે અને ખૂબ મસ્તી કરશે.

અમિશ ફટાફટ ઉભો થયો અને ફ્રેશ થઈ ને પોતાના રૂમ માં ગયો . ગઈ કાલે જ લાવેલા નવા કપડાં પહેર્યા અને જાણે પોતાના જ લગ્ન હોય એમ તૈયાર થઈ ગયો. પોતાની બેગ ચેક કરી અને જોઈ લીધું કે બધી જ વસ્તુ બરાબર તો છે ને !!!!!!!. એને ઘડીયાળ માં જોયું તો 09:45 થઇ હતી. તેના ઘરે થી રેલવે સ્ટેશન નો રસ્તો 20 મિનિટ નો હતો. અમિશ પોતાના ઘર થી નીકળ્યો અને રેલવે સ્ટેશન ગયો. અને ત્યાં થી ટિકિટ લઈને પોતાના પ્લેટફોર્મ પર જઈને ટ્રેન ની રાહ જોવા લાગ્યો. થોડી વાર માં ટ્રેન પણ પોતાના સમય અનુસાર 10:30 વાગ્યે આવી ગઈ. અમિશ ટ્રેન માં બેઠો અને ધીમે ધીમે ટ્રેન આગળ વધવા લાગી. આ સાથે જ અમિશ પણ પોતાના વિચારો માં ખોવા લાગ્યો. અને કોલેજ માં વિતાવેલી એ પળો યાદ કરવા લાગ્યો. કે કેવા બંને મિત્રો બધા જ સાહેબ ને હેરાન કરતા, કોલેજ માંથી બંક મારી ને રિવર ફ્રન્ટ ફરવા જતા , સાથે કેન્ટીન માં નાસ્તો કરતા અને આજે ઘણો બધો સમય પસાર થઈ ગયો . આ વિચારો માં જ અમિશ નો સમય પસાર થઇ ગયો અને જોત જોતા માં તો સુરત સ્ટેશન પણ આવી ગયું. અમિશ ટ્રેન માંથી ઉતર્યો અને સ્ટેશન ના ગેટ તરફ ચાલવા લાગ્યો. ત્યાં જઇ ને જોયું તો યોગેશ પણ ગેટ પાસે અમિશ ની રાહ જોઈ રહ્યો હતો. બંને મિત્રો એક બીજા ને ભેટી પડ્યા અને ગાડી માં બેસી ને ઘર તરફ ચાલવા લાગયા. ઘરે જતા સમયે બંને વાતો કરવા લાગ્યા અને લગ્ન ની તૈયારી કેવી રીતે કરવાની છે અને શુ - શુ આયોજન કરવાનું છે એના વિશે યોગેશ અમિશ ને સમજવા લાગ્યો. આજે ઘણા સમય પછી અમિશ યોગેશ ના ઘરે આવ્યો હતો. ઘરે જઈને અમિશ યોગેશ ના મમ્મી - પપ્પા ને મળ્યો. ઘર માં લગ્ન ની તૈયારી ચાલી રહી હતી અને ઘણા બધા મહેમાન પણ આવી ગયા હતા. અમિશ પણ ફટાફટ યોગેશ સાથે લગ્ન ની તૈયારી માં લાગી ગયો અને એની મદદ કરવા લાગ્યો. લગ્ન ને હજી 2 દિવસ ની વાર હતી પણ ઘણી બધી તૈયારી હજુ બાકી હતી. અમિશ પણ તૈયારી કરી રહ્યો હતો અને કોઈ વસ્તુ લેવા માટે રૂમ માં જતો હતો કે તેનું ધ્યાન ઘર ના ફળીયા માં પડ્યું. અમિશે જેવું તે દૃશ્ય જોયું કે થોડી વાર માટે તો તે આશ્ચર્યચકીત્ત થઇ ગયો. અમિશ ના આખા ચેહરા નું રૂપ બદલાઈ ગયું. તેની બધી જ ખુશી જાણે આઘાત માં ફેરવાઈ ગઈ. અમિશ ત્યાં જ જોઈ રહ્યો અને એક પુતરું બની ને ઉભો રહી ગયો......

અમીશે એવું તો શુ જોયું ત્યાં ???

એવું તો શુ બન્યું કે અમિશ ને આઘાત લાગ્યો ???

આ દૃશ્ય જોયા પછી આગળ શું થયું ???

આ બધા જ પ્રશ્નો ના જવાબ આપડે જોઇશુ આગળ ના ભાગ માં.......