Aej kshano - 2 books and stories free download online pdf in Gujarati

એજ ક્ષણો - ભાગ 2

એજ ક્ષણો - ભાગ 2

( ગયા ભાગ માં આપણે જોયું કે અમિશ અને યોગેશ ખાસ મિત્ર હોય છે અને અમિશ યોગેશ ના લગ્ન માં જાય છે. અમિશ ઘર માં તૈયારી કરતો હોય છે કે અચાનક તેની નજર ઘર ના ખૂણા માં પડે છે અને ત્યાં જોતા જ તે સ્તબ્ધ થઈ જાય છે અને જોતો રહી જાય છે. )

હવે આગળ.....

અમિશ ની નજર જેવી ખૂણા માં પડી કે તરત જ તે સ્તબ્ધ થઈ ગયો. અમીશે જોયું તો ત્યાં ક્રિષ્ના ઉભી હતી. રંગે ગોરી, હાઈટ 5.4 ફુટ જેટલી, આંખો બ્રાઉન કલર ની અને એના પર સુંદર મજા ની ફ્રેમ વાળા ચશ્મા, હોઠ ફૂલ ની પાંખડી જેવા નરમ અને ગુલાબી, અડધા ખુલ્લા વાળ.. અમિશ હજી પણ ત્યાં જ જોઈ રહ્યો હતો. કે પાછળ થી કોઈકે તેના ખભા પર અને અમિશ જેવો ઊંઘ માંથી જાગ્યો હોય એવો ઝબકી ને પાછળ તરફ જોયું. યોગેશ બોલ્યો, "ક્યાં ખોવાઈ ગયો ભાઈ તું, ક્યારનો તને બૂમો પાડું છું પણ તું સાંભળતો જ નહોતો. ચાલ હવે , આ લિસ્ટ છે અને થોડો સામાન ખરીદવા જવાનું છે. અને હજી તો કેટલીય તૈયારી બાકી છે.

( ક્રિષ્ના અમિશ નો 2 વર્ષ પહેલાં નો ભૂતકાળ અને ખરાબ સમય ની ભાગીદાર હતી. ક્રિષ્ના એ અમિશ ને પુરે પૂરો બદલી નાખ્યો હતો. ..... કોલેજ પૂરી કર્યા પછી અમિશ ને અમદાવાદ માં જોબ મળી ગઈ. આ સમય દરમ્યાન અમિશ નું પ્રાચી નામ ની છોકરી સાથે મુલાકાત થઈ. તે અમિશ ના ઓફીસ સ્ટાફ માં જ હતી. પ્રથમ બંને વચ્ચે મિત્રતા થઈ. ધીરે ધીરે બંને વચ્ચે નું અંતર ઘટવા લાગ્યું અને પ્રેમ માં પરિન્મયું. અમિશ રોજે પ્રાચી માટે ચોકલેટ લાવતો. બેય રોજે મોડે સુધી ફોન માં વાતો કરતા, મૂવીઝ જોવા જતા અને સાથે સમય પસાર કરતા. અમિશ પ્રાચી ને ખૂબ ચાહતો હતો. તે પ્રાચી ની નાની નાની વાતો નું ધ્યાન રાખતો. પણ ધીરે - ધીરે જેમ સમય પસાર થવા લાગ્યો તેમ અમિશ ને પ્રાચી માં ઘણું બધું પરિવર્તન દેખાવા લાગ્યું હતું. પ્રકચી કયારેક એનો ફોન ના ઉપાડતી, ક્યારેક બહાનું કાઢી ને વાત કરવાનું ટાળી દેતી. અમિશ જયારે લગ્ન ની વાત કરે તયારે ગુસ્સે થઈ ને બોલતી કે મારે હમણાં લગ્ન નથી કરવા અને આ વિશે પછી વિશારીશુ એટલે તું આવી વાત કરી ને મારો મૂળ ખરાબ ના કરીશ. હવે તો જ્યારે અમિશ ફોન કરે તો કયારેક કલાકો સુધી એનો ફોન વ્યસ્ત આવતો. અમિશ ને કૈજ નહોતું સમજાતું કે આ એની સાથે શુ થઈ રહ્યું છે ?? પ્રાચી એની સાથે આવું કેમ કરી રહી છે ??

અને એક દિવસ તો હદ જ થઈ ગઈ. પ્રાચી એ અચાનક જ કહી દીધું કે અમિશ તું મને ભુંલીજા. આ સાંભળતા તો અમિશ ના માથે તો આભ ફાટી નીકળ્યું. થોડી વાર તો એને સમજાયું જ નહીં કે આ શું થઈ રહ્યું છે !!!! પ્રાચી તેનો પ્રથમ પ્રેમ હતો અને તે એને કયારેય ભુલાવી શકે તેમ નહતું. તેને માટે પ્રાચી તેની જિંદગી હતી અને કોઈ પોતાની જિંદગી ને પોતાના થી દુર કઈ રીતે જવા દઇ શકે ?

અમિશ :- પ્રાચી હું તને ખૂબ પ્રેમ કરું છું અને તારા વગર નહિ જીવી શકું.

પ્રાચી :- પણ અમિશ હું તને પ્રેમ નથી કરતી. હું કોઈ બીજા ને પ્રેમ કરું છું.

અમિશ :- શુ ?? તું કોઈ બીજા ને..........આ ખોટું છે.......આ ન બની શકે.

પ્રાચી :- આ જ સાચું છે અને તે છોકરો બીજો કોઈ નહિ પણ આપણા જ સ્ટાફ નો વિજય છે. એટલે એ જ સારું છે કે તું પણ મને ભૂલી જા.

અમિશ :- જો તું મને પ્રેમ જ નહોતી કરતી તો અત્યર સુધી મારી સાથે વાતો કરી, વચનો આપ્યા, ફરી, અને સમય વિતાવ્યો એ...........

પ્રાચી :- આ બધું ટાઈમ પાસ હતો અને આજ ને યુગ માં તો આ બધું કોમન છે યાર. હવે કયારેય મારી લાઈફ માં આવવાનો પ્રયત્ન ના કરતો. ગુડ બાઈ એન્ડ એન્જોય યોર લાઈફ.

અમિશ આ બધું સાંભળી ના શક્યો. તેની આંખ માં આંસુ આવી ગયા. પ્રાચી પોતાની જિંદગી હતી અને એ જ પ્રાચી એ તેની સાથે........આ વેટ ના લીધે અમિશ સાવ તૂટી ગયો. તે દિવસ રાત પ્રાચી ના જ વિચારો માં ખોવાયેલો રહેતો. તેની સામે પ્રાચી નો માસુમ ચેહરો આવ્યા કરતો અને એ સાથે જ ગુસ્સો આવતો અને પ્રાચી એ કરેલો દગો યાદ કરી ને રડ્યા કરતો. તેને પોતાના થી પણ નફરત થવા લાગી હતી. તે હવે ધીમે ધીમે બદલાવ લાગ્યો હતો. એકલો બેસી રહેતો, ના કોઈ ની સાથે વાત કરતો કે ના કોઈ ને બોલાવતો. કયારેય પણ કોઈ જ વ્યસન ના કરનારો અમિશ હવે દારૂ અને સિગરેટ નો હેવાયો થઇ ગયો હતો. મોડિ રાત સુધી રખડતો અને દારૂ પીને ઘેર આવતો. પોતાના પપ્પા સાથે પણ ઝગડા કર્યા કરતો. અને ગુસ્સે થતો તયારે ઘર ની વસ્તુઓ તોડ ફોડ કરતો.

આ વાત ને છ મહિના થઇ ગયા . પણ અમિશ નહતો બદલાયો. આ દરમ્યાન અમિશ ના જીવન માં ફરી એક છોકરી એ પ્રવેશ કર્યો. અનુ નામ " ક્રિષ્ના " હતું. આમ તો ક્રિષ્ના ઘણા સમય થી અમિશ ની ફેસબુક ફ્રેન્ડ લિસ્ટ મા હતી. પણ જ્યાં સુધી અમિશ ના જીવન માં પ્રાચી નું સ્થાન હતું ત્યાં સુધી તેને ક્રિષ્ના સાથે વાત નહોતી કરી. અમિશ ફેસબુક ઓપન કરી ને બેઠો જ હતો કે એને ઓનલાઇન લિસ્ટ માં ક્રિષ્ના નું નામ જોયું. તેને ક્રિષ્ના ને મેસેજ કર્યો. 10 મિનિટ માં સામે થી પણ ક્રિષ્ના નો મેસેજ આવ્યો. ધીરે ધીરે બન્ને વચ્ચે વાત શરૂ થઇ. ક્રિષ્ના અમદાવાદ માં જ રહેતી હતી અને તે પોતાના જ નાત ની હતી. ધીરે ધીરે આ બન્ને વચ્ચે ગાઢ મિત્રતા થતી ગઇ. રોજ સવારે હાઇ અને ગુડ મોર્નિંગ ના મેસેજ કોમન બની ગયા. એક દિવસ અમીશે ક્રિષ્ના ને મળવા માટે કહ્યું અને ક્રિષ્ના એ પણ એ વાત માં સહમતી આપી. એ દિવસે બંને એ સાથે સમય વિતાવ્યો અને તે દરમ્યાન પોતાની મિત્રતા વધુ ગાઢ બનાવવા માટે એક બીજા ને પોતાના વિશે ની બધી જાણકારી આપવાનું નક્કી કર્યું. ક્રિષ્ના એ તો પોતાની જાણકારી આપી દીધી પણ અમિશ ને ખબર હતી કે જો હું ક્રિષ્ના ને હકીકત જણાવીશ તો એ મને ખરાબ સમજીને મિત્રતા તોડી નાખશે. છતાં પણ અમીશે વિશ્વાસ કરી ને બધું જણાવવાનું જ યોગ્ય સમજ્યું. તેને પોતાના વિશે ની બધી જ વાત ક્રિષ્ના ને જણાવી દીધી. પણ આ શું ???????

ક્રિષ્ના એ તો મિત્રતા તોડવાનો લીધે ઇવો જવાબ આપ્યો કે, " અમિશ, કોઈ ના પ્રેમ માટે આપણું જીવન ના બગાડાય. શુ તું પોતાની જિંદગી બગાડીશ તો પ્રાચી પાછી આવી જશે ?? આ વાત થી પ્રાચી ને કોઈ જ ફર્ક નહિ પડે અમિશ. માટે તું આ બધું જ ભૂલી જા અને એક નવી જિંદગી શરૂ કરી. જો તારા માં સારાઈ ના ગુણ હશે તો ભવિષ્ય માં પ્રાચી કરતા પણ વધુ સારી છોકરી મળી રહેશે. અને જો હું તારી એક સારી મિત્ર છું તો હું તને મદદ પણ કરી શકું તારી આ ખરાબ આદતો સુધારવામાં. ધીરે - ધીરે અમિશ અને ક્રિષ્ના નો સંપર્ક વધતો ગયો. હવે કૃષ્ણ રોજ અમિશ ની નાની - નાની વાત ની કાળજી રાખતી. તે અમિશ ને તેની નાની બહેન ના સમ દઈને કુટેવો થી દુર રાખવાનો પ્રયત્ન કરતી. તે બોલતી કે જયારે પણ તું વ્યસન કરે તયારે પહેલા તારા પરિવાર વિશે વિચાર કરજે. એ લોકો નો બધો જ આધાર તારા પર છે. કયારેક અમિશ પણ વિચારતો કે ક્રિષ્ના સાચે જ બહુ જ અલગ છે. જેમ - જેમ સમય વિતવા લાગ્યો તેમ અમિશ પણ કુટેવો થી દુર રહેવા લાગ્યો. તે પોતાને કામ માં વ્યસ્ત રાખતો જેથી એને ના તો પ્રાચી ની યાદ આવતી કે ના તો વ્યસન કરવાની ઈચ્છા થતી. ના તો હવે એ કોઈ પણ વાત માં ગુસ્સો કરતો. હવે અમિશ સાવ બદલાઈ રહયો હતો. અને એનું કારણ હતું તો એ હતી " ક્રિષ્ના ". તે જ્યાર થી અમિશ ની જિંદગી માં આવી ત્યાર થી એની જિંદગી બદલાઈ ગઈ હતી. કારણ કે તે એક સમજદાર છોકરી હતી. અમિશ પણ જેમ બદલાતો ગયો તેમ એને ભાન થતું ગયું કે તે પોતે હવે કૃષ્ણ પ્રત્યે આકર્ષવા લાગ્યો છે. હવે ક્રિષ્ના તેના મન માં વસવા લાગી હતી. તેના મન માં ક્રિષ્ના પ્રત્યે પ્રેમ નું ઝરણું વહેલા લાગ્યું હતું. પણ તેને એ પણ ભાન હતું કે ક્રિષ્ના પોતાને એક સારો મિત્ર માને છે અને જો હું એના સામે પ્રેમ નો પ્રસ્તાવ મુકું અને તે અસ્વીકાર કરે તો હું એક સારી મિત્ર પણ ખોઈ બેસું. આ વાત નો પણ ડર રહેતો હતો એને.

પણ અમિશ ને એ પણ લાગ્યું કે કદાચ એવું પણ ના બને કે હું ક્રિષ્ના ને ખોઈ બેશુ. તેને હવે મનો મન નક્કી કરી લીધું કે હું તેને કહી જ દઈશ.

તેને એક દિવસ ક્રિષ્ના ને મળવા બોલાવી અને............

અમિશ :- ક્રિષ્ના તું જ્યાર થી મારી જિંદગી મા આવી છું ત્યાંર થી મારી જિંદગી બદલાઈ ગઈ છે. તે મારા માં પરિવર્તન કરી ને મને પુરે - પૂરો સુધારી નાખ્યો છે. હું તને કાંઈક કહેવા માગું છું.

ક્રિષ્ના :- હા બોલ યાર તારે શુ કહેવું છે ???

અમિશ :- આઈ લવ યુ સો મચ... શુ તું મારી લાઈફ પાર્ટનર બનીશ ???

(આ સાંભળતા તો ક્રિષ્ના તો જાણે ખોવાઇ જ ગઈ. તેને તો જાણે આઘાત લાગી આવ્યો....કે અમિશ......આ શું........????)

ક્રિષ્ના :- અમિશ તું આ શું મજાક કરે છે ? મેં તો આવું કયારેય નથી વિચાર્યું અને તું........

અમિશ :- યાર હું મજાક નથી કરતો. સાચું જ બોલું છું યાર પ્લીઝ તું સમજ મારી લાગણી..

ક્રિષ્ના :- હું સમજી શકું છું તારી લાગણી ને પણ તું અચાનક જ આમ.................

અમિશ :- હું તને એમ નથી કહેતો કે મને અત્યારે જ જવાબ આપ. તારે જેટલો સમય જોઈએ એટલો હું આપીશ..

ક્રિષ્ના :- ઠીક છે હું તને વિચારી ને જવાબ આપીશ..

(થોડા દિવસ પછી)

ક્રિષ્ના અમિશ ને ઇગ્નોર કરવા લાગી હતી. ના તો એ અમિશ નો ફોન ઉપાડતી કે ના તો અમિશ ના મેસેજ નો જવાબ આપતી. કયારેક પોતે બિઝી છે કે બહાર છે એવો જવાબ આપી ને ફોન કાપી નાખતી. થોડા દિવસ માં તેને અમિશ ને ફેસબુક અને વોટ્સએપ માંથી પણ બ્લોક કરી નાખ્યો. જયારે અમિશ થી ના રહેવાયું તો તેને ક્રિષ્ના ના ઘરે જઈને તપાસ કરવાનું વિચાર્યું પણ પણ જયારે તે ઘરે ગયો તો એને ત્યાં તાળું જોયું અને પૂછપરછ કરતા પાડોશી તરફ થી એવો જવાબ મળ્યો કે તો તો ઘર છોડી ને જતા રહ્યા છે અને ક્યાં ગયા એ કોઈ ને નથી ખબર. અમીશે ઘણા પ્રયત્નો કર્યા પણ ક્રિષ્ના નો નંબર પણ બંધ આવતો હતો. ક્રિષ્ના એ અમિશ સાથે ના બધા જ સંપર્કો તોડી નાખ્યા હતા તેથી અમિશ પણ કંઇજ કરી શકે તેમ નહોતું. હવે અમિશ પાસે એક જ રસ્તો હતો કે પોતે રાહ જોવે અને ક્રિષ્ના સામે થી કોંટેક્ટ કરે તો કંઇક વાત બને. આટલા સમય સુધી અમીશે રાહ જોઈ પણ આ 2 વર્ષ માં ક્રિષ્ના નો કોઈ જ જવાબ ના આવ્યો અને આજે અચાનક જ ક્રિષ્ના અહીંયા....

હવે પછી શું થશે ??

શુ ક્રિષ્ના અને અમિશ ફરી પાછા મળશે ??

શુ ક્રિષ્ના અમિશ ના પ્રેમ નો સ્વીકાર કરશે ??

એવી તો શું મજબૂરી હતી ક્રિષ્ના ની કે તેને અમિશ સાથે આવું કર્યું ??

આ બધા સવાલો ના જવાબો આપણે જોઈશું આગળ ના ભાગ માં......