Tara Vina nahi rahevaay - 3 books and stories free download online pdf in Gujarati

તારા વિના નહિ રહેવાય..!! - 3

વાંચક મિત્રો ને આગળ ના ભાગ વાંચી જવા વિનંતી...,

પાણી વગર જેમ માછલી તરફડે તેમ સૂર્વી પણ એવી જ રીતે હવે અર્જૂન માટે ચૂપ ચાપ તરફડી રહી હતી...પોતે આટલી દુઃખી હોવા છતા તેણે નાના-નાની ને ક્યારેય એ વાત ની ખબર પડવા દીધી નહોતી...સૂર્વી હમેશા તેમને ખૂશ જોવા માગતી હતી.. ..અર્જૂન ના સ્કુલ છોડ્યા પછી સૂર્વી થોડા દિવસ તો બહુ ઉદાસ રહી પછી વિચાર્યુ કે પોતે અર્જૂન ને કોઇ પણ જગ્યા એ થી શોધી કાઢશે....

પોતાની આ ઇચ્છા પૂરી કરવા માટે સૂર્વી જૂલી ના ઘરે પણ ઘણી વખત જતી રહેતી.....તેને આશા હતી કે અર્જૂન જૂલી ની બાજૂ મા રહેતો હોવાથી કયારેક તો પોતાને જોવા મળશે જ.....પરંતુ ઘણા મહિના ઓ પછી પણ તે અર્જૂન ને એક વાર પણ જોઇ શકી નહિ..!...... હવે તો રસ્તા માં અર્જૂન જેવો જો કોઇ છોકરો દેખાય કે તેના જેવો અવાજ સંભળાય તો તે છોકરો અર્જૂન હશે એવી આશા થી કયાંય દૂર સુધી તેની પાછળ જવુ એ તો હવે જાણે સૂર્વી નુ રોજ નુ કામ બની ગયેલુ........!!

એક વરસ પૂરૂ થવા આવેલુ હવે અર્જૂન ની શોધ માં......હવે સૂર્વી ને અર્જૂન ની તરસ સમય જતા વધતી જ જતી હતી.... સૂર્વી ની ડાયરી નો એક માત્ર ટોપીક ‘અર્જૂન’ જ બચ્યો હતો...ડાયરી નુ એક- એક પેજ સૂર્વી ની હાલત જણાવતુ કે પોતે અર્જૂન માટે કેટલી ઘેલી છે...!!!

હવે સૂર્વી પોતાનુ પૂરૂ ધ્યાન ભણતર પર લગાવવા લાગી જેથી દિવસભર અર્જૂન ની યાદ મા રડવુ ના પડે...અને એ જ કારણ હતુ કે ત્યાર થી લઇ ને અત્યાર સુધી સૂર્વી એ ભણવામા હમેંશા ટોપ કર્યુ હતુ.....અને હવે એમ.બી.બી.એસ કરી રહી હતી.... આ ફીલ્ડ લેવાનુ મુખ્ય કારણ એક તો સમાજ સેવા ની ઘેલછા અને સ્ટડી નુ વ્યસ્ત શેડ્યુલ હતુ જેથી અર્જૂન વિશે ના વિચરો પોતાને અસ્થિર ના બનાવી શકે.....!

આજ પણ એક રાત કે દિવસ એવો નહોતો જતો જ્યારે તેણે સાંજે સૂતા પહેલા અને સવારે ઉઠી ને અર્જૂન ને યાદ ના કર્યો હોય..!!....કોલેજ ની મોસ્ટ બ્યૂટીફૂલ એવી આ ટોપર ડોકટર ને મેળવવા ના જાણે કેટલા છોકરા ઓ એ કેટ-કેટલા ગતકડા ટ્રાય કરી લીધેલા પરંતુ અર્જૂન સિવાય કોઇ પણ છોકરા વિશે સૂર્વી વિચારી પણ શકતી નહોતી એમાં કોઇ સાથે રીલેશનશીપ તો બહુ દૂર ની વાત કહેવાય..!!.....સૂર્વી એ ઘણી વખત સોશ્યિલ સાઇટ્સ પર પણ અર્જૂન ને શોધેલો પણ તેમા પણ ક્યારેય અર્જૂન મળ્યો નહિ....પરંતુ ક્યારેક તો અર્જૂન પોતાને મળશે જ એવી આશા તેના મન માં દ્રઢ હતી.....

આજ પણ એ જ આશા થી સૂર્વી એ સોશિયલ સાઇટ પર અર્જૂન ની તપાસ કરેલી અને જે અર્જૂન એની સામે આવેલો તેને જોઇને સૂર્વી ને કોઇ જાત નુ ભાન રહ્યુ નહોતુ......આખી રાત ત્યારે સૂર્વી એ અર્જૂન નો ફોટો જોઇ ને તેની સામે રડી ને,હસી ને અને મન મા દબાયેલી લાખો વાતો નિર્દોષ બાળક ની જેમ એ ફોટો સાથે કરી ને કાઢેલી......

***

આજ કોલેજ મા કોઇપણ લેક્ચર મા સૂર્વી નુ મન લાગ્યુ નહિ.....લેક્ચર પુરો થાય એટલે અર્જૂન એ રીક્વેસટ એક્સેપ્ટ કરી કે નહિ એ જોવા સૂર્વી નો હાથ ફોન પકડી લેતો હતો...

આખો દિવસ રાહ જોયા પછી સૂર્વી રાત્રે લાઇટ્સ ઓફ કરી ને સૂઇ ગઇ....હજૂ ઊંઘ આખો માં ચડી જ રહી હતી ત્યાં જ અચાનક ફોન મા મેસેજ રીંગટોન વાગી અને સૂર્વી ની હાર્ટ બીટ પણ.....!!.....તેણે ફોન માં જોયુ કે અર્જૂન એ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરેલી અને તેનો મેસેજ હતો.....,

“ હાયયય..! આફ્ટર વેરી લોંગ ટાઇમ..! વોટ્સ અપ ‘ટોપર’..??”

આ વાંચી ને તો સૂર્વી ના હોશ કોશ ઉડી ગયા..! તેણે સપના માં પણ વિચાર્યૂ નહોતુ કે અર્જૂન નો આવો રીસપોન્સ આવશે..!

તુ મને ઓળખે છે..??....સૂર્વી એ કાંઇક વિચારી ને લખ્યુ...

અર્જૂન :- ‘ટોપર’ શબ્દ આ વાત ની સાક્ષી આપવા પૂરતો નથી?

સૂર્વી :- હા પણ ઘણો સમય થઇ ગયો સ્કુલ ટાઇમ ને એટલે મને થયુ કે.....!!

અર્જૂન :- જે લોકો એ મને મદદ કરી હોય એ લોકો મને ક્યારેય નથી ભુલાતા..

સૂર્વી :- ઓહ, મેં ક્યારે કરી તને મદદ??

અર્જૂન :- એક વાર મે એક્ઝામ માં આખું પેપર તારા માથી કોપી કરેલુ તો ના જાણતા પણ થઇ ગઇ કહેવાય ને મદદ..!! શુ આનંદ હોય છે ક્લાસ મા ટોપ કરવાની એ તો ત્યારે જ સમજાયુ મને... હાહાહા...થેંક્સ..!!

( સૂર્વી અને અર્જૂન આટલા વર્ષો પછી પહેલી વખત વાત કરતા હતા પણ બંન્ને ખૂબ જલ્દી એક બીજા સાથે હળી મળી ગયા હતા)

બંને હવે રોજ ખૂબ જ વાતો કર્યા કરતા હતા...એક બીજા ની કોલેજ,ભણતર,ફેમિલી,પસંદ-નાપસંદ બધુ સારી રીતે ઓળખવા લાગ્યા હતા......અને મિત્રો માંથી ગાઢ મિત્રો ક્યારે બની ગયા એ તો સમય પણ જાણી શક્યો નહિ.

સૂર્વી માટે તો હજૂ આ બધુ એક સપના જેવુ હતુ.....હજૂ પણ પોતે અર્જૂન ની મિત્ર બની ગઇ છે એ વાત યાદ આવતા અચાનક તેને ખૂશી નો ઉમળકો આવી જતો.....

***

સૂર્વી કોલેજ ની લાઇબ્રેરી માં છેલ્લી અડધી કલાક થી કોઇ પુસ્તક શોધી રહી હતી પણ આજ તે પુસ્તક તેને મળવાનુ નહોતુ એમ લાગી રહ્યુ હતુ........ત્યાં જ અચાનક પાછળ થી કોઇ પૌરુષી હાથે સૂર્વી ની આંખો દાબી દીધી અને મોં પણ...!! તે માણસ ને કારણે આજૂ બાજૂ ના વાતાવરણ માં ફેલાયેલી માદક ખૂશ્બૂ જાણે સૂર્વી ના દીમાગ પર કબ્જો કરવાની ચેષ્ટા કરી રહી હતી...

સૂર્વી એ હાથ હટાવવા ના ખૂબ પ્રયત્નો કર્યા પણ એ મજબુત પકડ સામે સૂર્વી નુ કંઇ ચાલ્યુ નહિ.....ત્યાં અચાનક એ માણસ નો અવાજ સૂર્વી ના કાન મા પડ્યો...

” તમે જે શોધી રહયા છો એ વસ્તુ કદાચ મારી પાસે છે..!!” આટલૂ સાંભળ્યા પછી સૂર્વી ને પોતાના હાથ મા કોઇ પુસ્તક અનુભવાયુ....અને એ મજબૂત હાથ ની પકડ છૂટતા જ પોતાની સામે તેને “અર્જૂન” ઉભેલો દેખાયો...!!!

સૂર્વી ને પોતાની આંખ પર ભરોસો નહોતો આવી રહયો...તેણે પોતાની આંખ બે-ત્રણ વાર ચોળી લીધી પણ સામે નુ દ્રશ્ય એ જ હતુ......નેવી બ્લ્યુ શર્ટ અને ક્રીમ પેન્ટ પહેરેલો ઊંચો, દેખાવડો અર્જૂન પોતાની સામે જોઇ ને સૂર્વી કંઇ સમજે એ પહેલા હસી ને જોર માં બોલ્યો..”સરપ્રાઇઝઝઝ...!!!”

સૂર્વી તેના અવાજ ને કારણે જબકી ગઇ...તે અર્જૂન ને આટલા વર્ષો પછી આમ પોતાની સાથે આવા મિત્રતાપૂર્ણ વર્તન ને જોઇને મૂક બની ગયેલી સાથે તેનો દેખાવ સૂર્વી ને વધૂ મુગ્ધ બનાવવા પૂરતો હતો..!!! અર્જૂન ને આમ અચાનક પોતાની સામે જોઇ ને પોતાની ભાવના ઓ ને તે કાબૂ મા રાખી શકી નહિ અને સૂર્વી ની આંખો માં ઝળઝળીયા આવી ગયા...!!

અર્જૂન :- હેયયય..!! વોટ હેપન?? તુ રડે છે કેમ..!??

તો આમ કરતુ હશે કોઇ પહેલી જ મીટીંગ મા..!! તને ખબર છે મને કેટલી ગૂંગળામણ થવા લાગેલી..!.....સૂર્વી એ પોતાની લાગણી છૂપાવતા કહ્યુ..

અર્જૂન :- યાર પ્લીઝ સોરી, મને ખબર હોતે ને કે તને આવુ પહેલી મીટીંગ મા નથી ગમતુ તો આવુ ક્યારેય ના કરતે....., બીજી મીટીંગ માં જ કરતે...હાહાહા..!!

સૂર્વી :- શટ અપ..! તુ પહેલા કહે આજ આમ અચાનક અહીયા કેમ..!??

અર્જૂન :- આજ તારી કોલેજ મા કોઇ સેમીનાર હતુ એ માટે આવેલો ...અને તારા જેવા પઢાકુ આ લાઇબ્રેરી સિવાય કયાંય ના હોય એ હુ બહુ સારી રીતે જાણતો હતો એટલે અત્યારે તારી સામે છુ..!!....હવે આ સી.આઈ.ડી પછી કરજે...મને બહુ ભુખ લાગી છે...કંઇક ખાઇ લઇએ..??

સૂર્વી :- એક કામ કર, હુ ઘરે જ જાવ છુ...તુ મારી સાથે ચાલ....હુ મારા હાથ નુ ખાવા નુ ચખાડી દઉ તને....અને મારા નાના-નાની તો તને બહુ સમય થી મળવા માગે છે....કારણ કે તુ જૂલી પછી પહેલી વાર મારા મિત્ર તરીકે તેમને મળશે...!!

અર્જૂન :- ગુડ આઇડીઆ..!! મને પણ તેમને મળવુ બહુ ગમશે..!

આમ વાતો વાતો માં બન્ને ઘરે પહોચી ગયા....

નાનુ.... નાની.... જૂઓ આજ તમને મળવા કોણ આવ્યુ છે....સૂર્વી એ બહાર થી જ મોટા અવાજે કહ્યુ...

( આજકાલ સૂર્વી ની ખૂશી શાંતાબહેન થી સૂર્વી ના મન ની વાત ને વધારે સમય છૂપાવી શકી નહોતી....તેની અર્જૂન પાછળ ની ઘેલછા થી બહુ સારી રીતે શાંતાબહેન વાકેફ થઇ ગયા હતા અને એટલે જ તેઓ અર્જૂન ને મળવા માગતા હતા...)

શાંતાબહેન એ દરવાજો ખોલી ને અર્જૂન નુ સ્વાગત કર્યુ....અર્જૂને પણ તેમને તરત જ પગે લાગી ને તેમનુ મન જીતી લીધુ હતુ...એમ પણ પોતાની વાતો થી સામેવાળા ને ઇમ્પ્રેસ કરી દેવાની તો ગજબ ની આવડત હતી અર્જૂન ની.....!!

સૂર્વી એ રસોઇ કરી ને બધા ને પીરસ્યુ અને બધા સાથે જમ્યા......અર્જૂન સાથે નાની-નાની ને આટલા ખૂશ જોઇ ને સૂર્વી ની ખૂશી નો પણ પાર નહોતો રહ્યો...અને અર્જૂન પણ તેમની સાથે ખૂબ ખૂશ હતો ત્યાં સુધી કે એ દિવસે તો સૂર્વી ને તેને જબરદસ્તી વિદાય આપવી પડેલી...!!

પોતાના મન ના રાજકુમાર ને આટલી જલ્દી અને સારી રીતે પોતાના જીવન મા આવતો જતો જોઇ ને એક બાજૂ સૂર્વી સ્વપ્ન ની દૂનિયા મા વિહરતી હતી અને સાથે આટલી બધી ખૂશી જોઇ ને ક્યારેક તેનુ મન આ ખૂશી છીનવાઇ ન જાય તેના ડર માં બેસતુ જતુ હતુ...

_______________ક્રમશઃ_______________