Tara Vina nahi rahevaay - 4 books and stories free download online pdf in Gujarati

તારા વિના નહિ રહેવાય...! - 4

વાંચક મિત્રો ને આગળ ના ભાગ વાંચી જવા વિનંતી...

સૂર્વી યાર કંઇક મદદ કરરર, કાલ મારી પી.એસ.એમ ( પ્રિવેન્ટિવ એન્ડ સોશ્યિલ મેડિસીન) ની એક્ઝામ છે અને મને કંઇ જ નથી આવડતુ....... ફોન ના સામે છેડે થી મોટા અને ચિંતાતુર અવાજ માં અર્જૂન બોલી રહ્યો હતો...

આ વસ્તુ કહેવા તેં મને પાંચમી વખત ફોન કર્યો છે ....પહેલા વાંચ્યુ હોતે તો આજ આ હાલત ના થઇ હોતે... આ વખતે તો મારી પાસે થી મદદ ની આશા છોડી જ દેજે.....સૂર્વી એ મોં મચકોડી ને જવાબ આપ્યો.

સામે થી અર્જૂન નો કોઇ જવાબ આવ્યો નહિ...

સૂર્વી :- અચ્છા ચલ, હવે આમ ઉદાસ બનવાની જરૂર નથી....

હું તો અત્યારે કોલેજ છુ...પણ તુ મારા ઘરે જા...મેં તારા માટે નોટ્સ બનાવેલી છે જે મારી રૂમ માં હશે.....તે લઇ આવ અને વાંચી નાખ....એટલુ કરશે એટલે તારો ઉધ્ધાર થઇ જશે......(સૂર્વી નુ મન પીગળી ગયુ અને તે માની ગઇ..... તે અર્જૂન ને ક્યારેય ઉદાસ જોઇ શકતી નહિ..)

અર્જૂન :- યસસ..!! થેંક્યુ થેંક્યુ થેંક્યુ સો મચ...!! તુ બહુ સારી છે સૂર્વી...હુ જાણતો જ હતો તુ માની જ જશે મારી મદદ કરવા માટે.....આના બદલા માં તુ જે કહીશ તે કરીશ હું.....

સૂર્વી :- ચલ ચલ હવે આ મસ્કા પટ્ટી રહેવા દે...અને નેક્સ્ટ ટાઇમ આવુ નહિ ચાલે...પહેલે થી જાત્તે જ વાંચવુ જ પડશે....

અર્જૂન :- યસ બૉસસસ....!! અને

‘એ’ નેક્સ્ટ ટાઇમ તું છે ત્યાં સુધી હું આવવા જ નહિ દઉં..અર્જૂન એ મન માં વિચારી ને ખૂશ થતા થતા જવાબ આપ્યો....

( દરેક વખતે એક્ઝામ ની આગળ આ જ સીન રહેતુ અર્જૂન નુ.....તે જાણતો હતો કે સૂર્વી પાસે થોડી મનામણ અને થોડા મેલો ડ્રામા થી પોતાનુ કામ બની જ જશે એટલે જ સૂર્વી ના આવ્યા પછી પોતાની એક્ઝામ નુ ટેન્શન તો તેણે સૂર્વી ના માથા પર જ ઢોળી દીધેલુ....)

***

દિવસો વીતતા જતા હતા તેમ સૂર્વી અને અર્જૂન ની મિત્રતા પણ વધતી જતી હતી.....બન્ને એક બીજા ની કૉલેજ માં પણ ઘણી વખત સાથે નજરે ચડતા......

અર્જૂન પણ વિનય ના ગયા પછી જલ્દી કોઇ ને મિત્ર બનાવવા નહોતો માંગતો કારણ કે તેના જેટલી સારી મિત્રતા કોઇ નિભાવી શકે નહિ એવુ તે દ્રઢ પણે માનવા લાગેલો.....

પરંતુ જ્યાર થી સૂર્વી તેના જીવન માં આવેલી ત્યાર થી તેની આ માન્યતા સંપૂર્ણપણે બદલાઇ ગયેલી......!

હવે બન્ને નુ એમ.બી.બી.એસ કમ્પલીટ થવા ની તૈયારી માં હતુ.........

સૂર્વી માટે હવે અર્જૂન ને પોતાના મન ની વાત અર્જૂન ને કહ્યા વગર રહેવુ અશક્ય બનતુ જતુ હતુ......

***

બહાર અંધારુ થઇ ગયેલુ અને સૂર્વી ના નાના-નાની પણ સૂઇ ગયેલા હતા....પણ સૂર્વી ના મન માં અમુક દબાયેલી વાતો બહાર નીકળવા તત્પર થઇ રહી હતી......

“ મારા માટે તો ,,,

“હું” એ માછલી છુ જેનુ પાણી “તુ” છે,

“હું” એ ચકોરી છુ જેનો ચંદ્ર “તુ” છે,

“હું” એ પક્ષી છુ જેનુ આકાશ “તુ” છે,

“હું” એ વૃક્ષ છુ જેના ફળ “તુ” છે,

“હું” એ ફૂલ છુ જેની સુગંધ “તુ” છે,

“હું” એ દીપ છુ જેનો પ્રકાશ “તુ” છે,

“હું”એ સૂર છુ જેનો અવાજ “તુ” છે,

“હું” એ વહેણ છુ જેનો પ્રવાહ “તુ” છે,

વધુ તો શું કહુ,,,

“હુ” એ શરીર છુ જેનો પ્રાણ “તુ” છે...!!!!”

મે હંમેશા તને ચાહ્યો છે અર્જૂન, ભલે શરીર થી તુ મારી સાથે નહોતો પણ તારી યાદો ને સહારે મે તને જીવ્યો છે......

જ્યારે પહેલી વાર આટલા વર્ષો પછી મેં તને મારી સામે જોયેલો ત્યારે મારા મન ની હાલત એક તરસ્યા ને પાણી મળી ગયુ હોય તેવી હતી....

એટલી ખુશી...!! એટલો આનંદ...!! કે જેને પચાવવા મારે થોડા દિવસો લાગી ગયેલા...તને મળ્યા પછી તો તારી તરસ દિવસે ને દિવસે વધતી જ જાય છે....અને એટલે જ મેં વિચાર્યુ છે કે હવે હું મારા દિલ ની વાત તને જણાવી જ દઇશ....

હું જાણુ છું કે તારા માટે નો પ્રેમ હું શબ્દો માં વર્ણવી શકુ તેમ નથી પણ હું તને પ્રેમ કરૂ છુ એટલુ પણ જો તને જણાવી શકુ તો પણ મને સંતોષ મળી જશે.....!!!...........સૂર્વી પોતાની લાગણી ઓ નો ધોધ શબ્દો ના સ્વરૂપ માં ડાયરી માં વહાવી રહી હતી......અને લખતા લખતા ક્યારે તેની આંખો પર ઊંઘ એ કબ્જો કરી લીધો એ પોતે જાણી શકી નહિ....

***

ધીમે-ધીમે સૂરજદાદા વાદળો માંથી ડોકીયુ કરી રહ્યા હતા....તેની કિરણો સૂર્વી ના મોં પર પડતી હતી જે સૂર્વી ને ઉઠવા માટે મજબુર કરી રહી હતી....

સૂતા-સૂતા જ સૂર્વી ની આંખો થોડી થોડી ખુલી.....આજૂ બાજૂ નુ દ્રષ્ય જોઇ ને સૂર્વી તરત બ્લેન્કેટ ઉઠાવી ને બેડ પર બેઠી થઇ ગઇ......

આખી રૂમ માં ગુલાબ ની પાંખડી ઓ વેરાયેલી હતી અને એની સુગંધ સૂર્વી ને પાગલ કરી રહી હતી...કારણકે ગુલાબ ની સુગંધ સૂર્વી ને ખૂબ જ ગમતી.....!!

આટલુ ઓછુ હોય ત્યાં જ સૂર્વી ને વધુ પાગલ કરવા તેનુ ફેવરીટ સોંગ નુ મ્યુઝીક બહાર થી પોતાના કાન પર આવતુ સંભળાયુ.....

અચાનક ઉઠતાવેંત એક પછી એક આવા મીઠા આંચકા મેળવી ને સૂર્વી ની જીજ્ઞાસા આ બધુ શું ચાલી રહ્યુ છે એ જાણવા માટે વધતી જતી હતી....

તેણે બ્લેન્કેટ માંથી પગ બહાર કાઢી ને નીચે મૂક્યા અને ઊભી થઇ.....વ્હાઇટ કલર ના ફ્લાવર પ્રીન્ટેડ ટોપ અને લાઇટ પીંક શોર્ટી માં તે બેહદ ખૂબસૂરત લાગતી હતી...

એમાં એના ગોરા સુડોળ પગ,ચમકતી ચામડી સુંદરા માં વધારો કરતા હતા...

રેશમ ના તાર જેવા સૂંવાળા લાંબા વાળ વીખરાયેલા હતા જાણે તે પણ સૂર્વી ને કોઇ ની નજર ન લાગી જાય એ ચિંતા માં તેના ચહેરા ને ઢાંકવા ની કોશીશ કરતા હોય એમ આગળ ચહેરા પર વારંવાર આવી જતા હતા.....!!

સૂર્વી રૂમ માંથી બહાર નીકળી...બહાર નુ દ્રષ્ય તો સૂર્વી એ કદાચ સપના માં પણ નહિ વિચાર્યુ હોય તેવુ હતુ.......મુકેશજી અને લતાજી એ ગાયેલુ પોતાનુ મનપસંદ ગીત અર્જૂન ગાઇ રહ્યો હતો..!!!

“એક પ્યાર કા નગમા હૈ......

મૌજો કી રવાની હૈ......

જિંદગી ઔર કુછ ભી નહિ......

તેરી મેરી કહાની હૈ.....!!!”

સાથે તેની બેન્ડ ના બીજા મિત્રો ગિટાર,પિયાનો વગાડી રહ્યા હતા...એક ડ્રમ્સ વગાડતો હતો.......બધુ મળી ને ઘર નુ વાતાવરણ સંગીતમય બની ગયેલુ......

સોંગ પુરૂ થતા જ અર્જૂન સૂર્વી ની પાસે આવી ને તેને જોર માં ભેંટ્યો અને બોલ્યો........”હેપ્પી બર્થડે સૂર્વીઈઈઈ.....”

અર્જૂન ના ભેંટવાથી સૂર્વી ના શરીર માં એક ધ્રૂજારી તેણે અનુભવી અને હાર્ટબીટ તો કોઇ રેસ માં ઉતરી હોય એટલી વેગે દોડવા લાગી......

સૂર્વી :- વાઉઉ.....થેંક્યુ સોઓઓ મચચચ......હું તો સાવ ભુલી જ ગયેલી કે આજ મારો જન્મ દિવસ છે....પણ હા, આ જન્મ દિવસ જીવનભર નહી ભુલુ........યુ મેડ માય ડે...!!!

અર્જૂન :- તુ ભુલી શકતી હશે તારો બર્થ ડે પણ હું ક્યારેય ના ભુલુ.......મફત ની પાર્ટી ની મજા થોડી ભુલાય....ચાલ બોલ, મને ક્યાં પાર્ટી આપશે??

સૂર્વી :- અમમમ.... આજ સાંજે હોટેલ ‘એન્જલ’ માં તારી પાર્ટી પાક્કી....તે મને આજ બહુ ખુશ કરી છે તો એનુ એટલુ તો બેનીફીટ આપવુ જ પડશે ને...!!

અર્જૂન :- ગ્રેટ..!! તો હું તને સાંજે સાત વાગ્યે તારા ઘરે લેવા આવીશ...રેડી રહેજે....ઓકે???

સૂર્વી :- ડન...!

ક્રમશઃ