Anu - 4 in Gujarati Short Stories by Meghna mehta books and stories PDF | અનુ - 4

Featured Books
  • પ્રેમનો બદલાવ

    || # વિચારોનું વૃંદાવન # ||                                 ...

  • સપના ઓ અને રસ્તા ઓ

    સપના ઓ અને રસ્તા ઓ અધ્યા ય ૧ : ના નકડા શહેરના ત્રણ સપના નાનક...

  • એકાંત - 94

    રેખાબેનને સંજયભાઈ સાથે વર્ષો પછી એકાંતમાં એમનાં મનની વાત કહે...

  • Dangerous Heroism by IMTB

    નીચે હું તમને “Dangerous Heroism in Business” નેબ્રહ્માંડની...

  • સંસ્કાર

    નમસ્કાર મિત્રો આજનો ટોપિક છે ""સંસ્કાર"" મિત્રો જીવનમાં જાણત...

Categories
Share

અનુ - 4

આગળ આપણે જોયું કે દેવ અનુ ને તેની કામ ની જગ્યાએ લઈ જાય છે . ત્યાં કામ પત્યા બાદ તેઓ હોટેલ માં જમવા માટે જય છે અને બપોર સુધી ની દોડધામ ને લીધે ઘરે જઈ ને આરામ કરે છે. ને ત્યારબાદ સાંજે બહાર જવાનું નક્કી કરે છે.

હવે આગળ......

દેવ થિયેટર માં જવા માટે ગાડી,અનુ અને તેની ટિકિટ લે છે. ગાડી લઇ ને અંદર થિયેટર માં મૂવી સારી રીતે જોઈ શકાય તેવી જગ્યા એ પાર્ક કરે છે. અનુ માટે આ અનુભવ નવો છે.ગાડી માં બેસી ને મૂવી જોવું તેના માટે એક નવી વસ્તુ છે.

અનુ દેવ ને કહે છે કે ગામ માં તો થિયેટર બધી બાજુ થી બંધ હોય છે.તો અહીં આવી રીતે ગાડી માં બેસી ને કેમ મૂવી જોવા નું હોય છે? દેવ હસી પડે છે. તે અનુ ને કહે છે કે અમદાવાદ માં પણ એવા થિયેટર છે પણ અહીં ગાડી માં બેસી ને મૂવી જોવાની મજા જ કંઈ ઔર છે. આથી તે અનુ ને અહીં લઈ આવ્યો છે. મૂવી શરૂ થવાં ને હજી દસ મિનિટ ની વાર છે તો તમારે શું ખાવું છે તેમ દેવ તેને પૂછે છે?

અનુ હા પાડે છે. તે કહે છે કે દેવ જે પણ તેના માટે લાવશે તે ખાઈ લેશે. દેવ ઓકે કહે છે અને ખાવાનું લેવા માટે જતો રહે છે. તે ખાવા નો ઓર્ડર આપી ને પાછો આવે છે અને અનુ ને કહે છે કે તે ઓર્ડર આપી ને આવ્યો છે ખાવાનું આવતા ૧૫-૨૦ મિનિટ લાગશે.

અનુ ખુબ જ ઉત્સાહિત છે મુવી જોવા માટે. આ બાજુ દેવ અનુ ને પોતાના મન ની વાત કેવી રીતે કરવી ? તે વિચારી રહ્યો છે.તેને ગમે તેમ કરીને મુવી ખતમ થાય તે પહેલાં અનુ ને પોતાના મન ની વાત કહેવી હતી.

દેવ અનુ વાત કરતા હોય છે. દેવ અનુ ને પૂછે છે કે શું તે ગામ માં પણ મુવી જોવા જાય છે? અનુ કહે છે કે હા તે કોઈ કોઈ વાર પોતાની બહેનપણી સાથે મૂવી જોવા માટે જાય છે. અનુ દેવ ને પૂછે છે કે શું તમે ગામ નું થિયેટર જોયું છે? દેવ ના કહે છે . તે કહે છે કે ગામ માં તેનું કોઈ દોસ્ત નથી આથી તે ગામ માં કશે જતો નથી. તે અનુ ને પૂછે છે કે શું અનુ તેની દોસ્ત બનશે?

અનુ વિચાર માં પડી જાય છે. એના માટે આ નવું છે કે જ્યારે કોઈ છોકરો તેને પૂછી રહ્યો છે કે શું તે તેની સાથે દોસ્તી કરશે? પણ દોસ્તી કરવામાં વાંધો નથી એમ વિચારી તે હા પાડે છે.દેવ ખુશ થાય છે. તેને લાગે છે કે તેનું પ્રથમ પગથિયું સફળ થયું છે.

દેવ અનુ ને કહે છે કે શું તે એક પર્સનલ સવાલ પૂછી શકે છે? અનુ સવાલ પૂછવા ની હા પાડે છે પણ સાથે એમ પણ કહે છે કે સવાલ અગર બહુ પર્સનલ હશે તો તે જવાબ નહિ આપે. દેવ હકાર માં માથું ધુણાવે છે. દેવ કહે છે કે શું તમારા જીવન માં કોઈ છે? I mean do you live any one? Do you have any 1 special in your life?

અનુ દેવ ને કહે છે કે આ સવાલ ખૂબ જ પર્સનલ છે પણ તે જવાબ આપશે.ના, મારા જીવન માં કોઈ નથી.અને અંગ્રેજીમાં No I don’t love anybody and I don’t have any body in my life. દેવ ને આ વાત સાંભળી ને હાશકારો થાય છે.

દેવ કહે છે કે અગર કોઈ છોકરો એને પ્રપોઝ કરે તો તે શું કરશે? અનુ દેવ ને કહે છે કે તેને માત્ર એક સવાલ પૂછશે તેમ કહ્યું હતું તો હવે તે બીજો સવાલ કેમ પૂછી રહ્યો છે? દેવ અનુ ને કહે છે કે આ છેલ્લો સવાલ છે ત્યારબાદ તે અનુ ને કોઈ સવાલ નહીં પૂછે.મૂવી ચાલુ થઈ ગયું હોવાથી અનુ દેવ ને કહે છે કે મૂવી ચાલુ થઈ ગયું છે હવે તે આ વાત નો જવાબ મૂવી બ્રેક માં આપશે.

દેવ ડિસ્ટર્બ થઈ જાય છે પણ તેની પાસે રાહ જોયા સિવાય કોઈ ઈલાજ નથી. આથી તે પણ મુવી જોવા લાગી જાય છે. થોડી વાર માં ઓર્ડર આપેલું ખાવાં નું આવી જાય છે. અનુ અને દેવ ચુપચાપ ખાવા નું ખાવા લગે છે.

અનુ મન માં વિચારે છે કે દેવ તેને આ પ્રશ્ન શા માટે પૂછી રહ્યો છે? તેને આ પ્રશ્ન નો જવાબ જાણવા માં શું રસ છે? અનુ મૂવી જોવા નો ડોળ કરતી રહે છે પણ મન માં તો વિચારો ઘૂમી રહ્યા છે.

આ બાજુ દેવ પણ વિચારી રહ્યો છે કે શું તેને અનુ ને આ પ્રશ્ન પૂછી ને કોઈ ભૂલ કરી છે? શું ખરેખર અનુ ના જીવન માં કોઈ છે?અનુ એટલે આ પ્રશ્ન ને ટાળી રહી છે? જે પણ હોય તે આજે આ પ્રશ્ન નો જવાબ અનુ પાસે થી લઈ ને જ રહેશે.અને અનુ ને પોતાના મન ની વાત કહી ને જ રહેશે.

વિચારો કરતા કરતા મૂવી માં બ્રેક પડે છે.દેવ અને અનુ બંને ચૂપ ગાડી માં બેસી રહ્યા છે.અંતે દેવ અનુ ને કહે છે કે મુવી બ્રેક ખતમ થતા પહેલા શું તે દેવ ના પ્રશ્ન નો જવાબ આપશે?જો તેની ઈચ્છા ના હોય તો તે ના પણ પાડી શકે છે.

અનુ કહે છે કે એવા સંજોગો હજી સુધી સર્જાયા નથી.આથી તે આવું વિચારી શકતી નથી.દેવ ઓકે કહે છે અને કહે છે કે વાત અહીં જ ખતમ હવે હું તમને એક પણ સવાલ નહિ પૂછું. એટલા માં મૂવી ચાલુ થઈ જાય છે.અને તેઓ પાછા મૂવી જોવા લાગી જાય છે.

અનુ મન માં વિચારી રહી છે કે શું દેવ ને તે પસન્દ છે માટે તે આવા પ્રશ્નો પૂછી રહ્યોછે? અને જો એવું હોય તો શું એના માટે હું તૈયાર છું? દેવ ના માટે આકર્ષણ તો મેં પણ અનુભવ્યું છે.પણ શુ હું પ્રેમ કરવા તૈયાર છું?દેવ પણ ખૂબ જ મૂંઝવણ માં છે . તે વિચારી રહ્યો છે કે અગર અનુ ના પાડશે તો શું થશે? શું તે અનુ ની ના સહન કરી શકશે? જે પણ થાય આજે અનુ ને તેના મન ની વાત તો કહી ને જ રહેશે.

મૂવી ખતમ થયા બાદ દેવ અને અનુ ઘરે જવા માટે નીકળે છે. દેવ વાત કરવાનું ચાલુ કરે છે . તે અનુ ને કહે છે કે હું તમને કંઈક કહેવા માંગુ છું. અનુ કહે છે કે દોસ્ત ને કહેવા માટે પરવાનગી ની જરૂર નથી હોતી. દેવ અનુ ને કહે છે કે જે હું તમને કહેવા જઈ રહ્યો છું તે તમને ગમશે કે નહીં એની મને ખબર નથી.પણ હું એ તમને કહેવા માગું છું.

અનુ હું પસન્દ કરું છું.હું તમને પ્રેમ કરું છું. જ્યારે હોસ્પિટલ માં મેં તમને પેહલી વાર જોયા ત્યાર થી જ હું તમારા પ્રેમ માં પડ્યો છું. શું તમે મને તમારો જીવનસાથી બનવાનો મોકો આપશો?........

શું અનુ દેવ નો પ્રેમ સ્વીકારશે? શું અનુ અને દેવ ની પ્રેમ કહાણી આગળ વધશે? જાણીશું અનુ ના આવતા ભાગ માં...........