Vish verni - 4 books and stories free download online pdf in Gujarati

વિષ વેરણી ભાગ .૪

વિષ વેરણી

ભાગ ૪

Nilesh Murani

“જી વકીલ સાહેબ હું ઘરે અમી અને અબુ સાથે આ બાબતે ચર્ચા કરી લઉં પછી વિચારીએ”

“હા, હાલ આ પોલીસ સ્ટેસન ની મેટર તો અહી પૂરી થઇ.” વકીલ સહેબ એ કહ્યું., પોલીસ સ્ટેસન ની બહાર નીકળી અને એક શાંતિ નો શ્વાસ લીધો, એક હાશકારા નો દમ લીધો, પોલીસ સ્ટેસન ની બહાર બાઈક પાસે ઉભા ઉભા હું વિચારી રહ્યો હતો, કે હવે સવારે ક્યાં ચઢાઈ કરવા ની છે.,

“હવે શું વિચારે છે સલીમ ? હવે શાની ચિંતા છે તને ? બોલ?” સમીરા એ કહ્યું,

મેં સમીરા તરફ જોયું, તે એવી રીતે બોલી રહી હતી જાણે તે દરેક મુસીબત માં મારી સાથે જ રેહવાની હોય, હું થોડોક ભાવુક થઇ ગયો હતો, સમીરા ની આંખ માં આજે પહેલી વાર મને તોફાન દેખાઈ રહ્યું હોય છે, જાણે એમ કહી રહી હતી કે હજુ કઈ હોય તો પણ હું તારી સાથે છું, તેણી ના આવાઝ માં તીવ્ર સ્પંદન હતા, મેં તેણી ની આંખ માં જોઈ અને કહ્યું, ,

“સમીરા હું તને આભાર કહેવા નથી માંગતો, “ આટલું જ હું ગળગળા સ્વર માં બોલી શક્યો અને મારી આંખ ના ખૂણા ભરાઈ આવ્યા, તેણી તેના હાથ માં રહલો નાનકડો રૂમાલ મારી બન્ને આંખ માં ફેરવતા કહે છે, ”

“ઓયે હીરો, હવે અહીજ બધી લાગણી ઠલવી મુકીશ કે શું, ? એમ કહી ને તેણી એ મારા બન્ને હાથ ની હથેળી હાથ માં લીધી , મેં આજુ બાજુ નઝર કરી અને કહ્યું,

“ચલ હવે નીકળીએ મોડું થઇ ગયું છે, અને આ કીડનેપીંગ ના કેશ માં થી હજુ હમણાં જ બહાર નીકળ્યો છું, અને રાત્રી ના બાર વાગ્યે પોલીસ સ્ટેસન ની બહાર અડપલા કરવા ના કેશ માં પાછો ફીટ થઇ જઈશ, ” મેં હસતા હસતા કહ્યું, સમીરા એ હળવું સ્મિત કરતા સારમાંઈ અને નીચું જોઈ ગઈ.

અમે ત્યાંથી નીકળી ગયા, રસ્તા માં સમીરા એ પૂછ્યું “તને શું લાગે છે સલીમ આપણે મુમતાઝ અને અસલમ ને અહી બોલાવી લેવા જોઈએ? ” “ના બિલકુલ નહિ અહી ખતરો ખાલી મુમતાઝ ઉપર જ નથી, અસલમ નું પણ વિચારવા નું ને?” મેં કહ્યું, “હા હું પણ કૈંક એવુજ વિચારું છું” સમીરા એ કહ્યું,

“ જોઈએ ચાલો અમી અને અબુ શું કહે છે” મેં કહ્યું,

“અમી અને અબુ શું કરશે ?બધા નિર્ણય તો તારે જ લેવા પડશે આ સમય માં “સમીરા એ કહ્યું,

“હા ખરી વાત સમીરા પણ તેઓ વડીલ છે તેમની સલાહ તો લેવી ને ?” મેં કહ્યું.,

હું સમીરા ને તેના ઘરે મૂકી અને ઘરે જવા નીકળી ગયો, અમી અને અબુ હજુ જાગતા હતા, મેં જતા વેત કહ્યું “સુઈ જાવ અમી અબુ પૂરું થયું બધું, પોલીસ સ્ટેસન ની મેટર પતિ ગઈ હવે સવારે વાત કરીશું, ” હું પણ થાકી ગયો હતો, અને અમી અબુ પણ સુઈ ગયા,

બીજા દિવસે સવારે આઠ વાગ્યા મારા ઘર ની બેલ રણકી એટલે મેં આંખુ ચોળતા દરવાજો ખોલ્યો , સામે સમીરા હોય છે.

“ગુડ મોર્નિંગ સલીમ”સમીરા એ કહ્યું,

તેણી ને હમેસા ઓફીસ યુંનીફોર્મ માં જ જોઈ હતી, આજે પહેલી વાર મેં તેણી ને પંજાબી ડ્રેસ માં જોઈ અને નવાઈ લાગી, પોપટી રંગ ની સલવાર અને ઘાટા કાળા રંગ નો કુરતો, પોપટી કલર ના દુપટ્ટા માં કળા રંગ ના નાના નાના ટપકા, હોઠ ઉપર ઘાટા લાલ રંગ ની લીપ્સ્ટીક, તેના ઘઉં વર્ણ ચહેરા ઉપર આછા ગુલાબી કલર નું બલસ ઉપસી આવતું હતું, આંખો આઈ લાઈનર ના કારણે મોટી મોટી લગતી હતી, જાણે આજે જ આઈ બ્રો કરવી ને આવી હોય, કાન માં પણ મેચિંગ પોપટી કલર ના મોતી વાળા લાંબી રીંગ વાળા બુટીયા પહેર્યા હતા.,

“ગુડ મોર્નિંગ સમીરા “ કેમ તું જોબ પર નથી જવાની આજે?” મેં પૂછ્યું.

“ના, તેણી રસોડા માં જતી રહી અને, કહ્યું, “આંટી અને અંકલ મોડે સુધી જાગ્યા હશે, તો વિચાર્યું કે આજે જોબ પર રજા રાખી દઉં અને આંટી ને ઘર માં મદદ કરું”

તેણી ઘર નું કામ વાસણ, કચરા અને પોતા એવી રીતે કરવા લાગી જાણે ઘણા સમય થી કરતી હોય, હું કઈ બોલ્યા વગર બાથરૂમ માં જતો રહ્યો બ્રશ કર્યું નાહ્યો ફ્રેશ થયો, હવે રૂકસાના ને ફોન કરી અને મુમતાઝ અને અસલમ નું કૈંક થાળે પાડવાનું હતું, તે ચિંતા મને ખાઈ જતી હતી, હું બાથરૂમ માં થી બહાર નીકળ્યો અમી અને અબુ પણ ઉઠી ગયા હતા, અમી અને અબુ સોફા પર બેઠા હોય છે, અને હું પણ સોફા પર બેસી ગયો, સમીરા બધા માટે ચાય લઇ અને આવે છે અને સોફા પર બેસી જાય છે, ચાય નો કપ હાથ માં લેતા અબુ કહે છે, .

“સલીમ શું વિચાર્યું તમે પછી, અસલમ અને મુમતાઝ નું?”

“હા એજ રૂકસાના ને ફોન કરું છું, ”

મેં રૂકસાના ને ફોન લગાવ્યો એટલે રૂકસાના એ કહ્યું,

“હેલ્લો રૂકસાના શું કર્યું પછી, આગળ શું કરવા વિચાર્યું?”

“ભાઈ જાન મુમતાઝ તૈયાર થાય છે, હું અને મુમતાઝ આશા દીદી ના ઘરે જઈએ છીએ, અસલમ ત્યાજ છે, અમે ત્યાં પહોચી ને તમને ફોન કરીએ, મેં પણ આજે રજા રાખી છે ”

“ઓકે રૂકસાના ત્યાં સુધી અમે પણ અહી ચર્ચા કરી લઈએ”

અબુ અને અમી એ ચાય પી લીધી હતી, મેં અબુ અને અમી ને મુમતાઝ અને અસલમ ની નિકાહ ની વાત જણાવી દીધી, વકીલ સાહેબ વાળી ઓનર કિલિંગ શક્યતા બધી હકીકત જણાવી દીધી, બધી વાત કર્યા પછી અબુ એ બધું મારા ઉપર છોડી દીધું અને કહ્યું, .

“બેટા સલીમ તું જે નિર્ણય લે એ ફાઈનલ હવે બધું તારે જ કરવા નું છે, હવે અસલમ થી કોઈ અપેક્ષા રાખી શકાય નહી” આટલું બોલી અને અબુ રડી પડ્યા, અમી પણ ગળગળા થઇ ગયા, સમીરા અમી પાસે જઈ અને તેમને સાંત્વના આપે છે અને કહે છે,

“આંટી, અસલમ તો છોકરો છે, , મુમતાઝ ના અમી અને અબુ ઉપર શું વીતતી હશે?”

“હા બેટા એ વાત સાચી પણ આજે મને મારી બે દીકરી અને સલીમ જેવા દીકરા ઉપર ગર્વ છે, અસલમ જેવા દીકરા ઉપર અફસોસ થાય છે”

મારા ઘરના વાતાવરણ માં ગમગીની ફેલાઈ ગઈ હતી, સમીરા આ બધું સંભાળી રહી હતી , હવે મને ખબર પડી કે સમીરા સવાર સવાર માં મારા ઘરે શા માટે આવી હતી, મેં પણ નક્કી જ કરી લીધું હતું કે બસ આજે ફટાફટ નિર્ણય લઇ અને આવતી કાલ થી નોકરી પર ચાલ્યો જાઉં,

સમીરા એ કહ્યું, “ સલીમ આપણે મુંબઈ જઈએ અને ત્યાંજ કૈંક નક્કી કરીએ તો કેમ રહેશે?”

“કઈ ચર્ચા કરવા ની નથી હવે અસલમ ને મજા આવે એમ કરે, કોઈ ની વાત માંને છે એ? અને મુમતાઝ!!!!, , હું જાણું છું એ પોતાના જ નિર્ણય આપણા ઉપર થોપસે એટેલ આપણે અહી ચર્ચા કરવું બેકાર છે, એ બન્ને એમનું ધાર્યું જ કરશે, ”

ફરી રૂકસાના નો ફોન આવ્યું, “હેલ્લો” “હેલ્લો ભાઈ જાન અમે અહી આવી ગાય છીએ આશાદીદી ના ઘરે અને અસલમ પણ અહી જ છે, આશાદીદી અને તેમના હસબંડ ખુબજ સારા છે, બપોર નું જમવાનું પણ અહીજ છે, અમે હમણાજ ચર્ચા કરી, અમે એવું નક્કી કર્યું છે કે અહી આશાદીદી જ્યાં રહે છે ત્યાં, નાનું એવું મકાન ભાડે થી રાખી લઈએ અને હું પણ અહી અસલમ અને મુમતાઝ સાથે જ રહીશ, ”

“કઈ જરૂર નથી તારે એલોકો સાથે રહેવાની તું હોસ્ટેલ માંજ બરાબર છો એમને જ્યાં રહેવું હોય ત્યાં રહે અને જે કરવું હોય તે કરે” મેં કહ્યું.,

“ભાઈ જાન આ મુંબઈ છે અહી ના ખર્ચા તો તમને ખબર છે ને.? એટલું આસન નથી”

“હા એ તો તેને પહેલા વિચારવું જોઈએ ને?, હવે એમને ક્યાંક મકાન ગોતી આપ એટલે બન્ને જણા કમાશે અને ખાશે, હવે ખબર પડશે કે ઘર કેમ ચાલે, , અસલમ ને આપ ફોન” સામે થી અસલમ એ કહ્યું, .

“હેલ્લો ભાઈ , મુમતાઝ એમ કહે છે કે”

“મુમતાઝ નહિ તું શું કહે છે એ બોલ” મેં વચ્ચે જ કહ્યું,

“હા ભાઈ હું એજ કહું છું કે મુમતાઝ રૂકસાના સાથે પાર્લર નું કામ સીખસે અને હું અહી નાનું મોટું કામ ગોતી લઈશ”

“પછી તારી કોલેજ નું? ભણવાનું?” મેં પૂછ્યું,

અસલમ ચુપ થઇ ગયો હતો મારા સવાલો નો જવાબ નહોતો આપી રહ્યો, એટલે મેં કહ્યું, “રૂકસાના ને આપ ફોન”

“ભાઈજાન હું બધું સંભાળી લઈશ તમે ચિંતા નઈ કરો આ બન્ને ને મુંબઈ માં સેટ કરવા ની જવાબદારી મારી”

“ઓકે રૂકસાના અસલમ ને કહેજે કે તેમના લગ્ન નોંધણી રજીસ્ટર કરાવ્યા ની અને નિકાહ નામા ની ઝેરોક્ષ કોપી મને ફેક્સ થી હાલ જ મોકલાવે, હું તને ઓફીસ ના ફેક્સ નંબર હમણાં જ મેસેજ કરું છુ, આ મુમતાઝ ના અબુ કે તેનો ભાઈ ઊંચા નીચા થાય તે પહેલા પોલીસ સ્ટેસન માં જમા કરાવી આવું, ” મેં કહ્યું, .

“જી ભાઈ જાન, અમી અને અબુ નું ધ્યાન રાખજો” ખુદા હાફીઝ , , અહી અમારી વાત પૂરી થાય છે અને અમી અને અબુ નેપણ શાંતિ થાય છે., અને ઘર માં શાંતિ નો માહોલ થઇ જાય છે, એક સોપો પણ પડી જાય છે.

થોડી વાર રહી ને સમીરા ઘર ની બહાર નીકળતા એક ફોન કરે છે અને મને ઇસાર થી બહાર બોલાવે છે, અને નીચે જઈ અને ઓટા ઉપર બેસી જાય છે, હું તેણી પાસે ગયો નીચે ગંગામાસી ખાટલા ઉપર બેઠા બેઠા માળા ફેરવતા હતા, હું સમીરા પાસે પહોચું છું એટલી વાર માં તેણી ની ફોન માં વાત પૂરી થઇ ગઈ હોય છે..

“સલીમ આજ તું પણ હળવાસ અનુભવી રહ્યો છે ને ?” સમીરા એ પૂછ્યું..

“હા, કેમ ?” મેં કહ્યું, , “ચાલો કૈંક સેલીબ્રેસન થઇ જાય “ સમીરા એ કહ્યું, “કેમ કેક કાપીશું? મેં પૂછ્યું,

“ના મુવી જોવા જઈએ, , મારી સાથે મુવી જોવા આવવા માં તને કસો વાંધો તો નથી ને ? જો તને પ્રોબ્લેમ ના હોય તો.”

“ઓહ તારા જેવી સુંદર લલના આવી રીતે આમંત્રણ આપે તો ના કઈ રીતે કહેવાય ?” મેં પણ મજાક કરી,

હું સમજી ગયો હતો, તેણી મારો મૂડ ચેન્જ કરવા માગતી હતી, મારા પ્રત્યે આટલી કેરીંગ હતી એ મને આંજે વધારે નાવાઈ લાગી.

, “ઓકે મેં સાંજ ના શો ની બે ટીકીટ બુક કરાવી લીધી છે ફોન પર, અને કાલ થી તો આપણે બન્ને જોબ પર લાગી જઈસુ એટલે મેં વિચાયું કે મુવી જોઈ આવીએ” સમીરા એ કહ્યું,

મન માં એક ઉત્સાહ હતો , આમ તો હું મુવી જોવા ઓછો જતો, પણ આજે મુવી જોવા જવાની કૈંક અલગ ઉત્કંઠા હતી, , પહેલી વાર કોઈ સ્ત્રી મિત્ર એ આ રીતે મુવી જોવા માટે ઓફર કરી હતી, સમીરા નો મારા તરફ નો જુકાવ હું કઈ રીતે લઉં તે મને સમજ માં નહોતું આવતું,

બસ હવે તો જલ્દી સાંજ પડે અને હું સમીરા સાથે મુવી જોવા જાઉં, એ વિચારી ને જ મને મગજ માં ગલગલીયા થવા લાગ્યા હતા, બસ હવે કોઈ નવી મુસીબત ના આવે, થોડું વિચારી ને મેં સમીરા ને કહ્યું, “કેમ નહિ બપોર નું લંચ પણ બહાર કરીએ ? ”

તેણી ખડખડાટ હસી પડી, “અને કહ્યું, “અને મુવી જોયા પછી સાંજ નું ડીનર પણ ?”

હું આગળ કઈ પણ સાંભળ્યા પહેલા ઉપર જતો રહ્યો અને અમી અને અબ્બુ ને કહી દીધું કે હું અને સમીરા બહાર જઈએ છીએ, તમે લોકો અમારી રાહ નહિ જોતા રાતે મોડું થઇ જશે “

અબુ કઈ બોલ્યા નહિ પણ અમી એ હસતા મો એ કરતા કહ્યું, “હા ફરી આવો થોડું મન મોકળું કરી આવો”

સમીરા તો તૈયાર જ હતી, બસ મારે ચેન્જ કરવા નું હતું, હું ઉતાવળે તૈયાર થઇ અને નીચે આવ્યો ત્યાં સુધી સમીરા નીચે ગંગામાસી સાથે ખાટલા પર બેઠી હતી અને વાતો કરતી હતી. હું બાઈક બહાર કાઢું છું અને સમીરા રાહ જોતી હોય છે, અને ગંગામાસી મને જોઈ અને કહે છે...” લક્ષ્મી છે , , , આ સોડી તો, , લક્ષ્મી “

સમીરા હળવું સ્મિત કરતા બાઈક માં બેસી જાય છે અમે ત્યાં થી નીકળી ગયા, , , ”ક્યાં જઈશું સમીરા?”

મેં પૂછ્યું...”અત્યારે તું જ્યાં લઇ જાય ત્યાં, સાંજે પાંચ વાગ્યા સુધી, પાંચ વાગ્યા પછી હું કહું ત્યાં ”સમીરા એ કહ્યું, , ત્યાર બાદ હું તેણી ને એક રેસ્ટોરન્ટ માં લઇ ગયો જ્યાં રૂકસાના જીદ કરી ને અવારનવાર મને અને અસલમ લઇ જતી.,

રેસ્ટોરન્ટ માં એક કોર્નર નું ટેબલ પસંદ કર્યું સમીરા એ અને ચેર પર બેસતા ની સાથે જ મેનુ હાથ માં લીધું અને, મારી પસંદ નો મિક્ષ વેજ સૂપ, ચના મસાલા , બટર પરોઠા, મસાલા પાપડ, છાસ, અને પનીર ભુરજી અનીય્ન સલાડ એવી રીતે તો ઓર્ડર કર્યા જાણે મને પહેલા થી જ પૂછી લીધું હોય, તેણી ઓર્ડર આપી અને મારી આંખો માં જોઈ રહી હતી, હું મારો ઉત્સાહ દબાવી રહ્યો હતો અને તેણી નું મુખડું ખીલી રહ્યું હતું, કઈ પણ હોય આજે એ મને ખુબ સુંદર લાગતી હતી, મારા થી રહેવાયું નહી એટલે મેં તેણી ને કહ્યું , “સમીરા એક વાત કહું “ “હા બોલ શું કહેવું છે તને” તેણી એ ઉતાવળા સ્વર માં કહ્યું, તેણી ના જમણા હાથ ની કોણી એ ટેબલ નો ટેકો લઇ અને હાથ હડપચી ઉપર રાખ્યો હતો તેણી ના વાળ જમણી આંખ અને ગાલ પર આછા આછા ફેલાઈ ગયા હતા, તેણી એ મારી આંખો માં આંખ નાખી અને પૂછ્યું...”શું કહેવું છે જલ્દી બોલ”

“ સમીરા તું આજે ખુબજ સુંદર લાગે છે “ તેણી આ સાંભળી અને ખડખડાટ હસી પડી અને કહ્યું “ઓહ તો છેલ્લા બે વર્ષ થી હું કદરૂપી લગતી હતી એમ ?”

તેણી હવે મને ગમવા લાગી હતી, મને એમ લાગતું કે મને તેણી થી પ્રેમ થઈ ગયો છે, , પણ હું કોઈ રિસ્ક લેવા નહોતો માંગતો, ઉતાવળ માં આટલી સુશીલ અને સમજદાર મિત્ર ખોઈ બેસીસ તેનો ડર મને સતાવવા લાગ્યો, તેણી ના હળવા હળવા સ્મિત ના હળવા હળવા ઝાપટા તેણી ની આંખ માં દેખાઈ રહ્યા હતા, મને કોઈ તોફાની સંકેત મળી રહ્યા હતા, તેણી ના સુવાળા સ્પંદન મારી અંતરઆત્મા ને સ્પર્શી રહ્યા હતા, પહેલી વાર એવો અહેસાસ થઇ રહ્યો હતો જાણે અંદર કોઈ ધમાસાણ ચાલી રહ્યું હતું, હું કઈ બોલી નહોતો શકતો બસ આ સુંવાળી પળ જીવી રહ્યો હતો અને અદંર અંદર આંનંદ મેળવી રહ્યો હતો અને તેણી એ કહ્યું, , .

“સલીમ એક સ્ત્રી ને સુંદર કહેવા માટે જો તું બે વર્ષ લગાવે તો પ્રપોજ કરવા માટે તને કેટલો સમય લાગે “ એટલું કહી ને તેણી ફરી હસી પડી, , , ,

હું પણ મારી હસી રોકી શક્યો નહી અને મેં પણ કહ્યું “ અઘરો દાખલો છે હું આર્ટસ નો વિદ્યાર્થી રહ્યો અને સવાલ અકાઉન્ટ છે, ”

ટેબલ પર મેનુ મુજબ ની ડીશ આવી ગઈ હતી અમે હસી અને મજાક સાથે જમ્યા અને ત્યાર બાદ તેણી નું નાનું મોટું શોપિંગ હતું તે કર્યું સાંજ ના પાંચ વાગતા જ તેણીએ કહ્યું,

“હવે મારો સમય શરુ ચલ હવે હું કહું ત્યાં “

તેણી મને પોતાના ઘરે લઇ ગઈ, ગેટ ની અંદર પ્રવેશતા જ, “કાકા.......” “ઓ કાકા”

સામેથી બગીચા નું કામ કરતા એક કાકા આવે છે, “હા બેટા બોલો” “સલીમ ને બગીચો બતાવો”

સમીરા એ કહ્યું, ત્યાર બાદ મારી સામે જોઈ ને કહ્યું, “સલીમ તું કાકા સાથે જા અને પછી ત્યાં હીચકા પર બેસ હું આવું, છું.”

કાકા મને બગીચા માં અલગ અલગ પ્રકાર ના ફૂલો નો સુંદર મજાનો બગીચો બતાવી, મને હીચકા પર બેસવા કહે છે, થોડી વાર રહી અને કાકા મને અંદર જવા કહે છે, હું જાઉં છું અંદર જતો હોઉં છું, દરવાજો ખુલ્લો જ હોય છે, પણ અંદર અંધારું હોય છે, એટલે હું ત્યાં જ બહાર ઉભો રહી જાઉં છું, , પાછળ થી કાકા મને અંદર જવા કહે છે અને અંદર થી પણ સમીરા નો આવાઝ આવે છે, સલીમ આવ અંદર, , , , હું ડરતા ડરતા અંદર જાઉં છું અને મારા કાન માં હળવું હળવું પ્યાનો ટાઇપ મ્યુજિક અથડાય છે, રૂમ માં હળવું હળવું અંધારું હોય છે એટલે મને કઈ ખાસ દેખાતું નથી હોતું, , હું બેસવા માટે આમ તેમ ખુરસી કે સોફા જેવું કૈંક શોધું છું, એટલી વાર માં હોલ ની લાઈટ ચાલુ થાય છે, , , , અને હું જોઉં છું, , હોલ ની ચારેય દીવાલ લાલ, પીળા અને વાદળી રંગ ની લાઈટીંગ થી સણગારેલ હોય છે, હોલ ની વચ્ચે એક મોટું બલુન લાગેલું હોય છે, તેની આજુ બાજુ ચાર નાના નાના બલુન લાગેલ હોય છે, અને સમીરા મારી પાછળ થી આવી અને મોટા બલુન માં પીન લગાવી અને ફોડી મુકે છે અને મારા ઉપર સિલ્વર, ગોલ્ડ, યેલ્લો, રેડ , અલગ અલગ રંગ ના રંગ બેરંગી તારલા પડવા માંડે છે અને સમીરા ઊંચા આવેજે મને કહે છે, , , .”હેપ્પી બર્થ ડે ટુ યુ, સલીમ...... હેપ્પી બર્થ ડે ટુ યુ ડીયર સલીમ..... વાહ, , શું સરપ્રાઈઝ હતી, મને કે મારા પરિવાર માં કોઈ ને ખબર ના હતી કે મારો જન્મ દિવસ છે, . સમીરા દોડતી ટેબલ પર થી કપડું હટાવે છે હળવું હળવું સ્મિત કરતા મને કેક કાપી અને સેલીબ્રેટ કરવા કહે છે, , અને જે હળવું હળવું મ્યુજિક વાગી રહ્યું હોય છે તેનું વોલ્યુમ થોડું વધી ગયું હોય છે, સમીરા ખુબજ ઉત્શાહ માં હતી તેણી કેન્ડલ પ્રગટાવી તેણી એ મારી આંખ ના છલકાયેલા ખૂણા જોયા, મારા બને હાથ પકડ્યા , બસ હવે હું મારી છલકાઈ ગયેલી લાગણી ઉપર થી કાબુ ગુમાવી બેઠો , હવે તેણી ના બન્ને હાથ સરકતા સરકતા મારી હથેલી થી કોણી તરફ અને ખભા તરફ આવી રહ્યા, તેણી ના બન્ને હાથ મારા ગાલ પર પહોંચ્યા , મારા બન્ને હાથ તેણી કમર તરફ હળવે હળવે આકર્ષાયા, મેં મારા બન્ને હાથ થી તેણી ની કમર જકડી લીધી , અમારી વચ્ચે નું અંતર ઘટ્યું , અમે બન્ને એ એક બીજા ને બાહો માં સમેટી લીધા, તેણી તેના હોઠ મારા કાન પાસે લાવી અને હળવા આવજે કહ્યું,.... ”સલીમ આઈ લવ યુ “ પહેલી વાર બંધ આંખો થી મારા હોઠ ને ગુલાબ ની પાંખડી જેવા સુવાળા હોઠો નો સ્પર્શ મળ્યો, , કેન્ડલ ની મીણ પણ મારા હૃદય ની જેમ પીગળી, અને કેક ઉપર અવનવો આકાર લઇ ને પ્રસરી, તેણી સારમાંઈ ને ટેબલ તરફ જતી રહી , અને કેક તરફ હાથ રાખી ઇસારા થી બોલાવ્યો અને અમે બન્ને કેક સેરેમની કરી, આમ મારી જિંદગી ના ચોવીસ માં જન્મ દિવસ ને એક અદ્દભુત ઓપ મળ્યો, , , અમારી મિત્રતા માં પ્રણય ના ફાગ ખીલ્યા,

***

ચાર મહિના જેવો સમય વીતી ગયો, , બધું બરાબર હોય છે, પણ છેલ્લા ચાર મહિના થી રૂકસાના અમી ને કઈ પૈસા નહોતા મોકલાવ્યા , જે હમેસા ખતામાં જમા કરાવતી , અને મને મેસેજ કરતી તે મેસેજ આવતા બંધ થઇ ગયા હતા, જો કે તેણી પોતાના લગ્ન માટે જ ભેગા કરતી હતી, હું સાંજે ઘરે ગયો અને થોડો ફ્રેશ થયો અમી સોફા પર બેઠી, કૈંક ચિંતા માં હતી, મેં મારું માથું અમી ના ખોળા માં રાખતા પૂછ્યું, ”શું વાત છે અમી બધું બરાબર છે ને?

અમી એ મારા માથા પર હાથ ફેરવતા કહ્યું. “રૂકસાના નો ફોન આવ્યો હતો, “

“શું કહેતી હતી?” મેં પૂછ્યું, “કશું નહિ મુમતાઝ પ્રેગનેન્ટ છે” અમી એ કહ્યું . “ઓહ , તો આવા સમાચાર આમ વિલા મો એ આપવાના ?” મેં કહ્યું .

“આવનારું બાળક મુમતાઝ નથી ઇચ્છતી” અમી એ કહ્યું,

“કેમ” મેં પૂછ્યું,

એ તો તેઓ કાલે અહી આવે ત્યારે ખબર પડે, ” અમી એ કહ્યું

“કેમ તેઓ બન્ને અહી આવી રહ્યા છે ?” મેં પૂછ્યું, “હા એમની અંદરો અંદર કૈંક માથાકૂટ છે, ”અમી એ કહ્યું,

બીજા દિવસે સવાર ની ટ્રેન માં મુમતાઝ અને અસલમ આવવાના હતા, અમી ને હરખ હતો કે પહેલી વાર વહુ ઘર માં પગલા કરશે, એટલે તેમના સ્વાગત માટે અમી એ બધી તૈયારી કરી હતી,

હું મારા નિત્યક્રમ મુજબ જોબ ઉપર નીકળી જાઉં છું, અફીસ માં મારું કામ કરી રહ્યો હતો, સમીરા મારા ટેબલ પર આવી અને મને સારા સમાચાર આપે છે, , , “બોશ તારા પ્રમોશન ની ચર્ચા કોઈ સાથે ફોન પર કરી રહ્યા છે, મિસ્ટર સલીમ પંદર દિવસ ની ટ્રેનીંગ માટે દિલ્હી જવાની તૈયારી કરી લેજે”

“ઓહ રીઅલી !!, . મેં કહ્યું, , .”

હું જે પળ ની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો તે દિવસ આખરે મારા જીવન માં આવ્યો જ, મારી મહેનત રંગ લાવી, કંપની એ મારા કામ ની કદર કરી એ જાણી ને મને આનંદ થયો, સાંજે છુટ્ટી ના સમયે બોસ મને ઓફીસ માં બોલાવી અને અભિનંદન પાઠવે છે,

“મિસ્ટર સલીમ હવે તમે ઓડીટ ઓફિસર બનવા જઈ રહ્યા છો, આ લ્યો તમારો દિલ્હી જવાનો ટ્રેનીંગ કાર્યક્રમ અને સવારે તમારી ટીકીટ પણ આવી જશે આવતી કાલે દિલ્હી નીકળવા ની તૈયારી કરી લેજો “ એમ કહી અને બોશ એ મને એક કવર પકડાવ્યું, જેમાં મારી ઓફિસર તરીકે ની પંદર દિવસ ની ટ્રેનીંગ નો કાર્યક્રમ અને એડ્રસ વગેરે હતા, મેં બી એ કર્યું હતું તેમ છતાં મને આ પોસ્ટ માટે પસંદ કરવામાં આવ્યો એ મારા માટે ગર્વ ની વાત હતી,

ક્રમસ: આવતા અંકે....