Premrang - 19 in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | પ્રેમરંગ. - 19

Featured Books
Categories
Share

પ્રેમરંગ. - 19

પ્રકરણ-૧૯

પ્રેમ કપૂર હજુ પણ ડૉ. અનંતના આ જવાબ અને વર્તનથી ખુશ નહોતાં એ ડૉ. અનંતના ધ્યાન બહાર રહ્યું નહીં. એમણે કહ્યું, "પ્રેમ કપૂર! તમે મારી કેબિનમાં આવો. તમારા પ્રશ્નોના જવાબ પણ હું ત્યાં જ આપીશ.

પ્રેમ કપૂર પોતાના મનમાં અનેક સવાલો લઈને ડૉ. અનંતની સાથે એમની કેબિનમાં દાખલ થયા.

ડૉ. અનંત હવે પોતાની કેબિનમાં દાખલ થયા. એમણે પ્રેમ કપૂરને પોતાની સામે રહેલી ખુરશીમાં બેસવા માટે કહ્યું, "આવો પ્રેમ કપૂર બેસો."

પ્રેમ કપૂરે ખુરશીમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. એમના મુખ પર હજુ પણ પ્રશ્નાર્થ ચિહ્નન હતું. એમના મનમાં અત્યારે પણ અનેક પ્રશ્નો રમી રહ્યા હતાં. એ જોઈને ડૉ. અનંતે એમને કહ્યું, "પ્રેમ કપૂર! હું જાણું છું કે તમારા મનમાં અત્યારે શું પ્રશ્નો રમી રહ્યા છે. અને તમારા એ બધાં જ પ્રશ્નોના ઉત્તર આપવા માટે જ મેં તમને અહીં આવી રીતે મારી કેબિનમાં બોલાવ્યાં છે. હું જાણું છું કે, તમારા મનમાં હજુ પણ મોહિની અને રેશમને લઈને અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે? તમને હજુ પણ મોહિનીનું અમુક સમયે રેશમ જેવું આ વર્તન હજુ સમજાઈ રહ્યું નથી. બરાબર ને? હું ઠીક કહી રહ્યો છું ને?" આટલું કહીને ડૉ. અનંતે પ્રેમ કપૂરની સામે જોયું.

"હા, ડૉક્ટર સાહેબ! તમે બિલકુલ બરાબર જ સમજ્યા છો. મને મોહિનીનું આ રેશમ જેવું વર્તન ખરેખર સમજાઈ નથી જ રહ્યું. જો આ મોહિની જ છે તો પછી એ રેશમ જેવું વર્તન કેમ કરી બેસે છે? આ બંને વચ્ચે શું ભેદ છે? ક્યારેક તો મને એવું પણ લાગે છે કે આ બંને ખરેખર અલગ વ્યક્તિઓ છે કે પછી બંને એક જ છે? મને ખરેખર કંઈ જ સમજાઈ નથી રહ્યું. પ્રેમ કપૂરે પોતાના મનમાં અત્યાર સુધી જે કંઈ પણ પ્રશ્નો હતા એ આજે એમણે ડૉ. અનંતને પૂછી નાખ્યા.

"તમારા એ પ્રશ્નોના ઉત્તર આપવા માટે જ મેં આજે તમને અહીં બોલાવ્યા છે." ડૉ. અનંતે કહ્યું.

ડૉ. અનંત બોલ્યા, "મોહિની અત્યારે જે વર્તન કરી રહી છે એને અમારી મેડીકલ ભાષામાં ડયુઅલ પર્સનાલિટી ડિસઓર્ડર કહે છે. જે એક માનસિક સ્થિતિ છે. જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ એ વ્યક્તિના સ્વભાવ પર હાવી થઈ જાય છે ત્યારે એ વ્યક્તિ પોતાને પણ એ જ વ્યક્તિ સમજવા માંડે છે જેના વિષે એ સતત વિચાર કરે છે. અને પોતે પણ બરાબર એ જ વ્યક્તિ જેવું વર્તન કરવા માંડે છે. એ પોતાને પણ એ જ વ્યક્તિ માનવા માંડે છે જેના વિશે એ સતત વિચાર કરે છે. મોહિનીના કેસમાં પણ બરાબર એમ જ બન્યું છે. એણે જેમ જણાવ્યું એમ એ પોતાની બહેન રેશમની ખૂબ જ નજીક હતી. એના અને રેશમ વચ્ચેના સંબંધો ખૂબ જ ઘનિષ્ઠ હતા. અને રેશમ એનાથી અલગ થયા પછી એ વારંવાર એ એને જ શોધવાનો પ્રયત્ન કરી રહી હતી અને એ માટે એના મગજમાં આખો દિવસ રેશમના જ વિચાર ચાલુ રહ્યાં હોવા જોઈએ અને એના પરિણામે જ એ પોતાને અમુક વખતે રેશમ સમજવા લાગે છે."

"તો શું એ કાયમ આમ જ રહેશે? શું એ ક્યારેય પોતાની જાતને રેશમથી અલગ નહીં અનુભવી શકે? શું એ હંમેશા આમ બે લોકોની જ જિંદગી જીવ્યા કરશે? એનો કોઈ તો રસ્તો હશે ને? કોઈ તો ઉપાય હશે ને? એનો કોઈ તો ઈલાજ પણ શકય હશેને?" પ્રેમ કપૂરે પુછ્યું.

"હા, તમારે લોકોએ વધુ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે, જેટલું બને એટલું જલ્દી તમે લોકો રેશમને શોધવાનો પ્રયત્ન કરો. અને જો એક વખત રેશમ મળી ગઈ તો તો પછી મોહિની એની જાતે જ ઠીક થઈ જશે. પણ જયાં સુધી રેશમ મળે નહીં ત્યાં સુધી તમે બધાં લોકો એવો જ પ્રયત્ન કરજો કે, એને રેશમની યાદ પણ ન આવે અને જેટલું બને એટલું મોહિનીને કામમાં જ વયસ્ત રાખજો જેથી એને રેશમની બિલકુલ યાદ ન આવે. બાકી અત્યારે તો હું તમને એટલું જ કહીશ કે, સમય જ બધાં દુઃખનું ઓસડ છે. જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ મોહિનીની હાલત પણ સુધરતી જશે. એટલે બહુ ચિંતા ન કરશો. અઠવાડિયા પછી મોહિની સીરિયલનું શૂટિંગ પણ કરી શકે છે. બહુ ચિંતા ન કરશો. મોહિની ને કંઈ જ નહીં થાય હવે. શી ઈઝ વેરી ફાઈન નાવ. ડોન્ટ વરી" ડૉ. અનંતે કહ્યું.

સમય સમયનો આ કેવો ખેલ છે!
માણસ અને ઈશ્વરનો આ ગેલ છે!
કોઈને લાગે છે જીવન આ જેલ છે!
ને કોઈના મનમાં તો ભર્યો મેલ છે!

"થેન્ક યુ વેરી મચ ડૉક્ટર સાહેબ. તમે ચિંતા ન કરો. અમે મોહિનીનું બરાબર ધ્યાન રાખીશું. અને કંઈ પણ મુશ્કેલી આવશે તો તમને જરૂર યાદ કરીશું. બરાબર ને? મુશ્કેલીમાં અમે તમને યાદ કરી શકીએ છીએ ને ડૉક્ટર સાહેબ?" પ્રેમ કપૂર બોલ્યા.

"હા, હા, બિલકુલ. સ્યોર. યુ કેન કોલ મી એનીટાઈમ." ડૉ. અનંતે કહ્યું.

પ્રેમ કપૂર હવે ડૉ. અનંતની કેબિનમાંથી બહાર નીકળ્યા. એ જેવા બહાર નીકળ્યા કે, આદિલ કુમારે એમને તરત જ પૂછ્યું, "શું કહ્યું ડૉક્ટરે? મોહિની ઠીક તો છે ને?"

"હા, એ બિલકુલ સ્વસ્થ છે હવે. અને એક સારા સમાચાર પણ છે." પ્રેમ કપૂર બોલ્યા.

"શું?" આદિલ કુમારે પૂછ્યું.

"ડૉ. અનંતે કહ્યું છે કે, અઠવાડિયા પછી મોહિની સીરિયલ નું શૂટિંગ પણ કરી શકે છે." પ્રેમ કપૂરે વાતનો ફોડ પાડતાં કહ્યું.

"અરે વાહ! આ તો ખૂબ જ સારા સમાચાર છે. આમ પણ સીરિયલનું શૂટિંગ કેટલા વખતથી અટકેલું જ પડ્યું હતું. એ તો સારું થયું કે આપણે એક સીઝન પુરી કરી નાખી અને હવે સીઝન ટુ ના નામથી ફરી પ્રેમ પરીક્ષાનું શૂટિંગ ચાલુ કરી શકીશું." આદિલ કુમાર આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા.

એવામાં ત્યાં શાહિદ આવ્યો અને એણે બધાને જણાવ્યું, "મોહિનીના ઘર પર પથ્થરમારો કોણે કર્યો હતો એની જાણ થઈ ગઈ છે."

"કોણે?" પ્રેમ કપૂર અને આદિલકુમાર બંને જણ એકસાથે પૂછી ઉઠ્યા.