Samarpan Premnu books and stories free download online pdf in Gujarati

સમર્પણ પ્રેમનું

સમર્પણ પ્રેમનું.....

રૂપેશ જયસુખલાલ ગોકાણી

ધોમધખતા બળબળતા ઉનાળાની કાળજાળ ગરમીમાં સ્વીફ્ટ કાર પુરપાટ દોડી રહી હતી.કારની અંદરનું હવામાન એ.સી.ના કારણે ખુબ જ કુલ જણાઇ આવતુ હતુ પરંતુ જીગરના કપાળ પર બાઝી ગયેલા પ્રસ્વેદના ટીંપા જોઇને દેખાઇ આવતુ હતુ કે કોઇ બહુ અગત્યનું કામ છુટી જવા પામ્યુ હોય તેને આટોપી લેવા તે મથી રહ્યો છે અને દોડી રહ્યો છે. “જીગર માય બ્રો જીગર, આઇ એમ ઇન લવ, યુ ડોન્ટ બીલીવ બટ ઇટ ઇઝ ટ્રુ ધેટ આઇ એમ ઇન લવ વીથ સુહાના.” “બ્રો સુહાના ?????” જીગરથી રહેવાયુ નહી, તેના મોઢેથી અટ્ટહાસ્ય રેલાઇ ગયુ. “બ્રો, મજાક નહી પ્લીઝ, આઇ એમ સીરીયસ.” ભંવાને તાણી મયંકે કડકાઇથી કહ્યુ. “સોરી સોરી માય બ્રો. બટ સુહાના ?????” વળી અટ્ટહાસ્ય આખા રૂમમાં રેલાઇ ગયુ. “લીવ ધીસ ટોપીક. જા તારી સાથે વાત કરવી નકામી જ છે.” રીસાઇ જઇ બેડ પર આડા પડતા મયંક બોલ્યો. “ઓ માય બ્રો. મારી સાથે નહી તો શું પાપા સાથે આ બાબતે ચર્ચા કરવાની ઇચ્છા છે તો પાપાને લાઇન કનેક્ટ કરી આપુ.”

“અરે યાર તુ પણ શું???? બહાવરો બની ગયો છે કે શું?” “તો શું ક્યાં સુધી પહોંચી પ્રેમની ગાડી?સ્ટેશનમાં જ છે કે પછી ચાલવા લાગી લગ્નના પાટા પર???” “નહી યાર, હજુ તો સ્ટેશનમાં પણ નથી આવી મારી ગાડી, આઇ મીન હું સુહાના સામે પ્રેમનો ઇઝહાર કરતા મને ડર લાગે છે, હું શું કરુ?તુ જ મને કાંઇ આઇડિયા બતાવ.આમ પણ એ તારી બેસ્ટ ફ્રેન્ડ છે જ.”

“હાસ્તો એ અમારા ગૃપમાં છે અને અમને બન્નેને સારૂ એવુ ભળે છે પણ મામુ,એ સુહાના જ મળી પ્રેમ કરવા માટે આખી કોલેજમાં?”

“યાર તેની સાદગી,સૌમ્યતા,નાજુક કોમળ ફુલ જેવી તેની કાયા,દુપટ્ટાને હાથમાં ઝુલાવતી,ઝુંકી નજરે જ્યારે તે કોલેજમાં એન્ટર કરે છે ત્યારે યાર દિલ એક ધડકન ચુકી જાય છે મારુ.બસ તેના પરથી ધ્યાન હટતુ જ નથી.શું કરુ બોલ? દિલને કેમ સમજાવું???” “અરે... મજનુ, જસ્ટ ચીલ.આઇ વીલ મેનેજ સમથીંગ,યુ જસ્ટ થીન્ક અબાઉટ મીસ ઓહ આઇ મીન મીસીસ સુહાના મલ્હોત્રા.” ‘યુ.....નોટી.” મય્ંક જીગરને પકડવા દોડ્યો કે જીગર ચિત્તાની ઝડપે રૂમનો દરવાજો ઓળંગી ભાગી નીકળ્યો. વિચારોના વમળમાં ફસાઇ ગયેલા જીગરે અચાનક જ ગાડીને બ્રેક લગાવી અને ગાડીની સાથે સાથે તેના વિચારો પણ થમી ગયા.ચહેરા પર ભાઇ પ્રત્યેના પ્રેમ અને લગાવને કારણે ઝળકી રહેલી સ્માઇલ સાથે જીગરે કારને હાઇ વે પર પાર્ક કરી અને ઠંડા પાણીની બોટલ લેતા ચહેરાને સાફ કરવા લાગ્યો.હળવા ઉંહકારા સાથે હાથમાં થમ્સ અપની બોટલ સાથે દેશી ઢબે ઢાળેલા ખાટલા પર બેઠા બેઠા સવારની બનેલી ઘટનાને વાગોળવા લાગ્યો. “પાપા,તમારા ચહેરા પર ચિંતાના ભાવ????અનિમેષ મલ્હોત્રા દુઃખી થાય અને એ પણ જીગર જેવો પુત્ર હોવા છતા?” વાતાનુકુલિત રૂમમાં તણાવને કારણે આમથી તેમ ચક્કર લગાવી રહેલા અનિમેષ મલ્હોત્રાને જોતા જીગર બોલી ઉઠ્યો. “બેટા, આવડો મોટો બિઝનેશ એક હાથે ટેકલ કરતા હોઇએ ત્યારે નાની મોટી ઉપાધી તો આવે રાખે.તારી ઉંમર આ ટેન્શનને સમજવાની નહી પણ બીન્દાસ મોજશોખ કરવાની છે, સમજ્યો???” ચહેરા પરની ઉપાધીને હળવા હાસ્ય પાછળ છુપાવતા મલ્હોત્રા સાહેબ બોલી ઉઠ્યા. “પાપા, હરવુ ફરવુ અને મોજશોખ એ બધુ મયંકભાઇને સોંપ્યુ છે,પ્લીઝ ટેલ મી અબાઉટ યોર પ્રોબ્લેમ,આઇ વીલ ટ્રાય માય બેસ્ટ ટુ હેન્ડલ યોર પ્રોબ્લેમ.”

“બેટા, નાનો હતો ત્યારથી લઇને આજ સુધીમાં તુ તારી વાત મનાવીને જ રહ્યો છે એટલે આજે પણ જીત તારી જ થશે એવુ લાગે છે મને. મારા ટેન્શન તુ જાણીને જ રહીશ, સાચુ ને?” “કોલકાતા ઓફિસમાં બહુ ભારે ગોટાળા ચાલે છે, અહી ગુજરાતમાં રહીને ત્યાંની ઓફિસ હેન્ડલ કરવી બહુ કઠીન કામ છે અને કોઇ એવુ વિશ્વાસુ મળે તેમ નહી જેના પર આંખ બંધ કરીને ભરોસો કરી શકાય, સો જરા વિચારમાં હતો કે કોને ત્યાં મોકલુ?”

“અરે પાપા, તમને તમારા જીગર પર ટ્રસ્ટ નથી?” “બેટા, મે એવુ તો ક્યારેય કહ્યુ નથી.” “તો તમારુ ટેન્શન છોડો અને બેસો,હરીકાકા પાપા માટે ગ્રીન ટી લઇ આવો.” “પાપા, તમે ગ્રીન ટી પી અને ગ્રીન થઇ જાઓ,હું તમારી પ્રોબ્લેમ ચપટી વગાડતા સોલ્વ કરી આપુ છું, જસ્ટ ટેઇક ઇટ ઇઝી.” “મિસ્ટર પ્રશાંત, જીગર સ્પીંકીંગ, પ્લીઝ મારી ફેવરીટ કાર જીજે-૧ જી..એલ. ૧૨૮૭ ફટાફટ ઘરે મોકલાવો.” “બેટા, કાર??? તારે જરૂર છે તો મારી કાર લેતો જા.” “પાપા, એ કાર તમારે અહી જરૂર પડશે, હું મારી ખુદની કાર લઇને જ કોલકાતા જઇશ” “નેવર. હું તને તો જવા જ નહી દઉ.અજાણ્યો પ્રદેશ અને અજાણ્યા લોકો વચ્ચે તારુ જવુ મુનાસીબ નથી બેટા.” “પાપા, આજ સુધી તમે ક્યારેય મારી જીદ્દ સામે ટક્યા નથી અને આજે પણ તમારી એક વાત ચાલવાની નથી, માટે પ્લીઝ હસીખુશી મને જવાની પરવાનગી આપી દ્યો નહી તો મને મારી વાત મનાવતા આવડે જ છે.” “પણ બેટા, તારુ સ્ટડી? હજુ તારુ એમ.બી.એ. અધુરૂ છે.” “મને ખબર છે પાપા, એમ.બી.એ. વિના પણ તમે મને બીઝનેશ સંભાળવા દેશો જ, એટલે મારા સ્ટડીની ચિંતા છોડો અને મને હસતા હસતા જવા દ્યો.” “ઓ.કે. માય ઓબીડીયન્ટ સન.તારી મનથી ઇચ્છા જ છે તો તુ જઇ શકે છે.” “પાપા, થેન્કસ અ લોટ. થેન્ક યુ સો મચ. આઇ લવ યુ પાપા.” દોડતા રૂમ બહાર નીકળી ગયો.

“મોમ, પાપા. મને આશિર્વાદ આપો, તમારો આ સન એક મજબૂત સહારો બની હરએક કદમ પર તમારી આગળ ઉભો હશે. “માય સન, અમારી બેસ્ટ વીશીસ તારી સાથે જ છે પણ તારા વિના મને અને અનીમેષને નહી ગમે તેનુ શું?” સપ્ના મલ્હોત્રાએ વ્યથા રજૂ કરતા કહ્યુ. “ઓહ માય મોમ, હું ક્યાં હંમેશાને માટે જઇ રહ્યો છું, કોલકાતા બધુ સેટલ થતા સીધો દોડતો આવી જઇશ.” “બ્રો, આઇ મીસ યુ સો મચ. પ્લીઝ ડોન્ટ ગો.” “હવે માખણ લગાવવાનુ રહેવા દે ભાઇ, હું જાણું છું કે તમે કોને મીસ કરવાના છો?” હળવો ચુંટીયો ખણતા જીગરે આંખ મારી. “ઓ.કે. નાઉ ઓલ સ્માઇલ પ્લીઝ. આઇ એમ ગોઇંગ.”

***

“સર તમે જ્યારથી કોલકાતા આવ્યા છો ત્યારથી હું જોઇ રહી છું તમે જ્યારે હોય ત્યારે ગંભીર મુદ્રામાં જ રહો છો.હસવુ પણ જરૂરી છે જીવનમાં.” રંજીતાએ આગવી છ્ટાથી જીગરની ટીખળ કરતા કહ્યુ. “રંજીતા, તુ જાણે જ છે આઇ ડોન્ટ લાઇક ધેટ ટાઇપ ઓફ નોન-સેન્સ કીડીંગ. સો પ્લીઝ યુ મે ગો એન્ડ લેટ મી કોન્સન્ટ્રેટ ઓન માય વર્ક.” કામમાં ગળાડુબ બની બેઠેલા જીગરે રંજીતાને ઇગ્નોર કરતા કહી દીધુ પણ રંજીતા જેનુ નામ, હાર માને તો રંજીતા નામ ન કહેવાય ને? “ઓહ, સર લીવ ધેટ સીલી વર્ક. પહેલા થોડો વિશ્રામ કરી લો અને ગરમાગરમ પકોડા ખાઇ લો.” જીગરના લેપટોપને ડાઉન કરતા તે બોલી ગઇ. “તુ નહી માને.હું તો જીદ્દ કરવામાં પ્રખ્યાત છું પણ આજે માનવુ પડે કે મારાથી પણ વધુ જીદ્દી આ દુનિયામાં કોઇ છે.” “સર ખોટુ ન લાગે તો એક વાત પુછવા માંગુ છું,જો કે હા, તમે ના કહેશો તો પણ હું તો પુછીશ જ, પણ આ તો જસ્ટ ફોર્માલીટી ખાતર પુછી લીધુ.” હાસ્ય તો ચોવીસેય કલાક રંજીતાની સાથે જ રમતુ ભમતુ હોય તેમ હાસ્યમાં હિલોળા લેતી તે ચહેકી ઉઠી.“હા બાબા હા,જલ્દી પુછી જ નાખ, નહી તો લાગે છે તને પેટમાં દુખવા લાગશે.” “જ્યારથી તમે અહી આવ્યા છો ત્યારથી હું જોઇ રહી છું કે તમે તમારી અંદર ચાલી રહેલા કોઇ અંજાન તુફાનને તમારી ગંભીરતા પાછળ છુપાવી રહ્યા છો.જીવન તો હાસ્ય સાથે ચહેકીને જ જીવવાનુ હોય છે સર, આ રીતે ભંવા ચડાવીને થોડી આખી લાઇફ નીકળે.” “રંજીતા, આ બીઝનેશ છે જ એવી ચીજ ને કે ટેન્શન ન લેવા માંગતા હોઇએ તો પણ ટેન્શન આવીને હમસાયા બની જ જાય છે અને તને તો ખબર જ છે કે હું અહી આવ્યો પેલા સ્ટાફની મીલીભગતના કારણે કેટલા ગોટાળા ચાલતા હતા. પાપાની ઘણી મહેરબાની છે મારા પર નહી તો આજે હું આ મુકામ પર ન હોત.” “સર, દરેક માતા-પિતાની મહેચ્છા હોય છે કે તેના સંતાનો ઊંચી કામિયાબીને સર કરે, એ મહેરબાની નહી તેની ઇચ્છા છે જે આજે પરિપુર્ણ થઇ રહી છે.” “એ સાચુ કે દરેક માતા પિતાની મહેચ્છા હોય છે પણ તે ફક્ત તેના સગા સંતાનો પુરતી સિમિત હોય છે. તને એ વાત જાણીને અચરજ થશે કે હું મિસ્ટર અનિમેષ મલ્હોત્રાનું સગુ સંતાન નથી. હું એક અનાથ છું જેને જન્મતાની સાથે જ મારી જનેતાએ ત્યજી દીધો હતો અને અનિમેષ અને સપ્નાએ પોતાના સગા દિકરા મયંકની સાથે સાથે સંપુર્ણ સ્નેહ અને માન આપી મને સાચવ્યો છે.”

“ઓહ આઇ સી. આ તે લોકોની મહાનતા છે સર, નહી તો આજે કોઇ પોતાના પેટને પણ સંપુર્ણ સ્નેહ આપવામાં સમજતુ નથી પણ હજુ કાંઇક છુપાયેલુ છે તમારી ભીતરમાં એ નરી આંખે હું જોઇ શકુ છું, સાયદ કાંઇક એવુ કે જેને તમે ન ચાહવા છતા પણ પાછળ છોડીને આવતા રહ્યા છો.” “તું અંતર્યામી છે??? કે સામે વાળાની બધી વાતો તને સમજાઇ જ જાય છે.” “એવુ જ સમજી લો, એટલે હવે અંદર હચમચી ઉઠેલા ભાવના પ્રવાહને વહી જવા દ્યો, સાયદ તમે સુકુન મહેસુસ કરવા લાગો વાતને શેર કરીને.” “પ્રેમ, પ્યાર, ઇશ્ક, મહોબ્બત, પ્રણય આ એવી ચીજ છે કે જે ન ચાહવા છતા પણ તેના ભાવો ચહેરા પર સાયદ આવી જ જતા હશે એટલે જ તને મારી મનઃસ્થિતિનો આસાનીથી ખ્યાલ આવી ગયો.” “હા વાત તો સો ટકા સાચી કહી તમે, પ્રેમ એવી ચીજ છે જે ગમે તેટલી છુપાવો, સામે તો આવીને જ રહે છે, પણ પ્રેમના ભાવમાં તો માણસ ખુશ હોય, કોઇ આ રીતે ગંભીર થોડીના બની જાય. પ્રેમમાં તો માણસ દુઃખમાં પણ ખુશનો એહસાસ કરવા લાગે, અરે પાનખરમાં પણ સોળે કળાએ ખીલી ઉઠેલી વસંતનો અનુભવ થવા લાગે અને પ્રણયની હળવી બૌછારમાં હિલોળા લેવાનુ મન થવા લાગે તેનુ નામ પ્રેમ કહેવાય. પણ અફસોસ તેમાનુ એક લક્ષણ મને દેખાતુ નથી.” “ક્યાંથી દેખાય???આ બધુ ત્યારે શક્ય છે જ્યારે પ્રણયની રમતમાં બન્ને પક્ષ સામેલ થાય,એકપક્ષીય રમતમાં હાર અને જીતનો શ્રેય એક જ વ્યકિતના શિરે હોય છે,મારી હાલત પણ એવી જ છે અત્યારે, પ્રણયની એકપક્ષીય રમતમાં હું જીતની ખુશીમાં મદોન્મત બનીને વિહરૂ કે પછી દુઃખી દેવદાસ બનીને વિલાપ કરું એ જ કશ્મકશ વચ્ચે ફસાઇ ગયો છું.”

“હું સમજી નહી, કાંઇ.” “સુહાના..., જેનુ નામ સાંભળતા જ આખો દિવસ આનંદિત થઇ ઉઠે અને હસતી ખીલતી એકદમ તારી જેમ જ જીવનના એક એક પલને મન ભરીને માણનારી મારા દિલને અજીઝ એવી સુહાના સાથે સાત ફેરા ફરવાની તમન્ના પુરજોશમાં હતી.કોલેજ હોય કે કોચીંગ ક્લાસ , અમે બન્ને સાથે જ હોઇએ. મને તો તેના પ્રત્યે અનહદ્દ લાગણી હતી, સાયદ તેને પણ મારા પ્રત્યે કુણી લાગણીઓ હતી જ પણ અમારા બન્ને વચ્ચે લજ્જા મોટી ચટ્ટાન બની બેઠી હતી. “હું સુહાના સામે પ્રેમનો ઇઝહાર કરું તે પહેલા જ એક મોટો ઘટસ્ફોટ થયો.મારો ભાઇ કમ મારો બેસ્ટ ફ્રેન્ડ મયંક કે જે મિસ્ટર મલ્હોત્રાનો પુત્ર હતો તે પણ સુહાનાને એકતરફી પ્રેમ કરવા લાગ્યો હતો અને આ વાત સૌ પ્રથમ તેણે મને જણાવી.એ પરિવારના ઉપકાર થકી હું અહી પહોચ્યો છું ત્યારે હું મયંકનું દિલ દુભાવવા માંગતો ન હતો અને જોગાનુજોગ આ કોલકાતાની કંપનીમાં ફોલ્ટ જણાતા હું બહાનુ કરી સુહાના અને મયંકની વચ્ચેથી ખસી ગયો અને અહી આવી ગયો.આ બધુ મારા માટે અસહ્ય હતુ પરંતુ મયંક અને મલ્હોત્રા પરિવાર માટે તો મારો જીવ આપી દઉ તો પણ ઓછું કહેવાય ત્યારે આ તો જસ્ટ મારા પ્રેમનો ત્યાગ કરવાનો હતો અને એ પણ એવો પ્રેમ કે જે હજુ સંપુર્ણ પાંગર્યો પણ ન હતો.” રંજીતા જીગરની આંખના ખુણા ભીના થતી જોઇ રહી. “એક્સક્યુઝ મી.” કહેતો જીગર પોતાની કમનસીબી છુપાવતો ઓફીસ બહાર નીકળી ગયો.

***

ચાર વર્ષ બાદ

“જીગર આઇ એમ સો લકી ધેટ યુ આર માય હસબન્ડ એન્ડ આઇ વીશ આવનાર બેબી પણ તારા જેવુ જ હોય.શ્રીફળ જેવુ.” રંજીતાએ જીગરની બાજુમાં હળવેકથી બેસત્તા કહ્યુ. “આરામથી રંજીતા, ટેઇક કેર ઓફ બોથ ઓફ યુ. અને આ શ્રીફળ જેવો હું કેમ?” “બુધ્ધુ , શ્રીફળની જેમ બહારથી કઠોર અને અંદરથી એકદમ નરમ. વિશુધ્ધ.” “ઓહ માય જાન,લવ યુ.લગ્ન બાદ પાપાને ખબર પડી કે મે એક એમ્પ્લોયી સાથે લગ્ન કરી લીધા છે ત્યારથી તેણે મારી સાથે સંબંધ કાપી નાખ્યા છે. પાપાની સાથે સાથે મોમ પણ રીસામણે જ બેઠા છે.એક ભાઇ છે જેનો પ્યાર અકબંધ છે આજ સુધી,બાકી ત્યાં કોઇ ન રહ્યુ મારુ. એક તુ જ છો મારા જીવનમાં જેની સાથે હવે બધુ શેર કરી શકું.” “યા આઇ એમ ઓલ્વેઝ વીથ યુ ટુડે એન્ડ ફોરએવર,” નાઇટ લેમ્પ બંધ થઇ ગયા અને બન્ને ચોમાસાની મેઘલી રાતમાં એકબીજાને હુંફ આપતા સુઇ ગયા.” “આહ....... જીગર. પ્લીઝ ઉઠ..... જલ્દી. મને દુખાવો થાય છે.લાગે છે પ્રસુતીનો જ દુખાવો છે.” “વેઇટ, આઇ વીલ કોલ અપોન ધ ડોક્ટર નાઉ એટ હોમ.” “બુધ્ધુ.....કાંઇક તો સમજ યાર....તુ મને હોસ્પિટલ લઇ જા, અત્યારે ડોક્ટર ન આવે અહી,આપણે જવુ પડે.” “ઓ.કે. લેટ્સ ગો.રંજીતાને હાથ વડે સહારો આપતો તે કાર સુધી લઇ ગયો અને પાછળની શીટ પર સુવાડી કાર સ્ટાર્ટ કરી નીકળી ગયા બન્ને હોસ્પિટલ તરફ.રંજીતાથી ઉભા થઇ ન શકાય તેવો અસહ્ય દુખાવો થઇ રહ્યો હતો અને બીજી બાજુ વરસાદ કહે મારુ કામ!!! અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો.રસ્તા સુમસામ હતા નહી તો એક ફુટ દૂરની વસ્તુ પણ જોવી અશક્ય હતી તેવો વરસાદ વરસી રહ્યો હતો. “રંજીતા પ્લીઝ કાલ્મ ડાઉન.પ્લીઝ બી સ્ટ્રોંગ.”બીજી બાજુ રંજીતા દર્દને કારણે તડફડીયા મારતી હતી.જીગરને એ સમજાતુ ન હતુ કે શું કરવું?ભગવાનને યાદ કરતો તે વરસાદ સાથે લડત કરતો ગાડી હંકારે જતો હતો. “જીગર પ્લીઝ. આઇ કાન્ટ સફર ધીસ પેઇન.આઅહ્હ્હ્હ્હ્.....” “જાનુ, બસ થોડી જ વારમાં આપણે પહોંચી જઇશું. તુ પ્લીઝ હિમ્મત ન હાર. હું તારી સાથે....” “જીગર......સામે જો.” જીગરે જોરથી કારને બ્રેક લગાવી દીધી.જોયુ તો સામે કોઇ સ્ત્રી રસ્તો રોકીને ઉભી હતી.તેની હાલત જોતા લાગતુ હતુ કે તે પણ બહુ મુસિબતમાં છે અને તેને મદદની તાત્કાલિક જરૂરિયાત છે. “ઓ હેલ્લો મેડમ.” જીગરે કારમાથી સાઇડ ગ્લાસ ખોલતા પુછ્યુ પણ સામે ઉભેલી મહિલાને બસ તે એકી નજરે જોઇ જ રહ્યો.” “સર,મારા પિતાજીની હાલત બહુ નાજુક છે અને તેને તાત્કાલિક સારવારની જરૂર છે,પ્લીઝ તમે મારી થોડી મદદ કરી દેશો.આપનો ઉપકાર હું આજીવન નહી ભૂલુ.” જીગરનું ધ્યાન હજુ તેની સામે જ હતુ.તે તેને એકી નજરે જોઇ રહ્યો હતો.તે એ પણ ભૂલી ગયો હતો કે રંજીતા દર્દથી કરાહી રહી હતી.

“હા પણ તમારા પિતાજી ???” “મારા હસબન્ડ પિતાજી સાથે ત્યાં ઘર પાસે ઉભા છે.” સામેવાળી મહીલાએ ઇશારાથી ઘર તરફ આંગળી ચીંધતા કહ્યુ. “મેડમ મારી કારમાં એક જ જગ્યા છે અને તમારા હસબન્ડ અને તમારા પિતાજી.... સો આઇ કાન્ટ સામે ઉભેલી મહિલા બીજી કોઇ ન હતી પરંતુ જીગરનો પહેલો પ્રેમ સુહાના હતી.સુહાના તેને પોતાના જ શહેરમાં મળશે અને તે પણ આ રીતે,એ તેણે સ્વપ્ને પણ વિચાર્યુ ન હતુ.બહુ મોટુ ધર્મસંકટ તેના પર આવી ગયુ હતુ.એક બાજુ રંજીતાને હોસ્પિટલ પહોંચાડવાની હતી અને બીજી બાજુ સુહાનાના ફાધરને પણ..... હવે કરવું તો શું?” વરસાદ હવે થોડો ધીમો પડતા જ સુહાનાને દેખાયુ કે જેની પાસે તે મદદ માટે આજીજી કરી રહી છે તે બીજુ કોઇ નહી પણ તેનો બેસ્ટ ફ્રેન્ડ કમ ફર્સ્ટ લવ જીગર હતો. જીગરને જોતા જ તેની જીભ સિવાઇ ગઇ અને તે કાંઇ વધુ બોલી શકવા અસમર્થ બની ગઇ. “સર પ્લીઝ મારા સસરાને સીવીયર હાર્ટ એટેક આવ્યો છે અને તેના જીવનો સવાલ છે.પ્લીઝ બની શકે તો અમને હેલ્પ કરો.આટલા વરસાદમાં કોઇ વાહન પણ મળતુ નથી જેથી અમે તેમને હોસ્પિટલ પહોંચાડી શકીએ.” સુહાનાના હસબન્ડે વિનંતીના સ્વરે કહ્યુ. “આઇ હેવ એન આઇડિયા.તમને ડ્રાઇવીંગ આવડતુ હોય તો તમે કાર હંકારી લો અને તમારા ફાધર અને મારી વાઇફને હોસ્પિટ્લ પહોંચાડી દ્યો.હું કોઇ કાર કે રીક્ષાનો ઇન્તઝામ કરી આવુ જ છું.ડો બત્રાની હોસ્પિટલમાં મારી વાઇફને એડમિટ કરવાની છે.ડો. બત્રાના હસબન્ડ હાર્ટ સ્પેશિયાલીસ્ટ છે તો એક જ હોસ્પિટલમાં તમે પહોંચી જાઓ. હું તેમને ફોન કરી આપુ છું,ઇમર્જન્સીમાં તે તમને એડમિટ કરી દેશે.” બહુ કુનેહપુર્વકનો આઇડિયા જીગરે આપતા કહ્યુ. “સુહાનાની હાલત તે સમજી ગયો હતો,આજે મુક બની તેણે મનોમન તેને ઘણા પ્રશ્નો પુછી નાખ્યા હતા,તેના જવાબ આપવા માટે અને ભૂતકાળમાં જે બન્યુ તેનો ખુલાસો આપવા માટે અને એક મરતા માણસને બચાવવા માટે તેણે આ વચ્ચેનો રસ્તો કાઢી બતાવ્યો. “ઓ.કે. સર.બહુ સારો વિચાર જણાવ્યો તમે. પોતે દોડીને સુહાનાના પિતાજીને હળવે હળવે કાર સુધી લઇ આવ્યો અને જીગર અને બન્નેએ સાથે મળીને ફ્રન્ટ શીટ પર સુહાનાના પિતાજીને બેસાડી દીધા અને સુહાનાના હસબન્ડને કારની ચાવી આપી દીધી અને રંજીતાને હોંસલો આપતા તે ત્યાં ઘર પાસે જ ઉભો રહી ગયો અને સુહાનાનો હસબન્ડ કારને હંકારતો બન્નેને હોસ્પિટલ ભણી લઇ જવા કાર હંકારી નીકળી ગયો. વરસતા વરસાદમાં બન્ને ખાસ મિત્રો સામ સામે ઉભા હતા. બન્ને બાજુએ ઘણા પ્રશ્નો ઉદભવેલા હતા. બન્ને મુક હતા પણ આંખો ઘણું બધુ બયાન કરે જઇ રહી હતી.ત્યાં જ એક રીક્ષા આવી અને તેને રોકી બન્ને હોસ્પિટલ ભણી નીકળતા થયા.

“કોન્ગ્રેચ્યુલેશન્શ મિસ્ટર મલ્હોત્રા, બેબી બોયનો જન્મ થયો છે.” ડો. બત્રાએ બહાર આવી ખુશખબર આપતા કહ્યુ. “મારા ફાધર હવે આઉટ ઓફ ડેન્જર છે. થેન્ક્સ જીગર.” સુહાનાએ નીચે આવતા સારા સમાચાર આપ્યા. “વાઉ ડબલ ગુડ ન્યુઝ. મારા ઘરે બાબાનો જન્મ થયો છે.” “કોન્ગ્રેચ્યુલેશન્શ જીગર. ભગવાન કરે મોટો થઇ તે પણ તારી જેમ જ ગુણવાન અને બીજા માટે પોતાનુ સર્વસ્વ ત્યજવા જેવા ગુણોથી ભરપુર બને.” “તે આજે જે મને દિલથી બધુ કહ્યુ,તે જાણી મારો તારા પ્રત્યેનો ગુસ્સો પીગળી ગયો અને સાથે સાથે સન્માનની ભાવના જન્મી છે.” “હવે બહુ વખાણ કરવાનુ રહેવા દે સુહાના.” બોલતા જ જીગરે એક મોટો પેંડો સુહાનાના મોઢામાં મુકી દીધો.

*****