girlfriend boyfriend (part-9) books and stories free download online pdf in Gujarati

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-૯)

Girl Friend & Boy Friend.....ક્રમશ:(ભાગ-૯)અવની હું તને એક વાત કહેવાં માંગુ છું?'હા' બોલને મોહિત.અવની હું તને પ્રેમ કરૂ છું, "આઇ લવ યુ અવની"!!!હું ઘણા દિવસથી તને કહેવાં માંગતો હતો પણ, હું તને કહી શકતો ન હતો.''પ્લીઝ'' અવની તું મને 'ના' નહી પાડીશને હું તારા વગર નહીં રહી શકું. તને કદાચ મારા આ પ્રપોઝથી ખોટું લાગ્યું હોય તો મને માફ કરજે પણ, તુંમારો સાથ છોડીને નહી ચાલી જતી.''આઇ લવ યુ અવની'' અવની મોહિતની સામે બે મિનિટ સુધી જોય રહી.મોહિત તું મને વિચારવાનો સમય આપ હું તને કાલે જવાબ આપીશ.'હા' અવની પણ તું મને છોડીશ તો નહી ને .અવની કઈ બોલી શકી નહી.માથું ધુણાવીને ''ના'' પાડી.થોડી જ વારમાં સુરત આવી ગયુ, મારે મોહિતની પહેલા ઉતરવાનું હતું.મેં મોહિતને 'બાઈ' કહીને મારા કાકાનાં ઘરે મેં પ્રયાણ કર્યુ.મને મોહિતનાં મો પરથી એવું લાગ્યું કે મોહિતને મારા જવાબનો ઈન્તજાર છે.મારા કાકા મારી સામે જ મને લેવા માટે ઊભા હતા.મોહિતને ઘણીવાર થતું કે અવની મારાથી કંઈ છુપાવી રહી છે પણ, અવનીએ પ્રોમીસ કરી હતી કે મારી આ હસી પાછળનાં આંસુ વિશે તું કયારેય મને પુછીશ નહી,શું કરી શકે મોહિત? '' અવનીનાં વચનથી બંધાયેલો હતો''.થોડી જ વારમાં મોહિતનાં મામાનું ઘર આવ્યું, મોહિતે પણ તેનાં મામાનાં ઘર તરફ પ્રયાણ કર્યુ .અવનીને હવે મોહિત સિવાય કંઈ દેખાતું નહોતું, જમવાં બેસે તો પણ, બાથરૂમમાં નાહવાં જાય તો પણ મોહિત તેનાથી દુર થતો ન હતો.હવે મોહિત વગર તેને ખાવું પણ ભાવતું ન હતું. રાત્રીનાં ૯:૩૦ વાગી ગયા હતા, મોહિતના વિચારમાં જ મારા કાકીએ મને ''ગુડ નાઈટ'' કહ્યું.મેં મારી પથારીમાં સુવાનું પસંદ કર્યુ પણ મોહિતનો ચહેરો એક સેકન્ડ પણ મારી આંખથી દુર થતો ન હતો.પ્રેમ શું છે?પ્રેમ માણસને કઈ રીતે થઈ જાય છે.પ્રેમમાં લોકો કેમ ભાન ભુલી જાય છે, શું પ્રેમ કરવો જરૂરી છે?.મેં કોલેજમાં બોયફ્રેન્ડ બનાવવાનું નક્કી કરયુ હતું. પણ, આ પ્રેમ મારે તો જીદંગી બિન્દાસથી જીવવી હતી, એક સારો બોયફ્રેન્ડ બનાવીને , પણ આ પ્રેમ શું છે, મને સમજાતું નથી?શું હું મોહિતને પ્રેમ કરૂ છું?.રાત્રીનાં ૧૧:૦૦ વાગી ગયા હતા. પણ અવનીને પ્રેમ શું છે તેનો ઉતર મળતો ન હતો.મેં મારા દિલને સવાલ કર્યો .કે પ્રેમ શું છે. મેં કયારેય કોઈને આ સવાલ નહોતો,મારા દિલે મને જવાબ આપ્યો,' શું તું મોહિત વગર રહી શકીશ? મોહિત તારાથી દુર જતો રહેશે તો તું સહન કરી શકીશ?''ના'' હું તે સહન નહી કરી શકું.મોહિત વગર મારી જીદંગી અધુરી છે.મોહિત સાથે તો હું ખુશીથી જીવું છું, હસુ છું, હુંુ ખુશ રહુ છું.'હા' તો તને જે હસાવવા વાળો તારાથી છુટો પડી જશે તો તું શું કરીશ?''ના'' મોહિત મારાથી દુર નહીં થઈ શકે.પણ, મેં કોઈ દિવસ પ્રેમ કર્યો છે મોહિતને, અવની તેનાં દિલને પુછી રહી હતી.'હા' તને જે યાદ સતાવે છે મોહિતની તે જ તો પ્રેમ છે.તો શું હું મોહિતને પ્રેમ કરી રહી છું? મને કોઈ અંદરથી જવાબ આપી રહ્યું હતું.'હા' તું મોહિતને ચાહે છો, તું મોહિતને પ્રેમ કરે છો. ''લોકો કહે છે પ્રેમ કયારે થઈ જાય છે અને કયા સમયે થઈ જાય છે તે કોઈને ખબર હોતી નથી''.મોહિત હું પણ તને પ્રેમ કરૂ છું.પણ, મને ખબર નથી કે પ્રેમ શું છે?." આઈ લવ યુ મોહીત''રાત્રીનાં ૩:૦૦ વાગી ગયા હતાં તો પણ અવનીે તેની પથારીમાં પગ ઘસી રહી હતી.બહાર મેં નજર કરી તો લોકો સુમસામ નિદંર લઈ રહ્યા હતા.મેં પણ નિદંર લેવાનું પસંદ કર્યુ , પણ કેમ નિદંર આવે.મારે કાલે મોહિતને કહેવાનું હતું," આઈ લવ યુ મોહીત''પણ, મેં નક્કી કર્યુ હતું કે હું મોહિતની સામે જ કહીશ કોઈ ફોન કે મેસેજમાં નહીં.અવનીએ સવારમાં જ મોહિતને મેસેજ કર્યો,' મારે તને મળવું છે સુરતમાં તું મને મળી શકીશ?મોહિતે તરત જ ''હા'' કહ્યું.અવનીએ તેની બાજુનાં ગાર્ડનનું એડ્સ આપ્યું,અવની એકવાર પેહેલા સુરત આવી ગઈ હતી તે ગાર્ડનમા,તેને તે ગાર્ડન એડ્સ આપ્યુ,અવનીએ તરતજ મોહિતને ટાઈમ અને એડ્સ આપ્યું.મોહિત અવનીએ આપેલ એડ્સ પર પહોચી ગયો. અવની પણ ત્યા જ મોહિતનો ઈન્તજાર કરતી હતી.ચાલ મોહિત આપણે સામેનાં ગાર્ડનમાં જઈએ , અવનીએ કહ્યું.મોહિત પણ મારી પાછળ-પાછળ આવ્યો.ગાર્ડનમાં જતા જ અવની મોહિતને ભેટીને રડવા લાગી , મોહિત મને માફ કરજે ,હું તને જવાબ નહીં આપી શકી કાલે.''આઈ લવ યુ મોહીત''લોકો મારી અને મોહિતની સામું જોય રહ્યા હતા.મોહિત તે મને તેનાથીં અળગી કરી, આંસુ લુછયાં.મોહિત હું તારા વગર નહી રહી શકું.મોહિતને અંદરથી ઘણી ખુશી થતી હતી.આજ અવનીએ પ્રેમનો એકરાર તેની સામે જ કર્યો.અવની હું તારો જ છું'', અને હમેંશને માટે હું તારો જ રહીશ.તે જ મને જીવનમાં ખુશી આપી છે," આઈ લવ યુ અવની "મોહિતે સ્માઈલ આપી અવનીને કહ્યું, આજ પાનીપુરી ખાઈશ કે સમોસા.''સમોસા'' મોહિતજી.હું અને મોહિત આજ ભાવનગરની ગલીમાંથી નીકળી, સુરતની ગલીયોમાં ફરી રહ્યા હતા.મેં પેટ ભરીને સમોસા ખાધા.હું અને મોહિત સમોસા ખાઈનેં ત્યાથી છુટાં પડયા.હું અને મોહિત સુરત આવ્યા એને પાંચ દિવસ થઈ ગયા હતો.હું કાલે ભાવનગર જઈ રહી હતી.મારી સાથે મારા કાકી ભાવનગર આવી રહ્યા હતા.મોહિતને પણ મારી બસમાં આવવુંં હતું પણ મેં ઈન્કાર કર્યો.હવે ' હું મોહિતને પ્રેમ કરવાં લાગી હતી.''તમે કોઈનેં પ્રેમ કરો તો શું તમે દુનિયામાં બે જ વ્યકિત છો એવું લાગે તમને''.''હા'' ''શું તમે કોઈને ચાહતા હો કે તમે કોઈને પ્રેમ કરતા હો તો તમે કોઈ બીજાના પણ વાત સાભળવા તૈયાર ન થાવ''.તો આજ પ્રેમ હતો મોહિતનો અને અવનીનો.મોહિત પણ આજ બીજી બસમાં બેસી ગયો હતો અમે સવારે ભાવનગર ઉતરવાનાં હતા.હું મારી કાકી સાથે એ જ બસમાં હતી જે હુ અને મોહીત આવ્યા હતા સુરત,તે મારી સામેની જ સીટ જ હતી, જેમાં મોહિત મને પે્મની મને મારી સામે રજુઆત કરી હતી.મને મોહિતની યાદ આવતી હતી.મારા કાકી મારી સામે જોય રહ્યા હતા, અવની તું કોના વિચારમાં ખોવાઈ ગઈ છો?'કોઈનાં નહીં કાકી બસ એમ જ'.કાકી હું વિચારી રહી હતી કે કેવું સરસ મજાનું સુરત છે, મારે ફરીવાર રજા પડશે ત્યારે જરૂર આવીશ.'હા' કેમ નહીં આવવાનું જ હોયને, જયારે આવવું હોય ત્યારે એ તારુ જ ઘર છે.સવાર પડતા જ ભાવનગર આવી ગયું.મેં અને મારા કાકીએ ઘર તરફ જવાનો રસ્તો પસંદ કર્યો ...........ક્રમશ: