Facebook - 2 books and stories free download online pdf in Gujarati

ફેસબુક - 2

ફેસબુક - 2

બેસણામાં મારા મારી ગેરહાજરી સતાવે છે મને,
દૂરથી મોઢું બતાવીને ફરીથી રડાવે છે મને.
સ્કાયપી પર બેસણાની ફોર્માલીટી પૂરી થઇ જતી,
વોટ્સ અપ પર ઓનલાઈન ફોટા તેઓ બતાવે છે મને.
ફેસબુક માં લાઇક ને કોમેન્ટ આપે સ્વજનો હાજરી,
ટેકનો યુગમાં અવસાનની જાહેરાત વોટ્સ અપ પર,
જો પોસ્ટો ની ભીડમાં લાઇક કરી જલ્દી ઉડાડે છે મને.
ફોન પર મળતા હતાં ક્યારેક ચહેરો ભુલાઈ પણ ગયો,
ટેવ મુજબ બહાનું શોધી ફોનમાં માખણ લગાડે છે મને.
ઢોંગ મરવાનો કરી ફોટામાં બેસી જઊં,
કેટલાં આવ્યાં દુનિયાદારી નિભાવવા હસાવે છે મને.

***

પ્રસિદ્ધિ

ચાર દિવસો ની મહેમાન છે પ્રસિદ્ધિ,
કર્મો નો સુંદર અહેસાન છે પ્રસિદ્ધિ.
જિંદગી છે ફૂલો ની ક્યારી સખી,
પૈસા થી વધુ મજેદાર છે પ્રસિદ્ધિ.
નામ પાછળ ભાગતો ચારેબાજુ,
માણસ ની અસલી પહેચાન પ્રસિદ્ધિ.

***

સ્વાર્થ ના સૌ સગા

કોઇ નું ના કોઇ આ સંસારમાં,
સ્વાર્થ ના સૌ છે સગા સંસારમાં.
કોઇ રાજા કોઇ ભીખારી અહીં,
ને છતાં સંસારી આ સંસારમાં.
લેખા જોખા કર્મ ના પૂરા કરે,
હસતે મોઢે જીવે એ સંસારમાં.
કોને દિલની વાતો જઈને કહે એ,
હાલ સૌના એક જેવા સંસારમાં.
મારું મારું કર્યા કરતા દુનિયામાં
ખોટી માન્યતા ઘણી સંસારમાં.

***

સંવેદના

આંગળી માંથી સંવેદના છલકે છે,
સ્પંદનો માંથી સંવેદના છલકે છે.
સ્પર્શ હૂંફાળો ઘંટી વગાડે દિલમાં,
મૌસમી વર્ષા આ જોઇને મલકે છે.
સાથી સોહામણો જોઈ આજે સખી,
મદભરી આંખોથી પ્રેમરસ ટપકે છે.
દૂર જ્યારથી તમે શું થઈ ગયાં,
કાગળ કવિ બની દિલમાં ખટકે છે.
એ ગલી એ મહોલ્લો એ બારી રડે,
જ્યાં જુદાં પડવા ત્યાં હૈયું ભટકે છે.
યુગોથી હૈયા ની તૃપ્તિ માટે જો ને,
આત્મા જન્મોજન્મથી હજી ભટકે છે.

***

રેતી રણ

ઊપર નીચે થયા કરે છે,
રેતી રણ ને વ્હાલ કરે છે.
તપી ને પણ હસ્યાં કરે,
સૂર્ય પર તે માર્યા કરે છે.
બપોરે ગરમ રાતે ઢંડી,
ચૂપચાપ ખસ્યાં કરે છે.
કુદરત નો નિરાળો ખેલ,
મુંગા મોઢે સહ્યાં કરે છે.
હવા સાથે ફંગોળાતા તે,
સ્વ ને ભૂલી ઉડયા કરે છે.

***

તરહી મુશાયરો

“તડકામાં તાપણું તે આપણે …….. (અછાંદસ)

તડકામાં તાપણું તે આપણે,
વર્ષામાં વાદળા તે આપણે.
ગોરા મુખ માં કાળા તલ જેમ,
ગ્રહણ માં સૂર્ય તે આપણે.
ત્રીસ દિવસ ના ઉપવાસ માં,
ચાંદની માં રોઝા તે આપણે.
ધીકતા રણમાં મૃગજળ ના,
ઢગલાં માં રેતી તે આપણે.
કુબેર ના અમૂલ્ય ભંડાર સમાં,
દરીયામાં છીપલાં તે આપણે.
એકમેક ને આલિંગન થી લાગે,
જંગલમાં આગ તે આપણે.
અ,બ કે બારાખડી થી બનતી,
ગઝલોમાં અક્ષર તે આપણે.
ત્રણ કે પાંચ શેર ની હોય,
કાગળ માં કવિતા તે આપણે.
સ્નેહ માં તરબોળ ડૂબેલી,
કલમ માં શાહી તે આપણે.
સા, રે, ગ માં ગવાતી,
ગાયકીમાં સૂરો તે આપણે.
રોજ કરોડો લોકો વાચતાં,
છાપાના હેડીંગ તે આપણે.
ભર વસંતે નવ પ્રફુલ્લિત,
ડાળીના પર્ણો તે આપણે.

હાડ થીંજવતી ક્કડતી ઠંડીમાં,

ઠુંઠવાતા તાપણાં તે આપણે.

***

“ભીડમાં પણ તું મને વર્તાઈ શ્વાસોશ્વાસ માં ………”(ગઝલ)

ભીડમાં પણ તું મને વર્તાઈ શ્વાસોશ્વાસ માં,
નીડ માં પણ તું મને વર્તાઈ શ્વાસો શ્વાસમાં.
ગુંજે છે શરણાઇ સાજનની ગલીમાં જયારે એશ,
ટીશ માં પણ તું મને વર્તાઈ શ્વાસો શ્વાસમાં.
લાગણી ના તાંતણે બંધાઈ ને વારી ગયા,
જીત માં પણ તું મને વર્તાઈ શ્વાસો શ્વાસમાં.

***

ગીત


ગીત મને સામેથી મળવા આતુર,
યાદમાં તારી કોયલ ગીતો ગાતી તી જે,
ઝરણાં ઝરઝર સૂર પુરાવતા તા જ્યાં,
એ કુંજ ગલીયો માં પડઘાતા
ગીત મને....
વાંસળી ની ધૂન માં રેલાતા જે,
વન ઉપવન માં સતત સંભળાતા તા જ્યાં,
એ વૃંદાવન ના કૃષ્ણે ગયેલા
ગીત મને....

***

વરસાદી

સાંજ વરસાદી ભીંજવી ગઈ મને,
છાંટ તોફાની ખીજવી ગઈ મને.
સૂર્ય સાથે થયો રમતાં રમતાં જો,
વાદળી કાળી થીજવી ગઈ મને.
બહાર બારીની જો નજરો રમ્ય,
ફૂલ ગુલાબી રીઝવી ગઈ મને.

***

વાદળ

વાદળ ઓઢી સૂર્ય સૂતો આભમાં,
કે પછી થપ્પો રમે છે આભમાં.
ફેરવી છે લાગણી ની રવાઈ,
હેલી ઊઠી એટલે જો આભમાં,
ઝરમરીયા શ્રાવણીયા ભીના કરે,
લાગે નાહી રહયાં છે આભમાં.
વાદળમાંથી ડોકું કાઢીને હસે.
સૂર્ય સંતાકૂકડી રમે આભમાં.
રંગબેરંગી આ મેઘધનુષ માં,
ઘોડા ની માફક દોડે આભમાં.
જો પલાળી વિશ્વ ને કેવા હસે,
આંખો મીચીં ઢોંગ કરે આભમાં.
વીજળી ના ચમકારાઓ લાગે,
જાણે થ્રીડી ફિલ્મ ચાલે આભમાં.

***


ગઝલ
આઈના
માં
જોઈ બોલી
"ઈર્શાદ"

***

આપણું

તારું મારું આપણું કયારે થશે,
એક સરખું તાપણું કયારે થશે.
એક થી સંતોષ નથી હાલમાં,
હૈયું સૌનું બેગણું કયારે થશે.
મંદિર,મસજિદને ગુરુદ્વારાની ,
દિવાલો વચ્ચે બારણું કયારે થશે.
મારું મારું કર્યા કરતા દુનિયાના,
લોકો ના દિલમાં ઘણું કયારે થશે.
આંખના ખૂણા રહે ભીના જુઓ,
સપનું ઈશનું આપણું કયારે થશે.

***

શબદ અડડો


શબદ અડડો જમાવી બેઠો છે મહેફિલ માં,
ગઝલ ને તે પચાવી બેઠો છે મહેફિલ માં.
લાલી શરમ ની છુપાવવા માટે બનારસી,
પાન મોં માં લગાવી બેઠો છે મહેફિલ માં.
પૂનમની રાતે પૂર્ણ ખીલેલા ચાંદ સાથે

રાત જો ને સજાવી બેઠો છે મહેફિલ માં.
હુશન ની આંખોથી છલકી રહયા છે તયાં,
જામ તાજા ચઢાવી બેઠો છે મહેફિલ માં.
કેમેય કરીને હાથમાં ના રહયું હૈયું મારું,
ચૈન દિલનું લુટાવી બેઠો છે મહેફિલ માં.
***

ગાઢ જંગલ


જીંદગી ના ગાઢ જંગલમાં રહીને થાકયો છું,
જીંદગી ના ગાઢ જંગલમાં ફરીને થાકયો છું.
લાંબા પહોળા દિવસો ફેલાયા છે
ચારેબાજુ ને,
માનવી ના ધોકાની સંખયા ગણી થાકયો છું.
ભાર લાગે સવાસો નો તનનો તમે જુઓ તો ખરા,
ક્ષણ ની ખુશીનો યુગોથી ટેકસ ભરીને થાકયો છું.

***

દરિયા ની રેત

દરિયા ની રેત પર સરકી જોવું છે,
ધીકતા તાપમાં અટકી જોવું છે.
ભીની ભીની લાગણીના ભરોસે,
ઝુલ્ફો માં સાજનની ભટકી જોવું છે.
પ્રેમી નો સ્વાંગ સજી ને ફરે છે,
દિલડાનો કસ કાઢી પરખી જોવું છે.
ખબર નથી કયાં સુધી એકલો જીવું,
ભીતરથી દિવસ રાત સળગી જોવું છે.
પાનખર વસંત ની મીઠી રમતમાં,
ખેતર લીલું જોઇ મલકી જોવું છે.
હરખ છે કે નહિ મિલનનો તે જોવા,
આંખના ખૂણામાં ખટકી જોવું છે.
રૂડા બે ત્રણ સમરણો પંપાળવા,
કીડીની માફક ત્યાં ચટકી જોવું છે.
વીતેલા વર્ષો નો ટુંકો સાર આજ,
વાદળ જેમ આભમાં પ્રસરી જોવું છે.

***

કાગળ કવિ

કાગળ કવિ બની ગયો,
ચાંદ રવિ બની ગયો.
કુંડળીમાં ફરતાં ફરતાં,
મંગળ શનિ બની ગયો.
અંતાકક્ષરી રમત માં,
જોક ફનિ બની ગયો.
બે ઘડી ની મશ્કરીમાં,
બકરો બલિ બની ગયો.
પ્રેમ ક્ડીયાતું માં ઉમેર્યો,
લીમડો હનિ બની ગયો.

***