Adhuri Ichchha - 2 in Gujarati Love Stories by ANISH CHAMADIYA books and stories PDF | અધુરી-ઈચ્છા ભાગ-૨

Featured Books
Categories
Share

અધુરી-ઈચ્છા ભાગ-૨

અધુરી-ઈચ્છા

ભાગ -

ANISH CHAMADIYA

રાહુલ નુ મગજ ચકરાવે ચડ્યુ હતુ. તે રીમા ના બદલાએલા સ્વભાવ ને સમજવાની કોશિશ કરતો હતો. પણ સમજી શકતો ના હતો. એના મન મા સવાલો નો પહાડ ઊભો થઈ રહ્યો હતો. કોણ છે મીના...? રીમા કોની સાથે વાત કરે છે...? શું થયુ છે રીમા ને..? આવા અનેક સવાલો તેના મન મા ઉત્પન્ન થઈ રહ્યા હતા. ત્યાજ રીમા નો અવાજ આવ્યો. "રાહુલ તૈયાર થયો કે નહી....?"

"બસ ૧૦ મિનિટ..." દબાએલા સ્વરે રાહુલે જવાબ આપ્યો. અને બાથરૂમ મા નાહવા ચાલ્યો ગયો. થોડી વાર પછી રાહુલ તૈયાર થઈ ને નાસ્તા ના ટેબલ પર આવ્યો. ત્યા પહલે થી રીમા તેની રાહ જોઈને બેઠી હતી. રાહુલ ને જોતા જ રીમા બોલી. "બવ વાર લગાડી તે તો, શુ કરતો હતો..? ચાલ હવે બેસી જા. બવ જ ભૂખ લાગી છે. મીના પણ ક્યારની ઉતાવળી થાય છે..." મીના નુ નામ સાંભળી ને રાહુલે, રીમા ને પૂછ્યુ. " રીમા તારી તબિયત તો ઠીક છે ને...?"

"લે વળી મને શુ થવાનુ..? એક્દમ મસ્ત તો છુ. અને તુ ખોટી ચિંતા કર્યા વગર નાસ્તો શરૂ કર..." રીમા એ જવાબ આપ્યો.

બંને નાસ્તો કરી રહ્યા હતા. રાહુલ હજુ પણ રીમા ની સામે આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યો હતો. રીમા નાસ્તો કરતા કરતા બોલી રહી હતી. "મીના તને બીજી ચાઈ જોઈએ છે. લે આ બિસ્કિટ ખા. બવ સરસ છે. રાહુલ મુંબઈ ગયો હતો ત્યાથી લાવ્યો હતો..." આ બધુ સાંભળી ને રાહુલ ને એટલો તો અંદાજ આવી ગયો હતો કે કાઈક તો ગડબળ છે. ૨ વર્ષ મા રીમા ને આવી રીતે મે ક્યારેય નથી જોઈ. રાહુલ મન મા ને મન માં વિચારી રહ્યો હતો. રાહુલ નાસ્તો કરી ને હાથ ધોવા ગયો ત્યાજ રીમા રાહુલ નુ ઓફિસબેગ લઈ આવી અને રાહુલ ને આપતા બોલી, "તુ સાંજે ઘરે આવ ત્યારે કટલેરી ની દુકાને થી બંગળી લેતો આવજે...".

આ સાંભળી ને રાહુલ ચોકી ગયો કેમ કે તેને ખબર હતી કે રીમા ને બંગળી પેરવી જરા પણ ગમતી નહી. પણ ત્યારે તે કાઈ ના બોલ્યો અને રીમા ના માથા ને ચુમી ને નીકળી ગયો. પાર્કિંગ માથી કાર નિકાળી ને ગેટ પાસે પોહચ્યો જ હતો. ત્યા રીમા એ ફરી યાદ અપાવ્યુ "બંગળી ના ભૂલતો..." રાહુલે રીમા સામે જોયુ અને પછી કાર હંકારવા લાગ્યો. રસ્તામા તે જ વિચારો મા ખોવાયેલ રાહુલે કાર ને ઓફિસ ને બદલે રીમા ના મામા ના ઘર તરફ વાળી. થોડીવાર મા તે રીમા ના મામા ના ઘરે પોહચી ગયો. કાર ને પાર્ક કરી. ડોરબેલ વગાળી દરવાજો ખૂલવાની રાહ જોવા લાગ્યો.

દરવાજો ખોલતા જ રીમા ના મામા એ કહ્યું. "રાહુલ તમે અત્યારે અહિયા..? આવો આવો રીમા પણ આવી છે..?"

"ના, મામાજી હુ એકલો આવ્યો છુ..."

"બેસો...", કહીને રીમા ના મામા એ તેમની પત્ની ને પાણી નો ગ્લાશ લાવવા કહ્યુ.

રીમા ના મામી પાણી નો ગ્લાશ લઈને આવ્યા અને રાહુલ ને આપતા બોલ્યા "કેમ છો જમાઈ રાજા..."

"ઠીક છુ..." કહીને રાહુલે ટૂંક મા પતાવ્યુ. રાહુલ ને ગભરાયેલો જોઈને મામા એ પૂછ્યું. "બધુ ઠીક તો છે ને રાહુલ..? રીમા ઠીક છે ને...?"

"રીમા જ ઠીક નથી. એટલે જ અહિયા આવ્યો છુ..."

"શું થયુ રીમા ને..?"

રાહુલે મામા અને મામી ને વિગતવાર બધી વાત કરી અને છેલ્લા ૨ દિવસ મા શુ ઘટના ઘટી એ બધુ જણાવ્યુ.

"શુ નામ કીધુ પેલી છોકરી નુ..?" તેના મામી એ પૂછ્યુ.

"મીના..."

"હે ભગવાન, એ ત્યા પણ પોહચી ગઈ..." મામી ના આ શબ્દો સાંભળી ને રાહુલ ચોકી ઉઠ્યો.

"તમે ઓળખો છો તેને..?"

મામા એ કહ્યુ.

"હા, અમે ઓળખીએ છીએ. આ એ જ છોકરી છે જે રીમા ના માતા-પિતા ના અકસ્માત સમયે તે બસ મા સવાર હતી. આ એક જ છોકરી તે બસ મા જીવિત બચેલી. અને એક દિવસ તે આપણા ઘરે આવી. અને કેહવા લાગી કે બસ ના અકસ્માત પેહલા તે રીમા ના માતા-પિતા સાથે મળી હતી. "અમે આખા રસ્તા મા સાથે જ હતા. અને ઘણી બધી વાતો કરી હતી. રીમા ના માતા એ તેની સાથે રીમા વિશે પણ વાત કરેલી અને કહ્યું હતું કે મારી રીમા પણ બિલકુલ તારા જેવી છે. અને અકસ્માત થયો ત્યારે રીમા ના માતા-પિતા એ મને કહેલુ કે તુ રીમા નુ ધ્યાન રાખજે અને એટલે જ હુ અહિયા આવી છુ".

"મીના ના કુટુંબ મા પણ કોઈ નોહતુ એટલે અમે તેને અમારી સાથે રાખી. પણ થોડા જ દિવસો મા તે પોતાના લક્ષણ દેખાળવા લાગી. રૂપે સુંદર તો હતી જ અને દરેક પુરુષો સાથે હસીને વાત કરતી. ધીરે ધીરે તેની વાતો સોસાયટી મા થવા લાગી. તેની ફરિયાદ આવવા લાગી. પણ રીમા ને તેની સાથે સારુ જામતુ. અને રીમા તેના માતા-પિતા ના અકસ્માત ના દુખ માથી બહાર નીકળે એટલે અમે પણ તેને કાઈ કેહતા નહી. પણ ધીરે ધીરે તેની ફરિયાદ વધી રહી હતી. અને અમને રીમા ની ચિંતા થવા લાગી એટલે અમે તેને બીજી જગ્યા પર જતા રેહવા કહ્યુ. તે જવા માટે તૈયાર ના હતી. અને રીમા પણ તેને જવા દેવા ની ના પાડતી હતી..."

"બવ સમજાવ્યા પછી તે માની અને તે ત્યાથી જતી રહી. પછી અમે તેને ક્યારેય નથી જોઈ..." ત્યાજ મામી બોલ્યા કે"અમને શુ ખબર કે તે છોકરી ત્યા પણ આવી પોચશે. અને અમારી રીમા ની ખૂશ-ખુશાલ જિંદગી ને વેર-વિખેર કરશે..."

"રાહુલ, ચાલ આપણે અત્યારે જ ત્યા જાઈએ અને તેને ત્યા થી નિકાળીએ..." મામા એ કહ્યું.

રાહુલ ફરી ચોકી ઉઠ્યો. અને કેહવા લાગ્યો. "કોને નિકાળીશુ..? ત્યા કોઈ છે જ નહી..."

"આ તમે શુ બોલો છો..? હમણા તો તમે કહ્યુ કે મીના ત્યા છે..." મામી એ કહ્યુ.

"રીમા, મીના સાથે વાત કરે છે. પણ ત્યા કોઈ છે નહી. તે એકલી એકલી વાત કરે છે..." રાહુલે કહ્યું.

આ વાત સાંભળી ને મામા અને મામી સ્તબ્ધ થઈ ગયા. એ પણ કાઈ સમજી શકતા ના હતા.

"તમે કેવા શુ માંગો છો..? મારી કાઈ સમજ મા નથી આવતુ..." મામા એ પૂછ્યુ.

"મારી પણ કાઈ સમજ મા નથી આવતુ એટલે જ હુ અહી આવ્યો છુ..."

"એટલે તમે એમ કેહવા માંગો છો કે રીમા, મીના સાથે વાત કરે છે પણ ત્યા મીના નથી..? એટલે તે એકલી એકલી વાતો કરે છે..?"

"હા..." રાહુલે જવાબ આપ્યો.

"જો ત્યા મીના નથી તો પછી રીમા કોની જોડે વાત કરે છે...?"´મામી એ પૂછ્યુ.

"એ જ ખબર નથી પડતી..."

આ બધી વાતો ચાલતી હતી ત્યાજ મામી બોલ્યા. "આપણે રીમા નો ઈલાજ કોઈ મગજ ના ડોક્ટર પાસે કરાવીએ તો કેવુ રે..?"

"પણ રીમા ડોક્ટર પાસે જવા માટે તૈયાર નહી થાય..." મામા એ કહ્યુ.

"તેને હુ મનાવીશ. તેની તમે ચિંતા નહી કરો. પણ પેલા આપણે ડોક્ટર સાથે મુલાકાત કરી તેમને બધુ જણાવુ પડશે...." રાહુલ બોલ્યો.

"તો ચાલો મારા એક મિત્ર છે જે મગજ ના ડોક્ટર છે. ડોક્ટર ગાંધી ! મામા એ કહ્યું. અને તેઓ બધા, ડોક્ટર ગાંધી ને મળવા ગયા. મામા એ ડોક્ટર ગાંધી ને ફોન કરી દીધો હતો. એટલે તે ઘરે જ આ લોકો ની રાહ જોઈને બેઠા હતા. અને થોડીવાર મા આ લોકો પણ ડોક્ટર ગાંધી ના ઘરે પોહચી ગયા.

રાહુલે કાર ને સાઈડ મા પાર્ક કરી અને પછી બધા સાથે અંદર ગયા. ડોક્ટર ગાંધી દરવાજા પર જ ઊભા હતા. "આવ આવ સુરેશ..." રીમા ના મામા નુ નામ સુરેશભાઇ હતુ. તે અને ડોક્ટર ગાંધી સાથે ભણતા હતા. બંને વચ્ચે નાનપણ થી મિત્રતા હતી એટલે જ સુરેશભાઇ ને લેવા તે દરવાજા સુધી આવીને ઊભા હતા. "આવો બેસો..." કહીને ડોક્ટર ગાંધી અંદર ના રૂમ મા ચાલ્યા ગયા. તેમના ઘર ની નોકરાણી ટ્રે મા પાણી લઈને આવી. બધાએ પાણી પીધુ અને થોડા સ્વસ્થ થયા ત્યા ડોક્ટર ગાંધી હાથ મા તેમની નાની સુટકેસ લઈને આવ્યા. અને ત્યા સામેની ખુરશી પર બેસતા જ બોલ્યા. "બોલ સુરેશ શુ થયુ છે...?, આમ અચાનક તારે મળવા આવુ પડ્યુ..."

"વાત જ એવી છે ગાંધી. કે અચાનક આવવુ પડ્યુ. આ મારા જમાઈ છે રાહુલ..." રાહુલ ની ઓળખાણ કરાવતા સુરેશભાઈ બોલ્યા.

રાહુલે હાથ જોડી ને ડોક્ટર ગાંધી ને નમસ્કાર કર્યા. અને ડોક્ટર ગાંધી એ પણ તેની સામે સ્મિત કરીને પૂછ્યું "કેમ છો બેટા રાહુલ..?"

"મજામા અંકલ..." રાહુલે જવાબ આપ્યો.

હવે સુરેશભાઇ મુદ્દા ની વાત પર આવ્યા અને ડોક્ટર ગાંધી ને બધી વાત જણાવી કે કઈ રીતે રીમા ના માતા-પિતા નો અકસ્માત થયો હતો. અને મીના તેમને ત્યા આવી હતી. પછી છેલ્લા ૨ દિવસ મા ઘટેલી ઘટના નુ રાહુલે વર્ણન કર્યું.

"શુ કોઈ એવો બનાવ બન્યો છે આ છેલ્લા અમુક દિવસ મા કે રીમા તારા પર ગુસ્સે થઈ હોય અથવા તને નુકશાન પોહચાડવાની કોશિશ કરી હોય.?" ડોક્ટરે રાહુલ ને પૂછ્યું.

"ના, એવુ તો કઈ જ નથી બન્યુ..."

OK, That's Good...

"તેનો મતલબ એમ કે તેના મગજ પર મીના ની અસર છે. પણ તે કોઈ જાતનુ નુકસાન પોહચડે તે હદે નથી..." ડોક્ટરે કહ્યું.

"હવે શુ થશે..?" સુરેશભાઇ એ ચિંતા ભર્યા સ્વરે પૂછ્યુ. "તે ઠીક તો થઈ જશે ને...?"

Don't worry Suresh.

"બધુ ઠીક થઈ જશે..." ડોક્ટર ગાંધી એ કહ્યુ.

"જો રાહુલ હવે ધ્યાન થી સંભાળ. હમણા જેમ ચાલે છે તેમ જ ચલાવ અને રીમા ને જરા પણ એહસાસ ના થવા દેતો કે તુ મીના ને નથી ઓળખતો. અને તેને જરા પણ અંદાજ ના આવવો જોઈએ કે તે બીમાર છે. અને તે જેમ કહે છે તેમ કરતો જા. અને રીમા શુ કરે છે તેનુ ધ્યાન રાખ. પછી પરિસ્થિતી પ્રમાણે આપણે આ કેશ પર આગળ વધીશુ...."

"પણ રાહુલ ને કે રીમા ને કઈ થશે તો નહી ને..." મામી એ પૂછ્યુ.

"ભાભી તમે ચિંતા ના કરો કશુ નહી થાય. જો એવુ કઈ પણ લાગે તો મને તરત ફોન કરી દેજે રાહુલ. મારો નંબર લઈ લે..." ડોક્ટર ગાંધી એ પોતાનો નંબર આપતા કહ્યું.

પછી રાહુલ, મામા-મામી ને તેમના ઘરે મૂકી ને કાર લઈને માર્કેટ તરફ ગયો. અને કટલેરી ની દુકાન શોધવા લાગ્યો. કેમ કે તેને બંગળી લેવાની હતી અને ડોક્ટરે પણ તેમ કરવા જણાવ્યુ હતુ. રાહુલે એક દુકાન પર જઈને અલગ અલગ રંગ ની બંગળી લીધી અને ઘરે જવા નીકળ્યો.

સાંજે તે ઘરે પોહચ્યો. તો જોયુ કે રીમા બહાર ગાર્ડન મા જ બેઠી હતી. રાહુલ ને કાર માથી ઉતરતા જોતાજ તેની પાસે આવીને તેના ગળે લાગી ને પૂછવા લાગી. "આજે વેહલા આવી ગયો.? બંગળી લાવ્યો..."

"હા તે માટે જ વેહલા આવી ગયો. લે આ બંગળી. ક્યાં ગઈ મીના..?" રાહુલ જાણે પહલે થી મીના ને ઓળખતો હોય એ રીતે રીમા ને પૂછી રહ્યો હતો.

"તે બહાર ગઈ છે. હમણા આવશે..." રીમા એ જવાબ આપ્યો. અને પછી બંને અંદર ગયા. રાહુલ ફ્રેશ થવા બાથરૂમ મા જતો રહ્યો અને રીમા રાહુલ માટે ચા બનાવા કિચન મા ગઈ. રાહુલ ફ્રેશ થઈ ને ટેબલ પર આવીને બેઠો અને રીમા ચા ના ૨ કપ લઈને આવી અને રાહુલ ને ચા આપતા બોલી "રાહુલ, આજે તુ બવ હેન્ડસમ દેખાઈ છે..." રાહુલે રીમા ની સામે જોયુ અને રીમા ના કપાળ પર એક સ્નેહભર્યું ચુંબન કર્યું. અને પછી બંને વાતો કરવા લાગ્યા. વાતો કરવા મા બંને એટલા મશગુલ થઈ ગયા હતા કે રાત્રિ ના ૧૦ વાગી ગયા તેની બંને ને ખબર પણ ના પડી. અચાનક રીમા ની નજર દીવાલ પર ટીંગાતી ઘડિયાળ પર પડી અને બોલી ઉઠી "રાહુલ ૧૦ વાગી ગયા. અને તુ કેહતો પણ નથી..."

"મારૂ પણ ધ્યાન ના ગયું. અને હા હજુ સુધી મીના કેમ ના આવી...? " રાહુલે જાણવા માટે પૂછ્યુ.

"અરે, હુ કેવાનુ જ ભૂલી ગઈ.આજે તે કઈક કામ થી બહાર ગઈ છે. તો તે નથી આવાની. તેનો ફોન આવ્યો હતો જ્યારે તુ બાથરૂમ મા ફ્રેશ થવા ગયો ત્યારે.હવે હુ જમવાનુ બનાવાની તૈયારી કરુ..." રીમા એ કહ્યુ. અને કિચન મા જવા ઊભી થઈ ત્યાજ રાહુલે તેનો હાથ પકડીને તેને પોતાની પાસે બેસાડતા કહ્યું કે "રીમા ચાલ ને આજે બહાર જમવા જઈએ. એમ પણ ઘણા દિવસ થી આપણે બહાર નથી ગયા..."

પેહલા તો રીમા એ ના પાડી પણ પછી માની ગઈ. "સારુ હુ તૈયાર થઈ ને આવુ..." કહીને બેડરૂમ મા જતી રહી. રાહુલ પણ તૈયાર થઈ ને રીમા ની રાહ જોવા લાગ્યો."કેટલી વાર રીમા..?" "આવુ છુ..." રીમા એ જવાબ આપ્યો.

બેડરૂમ નો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો એટલે રાહુલ ની નજર ત્યા પડી તો સામે બ્લેક કલર નુ લોંગ-ગાઉન, કાન મા લાંબી લાંબી રિંગ, પગ મા હીલ વાળા સેન્ડલ અને હાથ મા બ્લેક કલર નુ પર્સ લઈને રીમા ઊભી હતી. બિલકુલ હોલીવુડ ની હિરોઈન જેવી દેખાતી હતી. રાહુલ ની નજર રીમા પર સ્થિર થઈ ગઈ હતી. રીમા રાહુલ ની નજદીક આવીને બોલી. "કેવી લાગે છે તારી રીમા આજે..?"

Beautiful, so pretty....

રાહુલ પાસે રીમા ની સુંદરતા ના વખાણ કરવા માટે શબ્દો ના હતા. રાહુલે રીમા ને બાહો મા લઈ લીધી અને તેના હોઠ પર એક ઉતેજકચુંબન કર્યું અને બોલ્યો,,, ""I LOVE YOU RIMA""

અને રીમા હજુ તો રાહુલ ની બાહો મા જ હતી ને દરવાજા ની બેલ વાગી. રાહુલ અને રીમા વિચારવા લાગ્યા કે અત્યારે કોણ હશે..?રાહુલે જઈને દરવાજો ખોલ્યો પણ તેને કોઈ દેખાયુ નહી. તે આજુબાજુ જોઈ રહ્યો હતો ત્યાજ રીમા બોલી "મીના તુ આવી ગઈ..?" આ સાંભળતા જ રાહુલ ના હોશ ઊડી ગયા. અને રાહુલ ફરીને રીમા ની સામે જોવા ગયો ત્યાજ...

ક્રમશ: