Adhuri Ichchha - 3 in Gujarati Love Stories by ANISH CHAMADIYA books and stories PDF | અધુરી-ઈચ્છા ભાગ-૩

Featured Books
Categories
Share

અધુરી-ઈચ્છા ભાગ-૩

અધુરી-ઈચ્છા

ભાગ-

ANISH- CHAMADIYA

રાહુલ ફરીને રીમા ની સામે જોવા ગયો ત્યાજ રીમા એ ચીસ પાડી અને રીમા ત્યાજ ઢળી પળી. રાહુલ દોડતો દોડતો રીમા પાસે ગયો. રીમા ને ઉઠાવીને બેડરૂમ મા સુવડાવી ને પાણી નો ગ્લાશ ભરી લાવ્યો ને રીમા ના ચેહરા પર પાણી નો છટકાવ કર્યો. હજુ પણ રીમા બેહોશ હતી. રાહુલે તરત પોતાનો મોબાઈલ નીકાળ્યો અને ડોક્ટર ગાંધી ને ફોન કરીને ઘરે આવવા જણાવ્યુ. ૨૦ મિનિટ થવા આવી એટલે રાહુલે ડોક્ટર ગાંધી ને ફરી ફોન કરવા જેવો મોબાઈલ હાથ મા લીધો કે ડોરબેલ વાગી. રાહુલ ઉતાવડ્યા પગલે દરવાજા તરફ ગયો ને દરવાજો ખોલ્યો તો સામે ડોક્ટર ગાંધી ઊભા હતા.

"શું થયુ રાહુલ....?"

"રીમા અચાનક ચીસ પાડીને પડી ગઈ. ૨૦ મિનિટ થવા આવી હજુ બેહોશ છે. જોવોને અંકલ મારી રીમા ને શું થયુ છે..." રાહુલે ગભરાતા ગભરાતા કહ્યુ.

"તુ પોતાને સંભાળ, ટેન્શન ના લે, હુ જોવુ છુ. ક્યા છે રીમા...?"

"અંદર બેડરૂમ મા.." રાહુલે કહ્યું અને ડોક્ટર ગાંધી ને બેડરૂમ સુધી લઈ ગયો.

ડોક્ટર ગાંધી એ રીમા ની તપાસ કરી, તેની આંખો ઊચી કરીને જોઈ. અને રાહુલ ને કહ્યુ. "ગભરાવાની જરૂર નથી, થાક ના લીધે ચક્કર આવ્યા છે અને બેહોશ થઈ ગઈ છે. હુ દવા આપી દવ છુ થોડી વાર મા હોશ મા આવી જશે..."

"પણ અંકલ તેણે અચાનક ચીસ પાડી હતી..." રાહુલે કહ્યુ.

"બની શકે તે કોઈ વિચાર કરતી હોય ને અચાનક વિચાર મા એવુ કશુ બને કે તે ડરી ગઈ હોય અને તેણે ચીસ પાડી હોય.." ડોક્ટરે કહ્યુ.

રાહુલે રીમા ને બરોબર સુવડાવી. અને ડોક્ટર ગાંધી માટે પાણી લઈ ને આવ્યો. પાણી નો ગ્લાશ લેતા ડોક્ટરે રાહુલ ને કહ્યુ કે "બને તેટલી જલ્દી આપણે રીમા ને હોસ્પિટલ મા એડમિટ કરી દેવી જોઈએ..."

"કેમ અંકલ કઈ ટેન્શન જેવુ તો નથી ને...?" રાહુલે પૂછ્યુ.

"ના બેટા એવુ કશુ નથી. પણ હોસ્પિટલ મા હશે તો તેની દેખભાળ કરવા મા અને તેના રિપોર્ટ કરાવામા આસાની થશે. અને રિપોર્ટ કરાવ્યા પછી જ જાણી શકાશે કે ખરેખર રીમા ને શુ તકલીફ છે..." આટલુ કહી ડોક્ટર ગાંધી એ જવા માટે પોતાની સૂટકેસ ઉઠાવી. રાહુલ તેમને કાર સુધી મૂકવા ગયો.જતા જતા ડોક્ટર ગાંધી એ રાહુલ ને કહ્યુ "એવુ કશુ લાગે તો મને ફોન કરી દેજે..."

THANK YOU SO MUCH રાહુલે કહ્યુ.

"અરે બેટા એની જરૂર નથી. સુરેશ મારો ખાસ મિત્ર છે અને તેની દીકરી એટલે મારી દીકરી. એટલે એવુ કઈ પણ લાગે તો બેજીજક ફોન કરી દેજે. હવે હુ જાવ..." ડોક્ટર ગાંધી એ કહ્યુ. અને સુરેશભાઈ એ રીમા ને પોતાની દીકરી ની જેમ જ રાખી હતી. એટલે ડોક્ટર ગાંધી માટે પણ રીમા દીકરી જેવી જ હતી એટલે જ તો ફોન કર્યો કે તરત બધુ કામ પડતુ મૂકીને આવી ગયા હતા.

દરવાજો બંધ કરીને રાહુલ રીમા પાસે જઈને બેઠો. તે બેહોશી મા હતી. રાહુલ તેના માથા પર હાથ ફેરવી રહ્યો હતો. અને તેના હોશ મા આવવાની રાહ જોઈ રહ્યો હતો.અને વિચાર કરી રહ્યો હતો કે એવુ તો રીમા એ શુ જોયુ કે તે અચાનક ચીસ પાડીને પડી ગઈ અને બેહોશ થઈ ગઈ. રાહુલ આ બધા સવાલો ના જવાબ મેળવવા મથામણ કરી રહ્યો હતો,ત્યાજ રીમા ધીરે ધીરે બેહોશી મા થી હોશ મા આવી રહી હતી અને રાહુલ, રાહુલ બોલી રહી હતી. રાહુલ ની નજર રીમા પર પડી તેણે તરત રીમા ના માથા ને પોતાના ખોળા મા લઈ લીધુ અને રીમા ના માથા પર હાથ ફેરવતા ફેરવતા બોલ્યો. "શુ થયુ રીમા...? હુ અહિયા જ છુ..."

રીમા એ ધીરે ધીરે પોતાની આંખો ખોલી અને બેઠી થવા ગઈ એટલે રાહુલે તેણે સપોર્ટ આપી અને બેઠી કરી કે તરત જ રીમા,રાહુલને ગળે લાગીને રોવા લાગી. રાહુલ ! રીમા ના આસુ લૂછતા બોલ્યો. "અરે ગાંડી કેમ રોવે છે...? શુ થયુ...?" રીમા એ સ્વસ્થ થતા જવાબ આપ્યો કે "જ્યારે તે દરવાજો ખોલ્યો તો મીના ત્યા તારી પાછળ ઊભી હતી અને તેના હાથ મા ચાકુ હતુ. અને તે તને મારવા જઈ રહી હતી..."

"અરે પાગલ એ તારા મન નો વહેમ હશે. મીના મને શુ કામ મારશે...?" રાહુલે જાણકારી મેળવવા કહ્યુ.

રીમા બોલી. "એ કઈ પણ કરી શકે તેમ છે. હુ તેને સારી રીતે ઓળખુ છુ. તેણે એક વાર ધારી લીધુ કે તેને આ જોઈએ છે, એટલે તે વસ્તુ મેળવવા તે કઈ પણ કરી શકે છે...". "હા પણ મને શુ કામ મારશે...?" વધુ જાણકારી મેળવવા રાહુલે પૂછ્યુ.

"રાહુલ, મે તારા થી એક વાત છુપાવી છે.." રીમા બોલી. રાહુલ બધી વાત જાણવા માંગતો હતો અને ડોક્ટર ગાંધી એ પણ કહ્યુ હતુ કે બને તેટલી જાણકારી મેળવી લેજે તો રીમા નો ઈલાજ કરવામા આસાની થશે. એટલે જ રાહુલ ખૂબજ હોશિયારી થી રીમા ના મોઢે થી જ બધુ બોલાવતો હતો.

"કઈ વાત રીમા..." રાહુલે પૂછ્યુ.

"જ્યારે હુ કોલેજ મા હતી. ત્યારે મીના પણ રોજ મને મળવા આવતી હતી. અને મારા જ ફ્રેન્ડ સર્કલ માથી એક છોકરો હતો રમેશ તે તેને પસંદ આવી ગયો હતો. પણ રમેશ ને તે પસંદ ના હતી. એટલે રમેશે તેને ના પાડી હતી. ના સાંભળી ને તે એટલી ગુસ્સા મા આવી ગઈ હતી. કે તેણે રમેશ ને ચાકુ મારી દીધુ હતુ..."

"પછી શું થયુ..." રાહુલે પૂછ્યુ.

રીમા એ આગળ વાત જણાવી. "અકસ્માત મા તેના માથા ના ભાગ મા ઇજા થઈ હતી. અને એ જ કારણ થી તે જલ્દી ગુસ્સા મા આવી જતી હતી. અને તે શુ કરતી તેનુ તેને પોતાને પણ ભાન નોહતુ રેહતુ. જ્યારે આપણી સગાઈ થઈ. અને તુ મને કોલેજ મળવા આવતો હતો. ત્યારે પણ મીના એ મને તારા વિશે પુછેલુ કે આ કોણ છે...? અને મે તેને કહેલુ પણ કે આ મારો મંગેતર છે અને તેનુ નામ રાહુલ છે.તો શુ કહે ખબર છે...? મને કહે કે બવ જ હેન્ડસમ દેખાઈ છે. મને પણ રાહુલ પસંદ છે. મારી વાત કરાવને. અને આ વાત ને લઈને મારે તેની સાથે જગડો પણ થયો હતો. પણ પછી તેણે ક્યારેય તારા વિશે વાત નોહતી કરી..."

"પછી શુ થયુ...?" રાહુલે પૂછ્યુ.

"પછી તો બધુ બરાબર હતુ. તે ક્યારેક ક્યારેક મને મળવા આવતી હતી. અને મને મળીને જતી રેહતી. અને તે પછી ક્યારેય અમારી વચ્ચે જગડો પણ નોહતો થયો. પણ બે દિવસ પેહલા !..." આટલુ બોલીને રીમા ચૂપ થઈ ગઈ.

"શુ થયુ બે દિવસ પેહલા..." રાહુલે પૂછ્યુ.

"બે દિવસ પેહલા સાંજે જ્યારે તુ ઓફિસ થી આવીને બાથરૂમ મા નાહવા માટે ગયો હતો. અને હુ કિચન મા હતી. ત્યારે મે મીના ને આપણા બેડરૂમ મા જતા જોઈ. એટલે મે બેડરૂમ મા આવીને મીના ને કહ્યુ પણ કે અહિયા શુ કરે છે તુ...? તો કહવા લાગી કે કઈ નહી બસ એમજ આવી હતી. અને કદાચ હુ તારા રાહુલ ને શર્ટ વગર જોઈ પણ લવ તો શુ ફરક પડી જવાનો. આ સાંભળી ને મને બવ ગુસ્સો આવ્યો અને મે તેને ઘરે થી જતા રેહવા કહ્યુ હતુ..."

"પણ તુ તો કેહતી હતી કે મીના કામ થી બહાર ગઈ છે...?" રાહુલે કહ્યુ.

"હા, રાહુલ મે તને ખોટુ કહ્યુ હતુ. મને બીક હતી કે તને કોલેજ વાળી અને આ બધી વાત ખબર પડશે તો તને દુખ થશે કે તારી રીમા એ આ બધુ તારા થી છુપાવ્યુ..."રીમા એ રોતા રોતા કહ્યુ.

"કઈ નહી. જે થવાનુ હતુ તે થઈ ગયુ. અને હુ તારા થી દુખી નથી. બસ તુ તારી તબિયત નુ ધ્યાન રાખ અને આરામ કર. એમ પણ મે ડોક્ટર ગાંધી પાસે તારો કેશ લખાવી દીધો છે. આપણે કાલે ડોક્ટર ગાંધી ને મળવા જવાનુ છે. એટલે તુ ચિંતા ના કર અને આરામ કર..." રાહુલે આવુ કહીને રીમા ને હોસ્પિટલ મા લઈ જવાનો પ્લાન પણ બનાવી લીધો.

"પણ મીના...?" ડરતા ડરતા રીમા એ કહ્યુ.

"તુ તેનુ ટેન્શન ના લે, તેને મે સંભાળી લઇશ..." રાહુલે રીમા ને બેડ પર સુવડાવતા કહ્યુ.

"પણ ધ્યાન રાખજે રાહુલ તે બવ ખતરનાક છે..." રીમા બોલી.

don't worry ....કહીને રાહુલે રીમા ના કપાળ પર ચુંબન કર્યું. અને કહ્યુ "હવે તુ આરામ કર, મારે થોડુ કામ છે હુ કામ પતાવી ને આવુ..."

રીમા ને સુવડાવી ને રાહુલ ઘર ની બહાર નીકળ્યો અને ફોન નીકાળી ને ડોક્ટર ગાંધી ને ફોન લગાવ્યો. અને ફોન પર ડોક્ટર ગાંધી ને બધી વાત જણાવી ને કાલે તેને હોસ્પિટલ લઈને આવુ છુ કહ્યુ. અને ડોક્ટર ગાંધી ને બધી તૈયારી કરી રાખવા જણાવ્યુ. ડોક્ટર ગાંધી સાથે વાત કરતા કરતા તે ચાલતો ચાલતો ઘર થી બવ દૂર પોહચી ગયો હતો. ત્યા પાન ના ગલ્લા પર જઈને એક સિગારેટ લીધી અને પીવા લાગ્યો. આમતો રાહુલ ને કોઈ પણ પ્રકાર નુ વ્યસન ના હતુ. પણ ક્યારેક ક્યારેક એકાદ સિગારેટ પી લેતો. અને પછી રાહુલે રીમા ના મામા ને ફોન કરીને બધી જાણ કરી અને સવારે સીધા હોસ્પિટલ આવી જવા જણાવ્યુ. પછી રાહુલ ઘરે આવ્યો અને બેડરૂમ મા જઈને જોયુ તો રીમા સૂઈ રહી હતી. રાહુલ પણ તેની બાજુ મા સૂતો પણ તેને પૂરી રાત ઊંઘ ના આવી.

સવાર મા રાહુલ ઉઠ્યો અને તૈયાર થઈને પછી રીમા ને જગાડી અને તેને તૈયાર થવા કહ્યુ. તો રીમા બોલી "કેમ ક્યાય બહાર જવાનુ છે...?" આ સાંભળી ને રાહુલને આચકો લાગ્યો. રીમા ને રાતે બનેલી કોઈ પણ ઘટના યાદ ના હતી. રાહુલ વિચારી રહ્યો હતો કે બસ હવે તો ગમે તેમ કરીને રીમા ને હોસ્પિટલ મા એડમિટ કરાવી દવ.

"તને રાત્રે તો કહ્યુ હતુ કે આપણે હોસ્પિટલ જવાનુ છે. ભૂલી ગઈ...?" રાહુલે કહ્યુ.

"હોસ્પિટલ...? હોસ્પિટલ કેમ...?" રીમા એ પૂછ્યુ.

આ સાંભળી ને રાહુલે પોતાની મગજ દોડાવ્યુ અને કહ્યુ. "રીમા તુ પણ ભૂલક્કડ બની ગઈ છો. રાત્રે તો કહ્યું કે મારા ફ્રેન્ડ નો જન્મ દિવસ છે અને આપણે તેને વિશ કરવા જવાનુ છે..."

"પણ હોસ્પિટલ કેમ..?" રીમા એ ઉત્સુકતા થી પૂછ્યુ.

"અરે યાર તે ડોક્ટર છે તો હોસ્પિટલ જ હોય ને કોર્ટ મા થોડી હોય. તો હોસ્પિટલ જઈને તેને વિશ કરીને પછી ફરવા જતા રહીશુ...." કહીને રાહુલે બાજી સાંભળી લીધી અને રીમા ને તૈયાર થવા કહયુ. રીમા એ પણ આગળ કશુ પૂછ્યુ નહી અને તૈયાર થવા જતી રહી ને થોડીવાર પછી તૈયાર થઈ ને આવી અને બંને કાર મા બેસીને હોસ્પિટલ જવા નીકળી ગયા.

રીમા ને શક ના જાય તે માટે રાહુલે રસ્તા માથી ફૂલો ની દુકાન પર થી એક બુકે લીધુ અને એક ગુલાબ નુ ફૂલ લીધુ. અને બુકે રીમા ને આપતા બોલ્યો. "જશુ હવે..?"

હમ્મ "આ બુકે તો ઠીક છે તારા ફ્રેન્ડ માટે પણ આ ગુલાબ નુ ફૂલ કોના માટે લીધુ...?" રીમા એ આંખો દેખાડતા પૂછ્યુ.

"આ ગુલાબ મારી જાન રીમા માટે છે..." I LOVE YOU. કેહતા રાહુલે રીમા ને ગુલાબ નુ ફુલ આપ્યુ.

ફુલ હાથ મા લેતા જ રીમા શરમાઇ ગઈ અને રાહુલ ના ખ્ંભા પર માથુ નાખીને બોલી I LOVE YOU 2.

અને પછી રાહુલે કાર ને હોસ્પિટલ તરફ જવા દીધી. થોડીવાર મા તેઓ હોસ્પિટલ પોહચી ગયા. રીમા ને ગેટ પાસે ઉતારીને રાહુલ કાર પાર્ક કરવા પાર્કિંગ મા ગયો અને પાર્કિંગ મા જઈને ડોક્ટર ગાંધી ને ફોન લગાડ્યો.

"આવી ગયા બેટા..." ડોક્ટર ગાંધી એ પૂછ્યુ.

"હા અંકલ, હું નીચે છુ..". અને પછી ડોક્ટર ગાંધી ને બધી વાત કરી કે રીમા ને ગઇકાલે બનેલી ઘટના વિશે કઈ યાદ નથી અને ફ્રેન્ડ ના જન્મ દિવસ નુ બહાનુ બનાવી ને લાવ્યો છુ.

"થોડીવાર મા મામા અને મામી પણ આવશે..." રાહુલે કહ્યુ.

"સુરેશ અને ભાભી આવી ગયા છે અને મારા કેબિન મા જ છે, તુ ચિંતા નહી કર અને રીમા ને લઈને મારા કેબિન મા આવીજા..." ડોક્ટર ગાંધી કહ્યુ.

રાહુલ ગાડી પાર્ક કરી ને રીમા ને લઈને હોસ્પિટલ મા ગયો. ઉપર જઈને ત્યા ઊભેલી નર્સ ને પૂછ્યુ. "આ ડોક્ટર ગાંધી ક્યા મળશે..?"

"સામે 3 નંબર ના કેબિન મા..." નર્સ એ જવાબ આપ્યો.

રાહુલ, રીમા ને લઈને ડોક્ટર ગાંધી ના કેબિન મા પોહચ્યો. ત્યા પહલે થી જ રીમા ના મામા અને મામી બેઠા હતા. મામા-મામી ને જોઈને રીમા કશુ સમજી ના શકી અને તેમની પાસે જઈને વાત કરવા લાગી. "મામા-મામી તમે પણ અહિયા...? કોનો જન્મ દિવસ છે...?" રીમા એ પૂછ્યુ.

મામી એ તેને ગળે લગાડતા કહ્યુ. "બધુ ઠીક થઈ જશે. તુ ચિંતા ના કર ..."

"શુ ઠીક થઈ જશે...?" રીમા એ પૂછ્યુ. રીમા ની સમજ મા કઈ નોહતુ આવતુ. એટલે ડોક્ટર ગાંધી પોતાની ખુરશી પર થી ઊભા થયા અને રીમા ની પાસે આવતા બોલ્યા. "મીના ના આવી...? ક્યાં ગઈ મીના...?"

"કોણ મીના...? તમે કઈ રીતે ઓળખો છો મીના ને...?" રીમા સવાલ પર સવાલ પૂછી રહી હતી.

"તમે શુ કરવાનો છો મીના સાથે...? તે ક્યાં છે ...? આવી રીતે ફરી સવાલ પૂછવા લાગી..."

"અમે તને એ જ પૂછીએ છીએ કે ક્યા છે મીના...?" ડોક્ટર ગાંધી એ પૂછ્યુ.

"રાહુલ તુ સંભાળ જે તે તને મારી દેશે. તેના હાથ મા ચાકુ છે..."રીમા બોલી.

"કોના હાથ મા ચાકુ છે..?" ડોક્ટર ગાંધી એ પૂછ્યુ.

"મીના પાસે..." "ક્યાં છે મીના..?" ડોક્ટર ગાંધી એ પૂછ્યુ.

"આ સામે રહી..." કહીને માથુ પકડીને રીમા ત્યા જ બેસી ગઈ અને બીજી જ ક્ષણે તે બેભાન થઈ ગઈ.

ડોકટરે તેમના સ્ટાફ ને બોલાવ્યો અને રીમા ને ICU મા લઈ જવા કહ્યુ અને રાહુલ અને સુરેશ ભાઈ ને કહ્યું કે તમે ગભરાવ નહી અમે છીએ ને બધુ ઠીક થઈ જશે. અને પછી તે પણ ICU મા ગયા અને રીમા નો ઈલાજ શરૂ કર્યો.

મામા-મામી અને રાહુલ ગભરાઈ ગયા હતા કેમ કે રીમા થોડીવાર મીના ...મીના કરતી હતી તો થોડીવાર મા એમ કેહતી કે તે રાહુલ ને મારી નાખશે. અને આમ તેની વાતો ફર્યા કરતી હતી અને તે કોઇની સમજ મા નોહતી આવતી.

મામા-મામી અને રાહુલ ડોક્ટર ગાંધી ના કેબિન મા જ બેઠા હતા અને ત્યાજ ડોક્ટર ગાંધી આવ્યા અને બોલ્યા કે અત્યારે રીમા ને શાંત કરવા ઘેન નો ડોજ આપ્યો છે. એટલે તે સુતી છે. "ગાંધી શુ થયુ છે રીમા ને...?" મામા એ પૂછુ.

"એ તો રિપોર્ટ કરાવીએ પછી જ ખબર પડશે. અને હા સુરેશ રીમા મારી પણ દીકરી જેવી જ છે એટલે તુ ચિંતા ના કર હુ તેને ઠીક કરીને જ રહીશ. પણ તમે આ મીના વિશે તપાસ કરો. ક્યા છે તે...? અને કોણ છે આ મીના..? તેની જાણકારી મેળવો..." ડોક્ટર ગાંધી એ કહ્યું.

"હા અમે હમણા જ જઈએ છીએ તેની તપાસ કરવા..." સુરેશભાઇ એ કહ્યુ. રીમા ના મામી ને રીમા પાસે રોકવાનુ કહીને સુરેશભાઈ, રાહુલ ને લઈને મીના ની તપાસ કરવા નીકળ્યા.

"મામાજી આ મીના ને શોધશુ ક્યા..? અને મે તો મીના ને જોઈ પણ નથી..."

"મને ખબર છે તે ક્યા મળશે..." મામા એ કહ્યુ.

"તેનો ઈલાજ જે.જે. હોસ્પિટલ મા થયો હતો ત્યાજ આપણે તપાસ કરીએ. રાહુલ એક કામ કર તુ કાર લઈને આવ પેહલા આપણે, જે.જે.હોસ્પિટલ જઈએ અકસ્માત થયેલ બધા દર્દી ને ત્યાજ દાખલ કર્યા હતા અને મીના નો ઈલાજ પણ ત્યાજ થયો હતો..."

રાહુલ કાર લઈને આવ્યો અને મામા ને બેસાડી ને જે.જે.હોસ્પિટલ જવા નીકળી ગયો. ૧ કલાક મા તેઓ જે.જે. હોસ્પિટલ પોહચી ગયા. અને ત્યા જઈને તપાસ કરી તો ખબર પડી કે મીના નો કેશ ડોક્ટર શર્મા ના હાથ મા હતો. એટલે તેઓ ડોક્ટર શર્મા ને મળવા તેમના કેબિન મા ગયા. અને તેમણે ડોક્ટર શર્મા સાથે મીના વિશે વાત કરી. ડોક્ટર શર્મા એ જે કહ્યું તે સાંભળી ને મામા અને રાહુલ ચોકી ગયા.

ક્રમશ: