Chor Sipai books and stories free download online pdf in Gujarati

ચોર સિપાઈ

ચોર સિપાઈ

પ્રફુલ્લ આર શાહ

ઝરમર ઝરમર વરસાદ, ચારે બાજુ પર્વત પર પથરાયેલી લીલીછમ ઘાસની ઓઢણી અને સફેદ પાતળી ઝરણાંની કેડી મિસ્ટર પીટર નેતરની આરામ ખુરશીમાં બેસીને જોઈ રહ્યો હતો. ટક ટક થતો ઘડિયાળનાં કાંટાનો ટીણો અવાજ શાંત વાતાવરણમાં પડઘા પાડી રહ્યો હતો.

તે ઊભો થયો. બિયરની બાટલી ટીપોય પર મૂકી વેફરની ડીશ સાથે. ત્યાં ટેલિફોન બિલાડીની રીંગ ટોન માં ખણખણ્યો. મૈં આવું.. મૈં આવું..અને બિલાડી શી ઝડપે રિસીવર ઉપાડયું. ફોન કપાઈ ગયો? ના કાપી નાખ્યો છે એવું પીટર સમજી ચૂકયો હતો. કારણ છેલ્લા બે દિવસ થી આમ થતું હતું.ફોનનું રિસીવર નીચે મૂકી ગ્લાસમાં બિયર રેડવા ગયો ત્યાં જ ડોરબેલ રણક્યો.કમને ઊભો થયો.દરવાજો ખોલ્યો અને ચમક્યો. આશરે પચાસ વર્ષની મહિલા માથે હેટ, હાથમાં સૂટકેશ અને જમણા હાથની બે આંગળીમાંથી રાખ ઢોળતી સિગારેટ અને ગળામાં ડાયમંડ હારથી શોભથી મહિલાએ કહ્યું, " મે આઈ કમ?" અને પીટરને ચડી ગયો નશો રોમે રોમમાં.

" પ્લીઝ કમ." કહી પીટરે મેડમને માટે અંદર જવા નો માર્ગ કરીને આપ્યો.દરવાજો ખુલ્લો રાખવો કે બંધ એ વિચારમાં પડી ગયો.મેડમે સુવાળાં સ્મિત સાથે કહ્યું," જેન્ટલમેન, દરવાજો બંધ કરી શકો છો.પીટરે પોતાની બેઠક લેતાં પૂછ્યું

" બોલો, મેડમ તમને શું મદદ કરી શકું છું આ બંદાને યાદ કેમ કર્યો"

" મારું નામ લ્યુસી છે. અને મને નવાઈ લાગે છે પીલર કે તું મને ઓળખતો પણ નથી."

"મેડમ, સ્યોરી, લ્યુસી પ્લીઝ એક વાત જાણી લો કે મારું નામ પીટર છે. પીલર નહીં."

" વાઉ પીલર! તે તારું નામ પણ બદલી નાખ્યું છે? મેં કલ્પના પણ કરી ન હતી કે મારાથી બચવા તું તારું નામ બદલી નાખીશ!"

" પ્લીઝ, હું તને નથી ઓળખતો"

" પણ હું તને સારી રીતે ઓળખું છું, સમજ્યો કે?"

" કેવી રીતે?"

" ઓહ કેવી રીતે? તું શું કહેવા માંગે છે?

સીધીસાદી વાત કે તું પીલર છે." કહી લ્યુસી ઊભી થઈ.પેંટ ના ખિસ્સાંમાંથી રિવોલ્વર અને જેકેટમાંથી છ ઈંચ નું ધારદાર ચમકતું ચાકુ કાઢીને ટીપોય પર મૂકી જમણા હાથ માં હેટ પકડી એક પગ ખુરશી પર મૂકી, ટીપોય પર મૂકેલું ચાકુ ની મૂઠ ડાબા હાથમાં પકડી પીટરની આંખોમાં આંખ મેળવી ધીરેથી પૂછ્યું," તારું નામ પીટર છે કેમ બરોબરને?"

" હા.ક્યારનો આ વાત તને તો સમજાવું છું પણ તું માનવા તૈયાર જ નથી."

" ધણો સ્માર્ટ તું છે પીલર. આઈ લવ યુ."

" તું પાગલ છે?"

" જ્યારથી તું મારી લાઈફમાં આવ્યો છે ત્યારથી હું તારામાં પાગલ છું પીલર. હવે હું થાકી ગઈ છું."

" ખરેખર તું પાગલ છે. હું તને મળ્યો જ નથી , આપણે એજબીજાને ઓળખતા નથી તો આ શક્ય કેવી રીતે બને લ્યુસી મેડમ?"

" જમણા હાથમાં ની આંગળીમાં રમતી હેટ પીટર તરફ ઉછાળી ને કહ્યું," આ હેટ ને તું ઓળખે છે કે નહીં?"

" આ હેટ મારા માપની છે જ ક્યાં?"

" સરસ પીલર.હેટને પહેર્યા વગર તું કેવી રીતે જજ કરી શકે કે આ હેટ તારી નથી.?"લ્યુસીએ સંયમ રાખી ને પૂછ્યું.

" સાવ સિમ્પલ. મારી આંખો નું જજમેન્ટ"

"તો મારી આંખો નું પણ જજમેન્ટ એ છે કે તું પીટર નહીં પણ પીલર છે જ."

આ વખતે લ્યુસીથી ઉંચા સ્વાદેબોલી જવાયું.

" નાઉ યુ કેન ગો પ્લીઝ" કહી તે ઊભો થયો.

" પીલ્ઝ, બેસી જા.રિવોલ્વર ભરેલી છે અને ચાકુ ઘારદાર છે.બિયરની બાટલી પછી ખાલી કોણ કરશે?"

પીટરે બે હાથ હવામાં ઉછાળ્યા અને બેસી ગયો.લ્યુસીએ ગ્લાસમાં બિયર રેડી બોટલમાનો બિયર મોઢે માંડતા બોલી ," ગ્લાસ ખાલી કર પછી ફેંસલો કરીયે કોણ પીટર છે કોણ પીલર?"

બેઉ જણ એકબીજાને જોતાંજોતાં બિયર ને સિગારેટ ના કસમાં પી રહ્યાં હતાં.

"એ ઈ દરવાજા પરની નેઈમ પ્લેટ ક્યાં ગઇ? બાર બાય બે ઇંચ ની હતી."બિયરની ખાલી બોટલ ટિપોય પર મૂકતાં લ્યુસીએ પૂછ્યું. પીટર મારકણી અદાથી સિર્ફ જોઈ રહ્યો.પીટરે કોઈ જવાબ ના આપ્યો.તે પીટર પાસે ગઈ, બાજુમાં પડેલી હેટ ઉઠાવી જોવા લાગી.પછી પીટરને બતાવી બોલી ," આ હેટ યાદ આવે છે"

" હું હેટ પહેરતો નથી.આઈ હીટ હેટબ્લડી."

"મારી બેગ કયાં છે?"

" બેગ?કઈ બેગ? ચડી ગઈ છે કે?"

" તને બધું યાદ કરાવવું પડશે કેમ? ઓ કે. આપણી પાછળ પોલીસ પડેલી.તે તારી હેટ મને આપી અને મારી બેગ મેં તને આપેલી.પોલીસને તારા પર શક હતો, તું પકડાયો.કશું ન મળ્યું. કારણ હીરા તે હેટમાં છૂપાવી રાખેલા કેમ ખરું ને ? "

" બધું ખોટું. પણ તે હીરાનું શું કર્યું. અને અહીં આવ​વાનું પ્રયોજન શું? માર્કેટ વેલ્યુ કેટલી હતી? તારે તો જલસા કર​વા જોઇએ કેમ બરાબરને? "

" પણ આપણને આપ​વામાં આવેલી હેટ તે બદલી નાખી હતી એમ આઈ રાઈટ મી. પીલર ?"

" હું પીલર નથી. છતાં ઘારો કે હું પીલર છું તો તું શું કરી શકે છે. અને તારો બક​વાસ ક્યારનો સાંભળું છું એનો અર્થ એ નથી કે હું બેવકૂફ છું. પ્લીઝ લીવ મી અલોન."

"મારી પાસે પ્રૂફ છે.અને કરીને રહીશ તને જો કોઈ ઓબજેકશન ન હોય તો? "

" આગળ બોલ "

" તારું પેંટ ઉતાર , તું ના પુરુષ છે કે ના સ્ત્રી તે ફક્ત તારા ને મારા સિવાય બીજું કોણ જાણે છે?"

એક ઝટકા સાથે પીટર ઊભો થયો અને જમણો હાથ ઉપર થઈ ગયો. તે જ વખતે લ્યુસીએ ટીપોય પર પડેલી રિવોલ્વર હાથમાં લીધી અને કહ્યું કે તારું પેંટ ઉતાર .બન્ને જણ એકબીજને ભડકેલી આંખોથી જોઈ રહ્યાં.બેઉની આંખોમાંથી તણખા ઝરી રહ્યાં હતાં. મક્કમ પગલે લ્યુસી આગળ વધી અને એક ધડાકો થયો.પીટર ઢળી પડ્યો. લ્યુસીની નજર પાછળ ગઈ. પીલર ને જોતા સ્તધ બની તેને જોઈ રહી.કારણ પીલર ના એક હાથમાં બેગ હતી અને બીજા હાથમાં હેટ​. " મેડમ મારું નામ પીલર છે.તું જેને પીલર સમજે છે તેનું અસલી નામ પીટર છે. એ મૂરખનો સરદાર મારું નામ વાપરી મને બદનામ કરતો હતો."

" કારણ કે તું પોલિસ ખાતામાં હતો એમ આઇ રાઇટ ?"

" પણ તું કેવી રીતે જાણે?"

" સો સિમ્પલ.નશામાં ભલભલાનું મો ખૂલી જાય છે. "

" ગ્રેટ !"

" અને તું જેને પીલર માને છે એનું નામ છે વીલર ,જે હ​વાલાતમાં છે કારણ તારી બેગ​. "

" હ​વાલાતમાં?!" આશ્વર્યથી લ્યુસીએ પૂછ્યું.

" મેડમ તમે કારણ જાણતા નથી કે? પોલિસ તમારી પાછળ પડી હતી.તમે જાણતાં હતાં કે બેગમાં નશીલી વસ્તુના પડીકા હતાં.જેની બજાર કિંમત એક સીઆર થાય છે તે તમે સારી રીતે જાણો છો. "

" તે હ​વાલાતમાં છે એનું પ્રૂફ ક્યાં છે? એનાં સમાચાર પણ રીલીઝ ક્યાં થયાં છે?"

" મેડમ શિકાર કર​વાની રસમ તમે તો સારી રીતે જાણતાં હશો?"

" ઓહ્!"

" તમારી જાણ માટે કે અમે ત્રણ ભાઈઓ એક સરખા છીએ. અમારા માબાપ પણ ગોટાળો કરી નાખતા હતાં સમજ્યાં કે? હું જાણતો હતો કે ભાઈનું પગેરું કાઢવા તમે અહીં સુધી જરુર આવવાનાં ..” કહી પીલરે ખિસ્સામાંથી રિવોલ્વર કાઢી.

" મી.પીલર કોઈ ચાલાકી ન કરતા.આ રિવોલ્વર પીટર ની ખોપરી માં જતી રહેશે. હું જાણું છું પીટર મરવાની એકશન કરી રહ્યો છે."

કહી બારીમાં થી નાસવાનો પ્રયત્ન કર્યો પીટરની આડ લઈને. પણ ટીપોય વચમાં આવતા લ્યુસીએ સમતોલપણું ગુમાવ્યું. રિવોલ્વર નીચે પડી. ડાબા હાથમાનું ચાકુ જમણા હાથમાં પકડી પીલર તરફ વાર કર્યો. પીલરે ફાયરિંગ કર્યું. લ્યુસી નીચી નમી ગઈ ને પીલર નિશાન ચુકી ગયો. લ્યુસીની પડી ગયેલી રિવોલ્વર પીટર ઊઠાવીને લ્યુસી તરફ ફાયર કરે એ પહેલાં લ્યુસીએ એના મોં માં કેપ્સુલ નાખી.બંને જણ એ તરફ દોડયાં.પણ લ્યુસી ઢગલો થઇ ઢળી પડી.

"ઓહ નો" કહેતાં વિસ્મયભરી નજરે બન્ને જણ જોઈ રહ્યાં લ્યુસીને!

સમાપ્ત