Mahima - 4 books and stories free download online pdf in Gujarati

મહિમા ભાગ-4

મહિમા

ભાગ-4

સંગીઅખિલ

બળદીયા થાકીને બેઠા હેઠા, ખેડું નેઝવા કરી નિહાળે, હવે તો વર્ષી જા વાલમ, તને મારી માં વસુંધરા પુકારે....

અર્પણ

જીંદગીની પરીક્ષામાં પાસ કરનાર,

જીવનની એક નવી રાહ બતાવનાર,

વિચારોને ચીંખરની ટોચ પર લાવનાર,

અધુરા સપનોને હક્કિતમાં પૂરા કરનાર,

શબ્દોથી ન વર્ણવી શકાય તેવી અને,

જેનો મહિમા ગાતાં થાકતો નથી તેવી,

મારી બેસ્ટ ફ્રેન્ડ "મહિમા"ને અર્પણ.

1. હવે તો વર્ષી જા વાલમ

બળદીયા થાકીને બેઠા હેઠા, ખેડું નેઝવા કરી નિહાળે,

હવે તો વર્ષી જા વાલમ, તને મારી માં વસુંધરા પુકારે....

ખેતરે જાવ પણ, ખ્યાલ રહે નય ખુદનો,

ઢેફા દેખી આંખ છલકે, હૈયા પોકારે તેજથી,

હવે તો વર્ષી જા વાલમ, તને મારી મા વસુંધરા પુકારે....

તળ સુકાયા તાપથી, અને વન રહ્યા નય આગથી,

હળ હાલે નય હેતથી, પ્રીત કરે નય કોઇ માનવી.

હવે તો વર્ષી જા વાલમ, તને મારી માં વસુંધરા પુકારે....

"મહિમા" રહ્યો નય, અને મારા કોરા રહ્યાં કાળજા,

બળદીયા થાકીને બેઠા હેઠા, ખેડું નેઝવા કરી નિહાળે,

હવે તો વર્ષી જા વાલમ, તને મારી માં વસુંધરા પુકારે....

  • સંગીઅખિલ "અખો"
  • 2. આપણે એવા દેશમાં રહીએ છીએ.

    આપણે એવા દેશમાં રહીએ છીએ,

    જ્યાં, નાણું બદલવું પડે છે.

    આપણે એવા દેશમાં રહીએ છીએ,

    જ્યાં, પોલિસથી બિવું પડે છે.

    આપણે એવા દેશમાં રહીએ છીએ,

    જ્યાં, શરૂ બસમાં કુકર્મી કુકર્મ કરીને વિયા જાય છે.

    આપણે એવા દેશમાં રહીએ છીએ,

    જ્યાં, ગાયને માતા કહીને મારી નાખવામાં અવે છે.

    આપણે એવા દેશમાં રહીએ છીએ,

    જ્યાં, અન્ન પેદા કરવાવાળાને ભુખથી મરવું પડે છે.

    આપણે એવા દેશમાં રહીએ છીએ,

    જ્યાં, સાત વર્ષની છોકરીને મુછળધાર,

    વરસાદમાં બસ સ્ટેશને એકલા સુવું પડે છે.

    આપણે એવા દેશમાં રહીએ છીએ,

    જ્યાં, સ્ટુડન્ટને રેગીંગ સહન કરવું પડે છે.

    આપણે એવા દેશમાં રહીએ છીએ,

    જ્યાં, બાળક જન્મે તે પહેલા જ,

    બાળકને મરણને ચરણ થવું પડે છે.

    આપણે એવા દેશમાં રહીએ છીએ,

    જ્યાં જીવનના છેલ્લા વર્ષોમાં,

    કાગળીયા વિણીને જીવવું પડે છે.

    આપણે એવા દેશમાં રહીએ છીએ,

    જ્યા, કાસ્ટલેસને બદલે કેશલેસ,

    પર ધ્યાન દોરય રહ્યું છે.

    આપણે એવા દેશમાં રહીએ છીએ,

    જ્યાં સ્વચ્છ ભારતનો "મહિમા" સમજાવવો પડે છે.

  • સંગીઅખિલ "અખો"
  • 3. કહુંબા પીધા છે.

    ખોબે-ખોબે ધધકતે ધોબે અમે કહુંબા પીધા છે,

    આ ગુર્જરી ધરા માટે, અમે પણ માથડા દિધા છે.

    કોઇ કવિએ અંજલી છાટી, પાળિયાને બેઠા કર્યા છે.

    એના દલડાની વાતું સાંભળી, એને મિઠા બોલ કિધા છે.

    ખોબે-ખોબે ધધકતે ધોબે અમે કહુંબા પીધા છે.

    ઇજ્જત-આબરું રહે સલામત, એટલે તલવારે ધિગાણા કર્યા છે.

    રાતા-રક્ત ઉપજ્યાં અમ અંગથી, ઘા જિલ્યા છે સામી સાતિયે.

    ખોબે-ખોબે ધધકતે ધોબે અમે કહુંબા પીધા છે.

    કાળી રાતમાં, મુસળધઆર વરસાદમાં, જોને અડીખમ ઊભા અમે એકલા,

    આભ નમે તો આભને ટેકો દય, જિલ્લી રાખ્યું છે અમે એકલા,

    ખોબે-ખોબે ધધકતે ધોબે અમે કહુંબા પીધા છે.

    મડદનો "મહિમા" અમર રહે, સૌવની મોર આ ઇતિહાસમાં,

    કોણ જાણે ક્યારે.? કાળના દળવાદળ દળવળે.

    ખોબે-ખોબે ધધકતે ધોબે અમે કહુંબા પીધા છે.

  • સંગીઅખિલ "અખો"
  • 4. ખુલ્લાસો આપો.

    પ્રીતના પારખા કેમ કરો છો તમે.?

    એનો ખુલ્લાસો મને આજનો આજ આપો.

    દુર રહીને બોવ તડપાવો છોને,

    ન કહેવાનું કહો છો તમે.

    એનો ખલ્લાસો મને આજને આજ આપો.

    અણ સમજુ હું તો નારીનો,

    ન જાણું આ નવા યુગની વાતું.

    નવા-નવા યુગલ કરે છે ઊજાણી,

    એવી નથી મને ઊજાણી કરતા આવડતું.

    એનો ખુલ્લાસો મને આજને આજ આપો.

    પ્રીત પારખા કેમ કરો છો તમે.?

    એનો ખુલ્લાસો મને આજને આજ આપો.

    વર્ષો વિત્યા છે સાથે રહીને,

    તોય ના ઓળખાણ પડી મારી તમને,

    "મહિમા" ગાયને મરવા પડી છું,

    તને એની જાણ કેમ નથી થાતી.?

    એનો ખુલ્લાસો મને આજને આજ આપો.

    પ્રીતના પારખા કેમ કરો છો તમે.?

    એનો ખુલ્લાસો મને આજને આજ આપો.

  • સંગીઅખિલ "અખો"
  • 5. જિંદગી તારે નામ

    જોય લે આ કાગળીયા,સહિં કરી દઉ છું તને,

    આ જિંદગી હવેથી, તારે નામ કરી દઉ છું તને.....

    તું આવ તો રદયનું દ્રાર ખુલું કરી દઉ છું તને,

    તું આવ .તો સ્વાગત કરુ, રદયથી સ્વીકારી લઉ છું તને.

    આ જિંદદગી હવેથી, તારે નામ કરી દઉ છું તને.....

    નફો-નુકશાન મારે નથી કરવા, હળવેકથી કહી દઉ છું તને,

    થોડું તુંપણ વિચારી લેજે, સાનુ સમજાવી જાવ છું તને.

    આ જિંદગી હવેથી, તારે નામ કરી દઉ છું તને.....

    અપનાવી લેજે હાથ મારો, તારા હાથમાં આપી દઉ છું તને,

    નાનકડી જિંદગી છે, તારી 'સંગ' જીવવાની છે ભણી દઉ છું તને.

    આ જિંદગી હવેથી, તારે નામ કરી દઉ છું તને....

    'મહિમા' વગરની મુલાકાત નકામી છે યાદ કરાવી દઉ છું તને,

    વિશ્વાસની નાવ તારી મારી, સમંદરમાં ઉતારી દઉ છું તને.

    આ જિંદગી હવેથી , તારે નામ કરી દઉ છું તને......

    જોય લે આ કાગળીયા, સહિં કરી દઉ છું તને,

    આ જિંદગી હવેથી, તારે નામ કરી દઉ છું તને.

  • સંગીઅખિલ "અખો"
  • 6. તારા નામના

    ઉત્સવો ઉજવાસે હવે તારા નામના,

    આ સુંદડીમાં તારાલા છે તારા નામના,

    જો જે રંગના ચડે કોઇ, કઇક જ રંગ છે તારા નામના,

    જોવા જાવું છે, જો રસ્તાઓ મળે તારા નામના.

    ઉત્સવો ઉજવાસે હવે તારા નામના.....

    નવી જિંદગી જીવવા સ્વપ્ન જોવા છે તારા નામના,

    કવિતા કહેવી છે, જો શબ્દ મળે તારા નામના.

    હાથ મય નામ લખાવ્યાં છે, અમે તારા નામના,

    આ રંગોથી ઘર રંગ્યાં છે, અમે તારા નામના,

    ઉત્સવો ઉજવાસે હવે તારા નામના.....

    લાલ મંહેદીથી હાથ રંગ્યાં છે, તારા નામના,

    સેંથા પૂર્યા છે અમે તારા નામના,

    મોતીએ મોરલા મઢાવ્યાં છે તારા નામના,

    આગણે તોરણીયા બંધાવ્યાં તારા નામના,

    ઉત્સવો ઉજવાસે હવે તારા નામના.....

    ફુલોથી રસ્તાઓ શણગાર્યા છે તારા નામના,

    મુજ મુખથી "મહિમા" ગવાય છે તારા નામનો.

    ઉત્સવો ઉજવાસે હવે તારા નામના.....

  • સંગીઅખિલ "અખો"
  • 7. પ્રેમ શું છે....?

    સમજો તો આંખમાં છલકાતો સંમદર છે.

    કોઇની યાદમાં વરસ્તો શ્રાવણ-ભાદરવો છે.

    રદયમાં ઘુંધવાતો રતનાગર સાગર છે.

    જીવનમાં લેવાતી અનિયમિત પરીક્ષાનો સમય છે.

    વિચારો તો વ્યાહવારમાં વપરાતો ભાવ છે.

    એક રદયથી બીજા રદય સુધી પહોચવાનો રસ્તો છે.

    માનો તો "મહિમા"નો મોટો ખજાનો છે.

  • સંગીઅખિલ "અખો"
  • 8. યહા મેં હિ શ્રોતા હું.

    યહા મેં હિ શ્રોતા હું, મેં હિ વક્તા હું.

    અપને તાન મે, અપની ધુન ગુનગુનાતા હું.

    યાર મત પુછ, મે યૈસા ક્યું હું ?

    બોલ દિયા તો, બાત કા મતલબ બદલ જાયેગા,

    યહા મે હિ શ્રોતા હું, મે હિ વક્તા હું.

    યહા હર કોઇ મેરે પીછે પડ જાયેગા,

    કભી અપના ઠિકાના મેં કહી ઢુંઢ નહિ પાઉગા.

    યહા મેં હિ શ્રોતા હું, મે હિ વક્તા હું.

    યહા કોન હૈ મેરા ? મેં કભી સમજ નહિ પાયા,

    "મહિમા" અપના હિ, કભી કિસીકો કહે નહિ પાયા,

    યહા મેં હિ શ્રોતા હું, મેં હિ વક્તા હું.

    યાર યહા હર કોઇ અપની હિ આગ મેં જલતા હૈ,

    કિસકો પૂછુ સમસામન કા રાસ્તા કહા સે ગુજરા હૈ.?

    યહા મેં હિ શ્રોતા હું, મેં હિ વક્તા હું.

  • સંગીઅખિલ "અખો"
  • 9. લગ્ન

    છોકરી ભણેલી હોય કે ના હોય,

    પણ છોકરો ભણેલો જોઇએ.

    એમા પાછું થોડુ ભણેલી હોય તો તો,

    છોકરો નોકરીયાટ જ જોઇએ.

    જો છોકરીએ ડિગ્રી કરેલી હોય તો,

    છોકરો ગવર્મેન્ટ નોકરીવાળો જ જોઇએ.

    છોકરીવાળા ગરીબ હશે તો હાલશે,

    પણ છોકરાવાળા અમિર હોવા જ જોઇએ.

    પોતાની છોકરી ભલે સાવ બોઘા જેવી હોય,

    પણ છોકરો તો ઇટલિઝન ગોતવાનો.

    છોકરા-છોકરીએ જાતે પંસદગી કરી છે તો,

    મારી જે જાતી છે એજ એની હોવી જોઇએ.

    કદાચ આ લગ્ન જીવનમાં પ્રેમને નહિ,

    પણ પ્રોપર્ટી-પૈસાને વધારે મહત્વ અપાય છે.

    લોકોને લગ્ન માટે પ્રેમ કરવાવાળો છોકરો નહિ,

    પણ કમાવાવાળો છોકરો જોઇએ છે.

    કામ કરવા માટે તો બાય મળી જાય છે,

    પણ લગ્ન કરવા માટે મુશ્કિલ બની જાય છે.

    વાંધો એ લોકોને નથી જે અસંસ્કારી છે,

    પણ વાંધો તો એ લોકોને છે જે સંસ્કારી છે.

    તમારો છોકરો કુંવારો રે તો ચાલશે,

    પણ મારી છોકરી માટે ક્યારેય લાયક નહિ થાય.

    વિચારો બદલાય છે કે દેખા-દેખી થાય છે,

    કાય ખબર પડતી નથી.

    પૈસાવાળાને પકડવા જશો તો કદાશ મળી તો જશે,

    પણ સુખ કરતા દુઃખ વધારે ભાગ ભજવી જશે.

    જે લોકોને એકથી વધારેવાર પરણ્વું પડે છે એને જોઇ લેજો,

    એને પ્રેમ કરતાં પૈસાને વધારે મહત્વ આપ્યું હશે.

    આ વાંચ્યા પછી એટલું તો જરૂર વિચારજો,

    "મહિમા" પ્રેમનો છે પૈસાનો નહિ.

  • સંગીઅખિલ "અખો"
  • 10. હું જ છું.

    હું જ જીવ છું, હું જ જીવન છું.

    હું જ આત્મા છું, હું જ પરમાત્મા છું.

    હું જ અલ્હા છું, હું જ ઈશ્વર છું.

    હું જ ઇસુ છું, હું જ ઈન્સાન છું.

    હું જ બુદ્ધ છું, હું જ પ્રભુ છું.

    હું જ કંસ છું, હું જ કૃષ્ણ છું.

    હું જ રાવણ છું, હું જ રામ છું.

    હું જ રામાયણમાં છું, હું જ ગીતામાં છું.

    હું જ કુરાનમાં છું, હું જ બાઇબલમાં છું.

    હું જ પુરાણમાં છું , હું જ વેદમાં છું.

    હું જ બ્રહ્મ છું, હું જ બ્રહ્માંડ છું.

    હું જ બ્રહ્માં છું, હું જ વિષ્ણુ છું.

    હું જ દેવ છું, હું જ મહાદેવ છું.

    હું જ દાનવ છું, હું જ માનવ છું.

    હું જ શસ્ત્ર છું, હું જ શાસ્ત્ર છું.

    હું જ અસ્ત્ર છું, હું જ અગ્નિ છું.

    હું જ આદી છું, હું જ અનાદી છું.

    હું જ કણમાં છું, હું જ મણમાં છું.

    હું જ નભમાં છું, હું જ જળમાં છું.

    હું જ ચંદ્રમાં છું, હું જ સુર્યમાં છું.

    હું જ છોડમાં છું, હું જ જળચરમાં છું.

    હું જ કામધેનું છું, હું જ ગુરૂડ છું.

    હું જ સ્ત્રીમાં છું, હું જ પુરૂષમાં છું.

    હું જ વાયું છું, હું જ અન્ન છું.

    હું દસે દિશાએ છું, હું જ ત્રિલોકે છું.

    હું જ નજરમાં છું, હું જ રદયમાં છું.

    હું જ જન્મમાં છું, હું જ મુત્યુમાં છું.

    હું જ અમૃત છું, હું જ વિષ છું.

    હું જ પ્રાણ છું, હું જ મહાપ્રલય છું.

    હું જ ક્રોધ છું, હું જ પ્રેમ છું.

    હું જ શોક છું, હું જ શોખ છું.

    હું જ લયમાં છું, હું જ પ્રલય છું.

    હું જ સરુમાં છું, હું જ અંતમાં છું.

    હું જ પલમાં છું, હું જ કલમાં છું.

    હું જ નિર્માણમાં છું, હું જ વિનાશમાં છું.

    હું જ એક છું, હું જ અનેક છું.

    હું જ "મહિમા" છું, હું જ મોત છું.

    હું જ સમય છું, હું જ કાળ છું.

  • સંગીઅખિલ "અખો"
  • 11. હૈયા હાથ રેતા નથી.

    હૈયા હાથ રેતા નથી, કરે છે કજીયા કૈઇક એવા,

    રોજ આંખડી લડે છે, ભલે હોય મેદની લાખની,

    મુછાળા મડદની મજા માણવા, મન કરે છે વાસા,

    સમજાય તો ઘણું છે, નહિતર જીવતર છે ઝેર જેવું.

    આપણા હાથે જ હણાયા છે, આપણા જ સ્વજનો,

    દુઃખ ત્યારે હદ પાર, ઉરમાં ઉભરાય છે.

    નામ જોના હતા રદયમાં, એજ કંટારી મારી જાય છે,

    તોય કેમ એની પાછળ.? વારંવાર પગલાં મડાય છે.

    હું જેને ચાહું છું, એ મને ચાહે તો કેટલું સારુ .?

    "મહિમા" માની તો જા, આમ જ મુલાકાતમાં સમય વેડફાય છે.

  • સંગીઅખિલ "અખો"
  • ***