Kumar Mangalam Birla - Smart Manager books and stories free download online pdf in Gujarati

Kumar Mangalam Birla - Smart Manager

કુમાર મંગલમ બિરલાઃ

‘સ્માર્ટ મેનેજર’

કંદર્પ પટેલ

Patel.kandarp555@gmail.com

www.kparticleworld.wordpress.com




© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•કુમાર મંગલમ બિરલા : ‘સ્માર્ટ મેનેજર’

•સ્ટોરી સ્ટાર્ટર

•બિગ ‘લોસ’ ટુ બિગ ‘બોસ’

•થિંક બિગ

•નિરજા બિરલા : સંપૂર્ણ સહારો

•વિઝન : વેલ્યુ : વેલ્થ

•સોફ્ટ ક્વોટ

કુમાર મંગલમ બિરલા : ‘સ્માર્ટ મેનેજર’

ભારતનું ચોથા નંબરનું સૌથી મોટું કંપની ગ્રુપ હાઉસ એટલે ‘આદિત્ય બિરલા ગ્રુપ’. પાંચ-પાંચ પેઢીઓની મહેનતનું પરિણામ આજે દેખાઈ આવે છે. ગ્રાસિમ, હિન્દાલ્કો, અલ્ટ્રાટેક સિમેન્ટ, આદિત્ય બિરલા નુવો, આઈડિયા સેલ્યુલર, બિરલા એન.જી.કે (ઈન્સ્યુલેટર્સ) અને બિરલા સન લાઈફ. આ દરેક કંપનીઓના ચેરમેન એટલે કુમાર મંગલમ બિરલા. ભારતની સૌથી સફળ ‘કોંગ્લોમિરેટસ’ કંપનીઓમાંની એક એટલે આદિત્ય બિરલા ગ્રુપ જે થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, ઈજીપ્ત, કેનેડા, ચાઈના, લાઓસ, યુ.એસ.એ., યુ.કે અને ઓસ્ટ્રેલીયામાં સફળતાપૂર્વક બિઝનેસ ચલાવી રહ્યું છે.

આદિત્ય બિરલા ગ્રુપને બિઝનેસમાં ‘એડવાન્સ બુસ્ટર’ તરીકેનું કાર્ય કર્યું હોય તો તે વ્યક્તિ એટલે કુમાર મંગલમ બિરલા. શિવનારાયણ બિરલા - બલદેવદાસ બિરલા - ઘનશ્યામદાસ બિરલા - આદિત્ય બિરલા અને કુમાર મંગલમ બિરલા. આટલો લાંબો સાહસિક અને ‘બિઝ’રસથી ભરપુર કૌટુંબિક વારસો. કહેવાય છે કે કોઈ પણ મહાન કાર્યની પાછળ પાંચ-પાંચ પેઢીઓનું તપ હોય છે. જે કુમાર બિરલાએ સાબિત કરી બતાવ્યું. આટલી લાંબી વિરાસતની શોર્ટ અને સ્વીટ ટૂર માટે, ‘ટેક અ ટૂર’.

સ્ટોરી સ્ટાર્ટર

૧૪ જુન, ૧૯૬૭ના રોજ આદિત્ય અને રાજશ્રીના ઘરે કુમારનો જન્મ. ચિંતામુક્ત અને ખુબ સારા વાતાવરણમાં તેમનો જન્મ. સ્ટાફના વ્યક્તિઓ અને ઘરના લોકોથી હર્યુભર્‌યુ બચપણ. કેથેડરલ શ્ જ્હોન કેનન સ્કૂલમાં તેમનું શિક્ષણ થયું. કુમારના માતા રાજશ્રી જયારે માત્ર ૧૦ વર્ષના હતા ત્યારે તેમની સગાઈ આદિત્ય (કુમારના પિતા) સાથે કરવામાં આવી હતી. માત્ર ૧૪ વર્ષની ઉંમરે તે પોતાના ભાવી પતિ આદિત્યને મળી હતી. ૧૭ વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા. જયારે કુમારનો જન્મ થયો ત્યારે રાજશ્રી કોલેજમાં અભ્યાસ કરતી હતી. ભણતા-ભણતા તે કુમારની દેખભાળ રાખતી હતી. કુમારની બહેન વાસવદત્તનો જન્મ નવ વર્ષ પછી થયો.

કુમારના પિતા આદિત્ય વિક્રમ બિરલા યુ.એસ.એ.થી પોતાનું શિક્ષણ પૂરૂં કર્યા પછી પોતાના પિતાના વ્યવસાયમાં ખુબ નમ્રતાપૂર્વક જોડાઈ ગયા. થોડા વર્ષોમાં વારસાગત રીતે મલ્ટી-બિલિયન ડોલરના બીઝનેસ એમ્પાયરને આગળ લઈ ગયા. ટેકસટાઈલ, સિમેન્ટ, એલ્યુમીનીયમ, ખાતર અને આર્થ્િાક સવલતો જેવા બિઝનેસમાં શ્રીગણેશ કર્યા.

બિગ ‘લોસ’ ટુ બિગ ‘બોસ’

કહેવાય છે ને કે, ‘દરેકની જિંદગીનો એક દાયકો હોય છે.’ બસ, બિરલા ગ્રુપ સાથે આવું જ કાંઈક થયું. સ્કૂલમાં શિક્ષણ લીધા પછી ચાર્ટર્‌ડ એકાઉન્ટ અને એમ.બી.એની લંડન બિઝનેસ સ્કૂલમાંથી ૧૯૯૦માં કુમાર પાછા ફર્યા. તરત જ તેઓ તેમના પિતા સાથે જોડાઈ ગયા. એ સમયે આદિત્ય બિરલા ગ્રુપ ખુબ મોટી તકલીફમાં ફસાયેલું હતું. ફર્ટિલાઈઝર અને ઓઈલ રિફાઈનિંગના ક્ષેત્રમાં ખુબ મોટું રોકાણ કરીને તેણે રીલેટેડ ચીજવસ્તુઓ જેમ કે, કાર્બન બ્લેક, ઈન્સ્યુલેટર્સ, સિમેન્ટ, ટેકસટાઈલ વગેરેમાં આગળ વધવું હતું. એકસાથે આવા મોટા બિઝનેસના ફેલાવાને લીધે તેના મેનેજમેન્ટમાં ખુબ તકલીફો આવતી હતીં. ઉપરાંત, આદિત્ય બિરલા પ્રોસ્ટેટના કેન્સરમાં સપડાયા. ત્યારબાદ, રાજશ્રી અને કુમાર એ બિઝનેસ સંભાળવાની શરૂઆત કરી. આખરે ૧૯૯૫માં ચાર મહિનાની હોસ્પીટલની લાંબી બીમારી બાદ આદિત્યનું અવસાન થયું. ત્યારે કુમાર માત્ર ૨૮ વર્ષના હતા.

ભારતના આટલા મોટા બિઝનેસ એમ્પાયરને સંભાળવું કી રીતે? પ્રશ્ન મોટો હતો અને અનુભવની કમી હતી. છતાં, પિતાના શીખવેલા રસ્તા પર ચાલીને કુમાર એ આખા એમ્પાયરને ખુબ સારી રીતે પોતાની બિઝ ‘સોફી’થી સંભાળી લીધું.

બસ, બિગ બોસ બનવા માટે હવે થોડી જ વાર હતી. માત્ર ૧૦ વર્ષમાં તેમને સાબિત કરી દીધું કે, દરેક ‘બિરલાઝ’ કરતા પોતે સૌથી મોટો બિરલા બનશે.

૧.શરૂઆતનું સ્ટેપ સ્ટ્રીમલાઈનીંગ અને રીકન્સ્ટ્રકશન માટે છ્‌શ્‌ ની સ્થાપના હતી. જે ૧૯૯૮માં થઈ. ઈન્ડો-ગલ્ફ કોપરનું પ્રોડક્શન શરૂ થયું. એ જ વર્ષે બિરલા ગ્રુપ કેનેડામાં મંડાયું. એથોલવિલે પલ્પ મિલ, ન્યુ બૃન્સવિક ખાતે આવેલી કંપનીને ખરીદી લીધી.

૨.જોઈન્ટ વેન્ચુરમાં ‘કેનેડા’ઝ સન લાઈફ’ નામની ફાયનાન્શિયલ સર્વિસની શરૂઆત કરી.

૩.છ્‌શ્‌ એ ‘ટાટા કમ્યુનિકેશન્સ’ સાથે જોડાઈ ગઈ.

૪.૨૦૦૨માં ઈન્ડો ગલ્ફ ફર્ટિલાઈઝર્‌સ શરૂ થઈ અને ‘અન્નપુર્ણા ફોઈલ’ને ખરીદી.

૫.૨૦૦૩માં નિફ્ટી કોપર અને માઉન્ટ જોર્ડન ખાતેની ઓસ્ટ્રેલીયામાં આવેલી કોપરની ખાણને બિરલા ગ્રુપ એ ખરીદી.

૬.‘લાયોનીંગ બિરલા’ એ ચાઈનાની એક કોપર બ્લેક બનાવતી એક કંપની સાથે જોડાઈ.

૭.ઈન્દાલ એ હિન્દાલ્કો સાથે એ જ વર્ષે જોડાઈ ગઈ.

૮.ઓરિસ્સામાં ૨૦૦૫માં નવું એલ્યુમિનીયમનો પ્રોજેક્ટ શરૂ કર્યો. આ જ વર્ષે ‘સેઈન્ટ એન નેકેવિક પલ્પ મિલ’, કેનેડાને ખરીદી.

૯.આજે બિરલા ગ્રુપ વિશ્વમાં વિસ્કોસ સ્ટેપલ ફાઈબર અને સિંગલ-લોકેશન પામ ઓઈલના ઉત્પાદનમાં સૌથી મોટું ગ્રુપ છે.

૧૦.એશિયાનું સૌથી મોટું એલ્યુમિનીયમ અને કોપર ઉત્પાદ કરતુ ગ્રુપ છે.

કાર્બન બ્લેક અને ઈન્સ્યુલેટરના ઉત્પાદનમાં વિશ્વમાં ચોથા નંબરનું ગ્રુપ છે. ભારતની પ્રીમિયર બ્રાન્ડેડ ગારમેન્ટસ, સૌથી વધુ ઉર્જા ઉત્પન્ન કરતા પ્લાન્ટ્‌સ, વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન, પ્રાઈવેટ સેક્ટર ઈન્સ્યોરન્સ કંપની, મેનેજમેન્ટ કંપની, ટોપ ફાઈવ મોબાઈલ ટેલિફોન એસેટ, ટોપ ૩ મ્ર્ઁં, ક્લોરો આલ્કલી સેક્ટર...! અધધધ...આટલું બધું આ ગ્રુપ બનાવે છે ભૈલા...!

થિંક બિગ

બસંત કુમાર બિરલા માને છે કે, કુમાર મંગલમ બિરલાની સફળતાનું કારણ તેનું શિક્ષણ છે. જેના દ્વારા કુમાર કંઈક મોટું વિચારતા અને અલગ કરતા શીખ્યો. લંડનથી પરંત ફર્યા પછી, ઈજીપ્તમાં રહેલ કાર્બન બ્લેકના પ્રોજેક્ટને હાથમાં લીધી. ઉપરાંત, ઈન્ડો ગલ્ફ ફર્ટિલાઈઝર, ગ્રાસિમ પોર્ટફોલિયો, સિમેન્ટ અને ૐઇ તરીકેની જવાબદારીઓ નિભાવી.

બસંત કુમાર બિરલા કહે છે કે, “કુમાર મંગલમનું વર્કિંગ મોડેલ તેમના પિતાથી એકદમ અલગ હતું. તે પોતાના ડેલિગેશનના પાવરમાં વિશ્વાસ રાખે છે. તેમની સ્ટાઈલ વધુ ને વધુ ગ્રુપ-ઓરિએન્ટેડ હોય છે.”

તેમના દાદા પણ સફળતાની રાહ પર દોડવાની કુમારની સ્પીડથી અભિભૂત થયા. તેમનું પહેલું પગથિયું હતું, એક મજબુત ટીમ બનાવવી. “અમારી પોલિસી પ્રમાણે અમે બહારના લોકોને નોકરી પર રાખતા નહોતા. જે કુમાર એ ચેન્જ કર્યું.” એમ તેના બસંત કુમાર બિરલા કહે છે. લગભગ ૩૫૦ જેટલા ૬૦ વર્ષ જેટલી મોટી ઉમરના વાઈસ-પ્રેસિડન્ટને એક જ ધડાકે ફાયર કાર્ય. તેમના સ્થાને નવા ફ્રેશ ટેલેન્ટને કંપનીઓમાં સ્થાન આપ્યું. ઈકોનોમિક વેલ્યુ એડેડ મોડેલ માટે ‘પ્રથા’ સિસ્ટમ બનાવી. જેમાં ડેઈલી રીપોર્ટ બનાવવામાં આવતો હતો. જેમાં ઈનપુટ કોસ્ટ અને ડેઈલી કેશ પ્રોફિટને કમ્પેર કરીને બજેટ પ્રોફિટ નક્કી થતું હતું.

નવી નવી બિઝનેસ સ્ટ્રેટેજીને અપનાવીને ફેરફારો કાર્ય કરવા. સમય અને પ્રતિસ્પર્ધીઓ સાથે ઉઅપ્દેત રહેવું. ઈન્ટરનલ સિસ્ટમને ચેન્જ કરીને નવી અપગ્રેતેડ સિસ્ટમને અમલમાં મુકવી. આ દરેક તેમની પ્રતિભામાં વધારો કરે છે. ગ્રુપની વેલ્યુને આનાથી ખુબ મોટો ફાયદો થયો. ઉપરાંત, તેમનો શરમાળ અને શાંત સ્વભાવ મેનેજમેન્ટના ‘ગુરૂ’ તરીકેની ઝાંખી કરાવે છે.

ચેરમેનશીપ એ કુમાર માટે ‘એસિડ ટેસ્ટ’ સમાન હતી. તેમની પાસે વિચારવા માટે અને નિર્ણયોને લંબાવવા માટે સમય નહોતો. એ જુના દિવસોને યાદ કરતા કહે છે. “કોઈક ગભરાઈ જાય છે. કોઈ તેણે મોટી જવાબદારી સમજે છે. પરંતુ, મનમાં યાદ કરીને તેણે ઘોળ્યા કરવાનો સમય જ નહોતો. બસ, તેણે અમલમાં મુકવું હતું. પિતાની અંત્યવિધિ પછીના બીજા દિવસે હું ઓફિસમાં હતો.”

ઘનશ્યામદાસ બિરલા એ સચેત બિઝનેસમેન હતા. જયારે તેમના પુત્ર, બસંત કુમાર એ રિસ્ક-ટેકિંગ હતા. આદિત્ય બિરલા એ સમય કરતા આગળ વધીને ગ્લોબલ બનેલા બિઝનેસ પર્સન હતા. કુમાર મંગલમ બિરલા એ સંયુક્ત - એકત્રિત, જટિલ અને રિફોર્મ કરેલ બિઝનેસ એમ્પાયર ખડું કર્યું.

નિરજા બિરલા : સંપૂર્ણ સહારો

“ર્ૐરીઙ્ઘ, ર્મ્રીઙ્ઘ શ્ ર્ઝ્રરીઙ્ઘ..!” આ ત્રણેય કોણ કરે છે?

ર્ૐરીઙ્ઘ પેરેન્ટ્‌સ કરે છે. ર્મ્રીઙ્ઘ કુમાર કરે છે અને ર્ઝ્રરીઙ્ઘ અફ-કોર્સ હું કરૂં છું. - નિરજા બિરલા

કુમાર અને નિરજા મિડિયાફોબિયા અને ખુબ જ શાંત સ્વભાવ ધરાવે છે. પરફેક્ટ કપલ ફોર ઈચ અધર.

નિરજા એ તે સમયના ધનાઢ્‌ય કુટુંબ એસ.કુમાર ગ્રુપ ઓફ કંપનીઝના માલિકના ઘરે જન્મ્યા હતા. તેઓ એક પરફેક્ટ ગૃહિણી છે.

કુમાર તેમના વિષે જણાવતા કહે છે કે, “નિરજા પાસે સેન્સ ઓફ વેલ્યુ અને સેન્સિટીવીટી ખુબ સારા છે. એ તેમના બાળકો માટે ‘સુપર મોમ’ છે. તે ખુબ ભાગ્યશાળી છે કે તેમના સંતાનોને નિરજા જેવી પ્રેમાળ માતા મળી. નિરજાનું મેચ્યોરિટી લેવલ ખુબ સાઉન્ડ છે. તે એક વિચારશીલ અને લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવતી માતા છે. હું મારી જાતને ખુબ નસીબદાર ગણું છું કે મને નિરજા એક લાઈફ પાર્ટનર અને ક્લોઝ ફ્રેન્ડના રૂપમાં મળી.”

શિક્ષણના વિષયમાં નિરજા જણાવે છે કે, ‘જે બાળકની માર્કશીટમાં છ+ ગ્રેડ આવેલો હોય તે લાઈફની માર્કશીટમાં ખુબ નબળા ગ્રેડથી આગળ વધતો હોય છે. લાઈફ ચેલેન્જિંગ અને લાઈફ મેનેજિંગ સ્કિલની ઉણપ ક્યારેય પણ ના વર્તાવી જોઈએ. સ્કૂલ એટલે માત્ર કોર્સમાં આવે તેટલું જ નહિ પરંતુ ઓવરઓલ ગ્રોથ.’

“હું મારા ગ્રાન્ડફાધર અને મધરને વિશેષ મહત્વ આપું છું. કારણ કે તે બંને ખુબ જ પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવે છે. મારા ગ્રાન્ડફાધરને હું ‘દાદુજી’ કહીને બોલાવું છું. તેઓ ‘ડાઉન ટુ અર્થ’ પર્સનાલિટી ધરાવે છે. ખુબ જ સરળ સ્વભાવના છે.” નિરજા બિરલા એક કૌટુંબિક સંબંધોની ધરોહર પકડીને દુનિયા સાથે ખભો મિલાવીને ઉભા રહે તેવું વ્યક્તિત્વ ધરાવે છે તે આ વાક્ય પરથી કહી શકાય.

ઘર પણ સારી રીતે સંભાળવું અને સોશિયલ એક્ટીવીટી પણ ખુબ સારી રીતે કરવી. આ બંનેનો કોમ્બો પેક હોય તો તે નિરજા બિરલા છે. પોતાના સંતાનો માટે પણ સમય ફાળવવો અને કુટુંબના દરેક વ્યક્તિઓ માટે પણ એટલું જ તત્પર રહેવું, જે ગૃહિણીધર્મની પુરેપુરી ફરજ બજાવે છે તેમ કહી શકાય. આટલા મોટા બિઝનેસ એમ્પાયરના ‘ફર્સ્ટ લેડી’ હોવા છતાં કુટુંબ માટે જાતે જમવાનું બનાવે છે, તે ખરેખર નોંધનીય બાબત ગણાય.

નિરજા બિરલા પીડિત બાળકો માટે ‘મેક-અ-વિશ’ નામનું ફાઉન્ડેશન ચલાવે છે. દર મહીને તેઓ વધુમાં વધુ બાળકોની વિશ પૂરી થઈ શકે તે માટેના પ્રયત્નો કરે છે. તેઓ જણાવે છે, ‘બાળકો એ મારી લાઈફમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે. તેમના ચહેરા પર એક ખુશીની નિશાની દેખાય અને જો તે મારા લીધે સંભવ થતી હોય તો તે મારા માટે સૌથી મોટી બાબત છે.’

‘આકાંક્ષા ફાઉન્ડેશન’ અને ‘કેન્સર પેશન્ટ એઈડ એસોસિએશન’ નામના બે એન.જી.ઓ સ્લમ વિસ્તારના બાળકો માટે કામ કરે છે. એ બંને દ્ગર્ય્ંમાં ખુબ એક્ટિવ બનીને કાર્ય કરે છે.

વિઝન : વેલ્યુ : વેલ્થ

બિરલા ગ્રુપનું ધ્યેય દરેક બિઝનેસ વેન્ચુર પર ચોક્કસ ફોકસ સાથે પ્રીમિયમ ઈન્ટરનેશનલ કોંગ્લોમિરેટ બનવાનું છે. તેની સાથે સોસાયટી માટે કરેલ કમિટમેન્ટને જાળવીને વેલ્ફેરનો ઉપયોગ કરવાનું છે.

“છઙ્મઙ્મ ટ્ઠર્હ્વેં ૈહીંખ્તિૈંઅ, ર્ષ્ઠદ્બદ્બૈંદ્બીહં, ડીટ્ઠઙ્મ, જીટ્ઠદ્બઙ્મીજજહીજજ ટ્ઠહઙ્ઘ જીીઙ્ઘ.” જે બિરલા ગ્રુપના વેલ્યુઝ છે.

૪૦ બિલિયન યુ.એસ ડોલરના માર્કેટ કેપ પ્રાઈઝ સાથે બિરલા ગ્રુપ સફળતાના શિખરો સર કરી રહ્યું છે. ફોર્ચ્યુન ૫૦૦ની અંદર આવતું આ કોંગ્લોમિરેટ ગ્રુપ છે. ૨૫ કરતા વધુ રાષ્ટ્રીયતા ધરાવતા એક લાખ કરતા વધુ એમ્પ્લોયીનો સમાવેશ એકલું બિરલા ગ્રુપ કરે છે. જે બિઝનેસ યુનિટમાં બિરલા ગ્રુપ કામ કરે છે એ દરેકનું ડોમિનંટ પ્લેયર છે.

વિસ્કોસ સ્ટેપલ ફાઈબર, મેટલ, સિમેન્ટ, વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન, કાર્બન બ્લેક, કેમિકલ્સ, ફર્ટિલાઈઝર, ઈન્સ્યુલેટર, ફાયનાન્શિયલ સર્વિસ, ટેલીકોમ, મ્ર્ઁંઅને ૈં્‌ સર્વિસ. આટલા બિઝનેસ યુનિટને ખુબ જ સારી રીતે સંભાળી રહ્યું છે.

પોતાની સફળતાનો શ્રેય પોતાના કુળને આપતા કુમારના પરદાદા ઘનશ્યામદાસ બિરલા કહે છે કે, ‘હું નસીબદાર છું કે મારો જન્મ મારવાડી વ્યાપારી કુટુંબમાં થયો. હું વેપારીઓ પાસેથી ઘણું શીખ્યો છું. તેથી જ મારી કંપનીમાં ક્યારે પણ નાની-મોટી હિસાબી ભૂલચૂક મારાથી નથી થઈ. હિસાબ-કિતાબના મામલે હું બહુ નિયંત્રિત છું.’ આ કદાચ કુમાર મંગલમ બિરલા માટે વારસાગત ભેટ કહી શકાય.

પ્રોડક્ટીવિટી અને પ્રોફિટેબિલીટી એ બંને બિરલા ગ્રુપના પર્યાયી બનીને રહ્યા છે. કુમાર એ ગ્રુપના દરેક બિઝનેસ યુનિટમાં ૩૬૦ ડિગ્રી ફીડબેક સિસ્ટમ લોન્ચ કરી છે. જે તેની લીડરશીપ સ્ટાઈલ છે. તેમને ૬૨ થી ૬૫ વર્ષની વચ્ચેના ઘણા બધા સિનીયર ઓફિસરને જોયા પછી તેમને તેમની પોસ્ટથી નિવૃત્ત કરીને યંગ ફ્રેશ ટેલેન્ટને સ્થાન આપ્યું. ગ્રુપને ખુબ ઝડપથી આગળ વધારવા માટે ‘વી વિલ વિન’ પ્રોગ્રામ લોન્ચ કર્યો.

વિવિધ મેનેજમેન્ટ સ્કિલને બિરલા ગ્રુપમાં ઈમ્પ્લીમેન્ટ કરીને ‘ગ્રોથ બુસ્ટર’ બનાવનાર એકમાત્ર મેનેજર એટલે કુમાર મંગલમ બિરલા.

સોફ્ટ ક્વોટ

કામને કેટલું એન્જોયેબલ બનાવવું એ વર્ક એન્વાયરમેન્ટ પર આધારિત છે. હંમેશા પોતાના ફિલ્ડમાં સુપિરીયર હોય તેવા સ્માર્ટ લોકો સાથે કામ કરવું અને તેમની બૌદ્‌ધિક ક્ષમતાનો ઉપયોગ કરવો તે જ મહત્વનું છે.

પ્રથમ જોબ ક્રિએટ કરો અને પછી લોકોને સ્કિલ પ્રોવાઈડ કરો.

લાઈફનો ગોલ્ડન રૂલ એ છે કે તમે તમારા પેશનને ફોલો કરો. એવું કરો જે તમારા હૃદયની સૌથી નજીક છે. સફળ અને ખુશ રહેવા માટે તે સૌથી વધુ મહત્વું છે તેવું હું માનું છું.

તમારી લાઈફમાં બિઝનેસમાં લીડરશીપ સ્ટાઈલને સૌથી વધુ ઈફેક્ટ કરનાર પરિબળ કયું?

“મારા પિતા, આદિત્ય વિક્રમ બિરલા. તે મારા સૌથી મોટા ગુરૂ છે. મારા મતે, સ્માર્ટ હાર્ડ વર્કનો કોઈ જ પર્યાયી નથી. લીડર્સને જન્મ આપો. સતત ચેન્જ લાવો. ઈનોવેશનની સાયકલ કોન્સ્ટન્ટ રાખો. અંતે, તમારા ભવિષ્યની સમગ્ર ક્વોલિટી એ આજે તમે શી વિચારો છો? શું ઈમેજીન કરો છો? તેના આધાર પર જ ભવિષ્ય બનશે.”

‘્‌ટ્ઠૌહખ્ત ૈંહઙ્ઘૈટ્ઠ ર્ં ંરી ર્ઉઙ્મિઙ્ઘ’

- ‘આદિત્ય બિરલા ગ્રુપ’