Ochinti Mulakat books and stories free download online pdf in Gujarati

ઓચિંતી મુલાકાત...

ભાગ – ૬

માયાથી હવે રાહ જોવું દિવસે ને દિવસે અઘરું થઇ રહ્યું હતું. તેનું મન આખો દિવસ બસ સત્યમના પત્રોના વિચારોમાં જ ઘુમરાયા કરતું, આ જોઈ મોહને ચિંતા થઇ ગઈ હતી કેમકે આ બધામાં માયા બંસરી પ્રત્યે પણ ધ્યાન આપી શક્તિ નહોતી. માયાની લાપરવાહી તેણે બંસરી પર હાવી ના થવા દીધી અને પોતે બંસરીની વધુ ને વધુ સંભાળ રાખવા લાગ્યો, જાણે એની અંદરનો પિતા કંઇક વધારે પડતો જ જાગૃત થઇ ગયો હતો, પોતાને એક પિતાના રૂપમાં જોવું એ દરેક પુરુષની ઈચ્છા હોય છે અને જયારે પોતાને એક પિતા તરીકે જવાબદારી નિભાવવાનું આવે છે ત્યારે ખુદને માટે માન વધી જાય છે કેમકે તેણે એક ઉદાહરણ સ્થાપવાનું હોય છે તે પણ એક બાળમાનસ પર. બંસરી પણ વધુ ને વધુ મોહની નજીક આવી ચુકી હતી, તેની દુનિયા ખુશખુશાલ હતી માં-બાપનો પ્રેમ મેળવીને.

સત્યમનો અઠવાડિયે એક પત્રનો નિયમ ચાલુ જ રહ્યો, દરેક વખતે તે પોતે અને માયાએ વિતાવેલા અમુક અમુક યાદગાર પળોને બહુ જ સુંદર રીતે લખીને મોકલતો, માયા અમુક પત્રોને ખરેખર માણતી જયારે અમુક વાર તેણે ખીજ ચડતી કે કેમ સત્યમ પોતાને આડકતરી રીતે હેરાન કરી રહ્યો છે. મોહને બતાવ્યા બાદ એકપણ વાર મોહએ સામેથી પત્ર જોવાની કે વાંચવાની ઈચ્છા વ્યક્ત કરી નહોતી, તે માયાની પાછલી જિંદગીમાં ખલેલ પહોચાડવા માંગતો નહોતો, તેને હતું કે માયાને ઠીક લાગશે તો તે સામેથી મને પત્રો વાંચવા આપશે નહીતો મોહને કોઈ જ વાંધો નહોતો. ઘણીવાર મોહ પોતે પત્રો રીસીવ કરતો પરંતુ તેને જેવા આવે એવા તરત જ માયાના ટેબલ પાસે નહીતો માયાને પર્સમાં મૂકી દેતો, તેમના સામે નજર સુદ્ધા ના કરતો. મોહનું આ પ્રમાણિક વલણ માયાને બહુ જ ગમતું. માયા હજી સુધી જાણી નહોતી શકી કે સત્યમને પોતાના અને મોહ વિષે જાણ કેવી રીતે થઇ. સત્યમ એવી કોઈ લીંક છોડતો નહોતો કે માયા તેણે કોઈ પણ જાતનો કોન્ટેક્ટ કરી શકે. તે બંને વચ્ચે વાર્તાલાપ તો થતો હતો પરંતુ એક તરફી, સત્યમ તરફથી માત્ર. જેમાં સત્યમ લખનાર હતો અને માયા માત્ર વાંચનાર.

આખરે એક દિવસ પત્રમાં સત્યમએ એક લીંક છોડી જેનાથી માયા વિચારતી થઇ ગઈ કે શું પોતે ખરેખર એવી ભૂલ કરી શકે છે. સત્યમે પત્રમાં કંઇક આવું લખ્યું હતું “યાદ છે માયા આપણી એ લોનાવલાની મસ્ત ઠંડી ઠંડી રાત? જયારે આખા કોટેજમાં માત્ર તું અને હું જ હાજર હતા? શોવર લીધા પછી તો જાણે તું મને છોડવા જ રેડી નહોતી કેમકે તે રાતે ગજબની ઠંડી હતી, અને આપણી ઈચ્છાઓ ઘણી જ ગરમ. બ્લેન્કેટ નીચે એકબીજાને વળગીને સુતેલા, આહ, શું એહસાસ હતો એ, તારી કોમલ-સુંવાળી, તાજા ગરમ પાણીથી નાહેલી ત્વચા જયારે મને સ્પર્શ કરતી હતી ત્યારે જાણે મારો રોમાંચ ગગન ચુંબતો હતો. અને પાછુ તું મારી ખુલ્લી છાતી પર આંગળી ફેરવીને મને હેરાન કરવાનો એક મોકો નહોતી જવા દેતી. પછી મારો તારા ભીના સુગંધી રેશમી વાળોમાં હાથ ફેરવવો, જે બાદમાં સરકીને તારા પંખુડી સમાન હોઠ પર આવવું અને તારું શરમાઈને લાલચોળ થવું. આહાહા... શું રાત હતી તે.! તારા અધરોનો મારા અધરો પરનો સ્પર્શ, તારું મીઠું બટકું ભરવું અને પછી લુચ્ચું હસવું, બધું યાદ છે મને. તને એ રીતે જુએ તો કોઈ પણ પુરુષ પોતાનું દિમાગ ખોઈ બેસે અને તે રાતે મેં પોતાને ખરેખર બહુ જ નસીબદાર માન્યો હતો કે હું તારો પતિ છું અને તું માત્ર મારી છે, માત્ર ને માત્ર મારી. તે રાત્રે એકમેકમાં ખોવાઈ જવાની મજા જ જુદી હતી, એકબીજાનો ભરપુર પ્રેમ પામીને તું તો ઘસઘસાટ ઊંઘી ગઈ પણ પછી તે મારી ઊંઘ ઉડાડી દીધી હતી, ખબર છે કેમ? કેમકે તે રાત્રે ઊંઘમાં તું જે કંઈ બોલી ગઈ તે કદાચ તને ઉઠ્યા પછી યાદ નહોતું પણ મને હજી, આ ક્ષણે પણ યાદ છે. કોઈ પણ પતિ-પત્ની એકબીજાને પામ્યા પછી શું આશા કરે કે તેઓ ઊંઘમાં પણ તેનું જ નામ લેશે પણ ના, તે રાત્રે તે સત્યમનું નહિ પણ મોહનું નામ લીધું હતું, ઊંઘમાં ને ઊંઘમાં જાણે મોહને જ તે પ્રેમ કર્યો હોય તે રીતે તું વાતો કરતી હતી એના સાથે, આ બધામાં સત્યમ તો કશે હતો જ નહિ. મને ભારે દુખ થયું હતું તે રાત્રે માયા. હું જાણે તારી દુનિયા છું જ નહિ તેવો એહસાસ થયેલો. તે રાત્રે જ મેં નક્કી કર્યું હતું કે મોહ વિષે બધું તપાસ કરીને રહીશ. હું દુબઈ ગયો હતો, બિઝનેસના કામથી, કામ પતાવીને નિર્ધારિત દિવસે મુંબઈ પાછો પણ આવી ગયેલો પરંતુ હું ઘરે ના આવ્યો કેમકે હું મોહને શોધવા નીકળી પડેલો, કારણકે મને તે રાત્રે લાગેલું કે મારો આટલા વર્ષોનો પ્રેમ પણ તારા માટે પુરતો નહિ હોય એટલે જ એકબીજાને પોતાનું સર્વસ્વ આપી દીધા બાદ પણ તારા મુખ પર મોહનું નામ હતું ના કે સત્યમનું. હું તને તે રાત માટે દોષ નથી દેતો,માયા. પણ બસ, એ પછી મેં તારી નજીક ના આવાની કસમ લીધી અને મોહને શોધ્યો, એના વિષે જાણી શકું એટલું જાણ્યું, અને મને તારા માટે માન થયું કે તે ખરેખર એક સારા વ્યક્તિને પ્રેમ કર્યો હતો, અને હજી પણ કદાચ કરે છે. એટલે જ હું આટલા વર્ષો સુધી તમારા બધાથી દુર રહ્યો કેમકે હું ભગવાનને એ જ પ્રાર્થના કરતો હતો કે આજે નહિ તો કાલે તું અને મોહ એક થાઓ. મને બંસરી તારા પેટમાં છે તે તો બહુ બાદમાં જાણ થઇ હતી પરંતુ હું દુરથી જ તમને લોકોને જોઇને ખુશ છું. ચાલ પછી લખીશ પત્ર. આજે બહુ બધું કહી દીધું. મારી કોઈ વાતથી તને ખરાબ લાગ્યું હોય તો માફ કરજે. તારો – સત્યમ.” પત્ર વાંચતા સાથે જ માયા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી, આ સાંભળી બાજુના ઓરડામાંથી મોહ તુરંત દોડી આવ્યો અને માયાના હાથમાં પત્ર જોઇને સમજી ગયો. પોતે શું કરે ના કરે એ વિચારે ત્યાં જ ઉભો રહ્યો, મોહની હાજરી મેહસૂસ થતા માયાએ હાથ લંબાવીને પત્ર તેના તરફ આગળ ધર્યો. મોહને પત્ર લઈને જાણે એક શ્વાસે વાંચી લીધો અને માયા સામે જોઈ રહ્યો. માયા ઉભી થઈને મોહને વળગી પડી, માયાનું રુદન જોઈ મોહ પણ ગળગળો થઇ ગયો અને માયાની પીઠ પસવારી રહ્યો. જેમ જેમ મોહના હાથનો સ્પર્શ થતો રહ્યો તેમ ને તેમ માયાની પકડ મજબુત થતી રહી જાણે આટલા વર્ષોની તરસ ના હોય. મોહ પણ તેને સામે જોરથી વળગી રહ્યો, માયાનું મોઢું પોતાના હાથોમાં લઈને મોહે તેના કપાળ પર ભીનું ચુંબન કર્યું. આજે માયા મોહને રોકવાના જરા પણ મુડમાં નહોતી. બંને હાથોમાં માયાને ઉપાડીને મોહ તેમના બેડરૂમ તરફ આગળ વધ્યો. અને...

વધુ આવતા અંકે...

પ્રિતુ રાણા

વ્યવસાયિક ચિકિત્સક