Premni Safar - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની સફર - 4

અગાઉ આપણે જોયું કે ચિત્રા અને ખંજ એક બીજાથી એટલા દૂર થઇ ચુક્યા છે કે જાણે હવે ક્યારેય નહીં મળે. ચિત્રાએ હંમેશા માટે અમદાવાદ મૂકી ને જવાનો નિર્ણય કરી લીધો હતો.

ચિત્રા ઘર થી એરપોર્ટ સુધીના રસ્તામાં આ જ વિચારી રહી હતી કે હવે તેના અને ખંજ ની વચ્ચે કંઈ જ વધ્યું નથી. એક આશા સાથે તેણી અહીંયા આવી હતી પરંતુ આજ બધી જ આશાઓ, સ્વપ્નો, ખંજ ને ફરી પામવાની ઈચ્છાઓ તેણી અહીંજ મૂકી ને જઇ રહી હતી. એરપોર્ટ માં એન્ટર થતા જ ચિત્રાને એક જાણીતો અવાજ સંભળાયો. તે અવાજની દિશા તરફ વળી એ અવાજ પ્રેમ નો હતો.

પ્રેમ સિંઘ ઓબરોય. ઓબરોય ગ્રુપ ઓફ ઇન્ડસટ્રિએટ્સ નો વારિસ. મોસ્ટ handsom મેન ઓફ town. ૫'૬" ની પરફેક્ટ hight, દેખાવમા પેહલી જ નજર એ કોઈ પણ છોકરીના દિલમાં ઉતરી જાય, બંને ગાલ પર પડતા એ ડિમ્પલ્સ, જેની માત્ર મિત્ર થવા કોઈ પણ છોકરી ગમે તે કરવા તૈયાર થઇ જાય, "buissness men of the year " નો ખિતાબ જીતનાર એ પ્રેમ કે જેને માત્ર મળવા માટે છોકરીઓ, tv સ્ટાર્સ મરતી હતી તેમને મૂકીને પ્રેમ પેહલી જ વખત જોઈ ચિત્રાને જોઇને તેના પ્રેમમાં પડી ગયો હતો.

આજથી ૬ મહિના પેહલા જયારે પેલી વખત ચિત્રા પ્રેમની ઓફિસે આવી ત્યારે તેણી પોતાના કલાસમેટ્સ સાથે industrial visit પર આવી હતી. પોતાના કલાસમેટ્સથી અલગ થઇ ગયેલી તેણી ભૂલમાં મિટિંગ રૂમમાં આવી ચડી હતી. ચાલી રહેલી મિટિંગમાં નાનકડું વાક્ય કહી ને તેણી એ બે મહિનાથી વણ ઉકેલ્યો સવાલ ઉકેલી નાખેલો. તેના પ્રેઝન્સ ઓફ માઈન્ડ અને તાત્કાલિક ઉકેલ આપવાની નીતિ જોઈને જ તેને પ્રેમએ કામ પર રાખેલી. તેણીનો નીડર સ્વભાવ જોઈને જ તો ચિત્રા પ્રેમના હ્દયમાં વસી ગઈ હતી.

ચિત્રાને જોઈને જ પ્રેમને તેણી સાથે પ્રેમ થઇ ગયેલો. ચિત્રાના ભૂતકાળની બધી માહિતી પ્રેમએ ચિત્રાની જાણકારી બહાર મેળવી લીધી હતી. અને જાણે નિશ્ચય કર્યો હતો કે હવે ચિત્રાને કોઈ દુઃખ નહિ આવવા દેશે. એટલે જ જયારે ચિત્રા અમદાવાદ આવે છે અને જે reunion માં જાય છે ત્યાં ખંજ પણ આવે છે એ વાત પ્રેમએ જાણી ત્યારે જ પ્રેમ મિટિંગ ના બહાને ચિત્રા સાથે આવવાનો નીશ્ચય તેણે કર્યો હતો. અને અત્યારે જયારે ચિત્રાએ તેને તાત્કાલિક મુંબઈ પાછું જવા કહ્યું તેને જ tickets બુક કરાવી ચિત્રાને લેવા કાર મોકલી હતી.

ચિત્રાએ પ્રેમને થૅન્ક્સ કહ્યું. અને પછી તેણી પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ. ચિત્રાની મમ્મીએ પ્રેમ ને જે કંઈ બન્યું હતું એ કહ્યું હતું આથી પ્રેમે સમજીને જ ચૂપ રહેવા નક્કી કર્યું. ફ્લાઈટમાં બંને કશુ જ ન બોલ્યા. પરંતુ ચિત્રાની હાલત જોઈ ને પ્રેમ એ કંઇક નિશ્ચય જરૂર કર્યો હતો.

બીજી તરફ ખંજે પોતાને ગળાડૂબ કામમાં ડૂબાવી લીધો હતો. જયારે તે ઘરે આવ્યો હતો અને ગુસ્સામાં પોતાને લાગેલા વાંસના ટુકડાને અવગણી તે પોતાના રૂમમાં જતો રહયો હતો. ત્યાર બાદ થોડીજ વારમાં ઓફીસ બેગ લઇને તે ધરની બહાર નીકળી ગયો. ત્યારથી લઈ અત્યારે રાતના ત્રણ વાગી ચૂકયા હતા પરંતુ ખંજ હજુ સુધી ઘરે નહોતો આવ્યો. પોતાના એકના એક પુત્રની ચિંતામાં વિશ્વંમભર અને દયાબેન હોલમા તો કયારેક ગેટ સુધી આટાં મારી રહયા હતા.

અચાનક સડસડાટ પૂર જોશમાં બંગલાના આંગણમાં વળેલી કારની બ્રેકના અવાજ સાથે, દિવાલમાં કારના અથડાવાનો અવાજ આવ્યો. જયારે ગભરાયેલ હાલતમાં વિશ્વંમભર અને દયાબેન બહાર દોડીને આવ્યા ત્યારે તેમણે હાથ-પગ માંથી નીકળતા લોહીની પરવાહ કયાઁ વગર કાર માંથી ખંજને બહાર કાઢવાનો પ્રયત્ન કરતા રોહીતને જોયો.

ખંજને કારમાંથી બહાર કાઢી ઘર તરફ લાવવા રોહીતને મદદ કરવા વિશ્વંમભરે જેવો હાથ ખંજને લગાવ્યો ખંજે ખૂબ મોટા અવાજ સાથે ખૂબ તોછડાઈ પૂર્વક કહ્યું, ” મીસ્ટ.. ર મેહરા…. મને હા... થ લગ... ગાવ... વાની કોઈ જરુર ન... થી.”. ખંજના હાવભાવ પરથી વિશ્વંમભર અને દયાબેન સમજી ગયા કે તેમનો એકનો એક પુત્ર દારુ પી ને આવ્યો છો.

ખંજની આવી હાલત વિશ્વંમભરે અને દયાબેન એ પેહલી વાર જોઈ હતી. જીવનમાં પેહલી વાર તેમને આવી રીતે નશામાંધૂત ખંજને જોયો હતો. પેહલી વાર પોતાના પિતાને નામથી બોલાવી રહ્યો હતો ખંજ. હજુ ખંજ એ કહેવાનું શરૂ જ ક્યાં કર્યું હતું !!. હવે પછી ખંજ જે કંઈ બોલવાનો હતો એની શાયદ ત્યાં ઉભેલા કોઈએ કલ્પના પણ નહિ કરી હોઈ.

રોહિતના સહારાથી દૂર થઇ પોતાના પિતા વિશ્વંમભરનાથ તરફ વળી ખંજએ આંગળી ચીંધતા કહ્યું, "મિસ્ટર. મેહરા સો.. રી મિસ્ટ.. ટર.. વિશ્વંમભરનાથ મેહરા... મેહરા.. ગૃ... પ... ઓફ ઇન્ડસટ્રી... ના માલિક.... હટ.. થું.. છે તમારા વિચારો પર.. કેહવાના જ તમે દિલના સારા... માણસ.. છો.. બાકી તમને તો.. બીજા.. ના દિલ.. તોડતા જ આવડે છે. ". ખંજ ના શબ્દો સાંભળી ગુસ્સામાં વિશ્વંમભરે ખંજ ને એક તમાચો માર્યો અને પોતાનું બેલેન્સ ગુમાવી ખંજ જમીન પર પટકાયો.

વિશ્વંમભરે ઊંચા અવાજમાં ખંજ ને કહ્યું, "બસ ખંજ બહુ થઇ ગઈ તારી મનમાની અત્યારે તું કશુ સમજવા કે કેહવાની હાલતમાં નથી.. તારા માટેના દરેક નિર્ણય હું કરીશ. તારે.. " વિશ્વંમભરનાથ પોતાના શબ્દો પુરા કરે એ પેહલા જ ખંજ જોર જોર થી હસવા માંડયો રોહિતના સહારે ફરી ઉભો થઇ પિતાની આંખમાં આંખ નાખી ખંજ રડવા લાગ્યો અને બોલ્યો…

"બસ આવું જ કહી ને તમે મને મારા પ્રેમ થી દૂર કરી નાખ્યો હતો ને પપ્પા.. "ખંજ ના શબ્દો તિરની જેમ વિશ્વંમભરના હૃદય પાર નીકળી ગયા. દયાબેન અને રોહિત તો બસ એક બીજાને અવઢણ થી જોઈ રહ્યા હતા કે ખંજ શું કહી રહ્યો છે.

ખંજએ પોતાની માતા તરફ વળી ને કહ્યું, " નથી સમજાતું ને માઁ હું શું કહી રહ્યો છું?.. હું પણ નહોતો સમજી શક્યો જયારે તમારા પતિએ મને માત્ર આ વાક્ય કહી ને મારી ચિત્રા થી અલગ કરી નાખ્યો હતો. શું દોષ હતો મારો અને ચિત્રાનો બસ એટલો કે અમે બંને એ પ્રેમ કર્યો... પ્રેમ કરવું ખોટું છે માઁ??.... તો પૂછો આ વ્યક્તિ ને કે કેમ અને તમારી સાથે પ્રેમ કર્યો જો પ્રેમ કરવો જ એક ગુનો છે??".

ખંજ ની વાત સાંભળી દયાબેન વિશ્વંમભર તરફ વળ્યાં અને પૂછ્યું, " ખંજ આ બધું શુ કહી રહ્યો છે??.. જવાબ આપો ખંજ ના પપ્પા... શું સાચે તમે ખંજ અને ચિત્રા ને અલગ કર્યાં છે??"

વિશ્વંમભર કશું જ ના બોલ્યા. અને ખંજ ત્યાં થી હસતા હસતા ઘર તરફ જતો રહ્યો અને લડખડાતી હાલત માં જતા ખંજએ કહ્યું, " દયાબેન તમારા પતિ જ કારણ છે તમારા પુત્રની આવી હાલતના... " વિશ્વંમભરે દયાબેન અને રોહિતની આઁખોમાં રહેલા સવાલો જાણી લીધા હતા અને હવે તેમને પોતાની પત્ની નહિ પરંતુ ખંજ ની માતા ને જવાબ આપવાના હતા પોતાના પુત્રની આવી હાલત પાછળ શું કારણ છે.

(ક્મશ:)

શું હશે પ્રેમના મનમાં?.... શું થશે આગળ… શું કેહશે વિશ્વંમભરનાથ…. જાણવા અચૂક વાંચો પ્રેમ ની સફર.