Prem ni safar - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની સફર - 6

આગળ આપણે જોયું કે ખંજ ના પિતા તેની માતા અને રોહિતને ખંજ અને ચિત્રાના તૂટેલા સંબંધો પાછળ પોતે જ જવાબદાર છે એવું જણાવે છે,હવે આગળ. …

"ચિત્રા ચિત્રા, તું ઠીક છે.. ઉઠ... are you alright ???" પ્રેમના અવાજથી ચિત્રા ઝબકીને ઊંઘ માંથી ઉઠી ગઈ. આઁખો ચોળતા ચોળતા ચિત્રા પ્રેમ ને પોતાની સામે જોઈને ચોકી ગઈ. "પ્રેમ આટલી સવારે તું મારા ઘરે શુ કરે છે?""સવાર નથી મિસ ચિત્રા બપોર થવા આવી છે... હું ઓફિસે તારી રાહ જોઈને થાકી ગયો છેવટે તારા ઘરે આવ્યો તો તું હજી સૂતી જ હતી... તો બેસી ને તને જોઈ રહ્યો હતો ક્યારનો... અચાનક તું ઊંઘમાં રડવા લાગી એટલે મેં તને ઉઠાડી... તે કોઈ ખરાબ સ્વપન જોયું?.. ઠીક છેને તું? પાણી લાવું?". પ્રેમની વાત સાંભળી પોતાના ચેહરા પર હાથ ફેરવતા ચિત્રાને ભાન થયું કે તેણી ખરેખર સ્વપ્ન જોઈ રહી હતી. પ્રેમના ચિંતા ભરેલા ચેહરા સામે જોઈ ચિત્રા એ સ્મિત આપતા કહ્યું ,"ચિંતા ના કર હું ઠીક છું.. સ્વપ્ન હતું બસ... તું બાર બેસ.. હું ફ્રેશ થઇ ને આવું છું". પ્રેમના ગયા પછી પોતાના બાથરૂમના એ ફુલ મિરર સામે ઉભા રહી ચિત્રા પોતાનું જોયેલું સ્વપ્ન યાદ કરવા લાગી.

તેણીએ માત્ર એટલું જ જોયું હતું કે ખંજ તેના થી દૂર જઇ રહ્યો છે અને એ ચાહતી હોવા છતાં એને રોકી શક્તિ નથી. અને આ સ્વપ્ન તો એને પોતાના એને ખંજના breakup પેલા આવતું હતું. આજ અચાનક આ સ્વપ્ન જોઈ ચિત્રા જાણે કંઈક અજુગતું બનવાની કલ્પના કરવા લાગી.

પ્રેમ સવારથી ચિત્રાને પોતાના દિલની વાત કેહવા તડપતો હતો. જયારે ચિત્રા ઓફિસે ન આવી ત્યારે એ જાતે જ તેના ઘરે તેણીને લેવા આવી ગયો. જેવી ચિત્રા તૈયાર થઇ ને આવી તેણી અને પ્રેમ ત્યાંથી રવાના થયા. ઓફિસે જવાના બદલે પ્રેમ એ કાર કાફે તરફ વાળી. ચિત્રા હજુ સ્વપન વિશે જ વિચારી રહી હતી જયારે કાર કાફે સામે ઉભી રહી ચિત્રા ને ભાન થયું કે તે પ્રેમ સાથે છે અને કાફે સામે ઉભા છે. ચિત્રા જાણતી હતી જયારે પણ તેના ઘરે ખાવાનું બનાવવા કોઈ ના હોઈ ત્યારે પ્રેમ સવારે નાસ્તો કરવા તેણીને અહીં જ લઇને આવતો.

કાફેમાં પોતાના રેગ્યુલર ટેબલ પર બેસી પ્રેમ એ ચિત્રા માટે કોફી અને સેન્ડવિચ તથા પોતાના માટે કોફી મંગાવ્યા. ઓર્ડર આવતા ચિત્રાએ ખાવાનું ચાલુ કર્યું અને પ્રેમ બસ કોફી પીતાં પીતાં ચિત્રાને જ જોઈ રહ્યો હતો. નાસ્તો પૂરો થતા જેવી ચિત્રા ઉભી થવા જતી હતી પ્રેમ એ તેનો હાથ પકડી લીધો,"ચિત્રા આજ હું સવારથી તને કંઈક કેહવા માટે તડપી રહ્યો છું. " ચિત્રા બસ પ્રેમને જોઈ રહી એ જાણતી હતી કે પ્રેમ શુ કેહવા ઈચ્છે છે તેણી કંઈ બોલે તે પેહલા જ પ્રેમ એ કહી દીધું ,"ચિત્રા જ્યારે થી મેં તને જોઈ છે હું તને પ્રેમ કરવા લાગ્યો છું... હું જાણું છું તારા ભૂતકાળ વિશે મને અનાથી કંઈ લેવા દેવા નથી... હું માત્ર તને આવનારા ભવીસ્ય અને આ વર્તમાન માં ખુશ કરવા ઈચ્છું છું. હું જાણું છું તું તરત જવાબ નઈ આપી શકે તું તારો સમય લે હું રાહ જોઇશ તારા જવાબની. "એક જ શ્વાસમાં પ્રેમ પોતાના દિલની વાત કરી ગયો અને ચિત્રાએ કંઈ જવાબ આપવાના બદલે માત્ર પ્રેમ સામે જોઈને કહ્યું,"મારા જવાબ માટે તારે રાહ જોવી પડશે" પ્રેમ પેલી જ વારમાં ચિત્રા એ ના નથી પાડી એ વાતથી ખુશ થઇ ગયો. બન્ને ત્યાંથી ઉભા થયા અને ઓફિસે જવા રવાના થયા.

ચિત્રા ઓફિસના પોતાના કેબિનમાં બેસીને પ્રેમ એ જે કહ્યું એ વિશે વિચારવા લાગી. એક તરફ પ્રેમ હતો ને બીજી તરફ તેને તર છોડી ગયેલો ખંજ. એક તરફ પ્રેમ હતો જે માત્ર ચિત્રા જેવી છે તેવી તેને સ્વીકારી તેણી સાથે જીવન વિતાવા તૈયાર હતો બીજી તરફ ખંજ હંમેશા ચિત્રાને બીજી છોકરીઓ સાથે સરખાવ્યા કરતો. પોતાના ભૂતકાળ અને આવનારા ભવિસ્ય વચ્ચેનો નિર્ણય ચિત્રા નોહતી કરી શક્તી. અચાનક તેને ભાન થયું કે ફુલ ac માં પણ તેને પરસેવો વળે છે. તેના છાતીમાં કંઈક દુખાવો થાય છે. ખુબ મુશ્કિલેં તે પોતાના કેબિન ના દરવાજા સુધી આવી અને દરવાજો ખોલીને બહાર પગ મુક્ત જ તેણી ના આઁખો સામે અંધકાર છવાઈ ગયો અને તેણી જમીન પર ઢળી પડી.

(ક્રમશ:)