Prem ke Jid books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે જીદ

રાજીવ ભાવનગરનાં વિકસીત એરીયામાં પોતાનું સાયબર કાફે ચલાવીને મહીને સારી એવી કમાણી કરી લેતો હતો, તેના ઘરમાં મમ્મી પપ્પા અને પોતે રાજીવ એમ ત્રણ જણાં જ હતાં.

"બેટા રાજીવ હવે અમે ઘરડાં થઈ ગયાં છીએ, તારી માટે કાલે છોકરી જોવા જવાનું છે, તારૂ ક્યાંક ગોઠવાઈ જાય તો અમે શાંતિથી ભગવાનની ભક્તિ કરીએ." ઈલાબહેને કહયું.

"ના, મમ્મી હજુ તો હું પચ્ચીસ વર્ષનો જ છું, આટલી બધી શું ઉતાવળ છે? કાલે હું નથી જવાનો છોકરી જોવા."

"ના, તારે આવવું જ પડશે તને મારા સમ છે."

"પપ્પા મમ્મીને સમજાવોને."

"તારી મમ્મીની વાત સાચી છે બેટા, હવે તારી ઉંમર મેરેજ માટેની થઈ ગઈ છે, એમ પણ મને હવે મજા નથી રહેતી એટલે તારૂ ક્યાંક ગોઠવાઈ જાય તો સારૂ." મહેશભાઈએ સમજાવતા કહયું.

"કાલે સવારે આઠ વાગે તૈયાર રહેજે આપણે અમદાવાદ જવાનું છે."

"ઓકે મમ્મી."

અમદાવાદ પહોંચ્યા પછી...

"મમ્મી તમે છોકરીને કયારેય જોઈ છે?"

"ના મે તો અંતરાને ક્યારેય નથી જોઈ, આ તો આપણા જયદેવભાઈએ આ ઘર બતાવ્યું અને વાત ચલાવી છે."

"ઓકે."

"આવો આવો મહેમાન, આવવામાં કોઈ તકલીફ નથી પડીને?" અંતરાના મમ્મી માધવીબહેનએ કહયું.

"અરે ના બહેન જરાય નહીં, આમ પણ અમારો રાજીવ ઘણી વાર આવી ચૂક્યો છે."

"સારૂ, બેસો બેસો અરે બેટા અંતરા જરા પાણી લઈને આવતો."

"એ આવી."

અંતરાને જોઈને તો રાજીવ બાઘો બની ગયો છે, તેણે તો મનમાં નક્કી કરી લીધું કે મેરેજતો આની સાથે જ કરીશ. પણ કહેવાય છે ને દૂરથી ડુંગર રળીયામણા.

"લ્યો પાણી, તમને કહું છું."

"હં હં હા સોરી જરા હું વિચારમાં હતો."

"તમારો રાજીવ શું કરે છે?" અંતરાના પપ્પા સમીરભાઈએ કહયું.

"સાયબર કાફે ચલાવે છે." મહેશભાઈએ કહયું.

"બેટા મહીને કેટલી આવક થઈ જાય છે?"

"મહીને પચાસ હજારથી પંચાવન હજાર જેવી આવક થઈ જાય છે."

"ઓહ તો તો સારૂ કહેવાય." સમીરભાઈ ઉત્સાહિત સ્વરે બોલ્યા જાણે તે આ સંબંધ માટે રાજી હોય.

"ચાલો જમવાનું તૈયાર છે, બેટા રાજીવ તારે અંતરા સાથે જે પણ વાત કરવી હોય તો એ ઉપર રૂમમાં છે." માધવીબહેનએ કહયું.

"ઓકે હા હમણાં જઉં."

"હલો." રાજીવ ગભરાટ સાથે બોલ્યો.

"હલો કેમ તમને પરસેવો વળે છે."

"એતો એમજ, તમારો શોખ શું છે?" રાજીવે પુછ્યું.

"મને ગીત સાંભળવાનો, ફરવાનો, ચેટીગ કરવાનો શોખ છે, તમને?"

"નેટ સર્ફીંગ, ગેમ રમવાનો, મુવી જોવાનો, ફરવાનો, બહાર જમવાનો શોખ છે."

"તમને તો સારા સારા શોખ છે."

"હમ્મ બાકી તમે પૂછો મને તો કંઈ યાદ નથી આવતું." રાજીવ બોલ્યો.

"મારે પણ એવું જ છે?"

"તમને હું પંસદ આવ્યો?"

"એ તો પપ્પા નકકી કરશે."

"પંસદ કરવાનો હક તમારો હોવો જોઈએ, આજકાલ છોકરીઓ કેટલી આગળ આવી રહી છે, તમારે જ તમારો જીવનસાથી પંસદ કરવો જોઈએ."

"હા પણ, પપ્પાને પણ ગમવું જોઈએને."

"હા એ પણ છે."

"ઓકે હવે હું જાવ મમ્મીને હેલ્પ કરાવું."

"ઓકે."

"અમારે તો અંતરાના એકજ મહીનામાં મેરેજ કરાવી નાખવા છે." સમીરભાઈ મહેશભાઈને કહેતા બોલ્યા.

"આટલી બધી કેમ ઉતાવળ?"

"દીકરી હવે ઘણી મોટી થઈ ગઈ છે, અમે ઘણા સમયથી છોકરા જોઈએ છીએ એટલે."

"તો હું આ સંબંધ પાક્કો સમજું?"

"ના ના અમે અંતરાનો નિર્ણય પુછીને તમને ફોન કરીને જણાવશું."

"ભલે તો હવે અમે નીકળીએ."

"હા આવજો."

***

ટ્રિનન ટ્રિનન

"ફોન ઉપાડોને રાજીવના પપ્પા ક્યારની રીંગ વાગે છે."

"હલો."

"હલો કેમ છો મહેશભાઈ, હું અમદાવાદથી સમીર બોલું છું."

"અંતરાના પપ્પા સમીરભાઈ બોલો છો?"

"હા ઓળખી ગયા."

"બોલો બોલો ભાઈ તમે કેમ છો, ઘરમાં બધા કેમ છે?"

"બધા મજામાં છે, મે એટલે ફોન કર્યો છે કે અંતરા મેરેજ માટે માની ગઈ છે, તમે રાજીવને પુછ્યું?."

"આ તો બહુ ખુશીની વાત છે, રાજીવને પણ ગમે છે તેણે કહયું હતું."

"હા તો આ મહિનાની પચ્ચીસ તારીખ શુભ મુરત છે, તે દિવસે મેરેજ કરી નાખીએ."

"અરે પણ પચ્ચીસ તારીખમાં માત્ર પંદર દિવસની જ વાર છે."

"હા તો પણ જો તમે તૈયારી ના કરી શકો એમ હો તો કોર્ટમાં મેરેજ કરી નાખીએ, પછી જમણવાર રાખી દઈશું કોઈ સારી હોટલમાં."

"ઓકે જેવી તમારી મરજી."

"કોનો ફોન હતો?" ઈલાબહેનએ પુછ્યું.

"અમદાવાદથી સમીરભાઈનો તે મેરેજ માટે તૈયાર છે."

"વાહ આ તો સવાર સવારમાં ખુશ ખબર મળી ગઈ, હું આ વાત રાજીવને કરૂ."

***

મેરેજ પછી...

"અરે અંતરા તું આ મેરેજથી ખુશ નથી? હજુ તો ચાર દિવસ થયા છે મેરેજને, કેમ ઉદાસ દેખાય છે." રાજીવે પુછ્યું.

"ના એવું નથી, હું થાકી ગઈ છું એટલે."

"ઓકે તું કંઈ છુપાવી નથી રહીને? તને ખબર જ છે તું મને બધુ કહી શકે છે, હું હંમેશા તારી સાથે જ છું, હું તને મારાથી પણ વધારે પ્રેમ કરૂ છું."

"ના હું કંઈ નથી છુપાવી રહી, તું ચિંતા ન કર."

"ઓકે, ચાલ હું શોપ પર જાવ છું, લવ યુુ,. બાય."

"બાય ટેક કેર ડીઅર."

"અરે અરે આ કોમ્પ્યુટરને શું થઈ રહયું છે, આ ગેમ કેમ બંધ થઈ ગઈ?" રાજીવ વિચારી રહયો.

"હાહાહા કેમકે કોમ્પ્યુટર મારા કબજે થઈ ગયું છે?' બુકાનીધારી બોલી રહયો."

"કોણ છે તું, વેબ કેમેરો તો કેવી રીતે કનેકટ કર્યો."

"હાહા મે ઘણું ઘણું કનેકટ કરી લીધું છે, તારી વાઈફ પણ મારા કબજામાં છે."

"શું બકે છે તું એનું તને ભાન છે?"

"હા હું શું કરી રહયો છું એની મને પુરે પુરી ભાન છે."

"ક્યાં છે અંતરા, હું કેમ માનું?"

"જો આ તારી વાઈફ અને લાઈફ."

"પ્લીઝ એને કંઈ ના કરતા, શું જોઈએ છે, કેટલા રૂપિયા?"

"મારે રૂપિયા નથી જોઈતા, તમારા બે માથી એકની જાન જોઈએ છે, અને એ તારે નકકી કરવાનું છે."

"શું!"

"હા બાલ જલદી મારી પાસે ટાઈમ નથી, કોણ મરશે તમારા બે માંથી?"

"આવું શું કામ કરો છો મે તમારૂ શું બગાડયું છે?"

"એ બધા જવાબ ઉપર જઈને માંગજે, જલદી નકકી કર."

"શું કરવાનું છે મારે?"

"ગુડ બોય, ટેબલનું ખાનું ખોલ તેમા એક ગન છે તારી, તે બહાર લઈલે."

"તમને કેમ ખબર પડી? "

"તારી આખી શોપના કેમેરા અને કોમ્પ્યુટર હેક કર્યા છે."

"હવે ગનને શું કરૂ?"

"તારા કપાળ પર રાખી શુટ કર."

"વોટ?"

"હા જલદી કર, તારા પ્રેમ માટે જાન નહીં આપી શકે?"

"પણ તું પછી એને છોડી દઈશ એની શું ખાતરી?"

"તો કંઈ નહીં, તું નહીં મર તો તારી પત્ની મરશે."

"વેઈટ વેઈટ હું તૈયાર છું."

"હું ત્રણ સુધી ગણીશ ત્યાં સુધીમાં શુટ કરજે નહીંતર.."

"એક."

"બે."

"ધડામ."

***

"તમે કયારે ગોળીનો અવાજ સાભળયો." ઈન્સ્પેકટર ગોહિલે બાજુની શોપ વાળાને પુછ્યું."

"હમણાં જ ત્રીસ મિનિટ પહેલા, મે તરત તમને ફોન કર્યો."

"ઓકે તમે જઈ શકો છો જરૂર પડયે તમને ફરી બોલાવીશ."

"અરે પાટીલ સાયબર સેલની ટીમ બોલાવી લે કેમકે સાયબર કાફે છે, કંઈક તો મળશે અને તેના ઘરે પણ જાણ કરી દે." ગોહિલે સબ ઈન્સ્પેકટર પાટીલને કહયું.

"ઓકે સર."

***

આખું ઘર રો કકળ કરી ઉઠયું જયારે રાજીવના મરવાના સમાચાર મળ્યા. અંતરા તો સાવ ભાંગી ગઈ, કેમકે અંદરથી ડરી ગઈ હતી કે તેની લીધે જ બધું થયું.

"રાજીવના પત્ની કોણ છે?"

"હું છું અંતરા."

"તમને કોઈના પર શક છે?." ગોહિલે પુછ્યું.

"ના, પણ આજ સવારે હું માર્કેટ ગઈ ત્યારે મને અચાનક કોઈએ બેભાન કરી દીધી, અને જયારે હું ભાનમાં આવી ત્યારે એક રૂમમાં બંધ હતી, મારી સામે ફકત એક કેમેરો હતો, થોડી વાર પછી ફરી બેભાન કરી કોઈ બુકાની બાંધેલ માણસ હતો, પછી હું ભાનમાં આવી ત્યારે સીટી બસ સ્ટેન્ડ પર હતી."

"તો તમે પોલીસ સ્ટેશન કેમ ના ગયાં?"

"હું જવાની જ હતી, પણ પહેલા ઘરે જાણ કરીને જાવને, અને ઘરે આવીને જોયું ત્યાં આ સમાચાર મળ્યા."

"ઓકે પાટીલ આમનું સ્ટેટમેન્ટ લઈ લે અને સાયબર સેલની ટીમનો અહેવાલ જલદી જોઈએ છે એવું કહેજે."

"ઓકે સર."

***

"હા તો પાટીલ સાયબર સેલ વાળા સાહેબને બોલાવી લે."

"હા એ આવેજ છે."

"હલો ઈન્સ્પેકટર ગોહિલ." શર્માએ હાથ મીલાવતા કહયું.

"હા તો શું જાણવા મળ્યું ત્યાં સાયબર કેફેમાંથી?"

"આખી શોપના કેમેરા અને મેઈન કોમ્પ્યુટર હેક થયેલું હતું પરંતુ એનાથી વધારે કંઈ જાણવા મળ્યું નથી, પણ હા હેકર ગુજરાતના જ કોક શહેરનો છે."

"ઓકે આભાર તમારો વધારે કંઈ કામ પડશે તો ફરી કહીશ."

"ઓકે આ તો મારી ડયુટી છે, હવે હું નીકળું છું."

"પાટીલ આ કેસ કદાચ હવે સોલ્વ થઈ જશે, રાજીવના વાઈફની બધી વિગતો સાંજ સુધીમાં આપ મને આગળ પાછળના જીવનની."

"ઓકે સર."

"સાહેબ તમારી વાત સાચી હતી, અંતરાને એક છોકરા સાથે લફરૂ હતું અને તે મેરેજ કરવા દબાણ કરતો હતો પરંતુ અંતરાના માતા પિતા રાજી નહોતા અને તેમના દબાણથી અહીંયા મેરેજ કરાવી દીધા, અને તેના બોયફ્રેન્ડ હેકર છે એટલે કે તેના કલાસ ચલાવે છે." પાટીલે ઉત્સાહથી કહયું.

"ઓકે ઉઠાવી લે સાલાને ત્યાંથી."

***

"હલો હું ઈન્સ્પેકટર ગોહિલ વાત કરૂ છું, તમારા પતિનો હત્યારો પકડાઈ ગયો છે, તમે પોલીસ સ્ટેશન આવી જાવને."

"ઓકે હમણાં જ આવું."

"કોણ છે રાજીવનો હત્યારો?" અંતરાએ આવીને તરત પુછ્યું.

"હા હમણાં ખબર પડી જશે, પાટીલ એને લઈ આવતો."

"તું! તે માર્યો રાજીવને?" અંતરા બોલી.

"હા, મે જ માર્યો તું મારી ન થા તો બીજા કોઈની પણ નહીં થવા દઉં." સંદીપ અંતરાના બોયફ્રેન્ડે હસતાં હસતાં જવાબ આપ્યો.

"તમારી બધી વિગતો કઢાવી તમારા બોયફ્રેન્ડ વિશે જાણવા મળ્યું અને તેને રીમાન્ડ પર લીધો એટલે તેણે હારીને ગુનો કબૂલ કરી લીધો." ગોહિલે કહયું.

"આવો હતો તારો પ્રેમ?" અંતરા તાડુકી

"પ્રેમમાં અપેક્ષા ન રાખવાની હોય અને તમારા પ્રિય પાત્રને હંમેશા ખુશ જોવો તેને પ્રેમ કહેવાય, પણ તે તો ત્રણ જીવન બરબાદ કરી નાખ્યા, આ તારો પ્રેમ નહીં પણ જીદ હતી, અંતરાજી ભૂલ તમારી પણ હતી જો તમે રાજીવને વાત કરી હોતતો કદાચ આવું ન થાત, નાની ભૂલોને કારણે જીવન બગડી જાય છે, તને તો આજીવન કેદ થશે સંદીપ." પાટીલે કહયું.

***

અત્યારે અંતરા યંગસ્ટર્સને મોટીવેશન અને પ્રેમના પાઠના લેક્ચર લે છે. કારણકે, તેની જેવી ભૂલ બીજુ કોઈ ના કરે.